આદિપુર, તા. 4 : પર્યાવરણ ક્ષેત્રે આદિપુરનું
સોનાપુરી ટ્રસ્ટ નેત્રદિપક કામગીરી કરી રહ્યું છે. ટ્રસ્ટની સ્થાપનાથી જ પર્યાવરણ સંવર્ધનની
દિશામાં વિવિધ પ્રકલ્પો સમયાંતરે હાથ ધરાઈ રહ્યા છે. ટ્રસ્ટની સ્થાપના થઈ ત્યારથી જ
પ્રમુખ પદે સેવા આપતા ઉદ્યોગપતિ
અને શિક્ષણ પ્રેમી ગોરધનભાઈ પટેલે જણાવ્યું હતું કે પહેલા પાર્થિવ દેહને ખુલ્લા પ્રાંગણમાં અગ્નિદાહ અપાતો હતો તે
વખતે કાર્બન ડાયોકસાડનું પ્રમાણ વધી ન જાય તે માટે સ્માશાનની બાકી જમીન ઉપર આશરે 500થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું
છે. જાણવણી અને સફાઈમાં મા આશાપુરા સેવા ગ્રુપનું મોટું યોગદાન છે.
આ વૃક્ષોમાં વિવિધ વનસ્પતી ઉપરાંત ઔષધીય છોડ પણ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ ઉપરાંત સ્મશાનમાં લાકડાની ચાર ભઠ્ઠીઓ પણ
અડધા કરોડના ખર્ચે વિકસાવવામાં આવી છે. ખુલ્લામાં
પાર્થીવ દેહના અંતિમ સંસ્કાર માટે આશરે 300 થી 320 કીલો લાકડા પવરાય જયારે આ ભઠ્ઠીમાં માત્ર 70 થી 80 કીલો જેટલું જ લાકડું વપરાય
છે. જેનો ધુંમાડો પણ ઉંચી ચીમની વાટે નીકળી
જતાન પર્યાવરણનું પણ જતન થાય છે. આ કામગીરી અહી વર્ષોથી નિયમતિ રીતે થતી હોવાનું તેમણે ઉમેર્યું હતું.