ભુજ, તા. 25 : તાલુકાના કૈલાસનગર (કોટડા)માં
બંધ મકાનના દરવાજા તોડી તિજોરીમાંથી રૂા. 87,680ના સોનાંના દાગીનાની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે. ગત તા. 16/6ના સવારથી બીજા દિવસની બપોર
સુધી થયેલી આ ચોરી અંગે ગઇકાલે કૈલાશનગર (કોટડા) રહેતા કારાભાઇ માવજીભાઇ મહેશ્વરી
(ધેડા)એ પદ્ધર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પડોશમાં રહેતા વિનયે આત્મહત્યા
કરી લીધી હોઇ જેનો આરોપ તેમના દીકરા મોહન ઉપર નાખ્યો હોવાથી હાલ દીકરો જેલ છે અને કોઇ
અણબનાવ ન બને એ અર્થે ફરિયાદી ઘર બંધ કરી પરિવાર સાથે ગત તા. 2/6થી કોટડા આથમણા રહેતા તેમના
ભાઇના ઘરે ચાલ્યા ગયા હતા અને અવારનવાર ઘરે આંટાફેરર કરતા હતા. ગત તા. 16/6 સવારથી 17/6 બપોર સુધી તેમના ઘરના દરવાજા
તોડી કબાટની તિજોરીમાંથી સોનાંના દાગીના ચેઇન, એક જોડ કાનની રિંગ અને નાકનો દાણો તથા કાનની બુટ્ટી એમ કુલ્લે રૂા. 87,680ના મુદ્દામાલની કોઇ અજાણ્યો
ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.