• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

જિલ્લામાં સુલેહ-શાંતિ માટે વિવિધ નિયંત્રણો લદાયાં

ભુજ, તા. 11 : કચ્છ જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસ એકઠા ન થાય, સુલેહ-શાંતિનો ભંગ ન થાય, જિલ્લા/તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્લા સેવા સદન-ભુજ તથા મધ્યસ્થ સેવા સદન-ભુજ, અંજાર, ભચાઉ, મુંદરા, નખત્રાણા, અબડાસા, નલિયા, દયાપર, માંડવી, ગાંધીધામ અને રાપર તાલુકા સેવા સદનની બહાર કે અંદર તેમજ પોલીસ મહાનિરીક્ષકની કચેરી-ભુજ, પોલીસ અધિક્ષકની કચેરી-ભુજ અને ગાંધીધામ, નાયબ પોલીસ અધિક્ષકની કચેરીઓ, સી.પી.આઈ.ની કચેરી, દરેક પોલીસ સ્ટેશનો, જાહેર સ્થળો, દરેક સરકારી કચેરીઓની બહાર કે તમામ સરકારી કચેરીઓના પરિસરની 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતીક ધરણા, ભૂખ હડતાળ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા તથા બિનઅધિકૃત વ્યક્તિઓને સરકારી કચેરીઓમાં પ્રવેશવા કે ચાર કે તેથી વધુ વ્યક્તિ એકઠી થવા, આવેદનપત્ર આપવા પર રોક લગાવવામાં આવી છે. આ જાહેરનામામાં ફરજ પર સરકારી નોકરી અથવા રોજગારમાં હોય તે વ્યક્તિઓને, ફરજ પર હોય તેવી ગૃહરક્ષકદળની વ્યક્તિઓને, લગ્નના વરઘોડા તથા સ્મશાનયાત્રાને, સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલા ખાસ કિસ્સા તરીકે પરવાનગીને, સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનને લાગુ પડશે નહીં. જાહેરનામાનો અમલ તા. 24-10-2024 સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અધિનિયમની કલમ-135ની પેટા કલમ-3 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે તેવું જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા જણાવાયું છે. - જિલ્લામાં 24મી સુધી હથિયારબંધી : ભુજ, તા. 11 : કચ્છ જિલ્લામાં યોજાનાર ધાર્મિક તહેવારો, મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે અને સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે સાવચેતીના પગલાંરૂપે ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 37 (1) અન્વયે જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરાએ તા. 24-10-2024સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે. તા. 12-10-2024ના દશેરાનો તહેવાર આવતો હોઈ, આ દિવસે પરંપરાગત રીતે શસ્ત્રપૂજનની ધાર્મિક વિધી કરવામાં આવતી હોઈ આ જાહેરનામામાંથી ફકત શસ્ત્ર પૂજનની વિધી પૂરતી છૂટછાટ આપવામાં આવે છે. એક સ્થળે શસ્ત્ર રાખી પૂજન કરવાનું રહેશે. શસ્ત્ર સાથે રેલી કાઢી શકાશે નહીં તથા અગ્રિશસ્ત્રમાં દારૂગોળો રાખી શકાશે નહીં. આ જાહેરનામા અન્વયે હથિયાર લઇ જવાની ફરજ હોય, પરવાનગી આપી હોય કે અધિકૃત કરી હોય તે સિવાયની કોઇ વ્યક્તિ જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર માસની અને વધુમાં વધુ એક વર્ષની સજા થશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 135 (1) મુજબ દંડની સજા થશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang