ભુજ, તા. 20 : મુંદરા તાલુકાના મોટા કાંડાગરાનો ગેરકાયદે દારૂનો
ધંધાર્થી હરદીપસિંહ લધુભા ખોડ?(ઝાલા) સામે પાસાની કાર્યવાહી કરી અમદાવાદ મધ્યસ્થ જેલમાં
ધકેલી દેવાયા છે. હરદીપસિંહ વિરુદ્ધ વર્ષ
2023માં માંડવી મરિન પોલીસ મથકે રૂા. 4,75,200ના શરાબનો જથ્થો પકડાવા અને મુંદરા
પોલીસ મથકમાં રૂા. 65,550નો શરાબ ઝડપાયાના ગુના નોંધાયેલા છે. એલસીબીએ આ બૂટલેગર હરદીપસિંહ
વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરને મોકલી આપતાં તે
ગ્રાહ્ય રહેતાં અટકાયતી વોરંટના આધારે તેની બજવણી કરી હરદીપસિંહને અમદાવાદની મધ્યસ્થ
જેલમાં ધકેલી દેવાયો છે.