ભુજ, તા. 21 : ગઈકાલે અબડાસા વિસ્તારમાં વીજચોરી પકડવા પી.જી.વી.સી.એલ.ની
ટુકડીઓ ઉતારવામાં આવી હતી તો આજે મુંદરામાં ચેકિંગ હાથ ધરાતાં રૂા. 16 લાખના દંડ ફટકારવામાં
આવ્યા હતા. મળેલી માહિતી પ્રમાણે મુંદરા-1 અને મુંદરા-2 વિસ્તારમાં ચાલતી વીજચોરી પકડવા
30 ટીમો ઉતારવામાં આવી હતી. 428 વીજ જોડાણો તપાસવામાં આવતાં 211 સ્થળે નાની-મોટી ચોરીના
કિસ્સા સામે આવ્યા હતા. અલગ અલગ રીતે વીજગ્રાહકો દ્વારા વીજળી મીટરને બાયપાસ કરીને
વપરાતી હોવાનું માલૂમ પડતાં સ્થળ ઉપર દંડ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જ્યાં જ્યાં
વીજ ચોરી પકડાઈ હતી તેઓને રૂા.16 લાખના દંડ સહિત બિલ આપવામાં આવ્યાં હતાં.