• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ તેરાના મહેન્દ્રભાઇ વૃજલાલ સોમપુરા (ઉ.વ. 79) (નિવૃત્ત જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગ) તે રેખાબેનના પતિ, સ્વ. મુકુંદરાય ટી. સોમપુરા (પાલીતાણા)ના જમાઇ, કૌશલ, મીરાં, સ્વ. મેનાના પિતા, શિલ્પા, મિરાગ એસ. (વડોદરા), હેમંત સી. ત્રિવેદી (અમદાવાદ)ના સસરા, માનદ, દેવાંશ, અનુષ્કાના નાના, સ્વ. વિનોદરાય, સ્વ. કરુણાશંકરના ભાઇ, પ્રશાંત તથા મિતેષના કાકા તા. 15-4-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 16-4-2026ના સવારે 8 વાગ્યે નિવાસસ્થાન પ્લોટ નં. 269, સિદ્ધિવિનાયક સોસાયટી, સરકારી વસાહત, પ્રમુખ સ્વામી નગરથી ખારનદી સ્મશાનગૃહ જશે. પ્રાર્થનાસભા તા. 17-4-2026ના શુક્રવારે સાંજે 5થી 6 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.

અંજાર : પ્રજાપતિ મીનાબેન (ઉ.વ. 61) તે દિનેશભાઇ શંભુભાઇ નાથાણીના પત્ની, સ્વ. હરખીબેન તથા સ્વ. શંભુભાઇ જગાભાઇ નાથાણીના પુત્રવધૂ, સ્વ. કાશીબેન, નાનજીભાઇ લખમણભાઇ વારૈયાના પુત્રી, ગોદાવરીબેન કરશનભાઇ શંભુભાઇ (ભુજ), સ્વ. ગોમતીબેન શંભુભાઇ નાથાણી (આણંદ), પ્રેમિલાબેન સુરેશભાઇ નાથાણી (આણંદ)ના દેરાણી, મહેન્દ્ર, મનોજ, દિલીપ, સંદિપ, વિશાલ (આણંદ)ના કાકી, ચેતના, હીરલ, વર્ષા, મયુરીના માતા, પરસોત્તમ, જગદીશ, દિનેશ, મોંઘીબેન, નયનાબેનના બહેન, હસમુખ, દીપક, મુકેશના સાસુ તા. 14-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-4-2026ના શુક્રવારે સાંજે 5થી 6 કચ્છી પ્રજાપતિ છાત્રાલય, નયા અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

અંજાર : મૂળ મથડાના ગં.સ્વ. નિર્મળાબેન (સુસીબેન) નવીનચંદ્ર ગાંધી (ઉ.વ. 77) તે સ્વ. નવીનચંદ્ર મણિલાલ ગાંધીના પત્ની, મણિલાલ ઘેલાભાઇના પુત્રવધૂ, વિમલ, સમીર, રોશની વિજય મહેતા, રેખા ધીરેન શાહ, સ્વ. મનીષાબેન, માયા હેમાંગ મહેતા, વૈશાલી વિશાલ સંઘવી, અલકા ધર્મેન્દ્ર શાહના માતા, રેખા વિમલ ગાંધી, મીનાક્ષી સમીર ગાંધીના સાસુ, હેત, નેમીના દાદી, સ્વ. બચુભાઇ, સ્વ. રસિકભાઈ, સ્વ. કાન્તિભાઇ, સ્વ. શારદાબેનના ભાભી, રસીલાબેનના દેરાણી, જનકબેનના જેઠાણી, કાનજી રામજી મહેતા (વિથોણ)ના પુત્રી, સ્વ. મનસુખભાઈ, સ્વ. દીપચંદભાઇ, સુરેશભાઈ, સ્વ. દિનેશભાઇ, દમયંતીબેન, દિવાળીબેન સુભદ્રાબેનના બહેન તા. 15-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-4-2026ના ગુરૂવારે 4થી 5 ચંપક નગર કોમ્યુનિટી, હોલ ખાતે.

રાપર : મૂળ ચિત્રોડના શ્રીમાળી સોની પાટડિયા કાંતાબેન (ઉ.વ. 85) તે સુંદરજી લક્ષ્મીચંદના પુત્રવધૂ, સ્વ. શિવલાલના પત્ની, ધીરજલાલ, ગંગાબેન, દમયંતીબેન, સ્વ. અનસોયાબેન, દીપિકાબેન, હંસાબેન, રસીલાબેનના માતા, મીનાક્ષીબેન ધીરજલાલ, રણછોડભાઈ નરભેરામભાઈ (થોરિયારી), જગદીશભાઇ જોઈતારામ (અંજાર), કનૈયાલાલ બેચરભાઈ (આદિપુર), લાલજીભાઈ ચુનીલાલ (માધાપર), મહેશભાઈ વિશનજીભાઈ (સામખિયાળી), પ્રદીપભાઈ બાબુલાલ (માધાપર)ના સાસુ, પૂજા, વિજય, ભૂમિના દાદી, મહેન્દ્ર, ઘનશ્યામ, પ્રીતિ, દીપક, ભાવેશ, ચેતના, મહેશ, આશિષ, સંગીતા, નીલમ, અંજુ, મીનલ , મયૂર, અક્ષય, હિરેન, ખુશી, જીનલ, ધાર્મિક, આસ્થાના નાની, ચાંપાનેરીયા રવજીભાઈ માનસંગભાઈ (શિકરા)ના પુત્રી, સ્વ. કાંતિલાલ, વેલજીભાઈ, દિનેશભાઈ, હીરુબેન ગૌરીશંકર (ગાગોદર), હેમલતાબેન વર્ધિલાલ (ચોબારી)ના બહેન, ગં.સ્વ. ગૌરીબેન ભગવાનજી  સદાણી (માધાપર), ગં.સ્વ. અમૃતબેન કાંતિલાલ ચાંપાનેરીયા (વોંધ), સ્વ. માધવજીભાઈ, ગંગારામભાઈ, ચુનીલાલભાઈના ભાભી, સ્વ. જયાબેન મોહનલાલના દેરાણી, સ્વ. હેમકુવરબેન  સ્વ. કાન્તાબેન, ઈચ્છાગૌરીબેનના જેઠાણી, સ્વ. મોહનભાઈના  નાના ભાઈના પત્ની, અમૃતભાઈ, ભાઈલાલભાઈ, કિશોરભાઈ, અશોકભાઈ, સ્વ. વિનોદભાઈ, રમેશભાઈ, સ્વ. સંજયભાઈ, કમલેશભાઈ, રાજુભાઈ, કીર્તિભાઇ, હિતેષ ગંગારામ, હિતેષ ચુનીલાલના કાકી તા. 13-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-4-2026ના ગુરુવારે 4થી 5 દરિયાસ્થાન, રાપર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

માનકૂવા (તા. ભુજ) : ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ત્રિવેણીબેન પ્રભુલાલ વ્યાસ (ઉ.વ. 84) તે સ્વ. પ્રભુલાલ નરશી ઇશ્વર વ્યાસના પત્ની, અરૂણાબેન (અંજાર), હર્ષદભાઇ (બટુક), પ્રજ્ઞાબેન (ભુજ), રાજેશભાઇ, ભાવનાબેન (મુંદરા), ચેતનભાઇના માતા, જયસુખભાઇ, નવીનભાઇ, સ્વ. સુરેન્દ્રભાઇ, રમેશભાઇ, સ્વ. ભરતભાઇ, સ્વ. નરેન્દ્રભાઇ, રસીલાબેન (અંજાર), દમયંતીબેન (મિરજાપર), નિર્મળાબેન (અંજાર), રમીલાબેન (અંજાર), મુક્તાબેન (કુકમા), પ્રતિમાબેન (અંજાર), હસ્તાબેન (ગઢશીશા), સ્વ. કમળાબેન, નિરૂપાબેન (મુંબઇ)ના કાકી, નીતાબેન અને અનિલના મોટાબા, સ્વ. અશોકકુમાર વ્યાસ (અંજાર), શૈલેષભાઇ ત્રિવેદી (ભુજ), હિરેનકુમાર રાવલ (મુંદરા), હર્ષાબેન, મનીષાબેન, દીપિકાબેનના સાસુ, ભૂમિબેન (ભુજ), રીતુબેન (ભુજ), નીશી, યશ, પ્રિશાના દાદી, નાર્ગી (ભુજ), વિવેક (અંજાર), દિવ્યા (ભુજ), હર્ષના નાની, સ્વ. અમૃતલાલ ત્રિભોવન રાવલ (મોટી ચિરઇ)ના પુત્રી, સ્વ. મગનભાઇ (અંજાર), સ્વ. પ્રવીણચંદ્ર (અંજાર), વસંતભાઇ (અંજાર), હરિપ્રસાદભાઇ (અંજાર), સ્વ. રુક્ષ્મણીબેન (અંજાર), સ્વ. પ્રભાબેન (અંજાર)ના બહેન, સ્વ. ભાનુશંકર ભટ્ટ (માધાપર)ના મામી તા. 14-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-4-2026ના ગુરુવારે સાંજે 5થી 6 લક્ષ્મીનારાયણ સમાજવાડી, જૂનાવાસ, માનકૂવા ખાતે.

ધાણેટી (તા. ભુજ) : દેવજીભાઈ ત્રિકમભાઈ કારાભાઈ માતા (ઉ.વ. 51) તે સ્વ. કારાભાઈ સવાભાઈ માતાના પૌત્ર, હીરાભાઈ કારાભાઈ માતાના ભત્રીજા, ત્રિકમભાઈ કારાભાઈ માતાના પુત્ર, વિશાભાઈ કારાભાઈ માતા, ધુલાભાઈ કારાભાઈ માતા, પાંચાભાઈ કારાભાઈ માતા, દેવજીભાઈ કારાભાઈ માતાના ભત્રીજા, કરમણભાઈ હીરાભાઈ માતા, બાબુભાઇ ત્રિકમભાઈ માતા, વિશાભાઈ ત્રિકમભાઈ માતા, સ્વ. ભગુભાઈ વિશાભાઈ માતા, ભરતભાઇ વિશાભાઈ માતા, ભાવેશભાઈ વિશાભાઈ માતા, રણછોડભાઈ ધુલાભાઈ માતા, ભરતભાઈ ધુલાભાઈ માતા, ગણેશભાઈ ધુલાભાઈ માતા, હરિભાઈ પાંચાભાઈ માતા, નરેન્દ્રભાઈ દેવજીભાઈ માતા, પ્રફુલ્લભાઈ દેવજીભાઈ માતાના ભાઈ, મહેશભાઈ બાબુભાઈ માતા (સરપંચ, ધાણેટી ગ્રામ પંચાયત), અરાવિંદભાઈ બાબુભાઇ માતા, હિતેષભાઈ બાબુભાઇ માતા, સુમિતભાઈ વિશાભાઈ માતા, સુનીલભાઈ વિશાભાઈ માતાના કાકા તા. 15-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને ધાણેટી ખાતે.

રાજપર (તા. માંડવી) : કેશવલાલ સામજી સેંઘાણી (ઉ.વ. 63) તે ગં.સ્વ. હીરબાઈ સામજી સોમજી સેંઘાણીના પુત્ર, સ્વ. રામબાઈ સોમજી સેંઘાણીના પૌત્ર, સ્વ. લક્ષ્મીબેન શિવજી પોકાર (વડોદરા)ના ભત્રીજા, મંજુલાબેનના પતિ, સ્વ. પચાણ દેવશી ભીમાણી (રત્નાપર)ના જમાઈ, દીપ્તિ, પુનિત, મોનિકા, સોનેશના પિતા, રિચાબેન (માનકૂવા), હિતેષ લિંબાણી (માનકૂવા), રાજેશ વેલાણી (લુડવા)ના સસરા, મોક્ષના દાદા, પ્રેમજીભાઈ (બાબુભાઈ), પરસોત્તમભાઈ (પ્રમુખ રાજપર કડવા પાટીદાર સમાજ), મોહનભાઈ, સ્વ. મનસુખભાઈ, શારદાબેન રવજી ઠાકરાણી (જનકપુર), જશુબેન હીરાલાલ પટેલ (લંડન)ના ભાઈ, કમળાબેન, શાંતાબેનના દિયર, ગૌરીબેન, અમૃતબેનના જેઠ, સ્વ. ગીતાબેન, ભાવેશ, રોશની, રંજન, રિંકુ, હિતેષ, અલ્પા, સુમિત, હાર્દિક, ઉજાશ, જિગરના કાકા, સુનિતાબેન, જિજ્ઞાબેન, હેત્વીબેનના કાકાજી તા. 14-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-4-2026ના ગુરૂવારે સવારે 8.30થી 11, બપોરે 3.30થી 6 પાટીદાર સમાજવાડી, રાજપર ખાતે તથા તા. 17-4-2026ના શુક્રવારે બપોરે 3.30થી 5 લક્ષ્મીનારાયણ ઉમાધામ, કાસારવડવલી, ઘોડબંદર રોડ, થાણા (વે.) ખાતે.

નાગલપુર (તા. માંડવી) : રાયમા રહીમાબાઈ (ઉ.વ. 78) તે મ. ઈબ્રાહીમ ગુલમામદના પત્ની,મ. રાયમા ભચુ ગુલમામદ (ટપાલી) (ગઢશીશા)ના પુત્રી, મહેમૂદ, શૌકત, સલીમના માતા, રાયમા 2ઉફ ફકીરમામદ (ગઢશીશા), રાયમા શૌકત ઉમર (મોટા કપાયા)ના સાસુ, સકીલ, ઇર્શાદ અને શાહિમના દાદી, હાજી ફકીરમામદ ભચુ, આમદ ભચુ (ટપાલી) (ગઢશીશા)ના બહેન, રમજુ, આમદ, મામદ, અબ્દુલ, કાસમ અને જકરીયાના ભાભી  તા. 14-4-2026ના અવસાન પામ્યા છે. વાયઝ-જિયારત તા. 17-4-2026ના શુક્રવારે સવારે 10થી 11 મસ્જિદ જમાતખાના, નાગલપુર ખાતે.

મોરગર (તા. નખત્રાણા) : શિવજી કરમસી વિગોરા (ઉ.વ. 56) તે સ્વ. દેવલબેન કરમશીના પુત્ર, સુમનબેનના પતિ, સ્વ. રતિલાલ રવજી, હાંસબાઇ ચુનીલાલ પાયણ (ગજોડ), મુલબાઇ નારાર ડોરુ (દેશલપર), લીલબાઇ દામજી ગચા (સાલાયા)ના ભાઇ, સ્વ. હિનાબેન વિશ્રામભાઇ પાયણ, ઇશ્વર, હેમંતના પિતા, કાનજી ગાંગજી ગચા (દેશલપર)ના જમાઇ, રમેશ, રાયશી, મહેશ, ચેતનના કાકા તા. 15-4-2026ના અવસાન પામ્યા છે. આગરી વા. 17-4-2026ના શુક્રવારે અને તા. 18-4-2026ના શનિવારે પાણી નિવાસસ્થાન મોરગર ખાતે.

પનવેલ (મહારાષ્ટ્ર) : મૂળ સાંતલપુર હાલે કામોથા (નવી મુંબઈ) જયંતીલાલ (નિવૃત્ત ટેલિફોન અધિકારી) (ઉ.વ. 83) તે સ્વ. શાંતાબેન નાગજી પાનાચંદ હાલાણી (ચંદે)ના પુત્ર , અતુલભાઈ, સ્વ. પરેશ, સ્વ. હિનાબેનના પિતા, સ્વ. મણિલાલ જેઠાલાલ મીરાની (આડેસર)ના જમાઈ, દક્ષાબેનના સસરા, કેવલ, ચાંદની હીરેનકુમાર માણેકના દાદા, કેતકીબેનના દાદા સસરા, સ્વ. શારદાબેન કિશોરભાઈ જસાણી, કુસુમબેન કનૈયાલાલ કાથરાની ના ભાઈ, સ્વ. વેલજી પાનાચંદ  હાલાણી, સ્વ. રવજી પાનાચંદ હાલાણી, ભવાનજી પાનાચંદ હાલાણીના ભત્રીજા, સ્વ. જેઠાલાલ છગનલાલ પોપટના વેવાઇ તા. 14-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-4-2026ના ગુરુવારે સાંજે 4.30થી 6 પનવેલ લોહાણા મહાજનવાડી, રવજી ભીમજી રંગપરિયા રોડ, મિર્ચી ગલી, પનવેલ, મહારાષ્ટ્ર ખાતે. 

Panchang

dd