માધાપર, તા. 24 : મારૂ કંસારા સોની જ્ઞાતિ મંડળ
માધાપરના ઉપક્રમે જ્ઞાતિશ્રેષ્ઠી પ્રભુદાસભાઈ ખેતશી ગુજરાતી સ્મૃતિ કપ નાઈટ ક્રિકેટ
ટૂર્નામેન્ટમાં સોનલ ઈલેવન ચેમ્પિયન અને ઈરા ઈલેવન રનર્સ-અપ થઈ હતી. ફાઈનલનો ટોસ નિખિલભાઈ
બારમેડાએ કર્યો હતો. અમૃતલાલ સોલંકીએ એમ્પાયર, તો ચેતન બારમેડાએ કોમેન્ટેટરને સન્માનિત કર્યા હતા. જિગર બુદ્ધભટ્ટી,
સંજય બુદ્ધભટ્ટી, અરૂણ બુદ્ધભટ્ટી, ભાવેશ બગ્ગા, રાજેશ બુદ્ધભટ્ટી, ડેની છાત્રાળા, જયેશ બુદ્ધભટ્ટી, ભરત ચૌહાણને મુકેશભાઈ બારમેડા, સંજીવ કંસારાએ સન્માનિત
કર્યા હતા. બેસ્ટ ફિલ્ડર મીત બુદ્ધભટ્ટીને વસંતભાઈ પોમલે રોકડ પુરસ્કાર અને ટ્રોફી
મૂળજીભાઈ કટ્ટાએ, બેસ્ટ બોલર હિરેન પોમલને રોકડ પુરસ્કાર કન્વીનર
જિગર બારમેડા અને ટ્રોફી સમીર છાત્રાળાએ, બેસ્ટ બેટ્સમેન સન્ની
કોટડિયાને રોકડ પુરસ્કાર ભુજ યુવક મંડળના રાહુલ સોલંકીએ અને ટ્રોફી ભરત ચૌહાણે,
મેન ઓફ ધ સિરીઝ કિશન બુદ્ધભટ્ટીને રોકડ પુરસ્કાર નિખિલ બારમેડા અને ટ્રોફી
સ્મીત ચૌહાણે, મેન ઓફ ધી મેચ ફાઈનલ ચિંતન સાકરિયાને રોકડ પુરસ્કાર
નીલેશ બારમેડા અને ટ્રોફી માધાપર મંડળના પ્રમુખ બિપિન પરમારે આપ્યા હતા. રનર્સ-અપ ટીમને
મેડલ મહિલા મંડળના પ્રમુખ કામીનીબેન બારમેડા અને અનિતાબેન ગુજરાતીએ, તો ચેમ્પિયન ટીમને મેડલ ભુજ જ્ઞાતિ પ્રમુખ હિતેશ ગુજરાતી, બિપિન પરમારે આપ્યા હતા. ચેમ્પિયન્સ ઈલેવનને ટ્રોફી-રોકડ પુરસ્કારથી સન્માનિત
કરાઈ હતી. ડો. કિશન ચૌહાણ દરેક મેચના લાઈવના સ્પોન્સર થયા હતા. રાજા સાકરિયા,
મંજુલાબેન સોલંકી, મલય છત્રાળા, આનંદ બુદ્ધભટ્ટીએ માધાપર મંડળને આયોજન માટે આર્થિક યોગદાન આપ્યું હતું. સંચાલન
મહેશ બારમેડાએ કર્યું હતું. આયોજન માટે કન્વીનર જિગર બારમેડા, પાર્થ બારમેડા, દીપ બારમેડા, હિરેન
ચૌહાણ, વિશાલ બારમેડા, સમીર છત્રાળા,
ચિંતન સાકરિયા, મયુર બુદ્ધભટ્ટી, રિતેન બુદ્ધભટ્ટી, વિરલ પોમલ, પ્રિન્સ
ગુજરાતી, જિગર બગ્ગાને સન્માનિત કરાયા હતા.