ગાંધીધામ, તા. 6 : ભચાઉમાં
દેશી બંદૂક લઇને ફરતા એક શખ્સને પોલીસે પકડી પાડી તેની પાસેથી દેશી બંદૂક જપ્ત કરવામાં
આવી હતી. ભચાઉના ભઠ્ઠા વિસ્તાર પાછળ આવેલા સીમ વિસ્તારમાં પોલીસે ગઇકાલે સાંજે કાર્યવાહી
કરી હતી. આ વિસ્તારમાં હિમતપુરા વિસ્તારનો સોએબઅલી કાસમ ભટી નામનો શખ્સ કોથળામાં દેશી
બંદૂક લઇને ફરી રહ્યો હતો તેવામાં અચાનક આવેલી પોલીસે તેને પકડી પાડયો હતો. પકડાયેલા
આ શખ્સ પાસેથી 48 ઇંચની કિંમત રૂા. 5000ની દેશી બંદૂક પોલીસે જપ્ત કરી હતી. તેણે ક્યાંથી
બંદૂક મેળવી હતી અને શેના ઉપયોગ માટે પોતાના પાસે રાખી હતી તે બહાર આવ્યું નહોતું જેની
આગળની તપાસ પોલીસે હાથ?ધરી છે.