• શુક્રવાર, 05 જૂન, 2026

સુખપર (રોહા)માં ધાણીપાસાનો જુગાર રમતા છ પકડાયા

ભુજ, તા. 4 : નખત્રાણા તાલુકાનાં સુખપર (રોહા)નાં કબ્રસ્તાનની પાછળ આજે બપોરે ધાણીપાસા વડે જુગાર રમતા છ ખેલીને પોલીસે ઝડપી પાડયા હતા. નખત્રાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ખાનગી બાતમી મળતાં દરોડો પાડતાં ધાણીપાસા વડે જુગાર રમતા લતીફ ગફુર ભટ્ટી, ગની ઈબ્રાહિમ લુહાર, ઈશ્વર પચાણ ચાવડા (રહે ત્રણે મંગવાણા), વાલજી ધનજી સથવારા (નખત્રાણા)વેલજી લાખા જેપાર (વરમસેડા)અને પરેશ ધનજી રાઠોડ (દેશલપર, તા. ભુજ)ને રોકડા રૂા.26,400ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. 

Panchang

dd