• શનિવાર, 14 નવેમ્બર, 2026

વેકરિયાના રણમાં મંદિરમાં નુકસાન મુદ્દે ફરિયાદ દાખલ

ભુજ, તા. 13 : તાલુકાના વેકરિયા રણમાં આવેલા મંદિરમાં પ્રવેશેલા અસામાજિક તત્ત્વએ મંદિરમાં રહેલી દેવી-દેવતાઓની મૂર્તિઓને નુકસાન કરી હોવાની ફરિયાદ ધોરડો પોલીસ મથકના ચોપડે નોંધાઈ હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, વેકરિયાના રણમાં ભુજ-ખાવડા ધોરીમાર્ગ પર આવેલા ગોગા મહારાજના મંદિરમાં પ્રવેશેલા જુસબ જાકબ જતે  ગોગા મહારાજની મૂર્તિ તથા મોમાઈ માતાજીની મૂર્તિમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડયું હતું. આ મામલે ધોરડો પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd