• મંગળવાર, 31 માર્ચ, 2026

અવસાન નોંધ

ભુજ : શ્રીવાસ્તવ કાયસ્થ વિનોદરાય બળવંતરાય મહેતા (મહેતા મેડિકલ સ્ટોર્સ, હોસ્પિટલ રોડ-ભુજ) (ઉ.વ. 83) તે શોભનાબેનના પતિ, સ્વ. હીરાગૌરી ડો. બળવંતરાય મહેતાના પુત્ર, સ્વ. રુક્ષ્મણીબેન વજેશંકર મહેતા (નખત્રાણા)ના જમાઇ, જ્યોતિબેન, ડો. હંસાબેન, ડો. પ્રતિમાબેન, ડો. અરવિંદભાઇના ભાઇ, ડો. ઉર્મિલાબેનના જેઠ, સ્વ. વસંતરાય તથા સ્વ. છોટાલાલના બનેવી, દીપાબેન (એડવોકેટ) તથા પ્રતિકભાઇના પિતા, આનંદભાઇ (સી.એ.) તથા વ્યોમાના સસરા, સ્વ. અંકિતભાઇ (સી.એ.) તથા ડો. શ્રુતિબેનના કાકા, સંજીવ, સીમા, ભાવન (સી.એ.), હનીબેન (સી.એ.), રિશી, રીકીના મામા, નિહારના નાના, પારૂલબેન વિમલ મહેતા તથા અશોકભાઇ શાહના વેવાઇ તા. 30-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-4-2026ના બુધવારે સાંજે 5થી 6 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી, ભુજ ખાતે.

અંજાર : કસ્તૂરબેન (બબીબેન) (ઉ.વ. 90) તે સ્વ. નરસિંહપુરી ચેતનપુરીના પત્ની, રતનબેન રામગરના પુત્રી, પ્રવીણપુરી (ગોસ્વામી પાન સેન્ટર), દિલીપપુરી (જી.ઇ.બી.વાળા), અનિલપુરી, કિરીટપુરી, ગં.સ્વ. મંજુલાબેન કેશવગર, નર્મદાબેન દિલીપગર (રાપર), ગં.સ્વ. દમયંતીબેન ઇશ્વરભારથી (ભુજ), સ્વ. કલ્પનાબેન, સાધનાબેન, કમલેશગિરિ (ગુંદિયાળી), જલ્પાબેનના માતા, વસંતબેન, પ્રતિમાબેન, જયશ્રીબેન, પ્રિયાબેનના સાસુ, ડિમ્પલબેન અશોકગિરિ (ભદ્રેશ્વર), દીપકપુરી, ઇનાક્ષીબેન હીરાગર (અંતરજાળ), પાયલબેન ત્રિલોકગિરિ (માંડવી), હેત્વી, નુપૂર, રીતલના દાદી, ચેતનાબેન દીપકપુરીના દાદીસાસુ, આસ્થા અને ક્રિશિવના પરદાદી, પ્રધાનપુરી, માયાપુરીના નાના ભાઇના પત્ની, સ્વ. પરસોત્તમપુરી, સ્વ. ગોમતીબેન નારાણગરના ભાભી, જનકપુરી, રમેશપુરી (એમ.પી.)ના કાકી, દિનેશપુરીના મોટીમા, સ્વ. કેણગર, સ્વ. પરસોત્તમગર, સ્વ. ગંગાગર, સ્વ. કેશવગર, સ્વ. અમૃતબેન દેવપુરી, સ્વ. બચુબેન હરિગર, ગં.સ્વ. મણિબેન પ્રતાપગર, ગં.સ્વ. કમળાબેન અરજણગરના બહેન તા. 30-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-4-2026ના સાંજે 4થી 5 ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તાની બાજુમાં, અંજાર ખાતે. તા. 11-4-2026ના શનિવારે ઘડાઢોળ નિવાસસ્થાને.

માધાપર (તા. ભુજ) : જાદવજી રામજી પટેલ (ઉ.વ. 80) (નિવૃત્ત સંગીત શિક્ષક, પંચાયતી પ્રાથમિક શાળા-આદિપુર, પંચાયતી પ્રાથમિક શાળા નંબર 1-માધાપર) તે રાધાબેન રામજી વીરજી હાલાઇના પુત્ર, તારાબેનના પતિ, જલદીપના પિતા, ભૂમિકાના સસરા, ગોવિંદ, પ્રભુલાલ, રસીલા, જયાના ભાઇ તા. 30-3-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 31-3-2026ના સવારે 8 વાગ્યે ભુતિયા બંગલો પાસે, છેલ્લી લાઇન, નવાવાસ માધાપરથી નીકળશે. પ્રાર્થનાસભા તા. 1-4-2026ના સવારે 8થી 9 નિવાસસ્થાને.

ગળપાદર (તા. ગાંધીધામ) : લાભુબા નરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 58) તે નરેન્દ્રસિંહ નાગુભા જાડેજાના પત્ની, સુરેન્દ્રસિંહના નાના ભાઇના પત્ની, ભરતસિંહ જાડેજા (પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયત-ગાંધીધામ), દિનેશસિંહ જાડેજાના ભાભી, રાજદીપસિંહ, હિતેન્દ્રસિંહના માતા, અર્જુનસિંહ, જયવીરસિંહ, વિશ્વરાજસિંહ, બ્રિજરાજસિંહ, ધ્રુવરાજસિંહના મોટામા, કાવ્યરાજસિંહ, પાર્થવીબા, પાર્થરાજસિંહ, દીક્ષિતાબાના દાદી તા. 29-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 30-3-2026થી 4-4-2026 સુધી નિવાસસ્થાન ગળપાદર (તા. ગાંધીધામ) ખાતે.

મેઘપર-કુંભારડી (તા. અંજાર) : મૂળ વરસામેડીના માંજોઠી હાજિયાણી અમીનાબાઇ હાજી આમદ (ઉ.વ. 85) તે હાજી અબ્દુલ (રિટા. કે.પી.ટી.), હાજી જુસબ, હાજી લતીફ (કે.પી.ટી.), હાજી કાસમ (બિસ્મિલ્લા ફલોર મિલ-ભુજ), શેરબાનુ, હવાબાઇ, શરીફાના માતા, મ. હાજી ઇબ્રાહિમ ડાડા, મ. હાજી ઇસ્માઇલ દાઉદ, સાલેમામદ મામદના સાસુ, હાજી ગફુર, હાજી અનવર (કે.પી.ટી.), સલીમ, મો.શબ્બીર, અસગર (આર્મી), સુલતાન, રજાક, નાસીરના દાદી, મ. હાજી ઓસમાણ, હાજી નૂરમામદ, હાજી સાલેમામદ (ત્રાયાવાળા)ના બહેન તા. 29-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-4-2026ના બુધવારે સવારે 10થી 11.30 મુસ્લિમ સમાજવાડી, મહેંદી નગર, સર્વે નંબર 103, મેઘપર-કુંભારડી, અંજાર-આદિપુર રોડ, ખાટુશ્યામ મંદિર પાછળ, આદિપુર ખાતે.

રાયણ મોટી (તા. માંડવી) : મૂળ મોટી ભાડઇના સોઢા દેવકરબા વેશલજી (ઉ.વ. 68) તે વેશલજી દાનસંગજી સોઢાના પત્ની, સ્વ. જીતુભા, નરેન્દ્રસિંહ, પ્રવીણસિંહ, સુજિતસિંહ, પ્રદીપસિંહના માતા, મંછાબા, જનકબા, હર્ષાબા, માયાબાના સાસુ, પ્રતાપસિંહ, ભરતસિંહના કાકી, સ્વ. રણજિતસિંહ, ભૂપેન્દ્રસિંહ, રાજેન્દ્રસિંહના મોટીમા, દેવેન્દ્રસિંહ, દિગેન્દ્રસિંહ, સ્વરૂપસિંહ, મહાવીરસિંહ, હિતેન્દ્રસિંહ, જશવીરસિંહ, જયપાલસિંહ, સવાઇસિંહ, દશરથસિંહ, જેશલસિંહ, સૌર્યવીરસિંહ, દર્શનાબા, આનંદીબા, પ્રાચીબા, ભવ્યતાબા, મનસ્વીબા, આરોહીબાના દાદી, સ્વ. ભાટી કારૂભા વેલુભાના પુત્રી, ભાટી રામસંગજી, શિવભા, દીપસંગજીના બહેન તા. 29-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન મોટી રાયણ ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : નોડે સકીનાબાઈ ઇકબાલ (ઉ.વ. 50) તે ઇકબાલ આધમ (હમદર્દ બેકરીવાળા)ના પત્ની, મ. અનવર આધમ, મ. અફસર આધમના ભાભી, અલ્તાફ, સુફિયાનના માતા, મ. હસન સુલેમાનના પુત્રી, મ. સુલેમાન હસન, અલીમામદ હસન (નાની વાંઢ), આધમ હસન (કોઠારા)ના બહેન, અસગર, અનવર, આસિફ, અફસરના કાકી તા. 30-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-4-2026ના બુધવારે સવારે 10.30થી 11.30 ખાદી ભંડાર, ગઢશીશા ખાતે.

જંગડિયા (તા. અબડાસા) : સારસ્વત બ્રાહ્મણ જોષી દીપક ભવાનજી ધિક્કા (ઉ.વ. 50) તે સ્વ. વસંતાબેન ભવાનજી ધિક્કાના પુત્ર, સ્વ. ચંદ્રબાળા માધવજી, સ્વ. પ્રભાબેન કલ્યાણજી, તારાબેન ઉમિયાશંકરના ભત્રીજા, કોકીલાબેનના પતિ, જિતેન્દ્ર, રાહુલ, આરતી ધવલ પુરખાના પિતા, ભાવેશ, રાજેશ, નીતાબેન ઉમેશભાઈ રત્નેશ્વર, સ્વ. દિનેશ ઉમિયાશંકર ધિક્કા, ગં.સ્વ. હેમાબેન નરેશભાઈ સોનપાર, બીનાબેન નીલેશભાઈ જોશીના ભાઈ, ઉષાબેન ભાવેશભાઈના જેઠ, ઓમ, ભવ્યાના મોટાબાપા, વિકી નિર્મલ, મયૂરી દિલીપ ચઠમંધરાના મામા, પ્રસિદ્ધિ અને પરીધીના નાના, સ્વ. મીનાબેન ભરત ગૌરીશંકર શિવ (મોથાળા)ના જમાઈ, રોહિત, વિનોદ, જિજ્ઞા જયેશ પુરખાના બનેવી, પાર્વતી કરુણાશંકર શિવજી, ગં.સ્વ. કંચનબેન નારાયણભાઈ શિવજી, સ્વ. શોભનાબેન શંકરભાઈ શિવજી ચઠમંધરા, સ્વ. શારદાબેન જેન્તીભાઈ પ્રશ્નોરા, સ્વ. શાંતાબેન બાબુલાલ ખિંયરા, ગં.સ્વ. બબીબેનના ભાણેજ, પ્રભાબેન સુરેશભાઈ ચઠમંધરા, ગં.સ્વ. વિજયાબેન સુભાષભાઈ ખિંયરા, ગં.સ્વ. પાર્વતીબેન ચમનલાલ ચઠમંધરા, સ્વ. હીરાબેન જનકભાઈ ચઠમંધરા, ગં.સ્વ. ભગવતીબેન હર્ષદભાઈ ધોલીના ભત્રીજા તા. 30-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 1-4-2026ના બુધવારે બપોરે 3થી 4 ભાનુશાલી સમાજવાડી, જંગડિયા ખાતે.

કાટિયા (તા. લખપત) : સોઢા ધનુબા હકજી (ઉ.વ. 80) તે સોઢા દેવુભા હકજી, નેતાજી, સુરુભાના માતા, સોઢા સાંગાજી મહેશાજી, હરિસિંહ, તણેરાજસિંહ, પ્રેમસિંહ, સ્વ. લક્ષ્મણસિંહના કાકી, સોઢા ચતરસિંહ, વખતાજી, સવાઇસિંહ, સ્વ. ચંદનસિંહના ભાભી, શમસિંહ, રઘુવીરસિંહ, રાજેન્દ્રસિંહ, શક્તિસિંહ, ક્રિપાલસિંહ, રૂપસિંહ, મોહનસિંહ, રણજિતસિંહ, ભરતસિંહ, જીવરાજસિંહ, વિક્રમસિંહ, સુરતાનસિંહ, મહાવીરસિંહ, કુલદીપસિંહ, રાજેન્દ્રસિંહના દાદી તા. 28-3-2026ના અવસાન પામ્યા છે. આગરી રાત તા. 6-4-2026ના સોમવારે તથા પાણી-ઘડાઢોળ (બારસ) તા. 7-4-2026ના મંગળવારે સવારે નિવાસસ્થાન કાટિયા ખાતે.

ગુંદાલાના રસિક દેઢિયા (ઉં. 75)  તે ખેતબાઈ રામજી ભીમશીના પુત્ર. ચેતનાના પતિ. પૂર્વી, નીરવના પિતા. લતાના ભાઈ અવસાન પામ્યા છે. (ચક્ષુદાન, ત્વચાદાન, હાડકાદાન કર્યું છે.)

સમાઘોઘાના ચીમનલાલ રાંભિયા (ઉં. 91)   તે હીરબાઈ કુંવરજીના પુત્ર. ગુણવંતીબેનના પતિ. કિરણ, પંકજ, ઇલાના પિતા. અમૃતલાલ, મણીલાલ વસંત, શાંતિલાલના ભાઈ. પુરબાઈ ચાંપશી ગેલાભાઈ ગાલાના જમાઈ અવસાન પામ્યા છે.

(સૌ. : કવીઓ જૈન ખબરપત્રિકા)

Panchang

dd