• ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

લોરિયા નજીક એસિડ ભરેલું ટેન્કર પલટયું

ભુજ, તા. 6 : તાલુકામાં લોરિયા ગામ નજીક હાઈડ્રો ક્લોરિડ એસિડ ભરેલું ટેન્કર પલટી મારી જતાં ભય ફેલાવા સાથે દોડાદોડી મચી હતી. સદ્ભાગ્યે આ કિસ્સામાં કોઈ જાનહાનિ ન થતાં હાશકારો થયો હતો.ખાવડા સ્થિત સોલારિસ કંપનીમાંથી એસિડ ભરીને નીકળેલું આ ટેન્કર લોરિયા નજીક પહોંચ્યું હતું ત્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં પલટી ખાઈ ગયું હતું અને એસિડ લીક થતું હોવાથી તાત્કાલિક કંપનીના સત્તાવાળાઓને જાણ કરાઈ હતી. આ ગંભીર ઘટનાના પગલે તાબડતોબ હરકતમાં આવેલા કંપનીના અધિકારીઓ ઉપરાંત ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પરંતુ સદ્ભાગ્યે આગ લાગવા સહિતની કે અન્ય કોઈ અનિચ્છનીય ઘટના ન બનતાં હાશકારો થયો હતો. કંપનીના સત્તાધીશો અને ફાયરની ટીમે લીકેજ બંધ કરવા સાથે ટેન્કર ખાલી કરાવવા સહિતના જરૂરી પગલાં લીધા હતા.આ બાબતે માધાપર પોલીસ મથકનો સંપર્ક કરતાં ઘટના બની હોવાને સમર્થન અપાયું હતું. અલબત્ત, આ કિસ્સો આજે મોડી રાત્રિ સુધી દફતરે ન ચડયો હોવાની સત્તવાર વિગતો અપાઈ હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd