• બુધવાર, 13 મે, 2026

અવસાન નોંધ

ભુજ : સીદી શરીફાબેન કાસમ (ઉ.વ. 85) તે મ. રમજુ કાસમ, મ. નૂરમોહમ્મદ કાસમના બહેન, સીદી જુસબ, સીદી સુલતાનના ફઇ, રફીકભાઇ જાબરી (બેંકવાળા)ના સાસુ, શકીલ જાબરીના નાની, માહિન, જહિન, હસન, હુસૈનના દાદી તા. 11-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-5-2026 ગુરુવારે સવારે 10થી 11 સીદી સમાજવાડી, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ સંઘડના ઠા. મથુરાદાસ રૂપારેલ (ઉ.વ. 85) તે સ્વ. રતનબેન બેચરદાસ રૂપારેલના પુત્ર, રુક્ષ્મણિબેનના પતિ, મનીષભાઈ, શૈલેષભાઈ, ચેતનાબેન, સોનલબેનના  પિતા, હર્ષાબેન, રોહિતકુમાર, રાજેશકુમારના સસરા, સ્વ. મોહનભાઈ (આદિપુર), સ્વ. રમણીકભાઈ (અંજાર), દમયંતીબેન ચંદ્રકાન્તભાઈના ભાઈ, દ્વારકાભાઈ (અંજાર), સુનીલભાઈ (મુંબઈ), હિતેષભાઇના મોટાબાપા, શ્રુતિ, શિવમના દાદા, વિરેન, જાનવી, ક્રિશ્ના, ટીશા, ક્રિશના નાના, સ્વ. રામજીભાઈ મોતીરામ આડઠકકર (મીઠી રોડ)ના જમાઈ તા. 10-5-2026ના અવસાન પામ્યા છે. બને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-5-2026ના મંગળવારે સાંજે 5થી 6 નૂતન લોહાણા મહાજન વાડી, ભારતનગર, ગાંધીધામ ખાતે.

અંજાર : પ્રજાપતિ જેઠીબેન (ઉ.વ. 95) તે સ્વ. ભાણજીભાઇ ડાયાભાઇના પત્ની, રામજીભાઇ મેપાભાઇ પ્રજાપતિ (પેટલાદ), પરસોત્તમભાઇ મેપાભાઇ પ્રજાપતિ, અમરસીભાઇ મેપાભાઇ પ્રજાપતિ, કાન્તિલાલ મનજીભાઇ પ્રજાપતિના ભાભી, રતિલાલભાઇ ગાંગાણી (લલિયાણા, તા. ભચાઉ)ના પુત્રી, કાશીબેન દેવજીભાઇ ઝંઝવાડિયા, સંતોકબેનના મોટા બહેન, મૂળજીભાઇ ગોકળ, રમેશભાઇ ગોકળભાઇના ફઇ, મધુબેન ભાણજીભાઇ ચોનાણી, સવિતાબેન ધરમશીભાઇ વારૈયા, નિર્મલાબેન રાજેશભાઇ વાસાણી, લતાબેન જગદીશભાઇ ચોનાણી, રમીલાબેન કાન્તિલાલ વારૈયાના માતા તા. 10-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-5-2026ના ગુરુવારે સાંજે 5.30થી 6.30 અંજાર પ્રજાપતિ સમાજ ભવન, નયા અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

અંજાર : મૂળ ભદ્રેશ્વરના ગુર્જર સુથાર ભાનુબેન (ઉ.વ. 76) તે સ્વ. નારણભાઈ ધનજીભાઈ છનિયારાના પત્ની, સ્વ. લાલજીભાઈ ધનજીભાઈ છનિયારાના ભાભી, ગં.સ્વ. પુષ્પાબેન લાલજીભાઈ છનિયારાના જેઠાણી, સ્વ. મોહનભાઈ મોરારજીભાઈ અડીએચા (નાસિક)ના પુત્રી, સ્વ. બાબુભાઈ, સ્વ. અંબાલાલભાઈ અડીએચાના બહેન, સ્વ. વાલુબેન વિશનજીભાઈ અડીએચા (મીઠી રોહર), ગં.સ્વ. ગવરીબેન પોપટલાલ અડીએચા (અમદાવાદ), સ્વ. શાંતાબેન તુલસીભાઈ પીનારા (માધાપર), ગં.સ્વ. તારાબેન શામજીભાઈ દુધૈયા (ભારતનગર)ના મોટા ભાભી, ધીરજલાલ નારણભાઈ લીંબાસિયા (નખત્રાણા)ના સાસુ, ગોપાલ, અરાવિંદ, નિર્મળાબેનના માતા, મહેન્દ્રભાઈ ધીરજભાઈ, નીતાબેનના મોટીમા, પ્રકાશભાઈ ધનજીભાઈ સીતાપરાના મોટા સાસુ તા. 11-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-5-2026ના ગુરુવારે સાંજે 5.30થી 6.30 સાંઈ મંદિર, મોમાઈ નગર, નવા અંજાર ખાતે.

માંડવી : સારસ્વત બ્રાહ્મણ ગં.સ્વ. ભગવતીબેન જોષી (ટેવાણી) (ઉ.વ. 87) તે સ્વ. જગન્નાથ (નિવૃત્ત વાઇસ પ્રિન્સિપાલ જી.ટી હાઇસ્કૂલ) શંકરલાલ ટેવાણીના પત્ની, સ્વ. ભચીબાઈ શંકરલાલ દયારામ ટેવાણીના પુત્રવધૂ, ગં.સ્વ. માલતીબેન મનુભાઈ ટેવાણીના દેરાણી, સ્વ. લક્ષ્મીબેન લક્ષ્મીદાસ પાંધી (ટપ્પર સોનારાવાળી)ના પુત્રી, સ્વ. રેવાશંકર (અમદાવાદ), સ્વ. મહેન્દ્ર (મુલુંડવાળા), સ્વ. કૃષ્ણકાંત (કિશન)ના બહેન, રાજા (રાજેશ - ચારણ બોર્ડિંગ-માંડવી), યોગેશ (કર્મકાંડી), રમેશ (નિવૃત્ત એન.સી.સી. ઓફિસ-ભુજ), પરેશ (એસ.કે.આર.એમ. સ્કૂલ-માંડવી), સ્વ. રંજન રાજેશભાઈ ખીંયરાના માતા, ભાવના, ઉષા, મીના, પૂજાના સાસુ, જ્યોત્સના લહેરી, હિના દિલીપ, નિશા નીલેશ, અલકા સંજય (પ્રમુખ, માંડવી સારસ્વત બ્રાહ્મણ મહસ્થાન), લીનીતા દીપેશ (પ્રમુખ, સમસ્ત બ્રહ્મસમાજ પશ્ચિમ કચ્છ), સ્વ. નીતાબેન મહેન્દ્રભાઈ ચઠમંધરા, ગં.સ્વ. અંજના શૈલેષભાઈ સોનપાર, ગં.સ્વ. જાગૃતિ જયેશભાઇ રતનેશ્વરના કાકી, દર્શન (બંટી), સંદીપ, પાર્થ (વિકી), રાજ, રિદ્ધિના નાની, પ્રતીક, સ્વ. દીપ, જિનેશ, ભાર્ગવ, નિકિતા શિવા ઠક્કર, મીત, કશ્યપ, કુશ, વ્યોમ, વશિષ્ઠ, શિવાંગી, કૃપાલી, શ્રેયા, ખુશીના દાદી, રૂપેશકુમાર, રીના, પૂજા, કિંજલ, રિંકલના નાનીસાસુ, શિવાકુમાર ઠક્કર, ક્રિષ્નાના દાદીસાસુ, અંશ, રીવાના પરનાની તા. 10-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-5-2026ના મંગળવારે સાંજે 4થી 5 સારસ્વત વાડી, બ્રહ્મપુરી, સાંજીપડી, આશાપુરા મંદિર પાસે, માંડવી ખાતે.

માંડવી : વડોદરા નિવાસી કચ્છી બ્રહ્મક્ષત્રિય કોમલ હર્ષિલ પાતાર (ઉ.વ. 34) તે નીના સુભાષ ધનજી ટાટારિયાના પુત્રી, અરૂણભાઇ, સ્વ. રમેશ, રસિકભાઇ ટાટારિયા, પુષ્પાબેન, દમયંતીબેન, વનિતાબેન ટાટારિયા, જયશ્રીબેન ચંદ્રકાન્ત શનિશ્ચરા (ભુજ), લીલમબેન વિજયસિંહ નિર્મળ (ગધક), સ્વ. વસંતબેન ઠાકરશી મચ્છર (ભુજ), શોભનાબેન રાજેન્દ્ર ભેડા (માંડવી)ના ભત્રીજી, ઝીલ અમિત વીંછીના બહેન, જયેશ, મનીષ, સંજય લિયાના ભાણેજી, માનવ, શૈલી, કાવ્યા, કશ્યપના ફઇયાઇ બહેન, રમેશ ભગવાનજી પાતાર (શેરડી), મહેશ ભગવાનજી પાતાર (શેરડી)ના પુત્રવધૂ, ઉમેશના ભાભી, દેવાંગ અને ધવલના નાના ભાઇના પત્ની તા. 10-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા માવતર તેમજ સાસરા પક્ષની સાથે તા. 13-5-2026ના બુધવારે સાંજે 4.30થી 5 રંગચૂલી, માંડવી ખાતે.

મુંદરા : ચાનિયા શકીનાબાઇ આમદ (ઉ.વ. 72) તે મ. ચાનિયા આમદ હુશેનના પત્ની, મ. સલીમ, અનવર, રફીક, તોસીફના માતા, મ. થેબા આદમના સાસુ તા. 10-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-5-2026ના બુધવારે સવારે 10થી 11 કાંઠાવાળા નાકા જમાતખાના ખાતે.

માધાપર (તા. ભુજ) : પુન કૃષ્ણમાયા બલબહાદુર (ઉ.વ. 80) તે શેરબહાદુર, ધનાસિંહ, દક્ષાબેનના માતા, રત્નાબેન, મનીષાબેનના સાસુ, સૂરજ, હિમાંશુ, હર્ષવર્ધન, શ્વેતા, ત્રિશાના દાદી તા. 10-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-5-2026ના મંગળવારે સાંજે 5થી 6 ઔદિચ્ય બ્રહ્મસમાજ (નારાયણવાડી) કચ્છમિત્ર સર્કલ પાસે, માધાપર ખાતે.

માનકૂવા (તા. ભુજ) : લક્ષ્મીબેન દેવજી વાળંદ (ઉ.વ. 86) તે સ્વ. દેવજી વેલજી વાળંદના પત્ની, સ્વ. રામજી વેલજી વાળંદ, પરમાબેનના ભાભી, સ્વ. અર્જુનભાઇ, છગનભાઇ, પ્રવીણભાઇ, કાન્તિભાઇ, કિશોરભાઇના માતા, સવિતાબેન, કમળાબેન, મંગળાબેન, ઇલાબેન, સ્વ. રંજનબેનના સાસુ, પરસોત્તમભાઇ, ઘનશ્યામભાઇ, દિનેશભાઇ, પ્રમોદભાઇના મોટીમા, રાજેશ, કમલેશ, હરીશ, પીયૂષ, સ્વ. નયન, પ્રિન્સ, મીત, નક્ષ, પાર્થ, વિયંશ, જિગર, રાજ, અભિષેક, વંશ, હંસા, નયના, પ્રીતિ, ખુશી, શિવાની, ડિમ્પલ, હરિયાલી, નિધિ, આયુષી, પ્રિશા, ખનકના દાદી, બુદ્ધિલાલ હીરાલાલ ભટી (ભડલી), સ્વ. ભચીબેન, બબીબેન, શાન્તાબેનના બહેન તા. 11-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી / બેસણું તા. 12-5-2026ના બપોરે 3થી 5 ભીડભંજન મહાદેવ મંદિર, નવાવાસ, માનકૂવા ખાતે.

માનકૂવા (તા. ભુજ) : પુરાણિયા ખેતશી નારણ (ઉ.વ. 73) તે મેઘબાઇ નારણ પૂંજાના પુત્ર, કુંવરબેનના પતિ, અનિલ, લીલાબેન, અનિતાબેન રમેશ ગેડિયા (ચાં. કોટડા)ના પિતા, મનોરમા અનિલ પુરણિયાના સસરા, સ્વ. જીવરાજ નારણ, સુરેશ નારણ, જવેરબેન લક્ષ્મણ શેખા (નખત્રાણા), હીરાબેન નામેરી ગેડિયા (ચાં. કોટડા)ના ભાઇ, માયાભાઇ પુનાભાઇ (ભુજપર)ના જમાઇ, ભીખાભાઇ માયાભાઇ (ભુજપર)ના બનેવી તા. 11-5-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 14-5-2026ના ગુરુવારે રાત્રે સત્સંગ, તા. 15-5-2026ના શુક્રવારે ઘડાઢોળ (પાણી) રામદેવપીર મંદિરની બાજુમાં, જૂનાવાસ, માનકૂવા ખાતે.

પીપરી (તા. માંડવી) : સંગાર રમાબેન કાનજીભાઇ ચેલાગા (ઉ.વ. 23) તે કસ્તૂરબેન કાનજીભાઇ કલ્યાણભાઇ ચેલાગાના પુત્રી, કસ્તૂરબેન કલયાણ અને કરસન અભરામના પૌત્રી, વેલજી, મેઘરાજ, કાન્તાના ભત્રીજી, રિદ્ધિ, વરૂણ, રુદ્રના બહેન, જુમાબાઇ શિવજી ગલાંગાના દોહિત્રી, મહાદેવ, અર્જુનના ભાણેજી તા. 11-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 12, 13, 14-5- 2026 સુધી નિવાસસ્થાન કાનજીભાઈ કલ્યાણ ચેલાગાના ઘરે મફત નગર ખાતે.

વમોટી મોટી (તા. અબડાસા) : જાડેજા નટુભા શિવુભા (ઉ.વ. 71) તે સ્વ. શિવુભા માનસંગજીના પુત્ર, રમેશાસિંહ, હરાસિંહના પિતા, દિલુભા કેશુભા, પાચુભા માધુભાના કાકા, દિલીપાસિંહ, સંજયાસિંહ, પ્રવીણાસિંહ, કુલદીપાસિંહ, કરણાસિંગ, ક્રિષ્નાપાલાસિંહના દાદા, સોઢા માલજી (વેડહાર)ના બનેવી, માયાબા (કુકરણા)ના ભાઈ તા. 11-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું વમોટી મોટી, રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, દરબાર ગઢની ડેલી (પૂર્વ) ખાતે.

પલાંસવા (તા. રાપર) : આશાબેન નીલેશભાઇ ચૌહાણ (ઉ.વ. 37) તે નીલેશભાઇ ચૌહાણના પત્ની, મીત અને ધુવિહાનના માતા, લીલાબેન ભગવાનજીભાઇ ચૌહાણના પુત્રવધૂ, અનસૂયાબેન જગદીશભાઇ ચૌહાણના નાના ભાઇના વહુ, મીનાક્ષી કુલદીપ અને શ્યામના કાકી, જયશ્રીબેન હરેશભાઇ બુઢ્ઢા અને જ્યોતિબેન અનિલભાઇ ધલના ભાભી, કલ્પનાબેન અનિલભાઇ ભટ્ટીના પુત્રી, હિનાબેન, ચેતનભાઇ, ભરતભાઇના બહેન તા. 10-5-2026ના અવસાન પામ્યા છે. સુંવારાવિધિ તા. 14-5-2026ના ગુરુવારે.

રાજકોટ : ભાવિનીબેન મહેતા (ઉ.વ. 58) તે ગૌતમભાઇ હેમેન્દ્રભાઇ મહેતાના પત્ની, પુનિતબેન હેમેન્દ્રભાઇ મહેતાના પુત્રવધૂ, વત્સલ અને પ્રિયાંશના માતા, કિન્નરી તથા ક્રેયાના સાસુ, સ્વ. રમણીકભાઇ ભીમજીભાઇ બદાણીના પુત્રી તા. 10-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-5-2026ના મંગળવારે સવારે 10.30 વાગ્યે મહાવીર ભવન હોલ, માલવિયા ચોક, રાજકોટ ખાતે.

મુંબઈ (દાદર) : મૂળ રાપરના પ્રભુલાલ ચૂનીલાલ સંઘવી (ઉ.વ. 83) તે સ્વ. લક્ષ્મીબેન ચૂનીલાલના પુત્ર, સ્વ. મંજુલાબેનના પતિ, ધર્મેન્દ્ર, ભરત, મહેશ, ભાવનાના પિતા, સ્વ. જેન્તીલાલ, સ્વ. શાંતિલાલ, વસંતલાલ, કાંતિલાલ, પ્રભાબેન ધનસુખલાલ દોશી (રાપર ), સ્વ. નીલાવંતીબેન (દર્શનાબેન) કાંતિલાલ શાહ (અંજાર), મધુબેન ગિરીશભાઈ દોશી (માંડવી)ના ભાઈ, સ્વ. સ્વરૂપચંદ સોમચંદ દોશી (પાટણ)ના જમાઈ તા. 10-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા કે લૌકિક વ્યવહાર રાખેલ નથી. (ચક્ષુદાન અને દેહદાન કરેલ છે.) સંપર્ક : ધર્મેન્દ્રભાઈ-93242 75040, ભરતભાઈ-96199 12184.

Panchang

dd