વિથોણ, (તા.
નખત્રાણા), તા. 25 : ધોળકિયા ફાઉન્ડેશન અને જલધારા સેવાસંઘ અને પ્રકૃતિપ્રેમી દાતાઓના
સથવારે નવ એકરમાં ઉપયોગી જળાશય બનીને તૈયાર થઇ ગયું છે. જે પાણી સંગ્રહને કારણે તે
ખેતીને ઉપયોગી બનશે. પૂર્ણતાને આરે પહોંચેલી જળાશયની કામગીરી અને પાળની ગુણવત્તા તપાસવા
ફાઉન્ડેશનના સવજીભાઇ ધોળકિયા, નર્મદા
નીરના સી.ઇ.ઓ. દીપકભાઇ વોરા, કચ્છ જલધારા સંઘના પ્રમુખ કેશવજીભાઇ
ઠાકરાણી, સુપરવાઇઝર પ્રકાશભાઇ ચૌધરી, સરપંચ
જયંતીભાઈ નાકરાણી, મહિપતસિંહ જાડેજા, તલાટી
મંત્રી રઘુવીરસિંહ ઝાલા, જગદીશ નાકરાણી અને સાંયરા ગામના લેકોએ
કામગીરી નિહાળી હતી. ગામના સરપંચ જયંતીભાઇ નાકરાણીના જણાવ્યા મુજબ જળાશયની પાળ ઉપર
વૃક્ષવન બનાવવામાં આવશે. ભિખુઋષિ ડુંગર તળેટીમાં બનાવાયેલાં જળાશયને કારણે અહીં આવતા
પ્રકૃતિ અને પર્યાવરણપ્રેમીઓ માટે આર્કષણનું કેન્દ્ર બની રહેશે. જ્યાં જળ મંદિર બન્યું
છે તેની આજુબાજુ વાડી વિસ્તાર આવેલો છે, જેનાથી પાતાળી પાણીનાં
તળ ઊંચા આવશે અને પાણીમાં સુધારો આવશે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું.