• શનિવાર, 14 નવેમ્બર, 2026

ત્રંબૌ નજીક કેનાલમાં ડૂબેલા આધેડની લાશ સાત દિ' બાદ મળી

મોટર રિપેર કરવા જતાં પગ લપસતાં પ્રવાહમાં તણાયા

રાપર, તા. 13 : તાલુકાના મોડપરવાંઢના રામશી ચોંડા કોળી નામના આધેડ ખેડૂત ગત પાંચમી નવેમ્બરથી નર્મદા કેનાલમાં ડૂબી જતાં લાપતા બન્યા હતા. આ આધેડ કેનાલ પર મૂકેલ મોટર રિપેર કરવા જતાં પગ લપસતાં કેનાલના પ્રવાહમાં ગરકાવ થઈ ગયા હતા. આ આધેડનો મૃતદેહ સાત દિવસ બાદ તા. 11-11ના ક્ષતવિક્ષત હાલતમાં સાયફનમાં ફસાયેલો મળી આવ્યો હતો. ગત તા. 5ના  ડૂબેલા આ શખ્સનો મૃતદેહ લાંબા સમય સુધી ન મળતાં અનેક તર્કવિતર્કો સર્જાયા હતા, જેને પગલે ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાએ સ્થળ પર પહોંચી સંબંધિત અધિકારીઓને સૂચના આપતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. ડોલ્ફિન અંડરવોટર એજન્સી દ્વારા માનવતાના ધોરણે પાણીની અંદર જઈને ફસાયેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.  એજન્સીના જિતેન્દ્રભાઈ પંચોલી, યશ પંચોલી, વિષ્ણાસિંહ વાઘેલા, અજયરાજ જાડેજા વગેરેએ મહામહેનતે ઊંડાં પાણીમાં છેક અંદર સુધી જઈ મોડી રાત્રે સાયફનમાં ફસાયેલ મૃતદેહ બહાર કાઢયો હતો. આ સમયે રાપર મામલતદાર એચ.બી. વાઘેલા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હમીરજી સોઢા, ડોલરરાય ગોર, મહેન્દ્રાસિંહ વાઘેલા, કેશુભા વાઘેલા, વિનુભાઈ થાનકી વગેરે ઉપસ્થિત રહી સહયોગી રહ્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd