નવી દિલ્હી, તા. 13 : ઓસ્ટ્રેલિયાએ
ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીનો વિજયી પ્રારંભ કરતા પ્રથમ મુકાબલામાં 7 વિકેટે
એકતરફી વિજય મેળવ્યો છે. પદાર્પણ કરનાર ઝડપી બોલર માહલી બિયર્ડમેનની ઘાતક બાલિંગ (6/24) અને
મિચેલ માર્શની આક્રમક અડધી સદીના જોરે યજમાન ટીમે 159 બોલ
બાકી રાખીને જીત હાંસલ કરી હતી. પ્રથમ બાટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયન બોલરો
સામે નિયમિત અંતરે વિકેટો ગુમાવતી રહી હતી અને 33.4 ઓવરમાં
માત્ર 131 રનમાં
સમેટાઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી ટોમ બેન્ટન (25), વિલ જેક્સ (25) અને
જો રૂટ (17) સિવાય
કોઈ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો નહોતો. બિયર્ડમેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો
હતો. 132 રનના
સામાન્ય લક્ષ્યાંક સામે મિચેલ માર્શે તોફાની શરૂઆત અપાવતા માત્ર 30 બોલમાં
50 રન
ફટકાર્યા હતા. તેણે કૂપર કોનોલી (27) સાથે પ્રથમ વિકેટ માટે 33 બોલમાં
50 રનની
ભાગીદારી નોંધાવી હતી. અંતે મેટ રેનશો (અણનમ 26) અને જોશ ઈંગ્લિસે (અણનમ 23) 23.3 ઓવરમાં
3 વિકેટના
ભોગે 132 રન
બનાવી ઓસ્ટ્રેલિયાને શ્રેણીમાં 1-0ની સરસાઈ અપાવી હતી.