રાયપુર તા. 11 : રોયલ
ચેલેન્જર્સ બેંગ્લુરુ ટીમ (આરસીબી) હેડ કોચ એન્ડી ફ્લાવર પર મુંબઈ ઇન્ડિયન્સ વિરૂધ્ધના
મેચ દરમિયાન ચોથા અમ્પાયર સાથે ઉગ્ર દલીલ કરવા માટે મેચ ફીનો 1પ ટકાનો દંડ થયો છે. મેચ રેફરી અમિત શાહે જણાવ્યું
છે કે આરસીબી હેડ કોચ એન્ડી ફ્લાવરે આઇપીએલ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. આથી તેમના
પર મેચ ફીનો 1પ ટકાનો દંડ કરાયો છે. આરસીબી ઇનિંગની 17મી ઓવરમાં કુણાલ પંડયાનો બાઉન્ડ્રી લાઈન પર નમન અને
તિલક કેચ કરી શકયા ન હતા. અમ્પાયરે ફકત 1 રન
જ માન્ય રાખ્યો હતો. છગ્ગો જાહેર કર્યો ન હતો. જે મામલે કોચ ફ્લાવર રોષિત થયા હતા અને
ડગઆઉટ નજીક ચોથા અમ્પાયર સાથે અભદ્ર ભાષા પર ઉતરી આવ્યા હતા.