• બુધવાર, 13 મે, 2026

ટાઇટન્સ-સનરાઇઝર્સની આજે રસપ્રદ ટક્કર

અમદાવાદ, તા. 11 : આઇપીએલ-2026 સિઝન હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ચૂકી છે. પોઇન્ટ ટેબલ પરની બીજા અને ત્રીજા સ્થાન પરની ટીમો સનરાઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર મંગળવારે રોમાંચક ટક્કર થશે. બન્ને ટીમ પાસે 7-7 જીત સાથે 14-14 અંક છે. પ્લેઓફ દોડમાં આગળ થવા માટે બન્ને ટીમ માટે આ મેચ મહત્ત્વની છે. શુભમન ગિલની આગેવાનીમાં ગુજરાત ટાઇટન્સે સિઝનની શરૂઆત ખરાબ રીતે કર્યાં પછી 9 મેચમાંથી 7 મેચમાં વિજય હાંસલ કરી પ્લેઓફ રેસમાં ગતિ પકડી લીધી છે. ટાઈટન્સનો રાજસ્થાન સામે 77 રને જોરદાર વિજય થયો હતો. આ જીતથી ટાઇટન્સની સ્થિતિ સુધરી છે. સનરાઇઝર્સ અને આરસીબીના 14-14 પોઇન્ટ છે. હવે નેટ રન રેટની સ્થિતિ પણ બધી ટીમ માટે ઘણી મહત્ત્વની છે. ગિલની ટીમ હોમ ગ્રાઉન્ડ પર રન રેટમાં સુધારો કરી સનરાઇઝર્સ સામે વિજય પ્રાપ્ત કરવા માંગશે. ટીમને તેના કપ્તાન શુભમન ગિલ, સાઇ સુદર્શન, જોસ બટલર, રાશિદ ખાન, રબાડા, સિરાજ અને સુંદર પાસેથી ફરી એકવાર સારા દેખાવની આશા રહેશે. બીજી તરફ સનરાઇઝર્સના ટોચ ઓર્ડરના 4 બેટર અભિષેક, હેડ, ઇશાન અને કલાસેન સતત આક્રમક દેખાવ કરી રહ્યા છે. તેમના સારા દેખાવને લીધે હૈદરાબાદ ટીમ સતત 200 ઉપરનો સ્કોર કરી રહી છે. કપ્તાન કમિન્સની વાપસી બાદથી હૈદરાબાદની બોલિંગ પણ મજૂબત બની છે.

Panchang

dd