• શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

અવસાન નોંધ

ભુજ : મચ્છુ કઠિયા સઇ સુતાર મુકેશ ઇશ્વરલાલ સોલંકી (ઉ.વ. 43) તે હંસાબેનના પતિ, ઘનશ્યામના પિતા, ગં.સ્વ. ભાનુમતીબેન ઇશ્વરલાલના પુત્ર, મંદિપ (ભુજ નગરપાલિકા), પ્રીતિબેન સુરેશભાઇ ધામેચા (અંજાર), ધારાબેન હિતેષભાઇ પરમાર (અંજાર)ના ભાઇ, ગં.સ્વ. કાન્તાબેન જેન્તીલાલ સોલંકીના ભત્રીજા, રાજેશભાઇ (કોર્ટ), દિનેશભાઇ, મીનાબેનના કાકાઇ ભાઇ, સ્વ. ચંચળબેન સુંદરજી પરમાર, સ્વ. બાળાબેન બાબુલાલ પીઠડિયા, સ્વ. ઝવેરબેન મગનલાલ પરમાર, સ્વ. જ્યોત્સનાબેન મદનલાલ પરમારના ભત્રીજા, ગં.સ્વ. વિજયાબેન નારણજી સોલંકી (દુધઇ)ના દોહિત્ર, બળુભાઇ, કાન્તિભાઇ, અશોકભાઇ, મહેશભાઇ, લીલાવંતીબેન દિનેશભાઇ પરમાર (અંજાર), નીમુબેન કાન્તિલાલ પરમાર (ગાંધીધામ)ના ભાણેજ, રાધ્યાના મોટાબાપા તા. 16-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-9-2023ના સોમવારે સાંજે 5થી 6 મચ્છુ કઠિયા સઇ સુતાર વાડી, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ ખાતે.

માંડવી : મૂળ રામપર વેકરાના બ્રહ્મક્ષત્રિય ઇશ્વરલાલ દુબલ (ઉ.વ. 75) તે સ્વ. કાનજી રામજીના પુત્ર, ઉર્મિલાબેનના પતિ, નયન, રાખીના પિતા, કીર્તિકુમાર નાનજી ધાંધાના સસરા, સ્વ. ગોવિંદજી, સ્વ. જયંતીલાલ, સ્વ. પાર્વતીબેન શિવજી ઘેલા, સ્વ. ગોદાવરીબેન કાનજી ધાંધા, સ્વ. રતનબેન નાનજી ખુડખુડિયાના નાના ભાઇ, સ્વ. નારાણજી હરદાસ છાટબારના જમાઇ, સ્વ. ખીમજી નારાણજી છાટબાર, સ્વ. લક્ષ્મીકાંત નારાણજી છાટબારના બનેવી, ચિરાગના નાના તા. 16-9-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-9-2023ના સાંજે 4.30થી 5 રંગચુલી, માંડવી ખાતે.

વર્ધમાનનગર (તા. ભુજ) : મૂળ કીડિયાનગરના મ.ક.સ.સુ. દિલીપભાઇ નરસિંહભાઇ પરમાર (ઉ.વ. 33) તે દેવીલાબેન નરસિંહભાઇના પુત્ર, સ્વ. દિવાળીબેન હાજાભાઇના પૌત્ર, ઝવેરીબેન સ્વ. છગનભાઇ, નર્મદાબેન નાનજીભાઇના નાના ભાઇના પુત્ર, સ્વ. દામજીભાઇ, મોહનભાઇ, રસિકભાઇના ભાણેજ, બબીબેન, મટુબેન, જમુબેન, મંજુબેનના ભત્રીજા, આનંદ, રશ્મિકા, જોશનાના ભાઇ, નવીન, પ્રવીણ, રાજુ, સુશીલા, હર્ષા, પ્રેમિલા, હંસા, ઉષાના કાકાઇ ભાઇ, કિરણ, સપનાના જેઠ, બીના, જયશ્રીના દિયર, રાજવી, દક્ષ, વિવાન, ભવાનીના મોટાબાપા, સ્મિત, રિદ્ધિ, વિવેક, ક્રિષાના કાકા તા. 16-9-2023ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા તા. 22-9-2023ના શુક્રવારે તથા પ્રાર્થનાસભા બપોરે 3થી 4 નિવાસસ્થાને વર્ધમાનનગર ખાતે.

વર્ધમાનનગર-ભુજોડી (તા. ભુજ) : મૂળ ગોયરસમા બારોઇના ભરતભાઇ શિવજી નાગડા (ઉ.વ. 61) તે સ્વ. શિવજી વેલજીના પુત્ર, લીલાવંતીબેનના પતિ, સ્વ. આરતીબેનના પિતા, ગંગાબાઇ નાગશીં લાપસિયા (સુથરી)ના જમાઇ તા. 15-9-2023ના અવસાન પામ્યા છે. સંપર્ક : પ્રવીણ લાપસિયા-78747 87887, જિજ્ઞા લોડાયા-84888 51950.

રાજપર (તા. માંડવી) : જયાબેન નારણભાઇ છાભૈયા (પટેલ) (ઉ.વ. 78) તે સ્વ. નારણભાઇ રતનશીના પત્ની, કાન્તિભાઇ, નિર્મળાબેન, તરુલતાબેનના માતા, કિરણબેન, દીપકકુમાર, રમણીકકુમારના સાસુ, જુગલ, ધ્વનીના દાદી, રિદ્ધિશાના દાદીસાસુ, જેઠાભાઇ, કરસનભાઇ, જયંતીભાઇના ભાભી, લીલાબેન, પ્રભાબેન, શાંતાબેનના જેઠાણી, વિનય, મનોજના મોટાબા, સ્વ. કેસરા ભાણજી ઠાકરાણી (ગંગાપર)ના પુત્રી તા. 17-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-9-2023ના સોમવારે સવારે 8.30થી 12 સમાજવાડી, રાજપર ખાતે.

મસ્કા (તા. માંડવી) : સુમરા સકીનાબાઇ (ઉ.વ. 65) તે સુમરા હાસમ હારુનના પત્ની, કાસમ, સાયેદા, સાયમા, અફસાના, જુમાના માતા, સુમરા ફકીરમામદ, મ. ઇસ્માઇલના ભાભી તા. 16-9-2023ના અવસાન પામ્યા છે. જિયારત તા. 19-9-2023ના સવારે 9થી 10 નિવાસસ્થાન સુમરાવાસ વાડી, મસ્કા ખાતે.

ગોયરસમા (તા. મુંદરા) : શંકરભાઇ તેજશીભાઇ આયડી (ઉ.વ. 28) તે ગં.સ્વ. તરુણાબેનના પતિ, તેજશી વેલજી આયડીના પુત્ર, નારાણ કરમશી સુંઢા (માંડવી)ના જમાઇ, માન્યતા, વંશિતના પિતા, જ્યોતિ, ચંપા, પ્રેમિલા, દક્ષા, મહેશના ભાઇ તા. 16-9-2023ના અવસાન પામ્યા છે. અંતિમક્રિયા પૂર્ણ થઇ ગઇ છે.

ભુજ : ચંદ્રકાન્ત ઉર્ફે શંભુભાઇ માસ્તર (ઉ.વ. 81) તે સ્વ. નર્મદાબેન કરશનદાસ કુંવરજી જોબનપુત્રા (રોકડિયા)ના પુત્ર, દમયંતીબેનના પતિ, રામ (વાવડ દૈનિક), દિલીપકુમાર (જીઈબી), મુલરાજ (મુંબઈ), સ્વ. હસ્તા, અનિલા (મુંબઈ), બંસરીના મોટા ભાઈ, સંગીતા ભુપનેન્દ્ર ગણાત્રા, મનીષ (નીલકંઠ પ્રેસં), નિલેશ (શ્રીજી પ્લાસ્ટિક), જુગની અરૂણભાઈ શેઠિયા અને નિકી ચેતનભાઈના પિતા, સ્વ. વેલજી જેઠાભાઈના જમાઈ અવસાન પામ્યા છે.

ભુજ : મૂળ મોડાસાના મોહનભાઇ ફકાભાઇ ચાવડા (ઉ.વ. 65) તે ખીમીબેનના પુત્ર, વાલીબેનના પતિ, મંજુબેન રમાભાઇ વાઘેલા (પેટલાદ), વનિતાબેન પ્રવીણભાઇ લોંચા (નખત્રાણા), ભારતીબેન પ્રકાશભાઇ (રાજકોટ), માયાબેન જગદીશભાઇ પરમાર (નખત્રાણા)ના પિતા, મીનાબેન વિજયભાઇ ચાવડાના સસરા, હીરા આણદા આઠુ (મોડાસા)ના બનેવી, ખેંગારભાઇ (મોડાસા), સ્વ. માવજીભાઇ, પરમાબેન જખુભાઇ લોંચા (આદિપુર), ડાઇબેન પૂનમભાઇ લોંચા (અમદાવાદ)ના ભાઇ, રામજીભાઇ રાઠોડ (માનકૂવા)ના ફુઆઇભાઇ, ખેંગાર મીઠુ પરમાર (નખત્રાણા)ના વેવાઇ, હરેશભાઇ માવજીભાઇ ચાવડા (મોડાસા), કમલાબેન રાજુભાઇ લોંચા (અમદાવાદ), ચંદ્રિકાબેન રિતેષભાઇ આઠુ (મોડાસા), દીપિકાબેન વિશાલભાઇ પરમાર (વજેપુર), વસંતીબેન હિતેષ દુધાતડના મોટાબાપા તા. 17-9-2023ના અવસાન પામ્યા છે. તા. 21-9-2023ના રાત્રે સત્સંગ, તા. 22-9-2023ના સવારે પાણી નિવાસસ્થાને મહાદેવનગર, ભુજ ખાતે.

નખત્રાણા : કડવા પાટીદાર સામજીભાઇ ડાહ્યાભાઇ ધનાણી (ઉ.વ. 85) તે સ્વ. પુરીબેનના પતિ, શિવજીભાઇ, નાનજીભાઇ, જેન્તીભાઇ, મણિલાલભાઇ, મોહનભાઇના પિતા, લાલજીભાઇ, સ્વ. રતનબેનના ભાઇ, અશોકભાઇ, વિજયભાઇના મોટાબાપા, મનીષ, ભરત, પીયુષ, વિમલ, હિતેષ, સુરેશ, ગૌતમ, અલ્પેશ, જિજ્ઞેશના દાદા તા. 17-9-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 18 અને 19-9 સોમ તથા મંગળ (બે દિવસ) સવારે 8.30થી 10, બપોરે 3.30થી 5 નિવાસસ્થાન કૈલાશનગર, નખત્રાણા ખાતે.

જુમખા (તા. ભુજ) : કેશરબાઇ રાજા ઠોટિયા તે સ્વ. નારાણભાઇ, સ્વ. માલશીભાઇ, સેવલબેન, મીનાબેન, કાનજીના માતા, ગં.સ્વ. મેઘબાઇના સાસુ, ગં.સ્વ. લખમાબાઇના બહેન, રમેશ, પ્રેમજી, જશોદાના દાદી તા. 16-9-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ (દિયાળો) તા. 20-9-2023ના આગરી અને તા. 21-9-2023ના પાણી જુમખા ખાતે.

મોટી ખેડોઇ (તા. અંજાર) : ચાવડા આમદ દાદા (પ્રમુખ, મોટી ખેડોઇ મુસ્લિમ જમાત) તે અલીમામદ, ઇશ્હાક, રમજુના ભાઇ, ગુલામ હુશેન, ઇમરાન, અકરમના પિતા તા. 17-9-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-9-2023ના મંગળવારે સવારે 10 વાગ્યે મુસ્લિમ જમાતખાના, મોટી ખેડોઇ ખાતે.

મંગરા (તા. મુંદરા) : બુધુબા માધુભા જાડેજા (ઉ.વ. 85) તે સ્વ. માધુભા વેલુભાના પત્ની, ધીરુભા, દિનુભા, રસીકબા, શાંતુબા, જનકબા, દશરથબા, આનંદબા, ચંદુબા, ઇન્દુબાના માતા, સ્વ. હરિસંગ સોઢા (વેરસારા)ના પુત્રી, ગંભીરસિંહ, બહાદુરસિંહ, રાસુભાના બહેન, જીતુભા, દોલતસિંહના દાદી તા. 17-9-2023ના અવસાન પામ્યા છે. સાદડી જાડેજા ભાયાતની ડેલીએ, મંગરા ખાતે.

લાકડિયા (તા. ભચાઉ) : રાઉમા અમીનાબાઇ અબ્દુલ રીણા (ઉ.વ. 75) તે મ. સમસુદ્દીન, ફતેમામદ (પૂર્વ સરપંચ), અનવર, હબીબ, જોરમામદના કાકી, વલીમામદ, અકબર, સેરમામદ, રજાકના માતા, રમજુ ભારમના બહેન અવસાન પામ્યા છે. જિયારતના ફાતેહા તા. 19-9-2023ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાને.

કંકાવટી (અબડાસા) : સોઢા સવાઈસિંહ સુરતાજી (ઉં.વ. 58) સ્વ સુરતાજી અમરાસિંહના પુત્ર, મહિપતાસિંહ, મહાવીરાસિંહના પિતા, વરધાજી, ધનજીના ભાઈ, ચેનાસિંહ, જોરુભા, કમળાસિંહ, હરાસિંહના ભત્રીજા, રાશુભા, દીપાસિંહ, સવાઈસિંહ ચિમજી, સવાઈસિંહ ભેરજીના કાકાઈ ભાઈ તા. 16-9-2023ના અવસાન પામ્યા છે.

Janmadin Vishesh Purti

Panchang