ગાંધીધામ, તા. 25 : ભચાઉના નવા ગામ નજીક આવેલી
કંપનીનાં ગોદામમાંથી રૂા. 2,10,000ના
વાયરની તસ્કરોએ ચોરી કરી હતી. બે મહિના પહેલાં બનેલો આ બનાવ ગઈકાલે પોલીસ ચોપડે ચડતાં
અનેક તર્ક-વિતર્ક વહેતા થયા હતા. નવા ગામમાં આવેલી જેકવાર કંપનીમાં ડિસ્ટ્રીબ્યૂશન
સિસ્ટમ એન્ડ કંટ્રોલ પ્રા. લિમિટેડને જનરેટર વાયરિંગ માટેનું કામ મળ્યું હતું. જે અંગે
આ કંપનીના લોકો એક ડ્રમમાં વાયર લઈ આવી નવા ગોદામ પાછળ રાખ્યો હતો, જેમાંથી તા. 16/4થી 19/4 દરમ્યાન તસ્કરો કળા કરી ગયા
હતા. 19/4ના ડ્રમમાંથી વાયર કાઢવા જતાં
ગુમ જણાયો હતો. રૂા. 2,10,000નો
42 મીટર વાયર તસ્કરો લઈને નાસી
ગયા હતા. બનાવ અંગે કંપનીના સંજિતકુમાર રાજકુમાર પટેલએ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
જેના આધારે હવે પોલીસે તપાસ હાથ ધરી છે.