ભુજ : મૂળ બેલાના
મહેતા અનોપચંદ પ્રેમજીભાઈ (ઉ.વ. 86) તે સ્વ. મહેતા પ્રેમજી
દામજીના પુત્ર, સ્વ. મોરબિયા
ખીમજી મૂલચંદના જમાઈ, સ્વ. નેમજીભાઈ, સ્વ.
ખીમજીભાઈ, સ્વ. પ્રભુલાલભાઈ, સ્વ. દિવાળીબેન
બાબરિયા, સ્વ. કુંવરબેન દોશીના ભાઈ, લીલાવંતીબેનના
પતિ, અશ્વિન, અજિત, ચેતન, છાયાબેનના પિતા, મીના,
રોશની, હેતલ અને કીર્તિકુમાર દોશીના સસરા,
સ્નેહલ, કેવલ (આઇટીએસ ઓફિસર), જૈનમ, પ્રિશા, કામ્ય, ક્રિતના દાદા, સોનાલી, સુહાનીના
દાદાસસરા, સ્વરાના પરદાદા, હર્ષ,
ધૈર્ય, દિયાના નાના તા. 3-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-5-2026ના બુધવારે સવારે 10થી 11 વીબીસી સંકુલ,
આરટીઓ, ભુજ ખાતે. (ચક્ષુદાન કરેલ છે.)
ભુજ : મૂળ અંજારના કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક ગં.સ્વ.
ભારતીબેન (ઉ.વ. 82) તે સ્વ. પ્રવીણચંદ્ર
મોહનલાલ મહેતાના પત્ની, સ્વ.
કાંતાબેન દયાલાલ રતનશી શાહ (મુંદરા)ના પુત્રી, ભાલેન્દુ (કે.ડી.
મોટર્સ), જયેશ (કરવેરા સલાહકાર), નીલેશ
(બેંક ઓફ બરોડા-મિરજાપર, પ્રમુખ કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક
જ્ઞાતિ-ભુજ)ના માતા, માયાબેન, ઉષાબેન,
મોનાબેનના સાસુ, નિરાલી પ્રીત મહેતા, પ્રિયંક, ઇરા, વંશી, દર્શના દાદી, પ્રીત અજય મહેતા તથા વીરતીના દાદીસાસુ,
શશિકાન્ત (ગાંધીધામ), સ્વ. મહેન્દ્રભાઇ,
દામિનીબેન હરીશભાઇ મહાજની (બંને મુંબઇ)ના બહેન તા. 4-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-5-2026ના બુધવારે સાંજે 5.30થી 6.30 વાગડ
બે ચોવીસી સમાજવાડી, (વીબીસી), આરટીઓ સર્કલ પાસે, ભુજ
ખાતે. (ચક્ષુદાન કરેલ છે.)
ભુજ : જેન્તીલાલ (ઉ.વ. 75) તે સ્વ. જયાબેન જેવત મનજી રૂપારેલ (ચપરેડીવાળા)ના પુત્ર, મંજુલાબેન (માધાપર), નિર્મળાબેન, ધનલક્ષ્મીબેન, જશુમતીબેન,
સતીશભાઇ, સ્વ. લીલાધરભાઇ, સ્વ. ભગવાનભાઇ, સ્વ. દેવાબેન, સ્વ.
લક્ષ્મીબેન, સ્વ. જમનાબેન, સ્વ. મુક્તાબેનના
ભાઇ, સ્વ. લક્ષ્મીબેન લાલજીભાઇના ભત્રીજા, સ્વ. કાન્તિલાલ (માધાપર), સ્વ. વિજયકુમાર, તુષારકુમારના સાળા, સ્વ. લક્ષ્મીબેન (રસલિયા),
સ્વ. મગનલાલ, સ્વ. તુલસીદાસ (તુણા)ના ભાણેજ,
હિનાબેન પરેશકુમાર, રોહિત, તુષાર, સ્વ. રેખા હિમાંશુ, સ્વ.
જાનકી, કેતન, સચિનના મામા તા. 3-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-5-2026ના મંગળવારે સાંજે 5થી 6 ચાગબાઇ સુંદરજી સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.
ભુજ : ફરીદાબેન શબ્બીરભાઈ ઢોલિયા (ખલીફા) (ઉ.વ. 54) તે સહેજાદના માતા, અસગરભાઈ (આફ્રિકાવાળા)ના ભાભી, જાકબ
(ધુણઈ), મામદ (ધુણઈ)ના બહેન, મ. ઘનીભાઈ
(વિદેશવાળા), મ. મુસ્તાકભાઈ મુન્શી (માંડવી), અબ્દુલ અજીજ હકીમ (મુંબઈ), જાનમામદ ખલીફા (ભુજ)ના સાળાના
પત્ની તા. 4-5-2026ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 6-5-2026ના બુધવારે સવારે
10થી 11 ચાકી
જમાતખાના, ભુજ ખાતે.
ભુજ : મૂળ બેલાના સુભદ્રાબેન હરસુખલાલ વોરા (ઉ.વ. 75) તે સ્વ. હરસુખલાલ રાયચંદ વોરાના પત્ની, વોરા લાડુબેન રાયચંદ કસ્તૂરભાઇના પુત્રવધૂ,
ઈન્દુબેન, કમલ (કલ્પ ઈલેકટ્રોનિકસ), પ્રકાશ (કલ્પ એજન્સી), મનોજ (કલ્પ એન્ટરપ્રાઈઝ)ના માતા,
ગાંધી મણિલાલ ચત્રભુજ (રાપર)ના પુત્રી, વિક્રમકુમાર,
કોમલ, સીમા, હેતલના સાસુ,
મિકીર, બોસ્મી, અશ્મિ,
હીર, યાત્રી, હેમ,
દિયાનના દાદી, નિધિના દાદીસાસુ, ફેનિલ, સ્મિતના નાની, સ્વ. વોરા
કેવળચંદભાઈ, સ્વ. નેમચંદભાઈ, વોરા મણિલાલ
કસ્તૂરચંદના ભાઈના પુત્રવધૂ, રમણીકભાઈ, સ્વ. લીલાવંતીબેન, નિર્મળાબેન, સુશીલાબેન, પુષ્પાબેન, ચંદ્રિકાબેન,
દક્ષાબેનના ભાભી, પ્રવીણાબેનના જેઠાણી,
લેખા, ડો. કિંચિત, સ્વ. કલ્પીતના
મોટાબા, દમયંતીબેન, ઉર્મિલાબેન,
સ્વ. કીર્તિભાઈના બહેન, કુબડિઆ કાંતિલાલ ગોરધનભાઇના
ભાણેજી તા. 4-5-2026ના અવસાન પામ્યા છે.
ભાવયાત્રા (પ્રાર્થનાસભા) તા. 6-5-2026ના બુધવારે સવારે 10થી 12 બોર્ડિંગ સંકુલ, કચ્છમિત્ર પ્રેસની બાજુમાં, ભુજ ખાતે.
ભુજ : ગં.સ્વ. વિમળાબેન અમૃતલાલ ગાવિંદજી ઠકકર (ઉ.વ.
83) તે સ્વ. ગંગાબેન પુરુષોત્તમ કોઠારી (કોટડા રોહા)ના
મોટા પુત્રી, તરલા,
મહેશ, વિજયના માતા, દિવ્યાના
સાસુ, હર્ષિના દાદી, ગં.સ્વ. સરલાબેન,
રજનીકાંતભાઈ ગઢાઈ, સ્વ. હીરાલાલ કોઠારી,
રંજનબેન શાંતિલાલભાઈ ઠકકર, ગં.સ્વ. કલાવંતીબેન
સુરેન્દ્રભાઈ ગઢાઇના મોટા બહેન, ગં.સ્વ. દમયંતીબેનના નણંદ,
પંકજ (ગાંધીધામ), દર્શન (ગાંધીધામ)ના ફઈ નાગપુર
મધ્યે તા. 2-5-2026ના અવસાન પામ્યા છે.
લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા 2ાખેલ
નથી.
ભુજ : હાલે અમેરિકા રમણીકલાલ રવિલાલ ઝવેરી (ઉ.વ. 94) તે સ્વ. ચાંદુબેન રવિલાલ ઝવેરીના પુત્ર, દમયંતીબેન (ડોલીબેન)ના પતિ,
પરિમલ તથા રાજુલ (બંને અમેરિકા)ના પિતા, સ્વ. કિરણભાઈ,
સોનિયાબેનના સસરા, નરેન્દ્રભાઈ (યુએસએ),
સુશીલાબેન હરસુખભાઈ શાહ (વડોદરા)ના ભાઈ, સુલોચનાબેન
નરેન્દ્રભાઈના જેઠ, સ્વ. મૂલચંદભાઈ સામજી શાહ (ભુજ)ના જમાઈ તા.
2-5-2026ના અવસાન પામ્યા છે.
ભુજ : ખત્રી હાજીભાઈ હાજી ઐયુબ (ગીરાચ-લાકડિયાવાળા) (ઉ.વ. 70) તે
રસીદ, ફારૂક, ગુલબેગના
પિતા તા. 3-5-2026ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 6-5-2026ના બુધવારે સવારે
10.30થી 11.30 લાઈનવાળા
જમાતખાના, સરપટ ગેટ, ભુજ
ખાતે.
ભુજ : રમાકાન્ત સોપનાર (એડવોકેટ) (ઉ.વ. 70) તે સ્વ. ચંદ્રકાન્ત (શંકરલાલ) હીરજી સોનપાર અને સ્વ.
મહાલક્ષ્મીબેનના પુત્ર, સ્વ.
જગજીવન એલ. વ્યાસના જમાઇ, મૌલિક અને જુઇના પિતા, કુસુમબેનના પતિ, હીયા અને મૌલીના દાદા, અશ્વિન, હર્ષિદાબેન ભૂપેન્દ્રભાઇ, રમેશ, મનોજના મોટા ભાઇ તા. 4-5-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 5-5-2026ના મંગળવારે બપોરે 12 વાગ્યે રઘુવંશી નગર, નવી રાવલવાડીથી લોહાણા સ્મશાન જશે.
અંજાર : સુભાષ મંગલદાસ દામાણી (ઉ.વ. 70) (આનંદ લહેરીવાળા) તે સ્વ. રામકુંવરબેન મંગલજી મૂળજી
દામાણીના પુત્ર, ચેતનાબેનના પતિ, સ્વ. ઝલક (જેમ્સ), ઉમંગ, શ્રેયાંશીના
પિતા, હેમાંગીનીબેનના સસરા, જીયા,
મિરાંશના દાદા, સ્વ. પ્રભાબેન, સ્વ. ત્રિવેણીબેન (સુરેન્દ્રનગર), દિલીપભાઈ મંગલજી દામાણીના
નાના ભાઈ, રોહિત, પૂજા રાકેશ વિલાયતરાણીના
કાકા, સ્વ. દિનકરરાય, સ્વ. જયંતીભાઇ,
સ્વ. ઈશ્વરલાલ, સ્વ. ગણપતભાઇ, નારણભાઈ, સ્વ. જમનાદાસ, કનૈયાલાલ,
સ્વ. રમાબેન, પુષ્પાબેનના કાકાઇ ભાઈ, સ્વ. નર્મદાબેન જીવણલાલ સંઘાણી (વઢવાણ)ના જમાઈ, હરીશભાઈ,
રમેશભાઈ, ગુણવંતીબેન, છાયાબેનના
બનેવી તા. 3-5-2026ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 5-5-2026ના મંગળવારે સાંજે
5થી 6 લોહાણા
સમાજવાડી, સવાસર નાકા, અંજાર ખાતે.(લૌકિક વ્યવહાર બંધ છે.)
અંજાર : સારાબાઇ અલીમામદ કુંભાર (ખેડોઇવાળા) (ઉ.વ.
65) તે અબ્દુલ અને હુશેનના માતા તા. 4-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-5-2026ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાન હેમલાઇ ફળિયું, બાપુની દરગાહની બાજુમાં, અંજાર ખાતે.
આદિપુર : મૂળ ખાવડાના ચંદુલાલ નારણજી ચંદે (ઉ.વ. 65) તે સ્વ. મોંઘીબેન નારણજીના પુત્ર, ભગવાનજી, મહેન્દ્ર,
વાસુદેવ, નવીન, દેવેન્દ્ર,
નિર્મળાબેન, ક્રિષ્નાબેનના ભાઇ, વિમલાબેનના દિયર, રેખાબેન, ગીતાબેન,
મંગળાબેન, નિર્મળાબેનના જેઠ, જીતુ, પરેશના કાકા, રોહિત,
પ્રકાશ, સતીશ, કરણના મોટાબાપા,
અજિતભાઇ, પ્રેમજીભાઇના સાળા તા. 3-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-5-2026ના મંગળવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, આદિપુર ખાતે.
ગાંધીધામ : મૂળ વારાપદ્ધરના કુસુમબેન ચાંપશી વેલજી
લોડાયા (ઉ.વ. 68) તે ચાંપુબાઈ વેલજી શામજી લોડાયાના પુત્રવધૂ, ચાંપશીભાઈના પત્ની, વાલબાઈ હંસરાજ વેલજી દંડ (મંજલ)ના પુત્રી, પ્રીતિ હિતેશ
મોમાયા, મીતા પંકજ રાયચંદ ધરમશી (સુથરી), નિત્તલ પરેશ શાંતિલાલ મોમાયા (સાંયરા),
પીયૂષ લોડાયા, હેતલ અશ્વિન હીરાચંદ નાગડા (પરજાઉ)ના
માતા, પાયલબેન પીયૂષ લોડાયાના સાસુ, પ્રવીણ,
પ્રતાપ, પ્રફુલ, વસંત,
રતનબેન ખુશાલ મોમાયા (સાંયરા)ના બહેન, સ્વ. જવેરચંદ,
સ્વ. પ્રેમચંદ, સ્વ. પદમશી, સ્વ. સુશીલાબેન જેઠાલાલ ધરમશી (બાયઠ),
સ્વ. મા. જમકુબાઈ કુંવરજી મોમાયા (જખૌ)ના ભાભી તા. 3-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.
7-5-2026ના ગુરુવારે સાંજે 5થી 6 ક.દ.ઓ. જૈન મહાજનવાડી, વોર્ડ 9બીડી,
હોટેલ એમ્પાયર રોડ, ગાંધીધામ ખાતે. (લૌકિક વ્યવહાર
બંધ છે.)
માંડવી : સતીશ શામજી ચૂડાસમા (ઉ.વ. 64) તે સ્વ. મોતીબેન શામજી ચૂડાસમાના પુત્ર, સ્વ. ગુલાબ, નવીનના ભાઇ, ભારતીબેનના જેઠ, કૃપાલી
અને નીરજના મોટાબાપા, ભાવિનીબેનના મામા તા. 4-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 5-5-2026ના સાંજે 5થી
6 રામેશ્વર વાડી,
માંડવી ખાતે.
રાપર : મૂળ ગેડીના રાધાબેન મજીઠિયા (ઉ.વ. 95) તે સ્વ. નેણશીભાઈ કરસનભાઈના પત્ની, નરભેરામના માતા, નીલાવંતીબેનના સાસુ, સ્વ. વખતરામ, સ્વ. દાનસંગ, સ્વ. સ્વરૂપચંદ (ફતેહગઢ), સ્વ. રંભાબેન તેજપાળ કોટક (વિરમગામ), સ્વ. મણિબેન જેતશી
સચદે (ભીમાસર)ના ભાભી, સ્વ. ધારશી બેચર ગણાત્રા (ગેડી)ના પુત્રી,
સ્વ. ગિરધરલાલ, સ્વ. શાંતાબેન હરજીવન ચંદે (બલારસા),
સ્વ. ગોમતીબેન ચૂનીલાલ મજીઠિયા (મોમાઈમોરા), ભગવતીબેન
મૂળજીભાઈ મજીઠિયા (ગાગોદર), દિવાળીબેન વિશનજી પૂજારાના બહેન,
કપિલાબેન પ્રકાશકુમાર મીરાણી, ભારતીબેન મહેન્દ્રકુમાર
ભીંડે, સ્વ. રમીલાબેન વિપુલકુમાર પોપટ, ટીનાબેન કમલેશકુમાર પલણ, મહેશ, રાજેશ, હિતેષના દાદી, ગીતાબેન,
શીતલબેન, જયશ્રીબેનના દાદીસાસુ, ઓમ, રિદ્ધિ, ઝીલ, દીપ, પાર્થના પરદાદી તા. 2-5-2026ના અવસાન પામ્યા છે. દશો તથા બંને પક્ષની પ્રાર્થનાસભા
તા. 7-5-2026ના ગુરુવારે સવારે 10થી 11 લોહાણા મહાજનવાડી, રાપર ખાતે.
રાપર : મૂળ નાની હમીરપરના ઉદુભા ચતરસિંહ જાડેજા (ઉ.વ.
65) તે રામદેવસિંહ,
વિજયસિંહના પિતા, સ્વ. માનુભા, રાહુભા, સ્વ. ગળુભાના ભાઇ, નરેન્દ્રસિંહ,
હરદેવસિંહ, નરપતસિંહના કાકા, શિવરાજસિંહ, રાજવીરસિંહના મોટાબાપુ, ભીખુભા રાણાજી વાઘેલા (જાટાવાડા)ના ભાણેજ, પ્રતાપસિંહ
વનજી સોઢા (ડાભુંડા)ના જમાઇ તા. 4-5-2026ના અવસાન પામમ્યા છે. મોરિયા,
ઉત્તરક્રિયા તા. 15-5-2026ના શુક્રવારે નિવાસસ્થાન અલજીબાપુ વાસ, રાપર ખાતે.
ડગાળા (તા. ભુજ) : પવનભારથી ભચુભારથી ગુંસાઇ (ઉ.વ.
71) તે દક્ષાબેનના પતિ, મણિબેન ભચુભારથીના પુત્ર, સ્વ. કમલેશભારથી,
સ્વ. લક્કીભારથી, કાજલબેનના પિતા, સ્વ. કાનભારથી ભચુભારથી, તારાબેન હરિગર (અંજાર),
સાવિત્રીબેન નારાણગર (કિડાણા), જયાબેન હીરાગર
(બેલા-જાટાવાળા)ના ભાઇ, કંકુબેન કાનભારથીના દિયર, જેરામપુરી હીરાપુરી (ખંભરા)ના જમાઇ, અરવિંદભારથી,
રમેશભારથીના કાકા, ડોલરબેન અરવિંદભારથી,
વર્ષાબેન રમેશભારથીના કાકાજી સસરા, વેલભારથી અરજણભારથીના
કાકાઇ ભાઇ, પ્રવીણાબેન વેલગર (આદિપુર), સ્વ. ધનુબેન કુંવરનાથ (ભુજ), રસીલાબેન નરેન્દ્રપુરી
(ભુજ), હર્ષિદાબેન ભરતગર (ભુજ), વિલેશપુરી
જેરામપુરીના બનેવી તા. 3-5-2026ના અવસાન પામ્યા છે.
તા. 14-5-2026ના ગુરુવારે બારસ, રાત્રે શંખઢોળ પૂજન.
સરલી (તા. ભુજ) : પરબતભાઈ ગાંગજીભાઈ મેરિયા (ઉ.વ. 78) તે માનબાઈના પતિ, સામજીભાઈ, કેશવજીભાઇ, અશોકભાઈ, મંજુલાબેન પૂંજાભાઈ ઓઢાણા (ઝુરા)ના પિતા,
સ્વ. ખીમજીભાઈ આલા બુચિયા, બાબુલાલ આલા બુચિયા
(લુડવા)ના બનેવી, સામતભાઈ નારાણ સંજોટ (જામથડા)ના ભાણેજ,
શાન્તાબેન સામજી, લક્ષ્મીબેન કેશવજી, લક્ષ્મીબેન અશોકના સસરા, પાર્વતીબેન હિતેશના દાદાસસરા,
પ્રકાશ, હિતેષ, અમિત,
અલ્પેશ, સુમિત્રાબેન, કોમલબેન,
ભારતીબેન, અનિતાબેન, લતાબેન
કાનજી ગંઢેર (નેત્રા), મનીષાબેન રાહુલ સંજોટ (જામથડા),
નીતાબેન સુનીલ મંગરિયા (ભુજોડી), હિનાબેન વિક્રમ
ઓઢાણા (ઝુરા)ના દાદાજી તા. 4-5-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 8-5-2026ના સાંજે આગરી અને તા. 9-5-2026ના ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાને સરલી ખાતે.
જૂની દુધઈ : મૂળ કુંભારિયાના કાનજીભાઈ વજુભાઈ ભટ્ટી
સુથાર (ઉ.વ. 70) તે સંતોકબેનના
પતિ, સ્વ. બધીબેન વજુભાઈ ભટ્ટીના પુત્ર, સ્વ. હીરાભાઈ વેરાભાઈ ધ્રાટી (બાદરગઢ)ના
જમાઈ, સ્વ. નારણભાઈ સુથાર, સ્વ. જસુબેન
(કલ્યાણપર), સ્વ. શાંતિબેનના નાના ભાઈ, હરજીવન, જેરામના કાકા, પ્રેમિલાબેન
(દુધઇ પંચાયતના સભ્ય), કાનજીભાઈ (હમીરપર), રાજેશભાઈ (ભીમાસર), દક્ષાબેન (દુધઇ)ના સસરા, કમલેશ, નવીન, પ્રેમિલાબેન પ્રવીણ,
ભગવતીબેન રમેશના પિતા, કૃપા, પ્રીતવીના દાદા, હાર્દિકના નાનાબાપા તા. 2-5-2026ના અવસાન પામ્યા છે. લૌકિક ક્રિયા તા. 7-5-2026ના ગુરુવારે નિવાસસ્થાન જૂની દુધઇ ખાતે.
મોમાયમોરા (તા. માંડવી) : ઉર્મિલાબેન (ચંપાબેન) ડાયાલાલ
જબુઆણી (ઉ.વ. 54) તે ડાયાલાલ નાનજીના પત્ની, શારદાબેન, પ્રકાશભાઇના
માતા, અંજલિબેનના સાસુ, મગનલાલ નાનજી,
ગં.સ્વ. વિમળાબેન અંબાલાલ રંગાણી (મુંબઇ), નર્મદાબેન
દામજી સેંઘાણી (રાજપર), શિલ્પાબેન ભરતભાઇ વાસાણી (વિરાણી નાની)ના
ભાભી, વિમળાબેનના જેઠાણી, ભગવતીબેન,
રશ્મિબેન, જયના કાકી, સચિનભાઇ,
પુનિતભાઇના મોટા સાસુ, સ્વ. વાલજી પ્રેમજી રામજિયાણી
(રત્નાપર-મઉં), સ્વ. ગોવિંદ અબજી ગોરાણી (કલ્યાણપર)ના પુત્રી
તા. 3-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 5-5-2026ના સવારે 8થી
11, બપોરે 3.30થી
5 સતપંથ સાનતન સમાજવાડી, મોમાયમોરા ખાતે.
રામપર-વેકરા (તા. માંડવી) : ફકીરાભાઇ ખેતાભાઇ લેઉવા
(ઉ.વ. 78) તે સ્વ. ખેતા ખીમા લેઉવાના પુત્ર, સ્વ. નાનબાઇના પતિ, શામજી (બેન્જો માસ્ટર), રાજેશ, હીરુબેન નવીન સીજુ (રાવલવાડી), લખીબેન ગોવિંદ લખિયા
(રાવલવાડી)ના પિતા, જીવાબાઇ પૂંજા સંજોટ (વેકરા), ગં.સ્વ. ડાઇબાઇ કલ્યાણ બડિયા (બળદિયા), નેણબાઇ નારાણ
વારસુર (ચુનડી)ના ભાઇ, હંસાબેનના સસરા, હરજી ભામુ સીજુ (ભડલી)ના બનેવી, વિશાલ, વિનીત, હેતલ, મનનના નાના,
સ્વ. હીરજી જેઠા, કાનજી, સ્વ. રામજી, સ્વ. લાખા આચુ, સ્વ.
ડાયાભાઇ, સ્વ. સામતભાઇ, ફકાભાઇ,
ખીમજી નાનજી (માજી સરપંચ રામપર), રવજી,
દેવજી, બાબુ ગાંગજી (રાવલવાડી), દેવજી ગાંગજીના કાકાઇ ભાઇ, મૂરજી, સુમાર, રામજી, અરવિંદ, લખમણ, દામજી, નવીન, ગોવિંદ, દેવશી, શિવજી, મનજી, રમેશ, રાહુલના કાકા તા. 3-5-2026ના અવસાન પામ્યા છે. તા. 6-5-2026ના બુધવારે સાંજે આગરી અને તા. 7-5-2026ના સવારે ઘડાઢોળ નિવાસસ્થાન રામપર ખાતે.
કોટડા-જ. (તા. નખત્રાણા) : ઉમરાબેન મંગા મુછડિયા (ઉ.વ.
82) તે સ્વ. મંગા ભીમા મુછડિયાના પત્ની, આચારભાઇ, સ્વ.
જખુભાઇ, સ્વ. કમલેશભાઇના માતા, લક્ષ્મીબેન,
દમયંતીબેનના સાસુ, વસંતાબેન રમેશ, નર્મદાબેન રમેશ, ડિમ્પલબેન કિશોર, ખુશ્બૂબેન રાજેશ, મીનાબેન ભાવેશના દાદીસાસુ, સ્વ. હીરા ડોસા, સ્વ. ખીમજી ડોસા (વડવા કાંયા હાલે ભુજ)ના
બહેન, સ્વ. મૂળજી શિવજીના કાકી, રમેશ,
રાજેશ, કસ્તૂરબેન ચેતનભાઇ (માધાપર), ભારતીબેન અશોક (દયાપર), કિશોર, મંજુલાબેન તુલસી (વિથોણ), અમૃતાબેન પ્રદીપકુમાર (નાના
અંગિયા), લતા, તૃપલ, મનીષા, હિંમત, સુરેશ, સ્વ. રમેશ, ભાવેશ, નિમુબેન રમેશ
(વિજપાસર)ના દાદી તા. 3-5-2026ના અવસાન પામ્યા છે.
ધાર્મિકવિધિ તા. 12-5-2026ના આગરી, તા. 13-5-2026ના ઘડાઢોળ નિવાસસ્થાન મફતનગર, કોટડા (જ.) ખાતે.
મોરઝર (તા. નખત્રાણા) : ગઢવી શક્તિદાન ઉમરદાન સુરતાણિયા
(ઉ.વ. 78) તે સ્વ. મહિદાન ઉમરદાન, સ્વ. વિરબાઇબેન ઉમરદાન, સ્વ. કલાબેન, રામબાઇબેનના નાના ભાઈ, અરાવિંદદાન, કમળાબેન, કવિતાબેન,
દતાબેનના પિતા, નિશા, મહિમા,
પ્રેમના દાદા, વિજયદાન, નરાસિંહદાનના
કાકા, સુરેશદાન, મહિપતદાન, ગિરધરદાનના સસરા તા. 4-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 5-5-2026 મંગળવારથી ગુરુવાર તા. 7-5-2026 સુધી નિવાસસ્થાન
મોરઝર ખાતે.
સુખપર-વિરાણી (તા. નખત્રાણા) : હાલે મંચર (જિ. પૂના-મહારાષ્ટ્ર)
દુર્વાબેન બિપિનચંદ્ર ધોળુ (ઉ.વ. 12) તે
કડવા પાટીદાર શંકરલાલ રતનશી ધોળુના પૌત્રી,
રેખાબેન બિપિનચંદ્રના પુત્રી તા. 3-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 6-5-2026ના બુધવારે સવારે 8.30થી 10.30 પાટીદાર
સમાજવાડી, સુખપર (વિરાણી) ખાતે.
નાની ગોધિયાર (તા. નખત્રાણા) : સોઢા ક્રિષ્નાબા જામાસિંહ
(ઉ.વ. 91) તે સ્વ. સોઢા જામાસિંહ અજિતાસિંહના પત્ની, સોઢા અરાવિંદાસિંહ જામાસિંહના માતા,
સોઢા રણાસિંહ, સ્વ. સોઢા નાથાસિંહ, સ્વ. સોઢા આંબાજી, સોઢા રૂપાસિંહ, સોઢા હીરાજી, સોઢા લાલજી, સોઢા
પ્રેમાસિંહના કાકી, સોઢા ભૂપતાસિંહ, સોઢા
અનિરુદ્ધાસિંહ, સોઢા સંજયાસિંહ, સોઢા મહેન્દ્રાસિંહ,
સોઢા બલવંતાસિંહ, સોઢા ચતુરાસિંહ, સોઢા ભરતાસિંહ, સોઢા બહાદુરાસિંહ, સોઢા દિલીપાસિંહના દાદી તા. 2-5-2026ના અવસાન પામ્યા છે. દીવાની / આગરી રાત તા. 11-5-2026ના સોમવારે રાત્રે અને તા. 12-5-2026ના મંગળવારે ઘડાઢોળ / બારસની વિધિ નાની ગોધિયાર ખાતે.
મોથાળા (તા. અબડાસા) : જાડેજા ગજુભા જીલુભા (ઉ.વ. 56) તે જીલુભા મીઠુભાના પુત્ર, સ્વ. નાનુભા (ટિલાટ), સ્વ. મૂળરાજસિંહ (કાનજી બાવા), સહદેવસિંહના ભાઇ,
સ્વ. મમુભા (ટિલાટ), સુખદેવસિંહ, નિર્મળસિંહના કાકા, સત્યરાજસિંહ, કુશરાજસિંહના મોટાબાપુ, મયૂરસિંહ (ટિલાટ), રામદેવસિંહ, લક્કીરાજસિંહ, હેતરાજસિંહ,
મોહિતરાજસિંહ, તીર્થરાજસિંહ, છત્રપાલસિંહ, દક્ષરાજસિંહના દાદા તા. 4-5-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 15-5-2026ના શુક્રવારે નિવાસસ્થાન મોટાભર ખાતે તથા સાદડી મોટાભર
સમાજવાડી ખાતે.