• બુધવાર, 22 મે, 2024

ફતેહગઢમાં છ જણનો યુવાન ઉપર હુમલો

ગાંધીધામ, તા. 20 : રાપર તાલુકાના ફતેહગઢમાં છ જણે યુવાન ઉપર હુમલો કર્યો હતો. ગામના રામદેવપીર  મંદિર  પાસે ગત તા. 18/4ના બપોરે 12.45 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. ફરિયાદી ગિરઘરભાઈ ખેંગાભાઈ સોલંકીએ  આરોપી  દિનેશ નાનજી રાઠોડ, શૈલેષ મનજી રાઠોડ, રવજી નાનજી રાઠોડ, હરેશ મનજી રાઠોડ, હેમરાજ સેજા રાઠોડ, રુપા સેજા રાઠોડ  સામે ફરિયાદ નોંધાવી હતી. લગ્ન પ્રસંગમાં બાજુમાં જમવા બેસવાના મનદુ:ખ મુદ્દે  આરોપીઓએ પ્રાણઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો, જેમાં ફરિયાદીને શરીરના જુદા-જુદા ભાગોમાં ઈજા પહોંચી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ આરંભી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang