બેંગ્લોર, તા. 13 : કર્ણાટક
પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે, આજે વિશ્વના અનેક મોટા નેતાઓ અને તેમના પરિવારો યોગ શીખે છે અને યોગ કરે છે.
વડાપ્રધાને દક્ષિણ ભારતીય રાજ્યમાં 1પ હજાર 600 કરોડની
કિંમતના વિવિધ વિકાસકામોનો પ્રારંભ કરાવ્યો હતો. મોદીએ આજે સવારે બેંગ્લોર મેટ્રોની
પિંક લાઈનનું લોકાર્પણ કર્યું હતું. પછી કાઉન્ટર પરથી ટિકિટ ખરીદીને મુખ્યમંત્રી ડી.
કે. શિવકુમાર સાથે મેટ્રોમાં સફર પણ કરી હતી. બેંગ્લોર હવે 100 કિલોમીટરથી
લાંબા મેટ્રો નેટવર્કવાળું દેશનું ત્રીજું શહેર બની ગયું છે. મોદી બોલ્યા હતા કે, ભારતીય રેલવેએ ગુલામીની માનસિકતાને પાછળ છોડી દીધી છે. વડાપ્રધાને બેંગ્લોરથી
ગોવાના મડગાંવ વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પણ લીલીઝંડી આપી હતી. મોદીએ
સાંજે મૈસુરમાં કોસ્મોસ પ્લેનેટોરિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. એ પહેલાં પ્રશાંતિ કુટિરમ્ના
સુવર્ણ જયંતી સમારોહમાં તેમણે કહ્યું હતું કે, કર્ણાટક સદીઓથી
યોગનું કેન્દ્ર રહ્યું છે. આ રાજ્યમાં અનેક યોગગુરુ અને વિદ્વાનો થઈ ગયા, જેમણે યોગની પરંપરા આગળ વધારી તેવું મોદી બોલ્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું
કે વિદેશોમાં 1પ0થી વધુ આયુર્વેદના અભ્યાસક્રમોને
માન્યતા મળી છે. આયુર્વેદથી સારવાર એક ચળવળ બની ગઈ છે.