• બુધવાર, 13 મે, 2026

અવસાન નોંધ

ભુજ : મારૂ કંસારા સોની જેન્તીલાલ વેલજી પોમલ (ઉ.વ. 84)  તે સ્વ. વેલજી માધવજી પોમલના પુત્ર, સ્વ. જયાબેનના પતિ, બીના, સ્વ. હિરેન, નિર્મલના પિતા, યશ્વી, નીલના દાદા, હર્ષ-ધ્વનિના નાના, લીના, પીયૂષભઇ (જબલપુર)ના સસરા, નિહારભાઇ (પાલનપુર)ના દાદાસસરા, દયાબેન, પ્રેમીલાબેન, સ્વ. રાજેન્દ્રભાઇના ભાઇ, સ્વ. જટુભાઇ વેલજી ચનાણીના જમાઇ, સ્વ. કિશોરભાઇ, ચંદ્રકાંતભાઇ, હર્ષદભાઇ, સ્વ. પ્રભાબેન, દયાબેનના બનેવી તા. 1-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-5-2026ના સાંજે 5થી 6 ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મંદિર ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : જેઠી નવીનભાઇ દેવજીભાઇ (ઉ.વ. 76) (ખેતીવાડી ખાતાના રિટાયર્ડ કર્મચારી) તે સ્વ. ચંદ્રિકાબેનના પતિ, ગં.સ્વ. ગૌરીબેન દેવજીભાઈના પુત્ર, સ્વ. બિપિનભાઈ, સ્વ. રસીલાબેનના નાના ભાઈ, સ્વ. નંદલાલના સાળા, ગં.સ્વ. ભગવતીબેનના દિયર, વિપુલ, જાગૃતિના કાકા, બીનાબેન, અનાબેન ચેતનના મામા, સ્વ. કંકુબેન ચંપકલાલ દેલમાલના જમાઈ, સ્વ. દિલીપભાઈ, વસંતભાઈસ્વ. ભાનુબેન, ગં. સ્વ. દુર્ગાબેન ચંદ્રકાંતભાઈ, દક્ષાબેન, જયશ્રીબેનના બનેવી, અતુલભાઇ (શ્રી લીંબજા મંડપવાળા)ના માસા તા. 2-5-2026ના અવસાન પામ્યા છે.  પ્રાર્થનાસભા તા. 4-5-2026ના સોમવારે સાંજે 5.30થી 6.30 જેઠી વાડી સુમરા ડેલી-જૂની મચ્છીપીઠ ભુજ ખાતે.

ભુજ : મૂળ માંડવીના જયંતકુમાર કાનજી શાહ (જે.કે. શાહ) (ઉ.વ. 73) તે સ્વ. જડાવબેન કાનજીભાઈ શાહના પુત્ર, મીના જયંતકુમાર શાહના પતિ, વૈશાલી શાહ (યુએસએ) તથા હર્ષ શાહના પિતા, આદિત્ય શાહ (યુએસએ) તથા ફોરમ શાહના સસરા, ચંદ્રબેન કિરણભાઈ શાહ, મીતાબેન કિરીટભાઈ શાહ, હરીશબાલા શાહ, સ્વ. ચેતનાબેન શાહ, સ્વ. ગુણવંતીબેન પ્રવીણચંદ્ર શાહ તથા સ્વ. તારામણિબેન કાંતિલાલ શાહના ભાઈ, વિમળાબેન મગનલાલ અનોપચંદ શાહના જમાઈ, ચેતન, હિરેન, રશ્મિ, ઉર્વશી, વંદના, નીરુ તથા અલ્પાના બનેવી તા. 2-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-5-2026ના સોમવારે સાંજે 5થી 6 ડોસાભાઇ લાલચંદ ધર્મશાળા પ્રથમ માળે.

ભુજ: મૂળ દરશડીના શાહ માનવંતીબેન (માનુબેન) તે સ્વ. શાહ લક્ષ્મીચંદ નારાણજી (દરશડી)ના પત્ની, મંજુલા એમ. વોરા (ગળપાદર), લીલાવંતી (હર્ષિદા) એચ. શાહ, વિનોદ (શાહભાઇ) (ટાટા લાઇફ ઇન્સ્યોરન્સ), મનહર શાહ (ભુજ)ના માતા, કોકીલા (વર્ષા) શાહના સાસુ, અવની, જિજ્ઞેશ, રૂપેશ, કિંજલ, રેનીતા, અવિના નાની, નીતલ જે. વોરા, મિત્તલ આર. વોરા (ગાંધીધામ), રિદ્ધિ એ. શાહના નાની, હિતિક, હિતિક્ષાના દાદી, ચાંદુબેન કલ્યાણજી ભારમલ (ચકાર)ના પુત્રી તા. 1-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-5-2026ના સાંજે 4.30થી 5.30 કચ્છી પુષ્કર્ણા બ્રાહ્મણ સમાજવાડી, પ્રમુખસ્વામી ચોકડી ભાટિયા મહાજનવાડી પાસે મુંદરા રિલોકેશન સાઇટ ખાતે.

અંજાર : મૂળ સિનુગ્રાના ક.ગુ.ક્ષ. (મિત્રી) મોહનભાઇ ચૌહાણ (ઉ.વ. 61) તે સ્વ. લક્ષ્મીબેન રણછોડભાઈ ચૌહાણના પુત્રદીનાબેનના પતિ, પાર્થ, ભારતીના પિતા, ધવલ જેઠવાના સસરા, ગિરીશભાઈ (હિંમતનગર), ગં. સ્વ. બચુબેન, સ્વ. મંજુલાબેન (દુર્ગ), રાધાબેન (ઝાબુવા)ના ભાઈ, જ્યોત્સનાબેનના જેઠ, જાનવી, નિકિતાના મોટાબાપા, ગં. સ્વ. પુષ્પાબેન ચંદુલાલ જેઠવાના જમાઈ  તા. 1-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા  તા. 4-5-2026ના સોમવારે સાંજે 5.30થી 6.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) સમાજ ભવન અંજાર ખાતે. 

અંજાર : જેન્તીલાલ હીરજી રાવલિયા (ઉ.વ. 82) તે સ્વ. પાર્વતી હીરજી વિશ્રામ રાવલિયાના પુત્ર, વિજયાબેનના પતિ, સ્વ. શાંતાબેન મેઘજી મૂળજી રાયકુંડલના જમાઇ, ભારતીબેન તથા જિતેન્દ્રભાઇના પિતા, પ્રમોદકુમાર તથા ધર્મિષ્ઠાબેનના સસરા, સ્વ. મંજુલાબેન મોહનલાલ મજેઠિયા, દમયંતીબેન ગોરધનદાસ સોમૈયા (ગાંધીધામ), સ્વ. માધવજીભાઇ, સ્વ. મગનલાલભાઇ, દેવશીભાઇ, સ્વ. મૂળજીભાઇના ભાઇ, દિલીપભાઇ, મહેશભાઇ, મનોજભાઇના કાકા, અતુલભાઇના મોટા બાપા, વૃત્તિ તથા હેલીના દાદા, શુભમ તથા કપિલના નાના તા. 1-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 3-5-2026ના રવિવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, સવાસર નાકા, અંજાર ખાતે. 

અંજાર : ક.ગુ.ક્ષ. (મિત્રી) દયારામભાઇ પરસોત્તમભાઇ ખોડિયાર (ઉ.વ. 71) તે સ્વ. જમુબેન પરસોત્તમભાઇ ખોડિયારના પુત્ર, સ્વ. ઉષાબેનના પતિ, સ્વ. નિર્મળાબેન દેવરામભાઇ ચૌહાણના જમાઇ, વિજય, એક્તા અને ધવલના પિતા, અલ્પાબેન, પૂજાબેન, વિપુલભાઇ ટાંકના સસરા, સ્વ. નાનાલાલભાઇ, છોટાલાલભાઇ, અનિલભાઇ, સ્વ. હરસુખભાઇ, કસ્તૂરબેન, મંજુલાબેન, સ્વ. સવિતાબેન (દમયંતીબેન), હંસાબેનના ભાઇ, સ્વ. ગીતાબેનના દિયર, જયશ્રીબેન, કંચનબેન, ગં.સ્વ. હસ્મિતાબેનના જેઠ, મહેશભાઇ, શારદાબેનના બનેવી, નિયતિ, કાવ્યા, ધારવીના દાદા, રિતિકા, મહિમના નાના, મનિષ, પલ્લવી, જિજ્ઞેશના કાકા, દિપેશ, હિરેન, સુમિત, જિગર, વિશાલ, ભાવિકના મોટાબાપા, નાનાલાલભાઇ, સ્વ. સૌભાગ્યલાલભાઇ, રસિકભાઇ, રમેશભાઇના સાળા તા. 1-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-5-2026ના સોમવારે સાંજે 5.30થી 6.30 (ભાઇઓ તથા બહેનોની સાથે) શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) સમાજ ભવન, ટાઉનહોલ પાસે, અંજાર ખાતે.

મુંદરા : ભાવનાબેન કિશોરભાઇ પીપરાણી (ઉ.વ. 61) તે કિશોરભાઈ શંભુલાલ પીપરાણીના પત્ની, સ્વ. શાન્તાબેન શંભુલાલ પીપરાણીના પુત્રવધૂ, સ્વ. દમયંતીબેન નવીનચંદ્ર દયાળજી વોરાણી (ભુજ)ના પુત્રી, ગં. સ્વ. તારાબેન લક્ષ્મીકાંત પીપરાણી, ગં. સ્વ. ચંદ્રીકાબેન ચતુરાસિંહ પીપરાણીના નાના ભાઈના પત્ની, ગં. સ્વ. ભારતીબેન કીર્તિભાઈ પીપરાણી, સ્વ. વૈશાલીબેન ભૂપેન્દ્રભાઈ પીપરાણી, હિનાબેન હરેશભાઈ પીપરાણી, દીપાલીબેન રાજેશભાઈ પીપરાણીના મોટા ભાઈના પત્નીસ્વ. ચંપાબેન કાંતિલાલ રાયચના (મુલુન્ડ), ગં. સ્વ. ભાવનાબેન મહેન્દ્રકુમાર પલણ (અંજાર), કોકિલાબેન પ્રકાશકુમાર રાયચના (મુલુન્ડ)ના ભાભી, પરેશભાઈસ્વ. ચેતનભાઈ, અનિતાબેન જીતેશભાઈ પૂજારા (નિવૃત્ત બીએસએફ)ના મોટા બહેન, ગીતાબેન અને અરુણાબેનના નણંદ, ઝીલ અને ઉર્વશીના માતા તા. 1-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-5-2026ના સોમવારના સાંજે 5થી 6 પટેલ સમાજવાડી, બારોઈ રોડ, મુંદરા ખાતે.

ધાણેટી (તા. ભુજ) : જશીબેન જીવણભાઇ છાંગા (ઉ.વ. 66) તે સ્વ. કરશનભાઇ તેજાભાઈ છાંગાના પુત્રવધૂ, સ્વ. જીવણભાઈ કરશનભાઇ છાંગાના પત્ની, ભચુભાઈ કરશનભાઇ છાંગા, જેઠાભાઈ કરશનભાઇ છાંગા, કાનજીભાઈ કરશનભાઇ છાંગાના નાના ભાઈના પત્ની, સ્વ. સભીબેન જીવાભાઈ માતાના ભાભી, ડાઈબેન બાબુભાઇ માતા (સરપંચ, ધાણેટી ગ્રામ પંચાયત), શામજીભાઈ જીવણભાઈ છાંગા, વિક્રમભાઈ જીવણભાઈ છાંગાના માતા, આલાભાઈ ભચુભાઈ છાંગા, વાઘજીભાઈ ભચુભાઈ છાંગા, દેવજીભાઈ ભચુભાઈ છાંગા, કાનજીભાઈ જેઠાભાઇ છાંગા, સ્વ. કરમણભાઈ જેઠાભાઇ છાંગા, ભરતભાઇ જેઠાભાઇ છાંગા, વાઘજીભાઈ કાનજીભાઈ છાંગા, માવજીભાઈ કાનજીભાઈ છાંગાના કાકી, આંનદભાઈ શામજીભાઈ છાંગા, મેહુલભાઈ શામજીભાઈ છાંગા, આશિષભાઈ વિક્રમભાઈ છાંગા, આરવીભાઈ વિક્રમભાઈ છાંગાના દાદીદ્વારકેશ આનંદભાઈ છાંગાના પરદાદી, મહેશભાઈ બાબુભાઇ માતા, અરાવિંદભાઈ બાબુભાઇ માતા, હિતેશભાઈ બાબુભાઇ માતાના નાનીમા તા. 2-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને, વથાણ ચોકની બાજુમાં,ધાણેટી ખાતે.

કેરા (તા. ભુજ) : જુણેજા શાબાન રમજાન (ઉ.વ. 51) તે મ. જુણેજા રમજાન હુસેનના પુત્ર, મ. રજબ રમજાન, મ. અસગર રમજાનના નાના ભાઇ, નોતિયાર બશીર નૂરમામદના ભાણેજ તા. 2-5-2026ના  અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-5-2026ના સોમવારે સવારના 9થી 10 નિવાસસ્થાન ખોજા ફળિયા કેરા ખાતે.

કુકમા (તા. ભુજ) : હેમલતાબેન દિલીપભાઇ વરૂ (ઉ.વ. 68) તે સ્વ. દિલીપભાઇ કાંતિલાલભાઇ વરૂના પત્ની, અમૂલ, પ્રશાંત અને અલ્પાના માતા, મોનીકાબેન, ઉન્નતિબેન, હેમલતાબેન, સ્વ. કપિલ ક્રિષ્નાલાલ વરૂના સાસુ, હરીશ કાંતિલાલ વરૂના ભાભી, લતાબેન હરીશભાઇ વરૂના જેઠાણી, તેજસ હરીશભાઇ વરૂના મોટાબા, પરસોત્તમભાઇ પરમાર (કુકમા), નાનાલાલ પરમાર (રતનાલ), પ્રેમીલાબેન, પ્રભાવંતીબેનના બહેન, પ્રિયાંશ, ગૌરાંશ, જયાન્સુ, ઝીલ, ધાન્વીના દાદી, ઋત્વિ, ક્રિષીકા, તૃષીના નાની તા. 2-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 4-5-2026ના સાંજે 5થી 6 ક.ગુ.ક્ષ. સમાજવાડી કુકમા ખાતે.

કેરા (તા. ભુજ) : ગોસ્વામી કલાવંતીબેન (ઉ.વ. 74) તે ધર્મેન્દ્રગગિરિ નારાણગિરિ (કલાશિલ્પ કેરા)ના પત્ની, સ્વ. ગોસ્વામી સંતોકબેન ભવાનગિરિ શિવગિરિ (વરસામેડી)ના પુત્રી, હિતેશગિરિ, હરેશગિરિ, માયાબેન, નીકાબેનના માતા, સ્વ. રેવાગર, સ્વ. નરશીગર, સ્વ. તુલસીગર, સ્વ. જાદવગરના બહેન, સ્વ. કાશીગિરિ, સ્વ. ભીખુગિરિ, વલ્લભગિરિ, સ્વ. દયાબેન, દિનેશગિરિ, ગવરીગિરિના ભાભી, દક્ષાબેન, રિંકલબેન, વિજયગર નારાણગર, જિતેન્દ્રગર નારાણગર (અંજાર)ના સાસુ, શંભુગિરિ કાશીગિરિ, જેન્તીગિરિ કાશીગિરિ (માધાપર), સ્વ. છાયાબેન, સ્વ. અંજનાબેન, લીલાવંતીબેન, પુનીતાબેન, અનિલગિરિના કાકી, સ્વ. મણિબેન, સ્વ. સરસ્વતીબેનના દેરાણી, અનુસૂયાબેનના જેઠાણી, બિંદિયાબેન, અશ્વિનગિરિના મોટીમા, નિધિ, જેનીશગિરિ, શિલ્પગિરિ, હેત્વી, મોનીશગિરિ, પ્રગીત, જિજ્ઞેશગિરિ, નવનીતગિરિ, મદનગિરિના દાદી, પ્રિયા, શિવાની, કિંજલ, જીનલના નાની તા. 2-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-5-2026ના સોમવારે 5થી 6 નિવાસસ્થાન કેરા ખાતે.

ચંદિયા (તા. અંજાર) : કેશવજીભાઇ અરજણભાઇ બાંભણિયા (ઉ.વ. 72) તે સ્વ. વીરાબેન અરજણભાઇ બાંભણિયાના પુત્ર, અજીબેનના પતિ, સ્વ. ભવાનભાઇ, સ્વ. રંભુબેન મેપાભાઇ માલસતર, ગં.સ્વ. ડાઇબેન વેલજીભાઇ કાતરિયા, સ્વ. સેજીબેન પ્રેમજીભાઇ હડિયાના ભાઇ, સ્વ. જસુબેનના દિયર, સ્વ. નાનજીભાઇ, મોહનભાઇ, નરશીભાઇ, સ્વ. ભગવતીબેન કેશવજીભાઇ, સ્વ. રમેશભાઇના પિતા, ગં.સ્વ. વનિતાબેન, જયશ્રીબેન, હેતલબેનના સસરા, ધર્મા, ખુશાલી, જિજ્ઞ, હેમલ, હીરલ, હેત્વી, સચિન, દીપક, રૂદ્રના દાદા તા. 1-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-5-2026ના સવારે 10થી 11 મચ્છોયા આહીર સમાજવાડી, માધ્યમિક હાઇસ્કૂલની સામે, ચંદિયા (તા. અંજાર) ખાતે.

કાઠડા (તા. માંડવી) : ગઢવી સભાઇબેન આશારિયા કાનાણી (ઉ.વ. 70) તે આશારિયા ભીમા કાનાણીના પત્ની, ઇશ્વર, રમેશ, કામઇબેન, સાવિત્રીબેન, જયશ્રીબેનના માતા, અક્ષય, ઇશાંતના દાદી, સ્વ. વેજાંદ દેરાજ કારિયાના પુત્રીસ્વ. વાછિયાભાઇ, શિવરાજભાઇ, હીરબાઇબેન, આસબાઇબેન, વાલબાઇબેનના બહેન, દક્ષાબેન, કાજલબેન, વેજાંદભાઇ, અનિલભાઇ, રાણશીભાઇના સાસુ, ખીમશ્રીબેન, સ્વ. રામઇબેનના ભાભી તા. 2-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન તા. 3, 4, 5-5-2026 (ત્રણ દિવસ) તથા ઉત્તરક્રિયા (પાણી) તા. 12-5-2026ના તે જ સ્થળે. 

ગાંધીગ્રામ (તા. માંડવી) : ખલીફા આદિલ આદમ (ઉ.વ. 35) તે મ. આદમ અબ્દુલ્લાના પુત્ર, ઈમરાન (નાસીર), શહેનાઝ અશરફ (મસ્કા)ના નાના ભાઈ, આમદ લતીફ (ગાંધીગ્રામ), અબ્દુલ સિધિક (મઉં)ના કાકાઈ ભાઈ, અશરફ ઈબ્રાહીમ (મસ્કા)ના સાળા, મ. અલીમામદ અબ્દુલ્લા (વિરાણી મોટી)ના દોહિત્ર, ઈબ્રાહીમ, કરીમ (ભુજ)ના ભાણેજ, સિધિક મામદ (ચિયાસર)ના જમાઈ, અબ્દુલ્લા અને આશીફ (ચિયાસર)ના બનેવી, દાઉદ સુલેમાન (ભુજોડી)ના સાઢુ, આમના, અદનાન, હસનેનના પિતા, આતિફ અને અર્શના કાકા તા. 2-5-2026ના અવસાન પામ્યા છે. ઝિયારત તા. 5-5-2026ના મંગળવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન ગાંધીગ્રામ ખાતે. 

વડાલા (તા. મુંદરા) : લલિત સવરાજ ગાલા (સોઢા) (ઉ.વ. 68) તે સોનબાઇ/સાકરબાઇ સવરાજના પુત્ર, દમયંતીબેનના પતિમેઘબાઇ સામજીના પૌત્ર, સ્વ. માવજી, સ્વ. શાંતિલાલ, નેમજી, અરવિંદ, ધીરેન (મેંગ્લોર), સ્વ. હેમકુંવર પુરુષોત્તમ (ગુંદાલા), ગુણવંતી મહેન્દ્રના મામા, મણિલાલ (તુંબડી), જ્યોતિ કિશોર, સવિતા ટોકરશીના ભાઇ, સ્વ. અમૃતબેન, ચંચળબેન, સ્વ. નીતાબેન, નીતાના દિયર, સોનલના જેઠ, સ્વ. રવજી, સ્વ. રતનશી (છસરા), સ્વ. નાનબાઇ વેલજી ગંગરના ભત્રીજા, જીવાબાઇ વીરજી દેઢિયા (ભોરારા), તેજબાઇ સવરાજ છેડાના દોહિત્ર, સ્વ. ટોકરશી, સ્વ. ભવાનજી મણિલાલ (કપાયા), દેવકાબેન મૂરજી, રતનબેન લાલજી (મુંદરા), ચંચળબેન મુલચંદ (બિદડા)મણિબેન લક્ષ્મીચંદ, વસનજી વીરજીના ભાણેજ, હાંસબાઇ (કસ્તૂરબેન) કુંવરજી છેડા (બારોઇ)ના જમાઇ, ભાનુબેન રમણીક (પ્રાગપર), રેવતી, લતા, ચીમન, પ્રફુલ (બારોઇ)ના બનેવી, ભાવના ચીમનના નણદોઇ, મઘીબાઇ નાનજી ગાલા (ગુંદાલા)ના દિયર તા. 30-4-2026ના અવસાન પામ્યા છે. (પ્રાર્થના રાખેલ નથી). 

વડવા કાંયા (તા. નખત્રાણા) : કરશનભાઇ નારાણભસાઇ બુચિયા (ઉ.વ. 55) તે સ્વ. જખીબેન નારાણભાઇ આચારભાઇ બુચિયાના પુત્ર, લખીબેનના પતિ, મંજુલાબેન રાજેશભાઇ સંજોટ (રામપર વેકરા), ભાવનાબેન હિતેશભાઇ ધેડા (કોઠારા), સુરેશકુમારના પિતામંજુબેનના સસરા, આરુષીના દાદા, ખીતુબેન વાલજીભાઇ સીજુ (માનકૂવા), ચાપુબેન ખીમજીભાઇ જેપાર (વરમસેડા), ભોજાભાઇ થાવરભાઇ, ધનજીભાઇ થાવરભાઇ, લખીબેન ધનજીભાઇ બળિયા (ભુજ), દીપાબેન પ્રવીણભાઇ ખરેટ (જાંબુડી)ના ભાઇ, ધનજીભાઇ રમુભાઇ જેપાર (નરેડી)ના જમાઇ, ગોવિંદભાઇ ધનજીભાઇ, રવજીભાઇ ધનજીભાઇના બનેવી, મેધાભાઇ ભીમાભાઇ મેરિયા (ગંગોણ)ના ભાણેજ અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 4-5-2026ના રાત્રે આગરી અને તા. 5-5-2026ન સવારના ઘડાઢોળ તેમજ સાદડી નિવાસસ્થાન વડવા કાંયા ખાતે. 

વરમસેડા (તા. નખત્રાણા) : રાજબાઇ જીવરાજ જેપાર (ઉ.વ. 76) તે ખીમજી, સ્વ. બાબુલાલ, શિવજી, દેવાબાઇ, વાલબાઇ, પાનબાઇના માતા, નાનજી બુચિયા, અરજણભાઇ બુચિયા, હરિલાલના સાસુ તા. 1-5-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 4-5-2026ના આગરી તથા તા. 5-5-2026ના ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન વરમસેડા ખાતે.

નખત્રાણા (નવાનગર) : કુંભાર સિધિક આમદ (રસલિયા) (ઉ.વ. 67) તે સલીમ, સુલેમાન અને રફીકના પિતા તા. 2-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-5-2026ના સોમવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના નવાનગર નખત્રાણા ખાતે. 

ડાભુંડા (તા. રાપર) : જાડેજા મનુભા વાઘજી (ઉ.વ. 84) તે કલુભા જયેન્દ્રસિંહ તથા જગુભાના પિતા, લાલુભા, સહદેવસિંહના કાકા, જસુભાના મોટાબાપુ, રવિરાજસિંહ, આરદીપસિંહના દાદા તા. 1-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 4-5-2026ના નિવાસસ્થાન જાડેજાવાસ ડાભુંડા મધ્યે.  

Panchang

dd