• બુધવાર, 22 મે, 2024

અવસાન નોંધ

ભુજ : દિલીપ માધવજી ભાટિયા (ઉ.વ. 57) મૂળ ગુંદિયાળીના તે નર્મદાબેનના પુત્ર, દક્ષાબેન (જયશ્રીબેન)ના પતિ, નીલમ, મિત્તલ, પીન્ટુ, અક્ષયના પિતા, પાયલ, સુરેશ, વિપુલના સસરા, નરેશ, કાન્તાબેનના ભાઇ, સ્વ. મૂળજી વી. આશરના જમાઇ, મનીષ આશરના બનેવી તા. 18-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-9-2023ના સાંજે 4થી 5 ગોસ્વામી સમાજવાડી, રામધૂનની બાજુમાં.

ભુજ : મૂળ બાયઠના માવજી શિવજી નિર્મળ (ઉ.વ. 71) તે નેણબાઇ શિવજી વિશ્રામ નિર્મળના પુત્ર, ચંદ્રિકાબેનના પતિ, સ્વ. સુંદરબેન ખીમજી મચ્છર (ભુજ), ગં.સ્વ. લીલાવંતીબેન રમણીકલાલ ગજકંધ (આદિપુર), ભાનુબેન નવીનચંદ્ર ટાટારિયા (હાલે જામનગર), ગં.સ્વ. મેનાબેન બાલકૃષ્ણ ટાટારિયા (ખાવડા), સ્વ. લાલજીભાઇ (બાયઠ), મણિલાલભાઇ (બાયઠ), શંકરભાઇ (બાયઠ), ચંપકલાલભાઇ (ભુજ)ના ભાઇ, પુનિત, આશિષ, મૌલિકના પિતા, મીરાં મૌલિક નિર્મળના સસરા, કાવ્યા, હર્ષિતના દાદા, જેન્તીલાલ (માધાપર), ભરત (મિરજાપર), અનિલ (રાજા) (ભુજ), ચેતન (મુંબઇ), શારદા હરેશ મચ્છર (ભુજ), મહાલક્ષ્મી શરદ દાંધડા (ભુજ), સ્વ. માલતી મુકેશ લિયા (મુંબઇ)ના બનેવી, સ્વ. ક્રિષ્નાબેન કેશવજી ચત્રભુજ ભેડાના જમાઇ તા. 17-9-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષોની પ્રાર્થનાસભા તા. 20-9-2023ના બુધવારે સાંજે 4થી 5 માતુશ્રી ચાગબાઇ હોલ, બિલેશ્વર મંદિર ખાતે.

ભુજ : મૂળ માંડવીના સારસ્વત બ્રાહ્મણ ખુશાલ (રાજા) (ઉ.વ. 46) તે  સ્વ. હંસાબેન વિનોદભાઇ હરિલાલ છાંગાણીના પુત્ર, પ્રેમિલાબેનના પતિ, ઇતિશાના પિતા, શંભુલાલ ચાંપશી સોનપાર (નિરોણા), રવિશંકર (ભુજ), જટાશંકરના  જમાઇ, સ્વ. લહેરીકાંત, પ્રવીણભાઇ, અશોકભાઇ છાંગાણી, સ્વ. કેતનભાઇ, શૈલેશભાઇ, પરેશભાઇ, સ્વ. નીલમબેન, ચંદ્રિકાબેન (માંડવી), જ્યોત્સનાબેન (ગાંધીધામ)ના કાકાઇ ભાઇ, મહેશભાઇ, રાજેશભાઇ, કલ્પેશ રવિશંકર, કમલેશ જટાશંકર, જયાબેન, અરૂણાબેનના બનેવી, કરણકુમાર હર્ષદભાઇ જોશીના સસરા તા. 14-9-2023ના વડોદરા ખાતે અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા-બેસણું તા. 19-9-2023ના મંગળવારે સાંજે 4થી 5 સારસ્વત વાડી, ભુજ ખાતે.

ભુજ : ચંદ્રકાન્ત ઉર્ફે શંભુભાઈ માસ્તર (ઉ.વ. 81) તે સ્વ. ઠા. નર્બદાબેન કરશનદાસ કુંવરજી રોકડિયા (નખત્રાણાવાલા વકીલ)ના પુત્ર, દમયંતીબેનના પતિ,  રામ (વાવડ દૈનિક), દિલીપકુમાર (જીઈબી), મૂલરાજ (મુંબઈ), સ્વ. હસ્તા, અનિલા (મુંબઈ), બંસરીના મોટા ભાઈ, સ્વ. રશ્મિબેન, ભગવતીબેન, ચંદાબેનના જેઠ, સંગીતા ભૂપેન્દ્ર ગણાત્રા, મનીષ (નીલકંઠ પ્રેસ), નીલેશ (શ્રીજી પ્લાસ્ટિક), જુગની અરૂણભાઈ શેઠિયા, નિકી ચેતનભાઈના પિતા, પ્રીતિબેન, દક્ષાબેન (કેડીસીસી), ભૂપેન્દ્રભાઈ ગણાત્રા, અરુણભાઈ શેઠિયા, ચેતનભાઈ રાચ્છના સસરા, માનસીબેન મિતભાઈ ભણસારી, પ્રિયંક, કુંજ, વત્સલના દાદા,  ચિંતન, હીરલ, જીનલ, રિયા, માન્યાના નાના, માનસીના નાનાસસરા, મીતભાઈ રાજેશભાઈ ભણસારીના દાદા સસરા, જાહ્નવી, દર્શનકુમાર (કચ્છ દર્શન), વિરલ,  વિશાલ, કુણાલના મોટાબાપા, ઉર્વિ, ક્રિષ્ના અને રીચાના કાકાસસરા, ખુશ્બૂના મામાસસરા, સ્વ. ચેતન,  રિતેષ, નિકુંજ, નિરાલી, હર્ષદ, શ્રુતિના મામા, હની, પ્રયોસા, શ્રેયા, હીર,  શિવાન, શ્રિયાના પરદાદા, સ્વ. વેલજી જેઠાભાઈના જમાઈ, સ્વ. વિજ્યાબેન ભગવાનજી, સ્વ. પ્રભાબેન રાઘવજી, ગં.સ્વ. રુક્ષ્મણિબેન રમણીકલાલ,  હસ્તાબેન અમૃતલાલ, સ્વ. મીનાબેન હરિભાઈ, સ્વ. પ્રવીણાબેન છોટાલાલ ગણાત્રા, ભગવતીબેન પ્રબોધભાઈ પવાણી, ચંદ્રિકાબેન અનિલભાઈ ઝરિયાવાળા, જ્યોતિબેન નિરંજનભાઈ થોભરાણીના બનેવી તા. 17-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-9-2023ના મંગળવારે સાંજે 5થી 6 રૂખાણા એસી હોલ, નવી લોહાણા મહાજન વાડી, ભુજ ખાતે.

ભુજ : મેઘબાઇ ઉમરા સિજુ (ઉ.વ. 85) તે સ્વ. ઉમરા કરસન સિજુના પત્ની, શંકર, સ્વ. મૂરજી, દેવશી, મૂલબાઇ, દેવલબાઇ, શાંતાબેન, લક્ષ્મીબેનના માતા, ઉમરાબાઇ, પ્રેમિલાબેન, ધનજી ડાયા (ભુજ), કાનજી રામજી (જડોદર), ખીમજી મીઠુ (જડોદર), લધુ ડાયા (કોટડા)ના સાસુ, જશુબેન ગોપાલ નજાર (નિરોણા), જખુ, બાબુ, રમેશ, હિતેન, અજય, રામજી, ધનજી, લક્ષ્મીના દાદી, નાનુબેન, ગીતાબેન, દક્ષાબેન, ભાવનાના દાદીસાસુ, મૂરજી થાવર (દોલતપર), વાલબાઇ પુના (પાનેલી)ના બહેન, નારાણ ખેતા, નાનબાઇ નારાણ (ઝુરા), હાસબાઇ પાલા (ભુજોડી)ના કાકી, જશુબેન નારાણના કાકીસાસુ તા. 17-9-2023ના અવસાન પામ્યા છે. તા. 21-9-2023ના આગરી, તા. 22-9-2023ના ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાને ભીમરાવ નગર, ભુજ ખાતે.

ભુજ : કમલેશ જયંતીલાલ સિંધલ (ઉ.વ. 37) તે જયંતીલાલ વેલજી સિંધલ તથા ભારતીબેનના પુત્ર, મનોજ, માયા, હિનાના ભાઇ, પ્રેમસંગ બાલુભા ધલ, ભાવેશસિંહ રમેશભાઇ ઝાલાના સાળા, સ્વ. દામજીભાઇ વેલજીભાઇ સિંધલ, નવલબેન તેજમાલજી પરમાર, હીરબાઇ મીઠુભાઇ દૈયા, કાંતાબેન ગોપાલ સોલંકીના ભત્રીજા, સ્વ. મંજુલાબેન મોહનલાલ સોલંકીના દોહિત્ર, વર્ષા જયસિંહ રાજ, સપના મનોજ ભટ્ટીના ભાણેજ તા. 17-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-9-2023ના બુધવારે સાંજે 5થી 6 રાજપૂત સમાજવાડી ખાતે.

ભુજ : મૂળ ભોદેસર કેમ્પ (વિંઝાણ) સોઢા ભેરજી કેશરાસિંહ (ઉ.વ. 100) તે અચળાસિંહ, ચતરાસિંહ, સ્વ. પીરાસિંહ, થાનાસિંહ, બળવંતાસિંહ, વિજયરાજાસિંહના પિતા, માનાસિંહ, ભરતાસિંહ, વિજયાસિંહના મોટાબાપુ તા. 16-9-2023ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન સચિયાર કોલોની, ગણેશનગર ખાતે.

ગાંધીધામ : વડનગરા નાગર જ્યોતીન્દ્રભાઇ ધોળકિયા (ઉ.વ. 73) (નિવૃત્ત કે.પી.ટી.) તે ગં.સ્વ. ઉષાના પતિ, ઋત્વિજના પિતા, ભક્તિ ઋત્વિજ ધોળકિયાના સસરા, સ્વ. હીરાલાલ કાંતિલાલ ધોળકિયા, સ્વ. નવરંગબાળાના પુત્ર, સ્વ. નિરંજનબેન ધોળકિયા, કિરીટ ધોળકિયાના ભાઇ, કપિલ નિરંજન ધોળકિયા, નિમિત્ત નિરંજન ધોળકિયા, ધ્વનિ નિહાર વસાવડાના કાકા, સ્વ. જયેન્દ્રભાઇ અંજારિયા, સ્વ. કુલીનબાળાબેન (બેનીબેન)ના જમાઇ તા. 17-9-2023ના અવસાન પામ્યા છે. ઉઠમણું-પ્રાર્થનાસભા (ભાઇઓ-બહેનો માટે) તા. 20-9-2023ના બુધવારે સાંજે 5થી 6 ઝૂલેલાલ કોમ્યુનિટી હોલ, ઝૂલેલાલ મંદિર, શક્તિનગર ખાતે.

અંજાર : મૂળ ડગાળાના ગૂંજનબેન રોહનનાથ નાથબાવા (ઉ.વ. 21) તે જેરામનાથ શિવનાથ, શોભનાબેનના પુત્રવધૂ, નાથબાવા ભરતનાથ દયાનાથ (લાઇઝાઇ) તથા ભાવનાબેનના પુત્રી, સ્વ. મહેન્દ્રનાથ શિવનાથના ભત્રીજાવહુ તા. 18-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-9-2023ના ગુરુવારે સાંજે 5થી 6 નાથબાવા સમાજવાડી ખાતે. ધાર્મિકક્રિયા તા. 28-9-2023ના ગુરુવારે નિવાસસ્થાને મફતનગર, દબડા રોડ ખાતે.

ભચાઉ : નવીનચંદ્ર શિવજીભાઇ માણેક (ઠક્કર) (ઉ.વ. 71) મૂળ નાની ચીરઇના તે સ્વ. સાકરબેન શિવજીભાઇ હેમરાજભાઇ માણેકના પુત્ર, ચાંપશી હેમરાજ માણેકના ભત્રીજા, સાવિત્રીબેનના પતિ, સતીશ, આશિષ, સ્વ. જિજ્ઞેશના પિતા, સ્વ. રતિલાલભાઇ, સ્વ. નારાયણભાઇ (મુંબઇ), ગં.સ્વ. ક્રિષ્નાબેન માધવજી કાથરાણી (મુંબઇ), મંગળાબેન સ્વરૂપચંદભાઇ પૂજારા, સાવિત્રીબેન પંકજભાઇ રેહાણી (ભુજ)ના ભાઇ, ગં.સ્વ. રતનબેન, ગં.સ્વ. કમળાબેન (મુંબઇ)ના દિયર, રમણીકભાઇ, જયંતીભાઇ, રસિકભાઇ, દીપકભાઇ, મનીષ, ચિરાગ, આતિશ માણેક, અનસૂયાબેન મનોજકુમાર ચંદેના કાકા, આશાબેન સતીશભાઇના સસરા, ગં.સ્વ. લક્ષ્મીબેન રણછોડદાસ પૂજારાના જમાઇ, પ્રવીણભાઇ, પ્રભુલાલ, સ્વ. પ્રકાશ, ઉર્મિલાબેન તુલસીદાસ કાથરાણી (સુરત)ના બનેવી, મીતના દાદા તા. 18-9-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-9- 2023ના બુધવારે સાંજે 4થી 5 લોહાણા સમાજવાડી, ભચાઉ ખાતે.

સુરજપર (તા. ભુજ) : કાંતિલાલ (ઉ.વ. 77) તે સ્વ. ભચીબેન છગનલાલ સોમેશ્વર (બાડા)ના પુત્ર, ગં.સ્વ. ભારતીબેનના પતિ, સ્વ. મહાલક્ષ્મીબેન માધવજી કારિયા (મોથાળા)ના જમાઈ, સ્વ. સરસ્વતીબેન ખીમજી (મિરજાપર), સ્વ. વેલબાઈ મગનલાલ (મોટી ખાખર), ગં. સ્વ. શાંતાબેન ડાયાલાલ (ભુજ), ગં.સ્વ. મુલબાઈ જમનાદાસ (ગોડપર), જોસનાબેન મુકેશ દૈયા (માંડવી), મણિલાલ, ધનજીભાઈ (બાડા), દિનેશભાઈ (સુરજપર)ના ભાઈ, જયાબેન, કુસુમબેનના જેઠ, વર્ષાબેન મહેન્દ્રભાઈ (ભુજ), જયશ્રીબેન બિપિનભાઈ (મસ્કા), હસમુખના પિતા, લતાબેનના સસરા, યશોધરા જીતેશભાઈ (મુંબઈ), રાધિકા, ધૃતિના દાદા, ગં.સ્વ. પ્રભાબેન સુરેન્દ્રભાઈ (લુડવા), મંગળાબેન તુલસીદાસ (ઔરંગાબાદ), નીમાબેન હરસુખભાઈ (ભુજ), શરદભાઈ, રમેશભાઈ, પ્રકાશભાઈ (ભુજ)ના બનેવી, સંજય, વૈશાલી હિતેષભાઈ (મુંબઈ), અમૂલ, ચિંતનના મોટાબાપા, કનિકા રાજનભાઈ ભીંડે (ભુજ), અનુજ (ભુજ), નિરાલી (મસ્કા)ના નાના  તા. 18-9-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-9-2023ના બુધવારે સાંજે 4થી 5 લેવા પટેલ સમાજવાડી, સુરજપર ખાતે.

મોટી નાગલપર (તા. અંજાર) : મૂળ દેવળિયાના ક.ગુ.ક્ષ. (મિત્રી)?ગં.સ્વ. ઉર્મિલાબેન કેશવજી ટાંક (ઉ.વ. 84) તે સ્વ. કેશવજી દેવરામ ટાંકના પત્ની, સ્વ. જાનાબેન ભવાનભાઇ ટાંકના પુત્રી, સ્વ. દેવરામ લાલજી ટાંકના પુત્રવધૂ, સ્વ. કાનજીભાઇ, સ્વ. પ્રેમજીભાઇના નાના ભાઇના પત્ની, સ્વ. રણછોડભાઇ, સ્વ. કાંતિભાઇ, સ્વ. અરવિંદભાઇ, ગં.સ્વ. બચુબેન ચાવડા, ગં.સ્વ. ભગવતીબેન રાઠોડના ભાભી, જયંતીભાઇ, મુકેશભાઇ, દિનેશભાઇ ટાંક, પ્રભાબેન ચાવડા (ખંભરા), પ્રવીણાબેન જેઠવા (નાગલપર)ના માતા, અમૃતલાલ ચાવડા, મોહનલાલ જેઠવા, ભાવનાબેન, શિલ્પાબેન, નયનાબેનના સાસુ, સંજય, આનંદ, રવિ, હર્ષ, પૂજા, ખુશ્બૂ, ભૂમિના દાદી, આરતી, કિંજલ, સાગર, પ્રશાંત, વિમલના દાદીસાસુ, ધ્યાની, આધ્યા, સ્વરાના પરદાદી, સ્વ. દેવરામભાઇ, ઇન્દ્રપ્રસાદભાઇ, સ્વ. સરસ્વતીબેન, જીવરામભાઇ, ગં.સ્વ. ગિરજાબેનના મોટા બહેન, સ્વ. કાશીબેન, કંચનબેન, પુષ્પાબેનના નણંદ તા. 17-9-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-9-2023ના બુધવારે સાંજે 5થી 6 નૂતન સમાજ ભવન, નાગલપર મોટી ખાતે.

મોટી ખેડોઇ (તા. અંજાર) : ધોળુ પ્રવીણભાઇ નારણભાઇ (ઉ.વ. 54) તે સ્વ. નારણભાઇ ગોવિંદભાઇના પુત્ર, ઇશ્વરભાઇ, સ્વ. ધીરજભાઇ, ચંદુભાઇ, વનિતાબેન ભરતભાઇ ગોરાણી (ખેડોઇ), હેમલતાબેન ધીરજભાઇ પોકાર (તલવાણા)ના ભાઇ, જ્યોતિબેન હિતેષભાઇ પોકાર (ખંભરા)ના પિતા, સ્વ. શાંતિલાલ કરમશી સેંઘાણી (કોટડા-ઉ.)ના જમાઇ તા. 16-9-2023ના અવસાન પામ્યા છે. બેસણું ઇશ્વરભાઇ નારણભાઇ ધોળુના નિવાસસ્થાને ખેડોઇ ખાતે.

ખંભરા (તા. અંજાર) : હમીરભાઇ ખોખર (ઉ.વ. 72) તે રૂડાભાઇ ડામાભાઇ ખોખરના પુત્ર, ભમીબેનના પતિ, દિનેશભાઇ, અમીબેન, લખીબેન, સવિતાબેન, ભારતીબેનના પિતા, વાલીબેન પ્રેમજીભાઇ સિજુ, પૂંજીબેન થાવરભાઇ લોંચાના ભાઇ, બટુક રાયમલ, જખુભાઇ આલાભાઇ, દેવજીભાઇ રાયમલના કાકાઇ ભાઇ, સ્વ. વાઘજીભાઇ નામોરી ખોખર, કેશવજીભાઇ નામોરી ખોખર, મનજી માલશીભાઇ ખોખર, દેવજીભાઇ નામોરી ખોખર, નારાણભાઇ નામોરી ખોખરના કાકા, ધનજી ગોવિંદ હિંગણા, મહેન્દ્ર કારાભાઇ વારસુર, દિલીપ ખીમજીભાઇ રાઠોડ, વનિતાબેન દિનેશના સસરા, રેયાંશ, ધૈર્યના દાદા તા. 18-9-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા આગરી તા. 20-9-2023ના તથા ઘડાઢોળ (પાણી)  તા. 21-9-2023ના નિવાસસ્થાન ખંભરા ખાતે.

મોટી રાયણ (તા. માંડવી) : ખીમજી સામજી રામજિયાણી (ઉ.વ. 82) તે સ્વ. રામબાઇ સામજી કાનજીના પુત્ર, સ્વ. ધનબાઇના પતિ, જવેરબેન (હરિપુરા), શારદાબેન (શિરવા), રતનશીભાઇના પિતા, શાંતાબેન રતનશી, કરશન પટેલ (હરિપુરા), પરસોત્તમ પટેલ (શિરવા)ના સસરા, સુરેશ, રિંકલના દાદા, હેતલબેન સુરેશ, જિનેશ પટેલ (ગાંધીનગર)ના દાદા સસરા, ગોમતીબેન (દુર્ગાપુર), સ્વ. શિવગણભાઇ, મનજીભાઇ, પ્રેમજીભાઇ, હરજીભાઇ, મોહનભાઇ, કલ્યાણજીભાઇના ભાઇ, પ્રેમજી તેજા લિંબાણી (દુર્ગાપુર)ના જમાઇ તા. 17-9-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 19-9-2023ના મંગળવારે સવારે 8.30થી 11.30, બપોરે 3થી 5 રાયણ લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી ખાતે.

મોટા ભાડિયા (તા. માંડવી) : ગઢવી દેસર ભીમસી (મુંધુડા) (ઉ.વ. 86) તે સુમલબેનના પતિ, સ્વ. હરિ ભીમસી, મેગબાઈ ભોજરાજ રાયસિયાણી (ભાડા)ના ભાઈ, ગોપાલ, રાણસી, રામઇબેન ગોપાલ, લક્ષ્મીબેન દેવાંધ (ભાડા), ભાણબાઈ કરસન (નાના ભાડિયા), દેવશ્રી ખેતસી (મોટા ભાડિયા), સોનબાઇ અશોક (પાંચોટિયા)ના પિતા, પંજઇબેન અને દેવશ્રીના સસરા, કરસન, દેવાંધ, કાનજી, મિતલ, સોનલ, રાજલના દાદા તા. 18-9-2023ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને તેમજ ઉતરક્રિયા (પાણી) તા. 28-9-2023ના ગુરુવારે.

મંગવાણા (તા. નખત્રાણા) : મેઘજી દેવજી રોશિયા (ઉ.વ. 48) (માજી સરપંચ) તે દેવજી રામજીના પુત્ર, લખુભાઇ, રાજબાઇ (મેરાઉ), નેણબાઇ (શેરડીવાંઢ), રતનબેન (ભુજ)ના ભાઇ, ભાણબેનના પતિ, રાણશી બુદ્ધા ડુંગરખિયા (કાઠડા)ના જમાઇ, નરેન્દ્ર, કિશોર, રસીલાના પિતા, ગૌતમ, ગૌરી, કરણના મોટાબાપા, મિહિર, વિહાન, કાયરવના દાદા, અરજણ (મેરાઉ), લધુભાઇ (શેરડીવાંઢ), શંકરભાઇ (ભુજ)ના સાળા, શાંતાબેન લખુભાઇના જેઠ તા. 16-9-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે. બેસણું તા. 22-9-2023 સુધી નિવાસસ્થાને.

આરિખાણા (તા. અબડાસા) : જાડેજા રતનબા રામસંગજી (ઉ.વ. 75) તે જાડેજા રામસંગજી બનેસંગજીના પત્ની, સ્વ. કેણજીભા, સ્વ. ગગુભા, સ્વ. જેઠુભાના ભાભી, ભીખુભા, ભરતસિંહના માતા, સ્વ. જયેન્દ્રસિંહ, જુવાનસિંહ, પ્રતાપસિંહ, સ્વ. હેંમતસિંહ, ચંદ્રસિંહ, મહિપાલસિંહના મોટાબા, રાજદીપસિંહ, દિવ્યરાજસિંહ, સંજયસિંહ, યોગેન્દ્રસિંહ, અર્જનરાજસિંહ, મિતરાજસિંહ, ક્રિશરાજસિંહના દાદી તા. 17-9-2023ના અવસાન પામ્યા છે. સાદડી કોમ્યુનિટી હોલ, આરિખાણા ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang