ગાંધીધામ, તા. 13 : નૂતન
વર્ષના દિવસે જ ભચાઉમાં બેન્કના એટીએમ મશીનમાં ચોરીનો પ્રયાસ કરાતાં ભારે ચકચાર પ્રસરી
છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ચોરીના પ્રયાસનો આ બનાવ ગત તા.
10ના
રાત્રિના 2.40થી
3.20ના
અરસામાં બન્યો હતો. ભચાઉ નગરપાલિકાની અંદર આવેલી બેન્ક ઓફ બરોડાની શાખામાં આવેલા એટીએમ
રૂમમાં આ બનાવ બન્યો હતો. અજાણી મહિલાએ કેસ ડિપોઝિટ મશીનમાં ચોરી કરવાનો પ્રયાસ કરવા
માટે પ્રવેશી હતી. મહિલાએ મધરાત્રિના 2.40થી 3.20 વાગ્યા
સુધી મશીનમાંથી રોકડ રકમની ચોરી કરવા માટે
પ્રયાસ કર્યો હતો. આ દરમ્યાન મશીનમાં તોડફોડ પણ કરી હતી, પરંતુ પ્રયાસ નિષ્ફળ નીવડયો હતો. પોલીસે બેન્ક મેનેજરની ફરિયાદના આધારે ગુનો
નોંધી તપાસ હાથ ધરી છે.