• શુક્રવાર, 05 જૂન, 2026

અમુક પદ માત્ર ઓછી પાત્રતાવાળાઓ માટે : સુપ્રીમ

નવી દિલ્હી, તા. 4 : સુપ્રીમ કોર્ટે એક ધ્યાન ખેંચનારા મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે, નિર્ધારિત થયેલી શૈક્ષણિક પાત્રતા પ્રમાણે જાહેર રોજગાર પાત્ર ઉમેદવારો માટે ઉપલબ્ધ થવો જોઈએ. સર્વોચ્ચ અદાલતે આ નિર્દેશનો અર્થ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, હોવી જોઈએ તેનાથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારને રોજગાર આપી દેવાય છે, ત્યારે જે-તે પદ માટે ખરેખર જરૂરી ડિગ્રી-પાત્રતા ધરાવતા ઉમેદવારો રોજગારથી વંચિત રહી જાય છે. જસ્ટિસ અશાનુદ્દીન અસાનુલ્લાહ અને આર. મહાદેવનની ખંડપીઠે હંગામી બેન્કએન્ટેન્ડન્ટને પુન: નિયુક્ત કરતા મદ્રાસ હાઈકોર્ટના આદેશને બાજુએ મૂકી દેતાં આવો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમે જણાવ્યું હતું કે, માત્ર ધો. 10 પાસની પાત્રતા જેના માટે જરૂરી હતી, તેવા પદ પર નોકરી મેળવનાર ઉમેદવારે પોતે સ્નાતક હોવાનું છુપાવ્યું હતું. મદ્રાસ હાઈકોર્ટે આદેશ આપતી વખતે આ હકીકતની અવગણના કરી હોવાનું જણાવ્યું છે, તેવું સુપ્રીમે કહ્યું હતું. ઊંચી પાત્રતાવાળા ઉમેદવારને આવા રોજગાર આપી દેવાથી તે રોજગાર માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો નોકરીથી વંચિત રહી જશે. જે પદ માટે દસમા ધોરણ સુધીની જ  શૈક્ષણિક લાયકાત છે તે પદ પર તેનાથી ઘણી  ઊંચી પાત્રતાવાળી વ્યક્તિને રોજગાર અપાશે તો ઓછી પાત્રતાવાળાને કામ મળશે જ નહીં તેવો સૂર સુપ્રીમે વ્યક્ત કર્યો હતો. 

Panchang

dd