• બુધવાર, 13 મે, 2026

આઈપીએલનાં કારણે કમિન્સ, સ્ટાર્ક, હેઝલવૂડને વિરામ

સિડની, તા. 11 : ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આવતા મહિને પાકિસ્તાન અને બાંગલાદેશ પ્રવાસ જનાર લિમિટેડ ઓવર્સની ટીમો જાહેર કરી છે. જેમાં આઇપીએલની પ્રતિબદ્ધતાને લીધે પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવૂડ સામેલ નથી. ટ્રેવિસ હેડ ફક્ત બાંગલાદેશ પ્રવાસની ટીમમાં સામેલ છે કારણ કે તે વખતે આઇપીએલની 19મી સીઝન સમાપ્ત થઇ ચૂકી હશે. લખનઉ સુપર જાયન્ટસ ટીમ પ્લેઓફ રેસની બહાર થઇ હોવાથી મિચેલ માર્શને ઓસ્ટ્રેલિયાની વન ડે અને ટી-20 ટીમનો કપ્તાન બનાવવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની અન્ડર-19 વર્લ્ડ કપ ટીમનો કેપ્ટન ઓલી પીક પહેલીવાર સિનિયર ટીમમાં પસંદ થયો છે. યુવા બેટર જોએલ ડેવિસ પણ પહેલીવાર પસંદ થયો છે. તે બાંગાલદેશ સામેની શ્રેણીની ટીમમાં સામેલ છે. ઓસ્ટ્રેલિયા ટીમ પાકિસ્તાન પ્રવાસમાં 3 વન ડે મેચની શ્રેણી 30 મે અને 2 તથા 4 જૂને રમશે. આ પછી બાંગલાદેશ પહોંચશે. જયાં 3 વન ડે મેચ 9,11 અને 14 જૂને રમશે. આ પછી 17, 19 અને 21 જૂને 3 ટી-20 ઈન્ટનેશનલ મેચ રમશે.

પાકિસ્તાન સામેની ઓસ્ટ્રેલિયાની વન ડે ટીમ: મિચેલ માર્શ (કેપ્ટન), એલેકસ કેરી, નાથન એલિસ, કેમરૂન ગ્રીન, જોશ ઇંગ્લીશ, મેથ્યૂ કુહનેમેન, માર્નસ લાબુશેન, રિલે મેરેડિથ, ઓલી પિક, મેથ્યૂ રેનશો, તનવીર સંધા, લિયામ સ્કોટ, મેથ્યૂ શોર્ટ, બિલી સ્ટેનલેક અને એડમ ઝમ્પા.

બાંગલાદેશ પ્રવાસની ટીમ: માર્શ (કેપ્ટન), બાર્ટલેટ, એલેકસ કેરી, કૂપર કોનોલી, બેન ડવારશિસ, નાથન એલિસ, ગ્રીન, ટ્રેવિસ હેડ, ઇંગ્લીસ, જોનસન, લાબુશેન, રેનશો, તનવીર, લિયામ સ્કોટ, ઝમ્પા, એરોન હાર્ડી અને રિલે મેરેડિથ.

Panchang

dd