વાહનોનાં આવાગમનથી માર્ગો પર જોવા મળ્યો ધમધમાટ
વિથોણ, (તા. નખત્રાણા),
તા. 13 : બેસતા વર્ષે નખત્રાણા પંથકના યાત્રાધામો અને ફરવાનાં
સ્થળોએ ભાવિકો, પ્રવાસીઓનું ઘોડાપૂર ઊમટયું હતું. હાઇવે ઉપર
વાહનોની લાંબી લાઇનો લાગી હતી. પશ્ચિમ કચ્છના પ્રવેશદ્વારે આવેલા ઉમિયા માતાજી મંદિરે
ભાવિકોનું ઘોડાપૂર ઊમટયું હતું. અન્નક્ષેત્રમાં સાડા ત્રણ હજાર ભાવિકોએ પ્રસાદ લીધો
હતો. લક્ષ્મીનારાયણ મંદિર સંસ્કારધામ,
ઇશ્વર આશ્રમ, પુંઅરેશ્વર મંદિર, ભિખુઋષિ તળેટી, ખેતાબાપા મંદિર, યક્ષ મંદિર, ધ્રબુઓ ડુંગર, પુંજલદાદા
આશ્રમ અને ભડલી માર્ગ ઉપર આવેલા ગંગાજી મંદિરે દર્શનાર્થીઓ અને પર્યટકોનો ભરાવો જોવા
મળ્યો હતો.