ગાંધીધામ, તા. 6 : ગાંધીધામ
બી-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં વારંવાર ગંભીર પ્રકારના શરીર સંબંધી ગુના કરતા, જેના
કારણે સમાજમાં અસામાજિક પ્રવૃત્તિ ફેલાતી હોય આવી માનસિકતાવાળા શખ્સોની પ્રવૃત્તિને
અંકુશમાં લેવા પોલીસે કમર કસી હતી. કિડાણાના અનવર કાસમ વીરા વિરુદ્ધ તડીપારની દરખાસ્ત
તૈયાર કરી અંજાર પ્રાંતને મોકલાવતાં ત્યાંથી લીલીઝંડી મળી હતી. દરમ્યાન આ શખ્સને પકડી
તેને કચ્છ તથા તેને અડીને આવેલા જિલ્લાઓમાંથી એક વર્ષ માટે તડીપાર કરાયો હતો. આ શખ્સ
વિરુદ્ધ ગંભીર કલમોના પાંચ ગુના નોંધાયેલા છે.