• શુક્રવાર, 26 જૂન, 2026

પૂર્વ કચ્છમાં અડધા લાખ ઉપરાંતનો શરાબ જપ્ત

ગાંધીધામ, તા. 25 : અંજારના વરસામેડીમાં  હત્યાની કોશિશના પ્રકરણમાં ઝડપાયેલા બુટલેગરનો પોલીસે રૂા. 48,996નો દારૂ જપ્ત કર્યો હતો તેમજ શિકારપુર નજીક એક મુંબઈગરા પાસેથી શરાબ જપ્ત કરાયો હતો. વરસામેડીના ઓમનગરમાં મારામારી, હત્યાની કોશિશના પ્રકરણમાં પકડાયેલા કાના વેલા બઢિયાની પોલીસે વધુ પૂછપરછ કરી હતી, જેમાં તેનાં મકાનની સામે આવેલા બેંકે સિલ કરેલા મકાન નંબર 30-બી-એફ-એફમાં તેણે દારૂ સંતાડયો હોવાની કેફિયત આપી હતી. તેને સાથે રાખી આ મકાનની તપાસ કરતાં દારૂ મળી આવ્યો હતો. અહીંથી રોયલ સ્ટેગના 108, રોયલ ચેલેન્જર્સના 48 તથા ઓલ સિઝનના 120 કવાર્ટરિયા એમ કુલ રૂા. 48,996નો દારૂ જપ્ત કરાયો હતો. તેને આ દારૂ સિનુગ્રાનો અનવર ઉર્ફે અનુડો કકલ આપી ગયો હતો. વધુ એક કાર્યવાહી શિકારપુર નજીક સૂરજબારી ચેક પોસ્ટ પર કરવામાં આવી હતી. આઈ-20 કાર નંબર એમ.એચ. -05-ડીડી-3330માંથી મૂળ પુનડી હાલે મુંબઈ કલ્યાણના શ્લોક પરેશ ઠક્કરની પોલીસે ધરપકડ કરી હતી. તેની પાસેથી બે-બે લિટરની ત્રણ બોટલ કિંમત રૂા. 8000નો દારૂ જપ્ત કરાયો હતો. 

Panchang

dd