• બુધવાર, 13 મે, 2026

મોટા દિનારાના બન્ને આંખથી અંધ યુવાનની સાઉદીની જેલમાં હાલત કફોડી

નાના દિનારા - ફઝલવાંઢ (તા. ભુજ), તા. 11 : બે માસ પૂર્વે ઉમરાહ માટે મક્કા ગયેલા બન્ને આંખથી અંધ એવા ગામના 40 વર્ષીય અબુબકર નૂરમામદ સમાને મક્કાની લોજમાં શંકાના આધારે પોલીસે ઝડપીને લાવારીસ જેલમાં નાખી દેતાં તેની હાલત કફોડી બની છે. તેમને મુક્ત કરવા પરિજનો અને અગ્રણીઓએ ભારતના વડાપ્રધાન, ગૃહખાતા અને સાઉદી અરબના હાઈ કમિશનર સમક્ષ રજૂઆત કરી છે. અબુબકર નૂરમામદ સમા રમજાન માસમાં ઉમરાહ કરવા મક્કા સાઉદી અરબ ગયા હતા. તેઓ તા. 15/3/2026ના ત્યાં પકડાઈ ગયા હતા. તે મક્કા શરીફની લોજમાં ભોજન કરવા માટે ગયા પછી રિયાલ લેવાની વાતચીત લેતી-દેતીની થઈ હતી. બોલી-ભાષામાં અટકતાં ખિસ્સામાંથી રિયાલ આપવા બહાર કાઢેલ કે હું આપું છું, મારી પાસે છે, આ શંકા પડતાં કે ના પાડે છે આથી અરબ હોટેલ- લોજવાળાએ પોલીસને બોલાવ્યા જેથી તેમને શંકાના આધારે પકડયો હતો. પોતે બન્ને આંખોથી આંધળા અબુબકરને મક્કા શરીફની લાવારીસ કેન્દ્ર જેલમાં રાખ્યા છે. જ્યાં તેમની સ્થિતિ કફોડી છે. અબુબકરને આ જેલમાંથી મુક્ત કરાવવા માટે તેઓના પિતા નૂરમામદ મુસા, ફઝલા અલીમામદ (સામાજિક કાર્યકર) સાથે જોડાઈને લેખિત રજૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી જયશંકર તેમજ સાઉદી અરબ હાઈકમિશનરને લેખિત રજૂઆતો કરી છે.

Panchang

dd