• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

અવસાન નોંધ

ભુજ : ધનબાઇ સામજી મહેશ્વરી (ઉ.વ. 58) તે સ્વ. સામજીભાઇના પત્ની, નરેશ, નીલેશ, ભાવેશ, કાનજી, હરેશ, કિશન, રવિ, ધરમ, ભાવના કાનજી માંગલિયા (સામત્રા)ના માતા, ધનજીના નાનાભાઇના પત્ની, બુધાભાઇ, ખમુભાઇના ભાભી તા. 14-4-2026ના અવસાન પામ્યા છે.

ભુજ : પુષ્કર્ણા બ્રાહ્મણ મહેશભાઇ મથરાદાસ જોષી (વસા) (ઉ.વ. 61) તે સ્વ. પ્રેમિલાબેન મથરાદાસ કલ્યાણજી જોષી (વસા)ના પુત્ર, ગં.સ્વ. સંગીતાબેનના પતિ, ઉર્મિલા, આશા, પૂનમ, ભાવિન, ઝીલ, અમિતના પિતા, સ્વ. જયાબેન જમનાદાસ ઢાંકી (માંડવી)ના જમાઇ, કિરીટભાઇ (ઘાટકોપર), દિનેશભાઇ (ઘાટકોપર), પરેશભાઇ (ઘાટકોપર), સ્વ. પદમાબેન ઓમકારભાઇ મપારા (પોરબંદર), ગં.સ્વ. રમાબેન નવનીતરાય હર્ષ (જામખંભાળિયા), કિશોરભાઇના ભાઇ, પન્નાબેન, નિરુપમાબેનના દિયર, જયશ્રીબેનના જેઠ, મહેશભાઇ ભટ્ટ (અંજાર), જગદીશ હર્ષ (અંજાર), રામ હર્ષ (અંજાર)ના સસરા, હિતેષ, આશિષના મોટાબાપા, રીટાબેન, યશ્વીના કાકાજી સસરા, રુહી, લક્ષ્ય, વેદ, માહીના કાકાઇ દાદા, વંશ, ગુંજલ, નક્ષ, ખુશી, જીયાંશીના નાના, સ્વ. પ્રવીણભાઇ (માંડવી), સ્વ. જિતેન્દ્રભાઇ (માંડવી), રાજેશભાઇ (માંડવી), ગં.સ્વ. જ્યોત્સનાબેન પ્રવીણભાઇ આચાર્ય (અંજાર)ના બનેવી તા. 16-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-4-2026ના શનિવારે સાંજે 4થી 5 ભાવસાર સમાજવાડી, જબલેશ્વર મહાદેવ મંદિર, જેષ્ઠાનગર, કેમ્પ એરિયા, ભુજ ખાતે.

ભુજ : મૂળ પલાંસવાના પુરીબેન ખીમજીભાઇ ચંદે (ઉ.વ. 97) તે સ્વ. ખીમજીભાઇ ચત્રભુજભાઇ ચંદેના પત્ની, ધીરજલાલ, પ્રવીણભાઇ, સ્વ. વિનોદભાઇ, સુરેશભાઇ, પ્રફુલ્લાબેનના માતા, કાન્તાબેન, કૈલાશબેન, મંજુલાબેન, પુષ્પાબેન, સુરેશભાઇના સાસુ, સ્વ. અશોકભાઇ, બિપિનભાઇ, અલ્પેશભાઇ, જિગરભાઇ, હર્ષલભાઇ, મિતુલભાઇ, વિવેકભાઇ, ચિરાગભાઇના દાદી, સ્વ. શિવલાલભાઇ, સ્વ. હરિલાલભાઇ, સ્વ. ચંદુલાલભાઇ, સ્વ. શાન્તાબેન, સ્વ. ગોદાવરીબેન, સ્વ. વાલુબેનના ભાભી, નરભેરામભાઇ, શંકરભાઇ, સ્વ. નવીનભાઇ, સ્વ. કીર્તિભાઇ, કનૈયાલાલ, રસિકભાઇ, યોગેશભાઇ, હસમુખભાઇ, પ્રકાશભાઇ, હિતેષભાઇના મોટાબા, નાનજીભાઇ લધાભાઇ ભીંડે (કીડિયાનગર)ના પુત્રી, સ્વ. ગણેશભાઇ, સ્વ. વિરજીભાઇ, સ્વ. મણિબેન, સ્વ. દિવાળીબેન, સ્વ. અંબાબેન, સ્વ. શાંતાબેનના બહેન, ઉમેદભાઇ, વિશનભાઇ, સ્વ. મનોજભાઇ, સ્વ. દિલીપભાઇ, ચંદ્રકાન્તભાઇ, મનોજભાઇના ફઇ તા. 15-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા પરિવાર તથા પિયરપક્ષ (બંને પક્ષની) તા. 21-4-2026ના મંગળવારે સવારે 10થી 11 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, મિરજાપર હાઇવે, ભુજ ખાતે.

ભુજ : વિજય ભગવાનજીભાઈ ખેતાણી (સલાટ) (ઉ.વ. 41) તે દમયંતીબેન ભગવાનજીભાઈ ખેતાણીના પુત્ર, સ્વ. લાધીબેન મગનલાલના પૌત્ર, સોનલબેનના પતિ, બીના, રાજેશના ભાઈ, પ્રાચી, દેવાંશીના પિતા, ઓમ, પરીના મોટાબાપા, કમલેશ ઓધવાણીના સાળા, પાર્થના મામા, સ્વ. સવિતાબેન દીપકભાઈ સૌસીના જમાઈ, સ્વ. અનસૂયાબેન પરસોત્તમ, આશાબેન નીતિનભાઈગં.સ્વ. કુસુમબેન કાંતિલાલ, ગીતાબેન પ્રવીણભાઈ, લતાબેન શંકરભાઈ, ગં.સ્વ. વાલીબેન મનસુખભાઈ, ગં.સ્વ. મીનાબેન મધુકાંત, ગ.સ્વ સરસ્વતીબેન રસિકલાલ, ગં.સ્વ. કંચનબેન મનોજભાઈના ભત્રીજા, અરાવિંદભાઈ, સ્વ. વ્રજલાલભાઈ, નરોત્તમભાઈના ભાણેજ, જીવરામ, અજય, ભાવિક, મિતેષ, અર્જુન, અલ્પેશ, કેયૂરના ભાઈ તા. 16-4-2026ના ગુરુવારે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-4-2026ના સાંજે 5.30થી 6.30 સલાટ  જ્ઞાતિની સમાજવાડી, દાંડીવાળા હનુમાન મંદિર, સુરલભિટ્ટ રોડ, ભુજ ખાતે.

ગાંધીધામ : કચ્છી ભાટિયા ગાવિંદ સતીશચંદ્ર વિઠાણી (ઉ.વ. 39) તે સતીશચંદ્ર લીલાધર વિઠાણી, સ્વ. વાસંતીના પુત્ર, વૈજંતી, કામિની, ગોપાલના ભાઈ, નિખિલ આશર, પ્રકાશ ગોકુલગાંધીના સાળા, કરિશ્મા (નયના) કિરણ લીલાણીના ભત્રીજા તા. 15-4-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

અંજાર : જગદીશભાઈ ખીમજીભાઇ બાંભણિયા (ઉ.વ. 64) તે મુક્તાબેનના પતિ, ગં.સ્વ. રત્નાબેન ખીમજીભાઇ બાંભણિયાના પુત્ર, સ્વ. લવજીભાઈ, હસમુખભાઈ, નવીનભાઈના ભાઇ, નયન, સ્વ. ચિંતન, નીરજ, સ્વ. કિશનના પિતા, શિવમ, માન્ય, પૃથા, ક્રિષા, પિહુ, જીયાના દાદા તા. 15-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-4-2026ના શનિવારે સવારે 10થી 11 મહાકાલેશ્વર મંદિર, સોનાપુરી, અંજાર ખાતે.

માંડવી : હાલા દાઉદ સુલેમાન (ઉ.વ. 75) તે રફીક, કાદરના પિતા, કાસમ, ઈશાના ભાઈ, મુહમ્મદહુસૈન સૈયદના બનેવી, સુલતાન ઈલિયાસ સુમરા, મોહશીન અઝીઝભાઈ લાહેજીના સસરા તા. 15-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-4- 2026ના શનિવારે સવારે 11થી 12 વલ્લભનગર મદરેસા, માંડવી ખાતે.

માંડવી : એમણાબાઇ ફકીરમોહમ્મદ સુમરા (ઉ.વ. 85) તે મ. અલ્લાઉદ્દીન, મ. કાસમના માતા, અસરફ કાસમ, આસિફ કાસમ, સલાઉદ્દીન કાસમ, હુશેન અલ્લાઉદ્દીનના દાદી તા. 16-4-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 19-4-2026ના રવિવારે સવારે 10થી 11 વલ્લભનગર મુસ્લિમ જમાતખાના, માંડવી ખાતે.

રાપર : મૂળ મૌવાણાના વાઘેલા હુલાસબા (ઉ.વ. 85) તે સ્વ. મદારસંગ દોલુભા વાઘેલાના પત્ની, મહેન્દ્રાસિંહ તથા કુંદનાસિંહના માતા, સ્વ. કુલદીપાસિંહ, સ્વ. રાજવીરાસિંહ, હરદીપાસિંહ, પ્રિયરાજાસિંહ, જયવીરાસિંહના દાદી, સ્વ. હેમુભા રૂપસંગજી જાડેજા (કોઠારા)ના પુત્રી તા. 16-4-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 24-4-2026ના શુક્રવારે નિવાસસ્થાન અયોધ્યાપુરી, રાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : અનિલભાઈ જયસુખલાલ જોષી (ઉ.વ. 48) તે લક્ષ્મીબેનના પતિ, જૈની તથા સાચીના પિતા, સ્વ. બચુબેન હરિલાલ જોષીના પૌત્ર, સ્વ. મંજુલાબેન જયસુખલાલ જોષીના પુત્ર, અનિલભાઈ ઠક્કર (ઝારસુગડા)ના જમાઈ, ગં.સ્વ. ઇન્દિરાબેન નવીનચંદ્ર જોષી, ગં.સ્વ. વિનુબેન જેન્તીલાલ વ્યાસના ભત્રીજા, રેખા નિમેષ દવે (માંડવી), વર્ષા કપિલ પંડ્યા (માધાપર), ભાવના કશ્યપ આચાર્ય (ભુજ), ધારા પ્રવીણ હીરાણી (ટાન્ઝાનિયા), તેજલ આકાશ ચાંદ્રા (માધાપર), મિલન નવીનચંદ્ર જોષી (માધાપર), અશોક જેન્તીલાલ વ્યાસ (માધાપર)ના ભાઈ, વિનોદ તથા ભોલાના બનેવી, સ્નેહાબેન, રાખીબેનના જેઠ, હેત્વી, સૌમ્ય, સોનાક્ષી, અમી, અથર્વ, અક્ષત, સમર્થ, મોક્ષના મામા, વિવાનના મોટાબાપા તા. 15-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-4-2026ના સાંજે 5થી 6 નારાયણવાડી, માધાપર ખાતે.

સુખપર (તા. ભુજ) : લેવા પટેલ ધનસુખભાઈ ગાવિંદભાઈ વાઘાણી (ઉ.વ. 38) તે માનબાઈ તથા ગાવિંદભાઈ કેશરાભાઈ વાઘાણીના પુત્ર, ગં.સ્વ. દક્ષાબેનના પતિ, દેવજીભાઈ, રામજીભાઈ, હીરજીભાઈ, રવજીભાઈ, ધનબાઈના ભત્રીજા, સુરેશભાઈ, કસ્તૂરબેનના મોટા ભાઈ, દીપાબેનના જેઠ, નીલેશભાઈના સાળા, પ્રિયાંશ, નૌતમના પિતા, ધ્યાની, હર્ષવી, ખુશાલીના મોટાબાપા, ખુશી, વ્યાનીના મામા, ધનબાઈ નારણભાઈ દેવજીભાઈ વેકરિયા (હરિપર)ના જમાઈ, કિશોરભાઈ, વિનોદભાઈ, મનસુખભાઈ, સુંદરબેન, જશુબેનના બનેવી તા. 13-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-4-2026ના શનિવારે સાંજે 5.30થી 6.30 નિવાસસ્થાને ગુંદાવાડી, જૂનાવાસ, સુખપર (તા. ભુજ) ખાતે.

મોટી ભુજપુર (તા. મુંદરા) : સવિતાબેન (ઉ.વ. 77) તે ધનજી દેવશી રામાણીના પત્ની, કુંવરબેન દેવજી દડગા (મમાયમોરા)ના પુત્રી, સ્વ. મણિલાલભાઈ, દિનેશભાઈ, અમૃતલાલના માતા, ચેતનાબેન, સંગીતાબેનના સાસુ, વિશાલ, મિતેશ, જિગર, ધ્રુતિબેન (લુડવા), અવનિબેન (બિદડા), કિરનાબેનના દાદી, શિવાનીબેન, શ્રદ્ધાબેન, શિવાનીબેનના દાદી સાસુ, મંત્રના પરદાદી તા. 16-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 17-4-2026ના સવારે 8.30થી 11.30, બપોરે  3.30થી 5.00 પાટીદાર સમાજવાડી, મુંદરા ખાતે, તા. 18-4-2026ના સોનીવાડી, ભુજપુર ખાતે એ જ સમયે.

મથલ (તા. નખત્રાણા) : સમેજા રમજુ વેલા (ઉ.વ. 71) તે ફકીરમામદના પિતા, મંધરા જુણસ સુલેમાન (જડોદર), ઇસ્માઇલ રમજુ, અસલમ પીરાના (નાગિયારી)ના સસરા, નોતિયાર નૂરમામદ, રમજાન, હાજી હુસૈન, યાકુબ, મ. યુસુફ (ભારાસર)ના ફુઈયાઈ ભાઈ, જાગોરા આધમ મુસા (કોટડા)ના મામા તા. 16-4-2026ના અવસાન પામ્યા છે.  વાયેઝ-જિયારત  તા. 18-4-2026ના શનિવારે સવારે 10 વાગ્યે મુસ્લિમ જમાતખાના, મથલ ખાતે.

દેવપર યક્ષ (તા. નખત્રાણા) : લોંચા પૂજીબેન (ઉ.વ. 72) તે સ્વ. અરજણ ઉમરાના પત્ની, મંજુલાબેન માવજી ચાવડા (ફોટડી), રમીલાબેન વસંત ચાવડા (સુખપર રોહા), લોંચા વાલજી, નવીન, પ્રકાશના માતા, સુખપર રોહાના લોંચા કાન્તિલાલ પ્રેમજી, દેવજી પ્રેમજીના કાકી, મિરજાપરના સ્વ. ભાણજી જખુ, ચાવડા બાવાભાઇના બહેન, પ્રેમજી ભાણજી, વસંત ભાણજીના ફઇ, ચાવડા લખમાબેન (સુખપર-ભુજ), કેશરબેન વિશ્રામ દાફડા (કોડાય), માનબાઇ ગોવિંદ ચાવડા (નખત્રાણા)ના ભાભી તા. 16-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 17, 18, 19-4-2026 (ત્રણ દિવસ) નિવાસસ્થાન દેવપર યક્ષ ખાતે.

વડવા ભોપા (તા. નખત્રાણા) : ભોપા સાગા લખમીર (ઉ.વ. 69) તે ભોપા જેસા લખમીર, વેસા લખમીરના ભાઈ, હીરાભાઈ, કલ્પેશભાઈ, લખીબેન, દેવીબેનના પિતા, સવા વંકા, માખણા રાણા, મેગા વીંછિયાના સસરા તા. 15-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન વડવા ભોપા ખાતે. 

વાંકુ (તા. અબડાસા) : ચંદુલાલ માણેકજી લોડાયા (ઉ.વ. 80) તે સ્વ. મણિબેન માણેકજી કેશવજી લોડાયાના પુત્ર, દમયંતીબેનના પતિ, મનીષા કિશોર ધરમશી (કોઠારા-વડાલા), જ્યોતિ પરેશ દંડ (લુણી-નરેડી), લીના નરેશ ખોના (વાંકુ-મુલુંડ), ભાવના શાહ (વાંકુ-ડોમ્બિવલી), દર્શના રાકેશ મોમાયા (વારાપદ્ધર-હૈદરાબાદ), મિતેષ (ખાદી ભંડાર નલિયા), પીયૂષના પિતા, વનિતાબેનના સસરા, ક્રિદયના દાદા, પૂરવ, વૃષ્ટિ વિશાલ લાલન, બીના, નયન, વિનીત, હર્ષિલ, યશ્વી, ધૈર્ય, હેલીના નાના, આકાંક્ષા પૂરવ ધરમશીના નાના સસરા, મણિલાલ, ભવાનજી, સોમચંદ, મૂરજી, પ્રફુલ, ગં.સ્વ. જયવંતીબેન રમેશચંદ્ર દંડ (લુણી-નખત્રાણા), રમીલાબેન ધનપતિ લોડાયા (કોઠારા), સુશીલાબેન કાંતિલાલ મોતા (તેરા-હૈદરાબાદ)ના મોટા ભાઈ તા. 16-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-4-2026ના શનિવારે બપોરે 3થી 4.30 જૈન હોલ, વાંકુ ખાતે.

નરેડી (તા. અબડાસા) : રૂપાણી દાદુભાઇ રામજીભાઈ તે સ્વ. મેઘબાઈના પતિ, નથુભાઈ, હીરજીભાઈ, સ્વ. ગાવિંદભાઈ, સ્વ. શામાબેનના પિતા, નંદુબેન, ગંગાબેનના સસરા, જગદીશ, કિરણ, પંકજ, હસમુખ, કલ્પનાબેન, વનિતાબેન, ગીતાબેન, વંશ, મિક્ષાના દાદા, બચુભાઈ જખુભાઇ પંડ્યા (ભારાપર)ના બનેવી, શાંતિભાઈ, શરદભાઈ, લક્ષ્મણભાઇના ફુઆ, ભરત, નરેશ, સુરેશના નાના તા. 15-4-2026ના અવસાન પામ્યા છે. તા. 24-4-2026ના સવારે 9થી 12ના આગરી અને ઘડાઢોળ.

વાડાપદ્ધર (તા. અબડાસા) : હાલે હાલોલ  પુષ્પાબેન વ્યાસ (ઉ.વ. 90) તે સ્વ. પ્રિતમલાલ રઘુનાથ વ્યાસના પત્ની, સ્વ. અશ્વિનભાઇ, સ્વ. મુકેશભાઈ, સ્વ. પ્રકાશભાઈના માતા, સ્વ. પ્રતિમાબેન, ગં.સ્વ. હંસાબેન, ગં.સ્વ. ગીતાબેનના સાસુ, સ્વ. ત્રંબકલાલ, સ્વ. વિનોદરાય, સ્વ. નટવરલાલ, ઈશ્વરલાલ, કાંતિલાલ, સ્વ. વસંતરાયના ભાભી, દીક્ષિત, લોરેન્સ, હાર્દિક, પાર્થ, હર્ષ, ફાલ્ગુની પ્રતીક પંડ્યા, નેહા મોહિત પંડ્યા, મિત્તલ કિશન પંડ્યાના દાદી, પ્રિયા, પૂજા, કૃપા, શિવાનીના દાદીસાસુ, સ્વ. ઝવેરબેન પોપટલાલ પંડ્યા (અંજાર)ના પુત્રી, સ્વ. છોટાલાલ, સ્વ. જિતેન્દ્રભાઈ, સ્વ. જગદીશભાઈ, સ્વ. મધુકાંત, નરેન્દ્રભાઈ, જયકાંતભાઈ, ગં.સ્વ. દમયંતીબેન દુલેરાય વ્યાસ, ગં.સ્વ. નિવેદિતાબેન રમાકાંત પંડ્યા, ગં.સ્વ. નયનાબેન મનહરભાઇ વ્યાસના બહેન તા. 15-4-2026ના હાલોલ ખાતે અવસાન પામ્યા છે. સાસરા તથા માવતર પક્ષની સાદડી તા. 18-4-2026ના શનિવારે સાંજે 4થી 5 ઔદિચ્ય બ્રહ્મસમાજ વાડી, શિવકૃપા નગર, ભુજ ખાતે. 

Panchang

dd