• બુધવાર, 13 મે, 2026

હોર્મુઝમાં ભારતીયનાં મૃત્યુ બાદ એક્શનમાં સરકાર

નવી દિલ્હી, તા. 11 : સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ચાલી રહેલા તણાવ અને થોડા સમય પહેલાં જ ગુજરાતનું એક વહાણ ડૂબવાથી ભારતીયનાં મૃત્યુ બાદ સરકાર એક્શનમાં આવી છે. ભારત ચાલુ સપ્તાહે દિલ્હીમાં થનારી બ્રિક્સના શેરપા અને વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન આ મુદ્દાને ઉઠાવશે અને ઈરાન સાથે આ મામલે વાતચીત કરશે. રિપોર્ટ્સ અનુસાર બન્ને દેશ વચ્ચે મહત્ત્વની બેઠક થશે જેમાં ભારત પોતાનાં ફસાયેલાં જહાજને બહાર લાવવા સુરક્ષિત રસ્તો સુનિશ્ચિત કરવા માટે ઈરાન સાથે વાતચીત કરશે. દુનિયાના સૌથી પ્રમુખ જળમાર્ગમાંથી એક હોર્મુઝમાં માર્ચ મહિનાથી તણાવ ચાલી રહ્યો છે. અમેરિકા અને ઈરાન બન્નેએ રસ્તા ઉપર નાકાબંધી કરેલી છે. જેનાથી જહાજની અવરજવર ઠપ થઈ છે.

Panchang

dd