• બુધવાર, 13 મે, 2026

કેરળમાં કોંગ્રેસ `સર'થી જીતી : થરૂર

નવી દિલ્હી, તા. 11 : કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કેરળ ચૂંટણીનાં પરિણામ અંગે એવો દાવો કર્યો છે, જેનાથી રાજકીય હલચલ વધી શકે છે. શશિ થરૂરે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, કેરળમાં કોંગ્રેસની જીત એસઆઇઆરનાં કારણે થઈ છે. થરૂર હકીકતમાં એસઆઇઆરની આલોચના કરી રહ્યા હતા પણ તેઓએ દાવો કર્યો હતો કે એસઆઇઆરએ કેરળમાં કોંગ્રેસની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સ્ટેનફોર્ડ ઇન્ડિયા કોન્ફ્રેન્સમાં એક ચર્ચા દરમિયાન શશિ થરૂરે કેરળની સાથે પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામ ઉપર પણ વાત કરી હતી. થરૂરે દાવો કર્યો હતો કે બંગાળમાં મતદાર યાદીમાંથી આશરે 91 લાખ નામ હટાવવામાં આવ્યાં હતાં જેમાંથી અમુક લાખ પાત્ર મતદારો હતા. કુલ 34 લાખ લોકોએ અપીલ કરી છે અને તેઓને મત આપવાનો પૂરો અધિકાર છે. થરૂરે કહ્યું હતું કે, નિયમો અનુસાર દરેક મામલાનો અલગ અલગ રીતે ઉકેલ થવો જોઈએ એટલે મતદાન પહેલાં અમુક અપીલો જ ઉકેલવામાં આવી હતી. હજી પણ એવા 31-32 લાખ લોકો છે જે આગામી વર્ષોમાં પાત્ર ઠેરવવામાં આવી શકે છે પણ અત્યારે તો મત આપવાનો અધિકાર ગુમાવી ચૂક્યા છે. થરૂરે આગળ સ્વીકાર કર્યો હતો કે એસઆઇઆર પ્રક્રિયાથી કેરળમાં કોંગ્રેસનાં નેતૃત્વના યુડીએફને ફાયદો થયો છે.

Panchang

dd