• શુક્રવાર, 22 નવેમ્બર, 2024

ચાઇના માસ્ટર્સમાંથી જીત સાથે સાત્ત્વિક-ચિરાગની જોડીની વાપસી

શેનઝેન (ચીન), તા. 21 : પેરિસ ઓલિમ્પિક પછી પોતાની પ્રથમ મેચ રમી રહેલ ભારતીય જોડી સાત્ત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટીએ ચાઇના માસ્ટર્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કરીને શાનદાર વાપસી કરી છે. મેન્સ ડબલ્સના પહેલા રાઉન્ડમાં સાત્ત્વિક-ચિરાગની જોડીનો 10મા ક્રમની ચીની તાઇપેની જોડી લી ઝે હુઇ-યાંગ પો હ્વાન સામે 12-21, 21-19 અને 21-18થી વિજય થયો હતો. પહેલી ગેમ હાર્યા બાદ ભારતીય જોડીએ વાપસી કરીને જીત મેળવી હતી. જ્યારે મહિલા સિંગલ્સમાં 19મા નંબરની પીવી સિંધુએ થાઇલેન્ડની ખેલાડી બુસાનન સામે 21-17 અને 21-19થી જીત મેળવી બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. મેન્સ સિંગલ્સમાં લક્ષ્ય સેને મલેશિયાના ખેલાડી લી જિયાને 21-14, 13-21 અને 21-13થી હાર આપી હતી. પેરિસ ઓલિમ્પિકના કાંસ્ય ચંદ્રક મુકાબલામાં લક્ષ્ય સેનની મલેશિયાના આ ખેલાડી સામે હાર થઇ હતી, જેનો બદલો તેણે લીધો છે. ભારતની યુવા ખેલાડી માલવિકા બંસોડે ઊલટફેર કરીને ડેનમાર્કની હોજમાર્ક સામે 22-23, 23-21 અને 21-16થી જીત મેળવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang