• બુધવાર, 22 મે, 2024

ગાંધીધામમાં દારૂ મળ્યો પણ આરોપી સાબૂના ગોટાની જેમ સરકી ગયો

ગાંધીધામ, તા. 19 : શહેરના મધ્યમવર્ગીય એવા શક્તિનગર વિસ્તારમાં શોપિંગ કોમ્પ્લેક્સ પાસેથી પોલીસે રૂા. 25,100નો દારૂ જપ્ત કર્યો હતો પરંતુ આરોપી સાબૂના ગોટાની જેમ પોલીસના હાથમાંથી સરકી ગયો હતો. શહેરના શક્તિનગરમાં શોપિંગ કોમ્પ્લેક્સ પાસે નરેશ ઉર્ફે કારો વાલજી મકવાણા નામનો શખ્સ કારમાં દારૂ લઇ આવી તેને સગેવગે કરવાની પેરવીમાં હોવાની સચોટ અને પૂર્વ બાતમી સ્થાનિક પોલીસના સ્ટાફને મળી હતી, જેના આધારે પોલીસ ત્યાં જતાં શખ્સ કાર નંબર જી.જે. -12-બી.એફ-7156ના દરવાજા ખુલ્લા રાખી નાસવા લાગ્યો હતો. મોટા વિસ્તારમાં આવેલા ગલી -ખૂંચાનો લાભ લઇ શખ્સ પોલીસના હાથમાંથી સાબૂના ગોટાની જેમ સરકી ગયો હતો. બાદમાં પોલીસે કારમાંથી ગોડફાધર બિયરના 230 ટીન બિયર તથા ગ્રીન લેબલ અને વ્હાઇટ લેસની 6 બોટલ એમ કુલ રૂા. 25,100નો શરાબ હસ્તગત કર્યો હતો. પોલીસે હાથતાળી આપીને નાસી ગયેલા શખ્સને પકડી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે. - ભુજ અને ગઢશીશામાં બે સગીર કન્યાના અપહરણની ફરિયાદ : ભુજ, તા. 19 : અપહરણના બે જુદ-જુદા મામલામાં ભુજમાં રહેતી સગીરાના અપહરણનો મામલો ફરિયાદ સ્વરૂપે શહેર -ડિવિઝન પોલીસ મથકના ચોપડે નોંધાયો હતો, જ્યોર માંડવી તાલુકાના ગઢશીશામાંથી પણ એક સગીર વયની કન્યાનું અપહરણ કરાયાની ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, શહેરના કોડકી રોડ પર આવેલા રામદેવનગર નજીક રહેતી સગીરાને કોઈ અજાણ્યો ઈસમ તેના કાયદેસરના વાલીપણામાંથી લઈ જઈ અપહરણ કરી ગયો હતો. બીજીબાજુ ગઢશીશાના વાડી વિસ્તારમાં રહેતી કુમળી વયની કન્યા ઘરેથી નીકળ્યા બાદ પરત ફરતાં કોઈ અજ્ઞાત ઈસમ દ્વારા અપહરણ કરાયાની ફરિયાદ દાખલ કરાવાઈ હતી. બંને કિસ્સામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang