ભુજ, તા. 11 : બે કારમાં ચોરખાના
બનાવી તેમાં સંતાડીને વાપીથી ભુજ આવતા રૂા. 2,58,225ના શરાબના જથ્થા સાથે ચાર આરોપીને શેખપીર પાસેથી એલ.સી.બી.એ ઝડપી પાડયા હતા.
એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે શેખપીર પાસે પહોંચતાં ખાનગી બાતમી મળી હતી
કે, જિગર ભાનુશાલી અને ભાવેશ ભાનુશાલી
(રહે. બંને વાપીવાળા) પોતાના કબજાની બે કારમાં ઇન્ડિકા નં. જી.જે.-15-એ.ડી.-6017 તથા
ઇનોવા નં. જી.જે.-05-સી.એફ.-0776વાળીમાં ચોરખાના બનાવી તેમાં ગેરકાયદે રીતે શરાબનો
જથ્થો ભરી ભુજ તરફ આવી રહ્યા છે. આથી એલ.સી.બી.ની ટીમે શેખપીર પાસે જ વોચ ગોઠવી હતી
અને બાતમીવાળી બંને કાર આવતાં તેની તપાસ કરતાં ચોર ખાનાઓમાંથી અલગ અલગ બ્રાન્ડની શરાબની
138 બોટલો તથા 798 કવાર્ટરિયા
એમ કુલ્લે રૂા. 2,58,225ના શરાબના જથ્થા
તથા ચાર મોબાઇલ કિં.રૂા. 20,000 તેમજ બે કાર કિં.રૂા.
3,00,000ના મુદ્દામાલ સાથે જિગર પ્રવીણકુમાર ભાનુશાલી, ચેતન મનજીભાઇ ભાનુશાલી, ભાવેશ શંકરલાલ ભાનુશાલી (રહે. ત્રણે વાપી) અને ધર્મેશ નરેન્દ્રભાઇ પંચાલ (રહે.
મલાડ ઇસ્ટ-મુંબઇ)ને ઝડપી પદ્ધર પોલીસને
તમામ મુદ્દામાલ સાથે સોંપી ગુનો દાખલ કરાવ્યો હતો. આ કામગીરીમાં એલ.સી.બી.ના પી.એસ.આઇ.
એમ. એચ. શિણોલની સૂચના અનુસંધાને હે.કો. શક્તિસિંહ ગઢવી, જીવરાજ ગઢવી, સુનીલ પરમાર, જયદેવસિંહ જાડેજા, રણજિતસિંહ જાડેજા, કોન્સ. ભરત ગઢવી જોડાયા હતા.