• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ ખાવડાના શાંતાબેન ખટાઉ દાવડા (ઉ.વ. 82) તે સ્વ. ખટાઉ જેઠાભાઇના પત્ની, સ્વ. વેજાબાઈ ખેરાજ તન્નાના પુત્રી, સ્વ. ખેતબાઈ જેઠાભાઈના પુત્રવધૂ, હરીશ, ગીતા, ઈન્દિરા, ભારતી, સતીશ, ડિમ્પલના માતા, પ્રવીણા, વિનોદભાઈ, અનિલભાઈ, નીતિનભાઈ, જુલીના સાસુ, સ્વ. લીલાવંતીબેન દામજીભાઈ દાવડાના દેરાણી, સ્વ. ગંગાબેન, સ્વ. મોંઘીબેનના ભાભી, સ્વ. શારદાબેન, જયશ્રીબેનના નણંદ, સ્વ. વેલાબેન નાનજી, સ્વ. ગંગારામભાઇ, સ્વ. નવલબેન મોહનલાલ, ગ.સ્વ. ચંપાબેન જમનાદાસ, ગ.સ્વ. જસવંતીબેન હીરાલાલ, સ્વ. જેઠાલાલ, ગ.સ્વ. સાવિત્રીબેન શંભુલાલના બહેન, રવિ, સ્વ. રમેશ, કાંતિ, રતન, જશોદા સુરેશભાઈ, કિશોર, અશ્વિનના કાકી, અલ્કા, લક્ષ્મી, ઉર્મિલા, સંગીતા, નીમા, અલ્પાના કાકીજી, અસ્મિતા જિગરભાઈ, હર્ષિલ, ધૈર્યના દાદી, મીરા, ધારા, નૈષલ, કૃતજ્ઞા, સૂચિ, ખુશી, વીર, વેદ, ધારાના નાની, પર્વ, કાવ્યાના પરદાદી તા. 14-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-1-2026ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 શેઠ રસિકલાલ કરસનદાસ કતિરા પાર્ટી પ્લોટ, લોહાણા મહાજનવાડી, વી. ડી. હાઈસ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ : મંજુલાબેન વિનોદભાઈ ચૌહાણ (ઉ.વ. 72) તે વિનોદભાઇ નારણદાસ (પાણી પુરવઠા)ના પત્ની, પ્રવીણભાઈ (રેવન્યૂ), સ્વ. ઉમેદભાઈ ચૌહાણના ભાભી, કોમલ, મીત, બીનાના માતા, રાકેશ મનાણી, કૃણાલ ઠક્કરના સાસુ, મૂળજીભાઇ, રમણીકભાઈ, કિશોરભાઈ, અરાવિંદભાઈ, પ્રભાબેનના બહેન તા. 15-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-1-2026ના શુક્રવારે સાંજે 4થી 5 રજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી પાસે, ભુજ ખાતે.

ભુજ : મૂળ નલિયાના ભરત રમેશભાઇ ગણાત્રા (ગણાત્રા પરિવારના ભો બાપા) (ઉ.વ. 39) તે સ્વ. દયાળજી ચનાલાલ ગણાત્રા (નલિયા)ના પૌત્ર, સ્વ. જયશ્રીબેન, સ્વ. રમેશભાઇ ગણાત્રાના પુત્ર, ગં.સ્વ. હેમાંગીબેનના પતિ, હર્ષ, આયુષના પિતા, સ્વ. રાજેશભાઇ, સ્વ. નીતાબેન ભાવેશભાઇ (મુંબઇ), સ્વ. મમતાબેન મિતેષભાઇ (પાનધ્રો)ના ભાઇ, સ્વ. યોગેશ (કાનો), સાવન, જીતના મામા, સ્વ. નરોત્તમભાઇ (વાપી), રામદાસભાઇ (દરિયાભાઇ) (નલિયા), અનુબેન હરીશભાઇ ચંદન (મુંબઇ), ચંપાબેન ધીરજલાલ તન્ના (મોરબી), સ્વ. પ્રતિમાબેન રમેશભાઇ ઠક્કર (વાપી)ના ભત્રીજા, હિતેષ, કપિલ, નીલેશ, હિમાંશુ, ઉમેશ, ધ્વજિતના કાકાઇ ભાઇ, શિલ્પાબેન સુભાષભાઇ મજેઠિયા (મુંબઇ)ના જમાઇ, સ્વ. ગોદાવરીબેન તથા સ્વ. ત્રિકમદાસ તુલસીદાસ મજેઠિયા (રતુઆણી)ના દોહિત્ર, ભૂપેન્દ્રભાઇ, શકુંતલાબેન, જ્યોતિબેન, પરેશભાઇ, નરેશભાઇ, મનીષાબેનના ભાણેજ તા. 14-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-1-2026ના શુક્રવારે સાંજે 4થી 5 માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.

ભુજ : લાખાણી (સલાટ) ઘનશ્યામભાઇ ઝવેરીલાલ (ઉ.વ. 60) તે પ્રેમિલાબેન ઝવેરીલાલના પુત્ર, રમીલાબેનના પતિ, ભાવિક, કાજલ, દેવના પિતા, હેમલના સસરા, સ્વ. પુષ્પાબેન ધનજીભાઇના જમાઇ, સ્વ. શારદાબેન, સ્વ. હરસુખભાઇ, રમણીકભાઇ, બિપિનભાઇના ભાઇ, ગં.સ્વ. ક્રિષ્નાબેનના દિયર, ગીતાબેન, શોભનાબેનના જેઠ, સ્વ. યોગેશ, વર્ષા, દીપેન (મુન્નો)ના મામા, ડિગ્નેશ (ડિગુ), વૈશાલીના કાકા, પ્રિન્સ, ધ્યાનીના મોટાબાપા, ગુંજનના કાકાજી, જગદીશભાઇ, મહેશભાઇના કાકાઇ ભાઇ, નયના, ભરત, પારૂલ, સ્વ. હિતેષના બનેવી તા. 14-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-1-2026ના શુક્રવારે સાંજે 4થી 5 ક.ગુ.ક્ષ. કડિયા સલાટ જ્ઞાતિની વાડી, દાંડીવાળા હનુમાનજી મંદિર પાસે, ભુજ ખાતે.

ભુજ : મૂળ રેલડી મંજલના મહેશ્વરી રવજી મૂરજી કોચરા (ઉ.વ. 48) તે જશોદાના પતિ, ગોવિંદ, રંજના, ભગવતી, મીનાના પિતા, ભાવેશ, રાહુલ, અનિલ, કાજલબેનના સસરા, સુમાર, વેરશીના ભત્રીજા, કાનજી માલશી ચંદેના વેવાઇ, ઇશ્વરના બનેવી, ભચીબાઇ શંકરભાઇના જમાઇ તા. 13-1-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ છે.

ભુજ : પોલડિયા (તા. માંડવી)ના આનંદબા પ્રતાપાસિંહ જાડેજા (ઉ.વ. 80) તે દિલીપાસિંહ (પોલીસ-ખાવડા)ના માતા, જયરાજાસિંહ, ડો. મયૂરાસિંહ, ઇન્દ્રજિતાસિંહના દાદીસ્વ. મહિપતાસિંહ, મહેન્દ્રાસિંહ, રઘુવીરાસિંહ, અરાવિંદાસિંહ, જશવંતાસિંહ, ગુણવંતાસિંહ, નયનાસિંહના કાકી તા. 15-1-2026 ના અવસાન પામ્યા છે. બેસણું તા. 17-1-2026ના શનિવારે સાંજે 4થી 5.30 ડી. સી. જાડેજા ભવન, શક્તિધામ મંદિરની બાજુમાં, વાલદાસનગર, ભુજ ખાતે તથા તા. 19-1-2026ના સોમવારે દરબારગઢ, પોલડિયા, તા. માંડવી ખાતે. બેસણું, દશાવાની વિધિ તા. 23-1-2026ના શુક્રવારે અને ઉત્તરક્રિયા તા. 26-1-2026ના સોમવારે નિવાસસ્થાન ભુજ ખાતે.

ગાંધીધામ : હર્ષદભાઈ જસવંતલાલ સુરતી (ઉ.વ. 54) તે ગં.સ્વ પ્રભાવતીબેન જસવંતલાલના પુત્ર, રંજનાબેનના પતિ, અજયભાઈ જસવંતલાલ સુરતી, પ્રીતિબેન કિશોરભાઈ ટેલર, દેવેન્દ્ર ચંદ્રવદન સુરતીના ભાઈ, મંજુલાબેન ચંદ્રકાન્ત સુરતીના ભત્રીજા, જાગૃતિબેન સુરતીના દિયર, રુચિ રાજેશકુમાર ઢીલા, રવિ અજયભાઈ સુરતીના કાકા, સક્ષમ હર્ષદભાઈ સુરતી અને હીર હર્ષદભાઈ સુરતીના પિતા તા. 12-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 16-1-2026ના શુક્રવારે સાંજે 5થી 6 ઉત્તર ભારતીય કચ્છ સેવા સમાજવાડી, ભારતનગર, ગાંધીધામ ખાતે.

આદિપુર : મૂળ નાના લાયજાના ગઢવી મૂરજી સેડા (ઉ.વ. 32) તે વીરબાઇ અને સ્વ. રતન અરજણના પુત્ર, સ્વ. રઘુભા, દેવાંધ, માલશ્રીબેન નારણ કેશરિયા (નાના લાયજા)ના ભત્રીજા, દેવરાજ, હરિ, સોનબાઇ દેવાંધ બારોટ (સમાઘોઘા), પ્રજ્ઞાબેન મેઘરાજ બારોટ (સમાઘોઘા), ગીતા મેઘરાજ બારોટ (ભુજપુર)ના કાકાઇ ભાઇ, સ્વ. લધા ચના વીસાણીના દોહિત્ર, સ્વ. પુનશી, સ્વ. આશાભાઇ, ખેતશી, હાસબાઇ વીરા ભુવા, રાજબાઇ નારાણ વિધાણી, સ્વ. રામઇબેન ગોપાલ મેઘાણીના ભાણેજ તા. 14-1-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા (પાણી) તા. 24-1-2026ના શનિવારે, સાદડી નિવાસસ્થાન વોર્ડ 1/, મણિનગર, ગોલ્ડન સિટી પાસે, આદિપુર ખાતે.

અંજાર : મૂળ હબાયના ગં.સ્વ. શાંતાબેન પ્રતાપપુરી ગોસ્વામી (ઉ.વ. 87) (માતામા દૂધવાળા) તે સ્વ. બબુબેન સંતોકપુરી (અજેપાળ મંદિર પૂજારી)ના પુત્રવધૂ, સ્વ. હીરબાઈ પ્રધાનગર (જખૌ)ના પુત્રી, સ્વ. મુલગર પ્રધાનગર (ભુજ), સ્વ. મટુબેન તુલસીગર (સુથરી), સ્વ. પુરબાઈ લાલગર (માડવી), સ્વ. પ્રભાબેન રતનગર (ભુજ)ના નાના બહેન, સ્વ. ભાણગર પ્રેમગર (નાગોર)ના પુત્રી, સ્વ. છગનગર ભાણગર, વિશ્રામગરના બહેન, (રુખીબહેન) ધનલક્ષ્મીબેન કરશનગર (ભુજ), પ્રદીપપુરી પ્રતાપુરીના માતા, જોસનાબેન પ્રદીપપુરી, કરશનગર પ્રાગગરના સાસુ, સ્વ. કેશરબેન વેલગર (થરાવડા), સ્વ. સુદરપુરી, સ્વ. ભગવાનપુરી, સુરેશપુરી, ગણેશપુરી, સ્વ. કાંતાબેન કેશવગિરિ (અંજાર), ગુણવંતીબેન બાબુગર (કુંભારડી), વિજયાબેન જેન્તીગર (જિયાપર)ના ભાભી, સેજલ, મીત, પાર્થના દાદી, સોનલબેન હિતેષગર (મુબઈ), રૂપલબેન ગૌરવગિરિ (મુંબઈ), હરિઓમગર કરશનગર (ભુજ)ના નાની, બંસી હરિઓમગરના નાનીસાસુ, સ્વ. ખ્યાતિબેન, સ્વ. જિજ્ઞેશપુરી, યોગિનીબેન, નીતાબેન, અશ્વિનપુરી, નિલેશપુરી, નરેશપુરી, ચિરાગપુરી, અનિતાબેન, રિદ્ધિબેનના મોટીમા તા.14-1-2026ના અવસાન પામ્યા છે. બને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-1-2026ના શુક્રવારે સાંજે 4થી 5 વાગડ શ્રીમાળી સોની સમાજવાડી, માનવ હોટેલની બાજુમાં, દાદાવાદી પાસે, અંજાર ખાતે. તેરમાની વિધિ 26-1-2026ના સોમવારે.

અંજાર : ચંદ્રકાંતભાઈ હીરાલાલભાઈ મહેતા (નિવૃત્ત રેલવે ગાંધીધામ) (ઉ.વ 78) તે કુસુમબેનના પતિ, વિમલભાઈ (દેવશક્તિ એસ્ટેટ બ્રોકર), હેમાક્ષીબેન, હર્ષાબેન, અલ્પાબેન, અક્ષાબેનના પિતા, ભાવિકાબેન, ઉમેશભાઈ (ભચાઉ), સ્વ. ઉદયભાઈ (અંજાર), મેહુલભાઈ (ભુજ), શ્રીદતભાઇ (માંડવી)ના સસરા, સ્વ. કમળાબેન રતિલાલ મહેતાના જમાઈ, સ્વ. નવીનભાઈ (અંજાર), પ્રવીણભાઈ (ભુજ), મહેન્દ્રભાઈ (ભુજ), સ્વ. સુશીલાબેન, સ્વ. વીરબાળાબેન, સ્વ. સરોજબેનના બનેવી, દમયંતીબેન દીપકભાઈ પંડ્યા (રાજકોટ)ના વેવાઈ, યસ, માહી, નિયતિના દાદા, હાર્દિક, રિયા, ચિરાગ, નીતિ, ભાવનના નાના તા. 14-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-1-2026ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 ક્ષત્રિય સમજવાડી, ગાયત્રી ચાર રસ્તા પાસે, અંજાર ખાતે.

અંજાર : મૂળ રાજસ્થાનના શંકરલાલ સેસારામજી ઘાવરી (ઉ.વ. 69) તે ગં.સ્વ. લીલાબેનના પતિ, સ્વ. સુમતિબાઇ સેસારામના પુત્ર, રામપ્રસાદ, કિશનલાલ, સ્વ. જગદીશ, વસંત, સ્વ. રાજેશ, જીવીબેન મનોરજી, લક્ષ્મીબેન રતનજીના મોટા ભાઇ, પરસોત્તમ, પંકજ (પંકજ ઓટો સર્વિસ), સુનિતા રાજેશજી, અનિતા અજયજીના પિતા, સંજય, જયેશ, રાકેશ, અર્જુન, અનિલ, ભાવિકના મોટાબાપા, દૃષ્ટિ, પ્રિયાંશ, શતજીત, ઇવાન્શી, ધ્રુવના દાદા, તન્વી, વંશ, કનિક્ષા, દ્વિતીના નાના તા. 14-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-1-2026ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 રામદેવજી મંદિર પાછળ, વાલ્મીકિ ભવન, દેવળિયા નાકા, અંજાર ખાતે.

અંજાર : ભૂમિકગિરિ ગોસ્વામી (ઉ.વ. 21) તે ક્રિષ્નાબેન નીલેશગિરિના પુત્ર, સુશીલાબેન નવીનગિરિ (મૂળ વાગુરા), ચંચલગિરિ કેશવગિરિ (માધાપર), સ્વ. ચમનગિરિ કેશવગિરિ (વાગુરા), ગિરજાગિરિ કેશવગિરિ (અંજાર)ના પૌત્ર, અંજલિ, હેત્વીના ભાઇ, મનોજગિરિ, માલતીબેન મગનગિરિ (દહીંસરા), રેખાબેન અરવિંદગિરિ (અંજાર), મીતાબેન રાજુભાઇ (અંજાર)ના ભત્રીજા, ઝવેરબેન નિર્મલગિરિ (મોમાયમોરા-માંડવી)ના દોહિત્ર, પરેશગિરિ, જિજ્ઞેશગિરિ, ભારતીબેન હિરેનગિરિ (અંજાર), ગં.સ્વ. ચાંદનીબેન મનોજગિરિના ભાણેજ તા. 14-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-1-2026ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 દશનામ ગોસ્વામી વાડી, અંજાર ખાતે.

મુંદરા : ભટ્ટી કુલસુમબેન (ઉ.વ. 42) તે હુસૈન ભટ્ટીના પત્ની, સિરાજ, રહીમના માતા, મ. ઇસ્માઇલના પુત્રવધૂ, જુસબના ભાભી, ફકીરમામદ સરકી (હોટેલવાળા)ના ભાણેજવહુ, સરકી ઇબ્રાહિમ ઉમર (રામાણિયા)ના પુત્રી, ઇમરાન, અકબરના બહેન તા. 13-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-1- 2026ના શુક્રવારે સવારે 10થી 11 શેરી નં. 6, મહેશનગર, મુસ્લિમ જમાતખાના, નૂરાની મસ્જિદ પાસે, મુંદરા ખાતે.

મુંદરા : લક્ષ્મીબેન ભાવનભાઈ ધેડા તે ભાવનભાઈ હાજીભાઈના પત્ની, સુમારભાઈ, લધુભાઈ, સુરેશભાઈના ભાભી, પરેશના માતા, પ્રતીક્ષાબેનના સાસુ, પૂનમના દાદી તા. 13-1-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ છે.

મુંદરા : થેબા હાજી અલીમામદ હારુન (નિવૃત્ત એસ.ટી.) (ઉ.વ. 79) તે થેબા હાજી અબુબકર, મ. ફકીરમામદના મોટા ભાઇ, સલીમ, શકીલ, આશિફના પિતા, હાજી સમીર, ફરહાનના મોટાબાપા, આરબ મહેમૂબ દાઉદ (ભુજ)ના સસરા, નોડે દાઉદ ઇબ્રાહિમના સાળા, શિકારી આદમ (ભુજ)ના જમાઇ, શિકારી હારુન, કાસમ, મ. અફસર, હાજી, સલીમના બનેવી તા. 15-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-1-2026ના શનિવારે સવારે 10થી 11 કાંઠાવાળા નાકા, મુસ્લિમ જમાતખાના ખાતે.

મુંદરા : મૂળ મલહટી કોલકાતાના ગિરિનારાયણ બ્રાહ્મણ ગં.સ્વ. ચંદ્રકલાબેન બળવંતરાય વ્યાસ (ઉ.વ. 81) તે સ્વ. પ્રભાશંકર વલ્લભજીના પુત્રવધૂ, ગં.સ્વ. બકુલાબેનના જેઠાણી, સ્વ. રમેશભાઇ, સ્વ. મંગલભાઇ, સ્વ. ચંદ્રકલાબેન (અમદાવાદ), સ્વ. માયાબેન (મુંદરા), સ્વ. અરૂણાબેન (મુંદરા), ગં.સ્વ. જયાબેન (લાખોંદ)ના ભાભી, પ્રકાશ, સ્વ. ઉદય, અર્ચનાના કાકી, નિશાના કાકીજી, સ્વ. મણિકાન્ત ભાઇલાલ અધિકારી (મુંદરા)ના પુત્રી, ગં.સ્વ. જયશ્રીબેન પ્રફુલભાઇ અધિકારી, સ્વ. યોગિનીબેન રશ્મિકાંત અધિકારી, સીતાબેન નિહાલભાઇ અધિકારી, પ્રતિમાબેન ભરતભાઇ અધિકારીના નણંદ, સ્વ. ભારતીબેન (માંડવી), નીરુબેન (દહીંસર)ના બહેન તા. 14-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-1-2026ના સાંજે 4.30થી 5.30 ગિરિનારાયણ જ્ઞાતિ બ્રહ્મપુરી, મુંદરા ખાતે.

માધાપર (તા. ભુજ) : ગોપાલાસિંઘ બાબાસિંઘ રાજલાણા (ઉ.વ. 52) (મેનેજર-કે.ડી. મોટર્સ-ભુજ) તે સુબીનાબેન (બબલીબેન)ના પતિ, યશ, પ્રિયાના પિતા, અજિતાસિંઘ, રણજિતાસિંઘ, ભરતાસિંઘના ભાઈ તા. 13-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-1-2026ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 નારાયણવાડી, ક્ચ્છમિત્ર કોલોનીની બાજુમાં, જી.ઇ.બી. ઓફિસ સામે, માધાપર ખાતે.

મિરજાપર (તા. ભુજ) : મૂળ સણોસરાના કરમશી મેરૂ રબારી (ઉ.વ. 86) તે જશીબેનના પતિ, સ્વ. હીરા, ભીખાભાઇ, કાનાભાઇ, વિજુબેન લાખાભાઇ, મોગીબેન હભુભાઇ, લાછુબેન હીરાભાઇ, નામાબેન વંકાભાઇ, ચંપાબેન સોમાભાઇના પિતા, દેવીબેન, લીલાવંતીબેન, કાઉબેનના સસરા, શૈલેષ, મનીષ, અર્જુન, વિક્રમ, શીતલ, હીના, કૃપા, ધારાના દાદા તા. 14-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન સહજાનંદ નગર, મિરજાપર ખાતે.

ભુજોડી (તા. ભુજ) : મૂળ ગડાના રબારી વેરશીભાઈ જગમાલભાઈ કરમટા (ઉ.વ. 75) તે સ્વ. હીરાભાઈ જગમાલભાઈના નાના ભાઈ, ભચીબેનના પતિ, સ્વ. કલાભાઈ, વલુબેનના પિતા, સ્વ. દેવજીભાઈ હીરાભાઈ, રવજીભાઈ હીરાભાઈ, દેવશીભાઈ પાલા, રવજીભાઈ પાલાના કાકા, પ્રવીણભાઈ, સંજયભાઈ, ભરતભાઈ, જગદીશભાઈ, રામભાઈના દાદા તા. 13-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા નિવાસસ્થાન ભુજોડી ખાતે. આગરી તા. 23-1-2026ના તથા ઘડાઢોળ તા. 24-1-2026ના.

ભુજોડી (તા. ભુજ) : મૂળ રામવાવના કલાવતી મનસુખલાલ મહેતા (ઉ.વ. 79) તે મનસુખલાલ ગોવિંદજીના પત્ની, સ્વ. ભચીબેન ગોવિંદજીના પુત્રવધૂ, લીલાબાઇ ચૂનીલાલ વાઘમારેના પુત્રી, ચંચળબેન ખંડોર, સ્વ. વિપુલાજી મહાસતીજી, રંજનબેન બોરીચા, અરવિંદભાઇ, પ્રવીણાબેન મહેતાના ભાભી, અનિલાબેનના જેઠાણી, ધારા, ઉમંગી, શ્વેતા, ભવ્યના મોટાબા તા. 14-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા કે લૌકિક વ્યવહાર રાખેલ નથી.

માનકૂવા (તા. ભુજ) : પ્રભાબેન વૃજલાલ વોરા (ઉ.વ. 73) તે સ્વ. વૃજલાલ નરશી વોરા (પૂર્વ મહામંત્રી કચ્છ જિલ્લા ભાજપ, પૂર્વ પ્રમુખ માકપટ જૈન ગુર્જર સમાજ)ના પત્ની, સ્વ. રંભાબેન નરશી વોરાના પુત્રવધૂ, સ્વ. નારાણજી હરજી શાહના પુત્રી, દિવ્યભાઇ, ચેતનાબેન, ચંદ્રાબેન, તરુણાબેનના માતા, શીતલબેન, વિજયભાઇ, સમીરભાઇ, જયેન્દ્રભાઇના સાસુ, ધીરજલાલ, સ્વ. માનવંતીબેન, વનિતાબેન, નિર્મળાબેન, સુશીલાબેન, ધનવંતીબેન, ઉષાબેન, હેમલતાબેન, દક્ષાબેનના ભાભી, સ્વ. ચંદ્રિકાબેનના જેઠાણી, નિર્મળાબેનના નણંદ, સ્વ. વીણાબેન, સ્વ. કિશોરભાઇ, લીલાબેન, ચંદનબેનના બહેન, મહેંક, જિજ્ઞા, મોહિની, વૈશાલીના મોટાબા, તત્ત્વ, ટિવશા, નમ્ર, સ્વરના દાદી, રિયા જૈકિલ શાહ, વેનિલ, રોનક, ધ્વની જીત શાહ, ધૈર્ય, રમ્યના નાની, મયૂર, પરેશ, લગ્નેશ, ભાવિનીના ફઇ તા. 15-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-1-2026ના શુક્રવારે બપોરે 3.30થી 4.30 લક્ષ્મીનારાયણ સમાજવાડી, જૈન દહેરાસરની પાસે, જૂનાવાસ, માનકૂવા ખાતે.

આણંદસર-મંજલ (તા. ભુજ) : દેવજીભાઇ પ્રેમજીભાઇ ભાવાણી (માજી સરપંચ) (ઉ.વ. 93) તે સ્વ. હીરાબેન પ્રેમજીના પુત્ર, સ્વ. ગંગાબેનના પતિ, કાન્તિભાઇ, મંજુબેન (રત્નાગિરિ), ત્રિભુવનભાઇ, સીતાબેન (આણંદપર), ચંદ્રિકાબેન (માનકૂવા)ના પિતા, ભાનુબેન, સ્વ. રસીલાબેન, રમેશભાઇ, સંતોષભાઇ, વિનોદભાઇના સસરા, પ્રફુલ, ધર્મેન્દ્ર, વીણાબેન, રીના, કોમલ, ગીતા, ભાવના, કિરણ, સાધનાના દાદા, વિમળાબેન, અર્ચનાબેનના દાદાસસરા, પરાગ, અંજલિ, ઉર્વી, બંસી, હેતના પરદાદા તા. 14-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-1-2026ના શુક્રવારે સવારે 8થી 11.30 લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી ખાતે.

જાંબુડી (તા. ભુજ) : પેથાભાઇ મનજીભાઇ ખરેટ (ઉ.વ. 85) તે સ્વ. લખમાબેનના પતિ, સ્વ. જખુભાઇ દાનાભાઇ મંગરિયાના જમાઇ, પચાણભાઇ, રમેશભાઇ, કાંતાબેન સુમારભાઇ કુડેચા, મેઘાબેન ખીમજી સંજોટ, ડાઇબેન નાથાલાલ સંજોટ, રામીબેન સવજી ઓઢાણા, ધનીબેન અરજણ ઓઢાણાના પિતા, વાસંતીબેન, નામાબેનના સસરા, સ્વ. નારાણભાઇ ખરેટના મોટા ભાઇ, સ્વ. વીરબાઇના જેઠ, સ્વ. ખેતાભાઇ, લાલજીભાઇ, દામજીભાઇ, મણિલાલભાઇના મોટાબાપા, હીરાબેન, ધનીબેન, પાલીબેન, પાનુબેનના મોટા સસરા, પાયલ, હિતેષ, સંજય, દીપ્તિ, આરાધ્યાના દાદા તા. 15-1-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ આગરી તા. 16-1-2026ના તથા પાણી (ઘડાઢોળ) તા. 17-1-2026ના નિવાસસ્થાન જાંબુડી ખાતે.

કિડાણા (તા. ગાંધીધામ) : પૂંજા વીરા દાફડા (ઉ.વ. 58) તે લક્ષ્મીબેનના પતિ, અશોક, રામજી, માતબાઇ, ગીતાબેનના પિતા, આશાભાઇ, આતુભાઇ, ડાઇબેનના ભાઇ, મીણાબાઇ કાળુ પારિયા (ખંભરા)ના ભત્રીજા, પ્રેમજી સૂર્યા, ઇશ્વર ડોરુના સસરા, માવજી ઉટિયા (ધાણેટી)ના સાળા તા. 13-1-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ છે. નિવાસસ્થાન જૂની સુંદરપુરી ગરબી ચોક પાસે, ગાંધીધામ.

મઉં મોટી (તા. માંડવી) : સમા રહિમાબાઈ (ઉ.વ. 80) તે મ. ઓસમાણ સમાના પત્ની, અસલમ જુસબ સમાના પાલક માતા, મ. જુસબ ગાભા, મ. આમદ ગાભા, મ. હુસૈન ગાભા, સાલેમામદ ગાભા સમાના મામી, મ. સિદિક કાતિયાર (પોલડિયા)ના બહેન, જુસબ કાતિયાર (પોલડિયા)ના સાળી તા. 15-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-1-2026ના રવિવારે સવારે 10.30થી 11.30 અસલમ જુસબ સમાના નિવાસસ્થાન પાટવાડી, મફતનગર, બસ સ્ટેશનની બાજુમાં, મઉં મોટી ખાતે.

ગુંદિયાળી-શેખાઈબાગ (તા. માંડવી) : રમેશ શંકરજી વ્યાસ (ઉ.વ. 71) તે સ્વ. જવેરબેન શંકરજી દામોદર વ્યાસના પુત્ર, સાવિત્રીબેનના પતિ, દિનેશ, ચેતનના પિતા, સ્વાતિબેન, શ્વેતાબેનના સસરા, ગૌરીશંકર, પ્રેમિલાબેન શિવશંકર જોશી, નારાણ (પપ્પુ), નવીનના મોટા ભાઈ, અનસૂયાબેન, સુનિતાબેનના જેઠ, હરેશ (શાંતિ), નિશાબેન વિપુલ મોતા, સ્વ. કેતન, વિરાજ, જીનયના કાકા, માધવીબેન (ટીના)ના કાકાજી સસરા, હેત, ક્રિશ, દેવાંશના દાદા, સ્વ. દમયંતીબેન ખીમજી વ્યાસ, સ્વ. નાનબાઈ, સ્વ. દેવકાબેન, ગં.સ્વ. લક્ષ્મીબેન, ગં.સ્વ. સાકરબેનના ભત્રીજા, સ્વ. રાજેશ, પરેશ (પોપટ), સ્વ. રસિક, લક્ષ્મીબેનના કાકાઈ ભાઈ, ગં.સ્વ. વિમળાબેન, લક્ષ્મીબેન,  ગં.સ્વ. પુષ્પાબેનના કાકાઈ જેઠ, સ્વ. મમીબાઇ દયારામ બોડાના દોહિત્ર, સ્વ. ગંગાબેન જીવરામ વિશનજી મોતા (બાગ)ના જમાઈ, લધાશંકર, અમૃતલાલ, સ્વ. પાર્વતીબેન, ગં.સ્વ. નિમુબેન, ગં.સ્વ. વેજબાઈ, બચુભાઈના બનેવી, ધનબાઈ, ચંદ્રિકાબેનના નણદોયા, સ્વ. પ્રેમજી જોશી, સ્વ. જીવરામ વ્યાસ, સ્વ. બાબુલાલ પેથાણી, પરસોત્તમ વ્યાસના સાઢુભાઈ, હિરેન, દયારામ, આનંદ, મુકેશ, મોનિકાના ફુવા તા. 14-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 16-1-2026ના શુક્રવારે 3થી 5 રાજગોર સમાજવાડી, શેખાઇબાગ, ગુંદિયાળી ખાતે.

બાગ (તા. માંડવી) : મણિબેન મેઘજી માકાણી (ઉ.વ. 92) તે સ્વ. મેઘજી રામજીના પત્ની, સ્વ. હીરબાઇ રામજીના પુત્રવધૂ, પ્રભુલાલ, સાવિત્રીબેનના માતા, નર્મદાબેન અને લાલજીભાઇના સાસુ, સ્વ. વિશનજી, સ્વ. વાલજી, સ્વ. લક્ષ્મીબેન માવજીના ભાઇના પત્ની, સ્વ. શાંતાબેન, કંકુબેનના દેરાણી, ભાવિનીબેન, વિરલભાઇ, હેતલબેન, પ્રિયાબેન, શીતલબેનના દાદી, ઉમિયાશંકર, પ્રીતિબેન, પ્રદીપભાઇ, હાર્દિકભાઇ, પુનિતભાઇના દાદીસાસુ, ધર્મેશભાઇ, દિવ્યાબેન, રાજુભાઇના નાની, આર્ય અને ભવ્યના પરદાદી, સ્વ. હાંસબાઇ મૂળજી પુંજા (બાગ)ના પુત્રી, સ્વ. મણિશંકર, સ્વ. કરસનજી, સ્વ. હીરબાઇ, સ્વ. ઝવેરબાઇના બહેન, સ્વ. રાધાબેન, ગં.સ્વ. જયાબેનના નણંદ, સ્વ. હરિશંકર, લીલાધર, સ્વ. વિઠ્ઠલદાસ, અરવિંદભાઇ, નીતિનભાઇ, પ્રવીણભાઇ, સ્વ. કસ્તૂરબેન, સ્વ. રંજનબેન, લીલાવંતીબેન, રસીલાબેન, જ્યોતિબેન, શોભાબેનના કાકી તા. 15-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-1-2026ના બપોરે 3થી 5 નિવાસસ્થાન બાગ-પીપરી રોડ ખાતે.

જખણિયા (તા. માંડવી) : શામજીભાઇ મેઘજીભાઇ ઓડિચ (ઉ.વ. 87) તે કમલેશભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, નીલેશભાઇ, દક્ષાબેન રાજેશ જોષી (ઝરપરા)ના પિતા તા. 14-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-1-2026ના શુક્રવારે બપોરે 3થી 5 કમલેશ જોષીના નિવાસસ્થાને જખણિયા ખાતે.

કુંભારવાડા-મસ્કા (તા. માંડવી) : કુંભાર જાફર કાસમ (લશ્કરી) (ઉ.વ. 87) તે મ. હાજી યાકુબ, મ. સાલેમામદ તથા ઓસમાણના ભાઈ, મોહમ્મદરફીક તથા આમદના પિતા, હારુન (રતાડિયા), દાઉદ (રતાડિયા), ઈબ્રાહિમ (ટુંડા)ના સસરા, ફારૂક, ફૈઝાનના દાદા તા. 14-1-2026ના અવસાન પામ્યા છે. વોયઝ-જિયારત તા. 17-1-2026ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન ફીરદોશ મસ્જિદ પાસે, કુંભારવાડા, મસ્કા ખાતે.

નવીનાળ : મ.ક.સ.સુ. ચંદ્રકાન્ત દામજી પરમાર (ઉ.વ. 50) તે સ્વ. લક્ષ્મીબેન સામજી મૂરજીના પુત્ર, સ્વ. માલતીબેનના પતિ, રમણીક, વશનજી, સ્વ. નવીન, રમેશ, સ્વ. જયેશ, સ્વ. શાંતાબેન નવીનચંદ્ર (માંડવી), ગં.સ્વ. મધુબેન જગદીશભાઇ (ભાંડુપ), ભાવનાબેન મહેશભાઇ (અંજાર)ના ભાઇ, રમીલાબેન, સ્વ. ઉષાબેન, સ્વ. ભારતીબેન, ચેતનાબેનના દિયર, નરેશ, સંદીપ, સ્વ. મેહુલ, જેનિષ, મનીષાબેન હિરેન (નાના ભાડિયા), ઉમેશ, અમિત, ડેવલબેન જયભાઇ (ભુજ), બિંદિયાના કાકા, નિપાબેન, કવિતાબેન, શીતલબેનના કાકા સસરા, પ્રિયાંક, રિંકેશ, સ્વ. યોગેશ, રવિ, હેતલના મામા, મિતાંશ, મિતાંશી, ક્રિશિકા, પ્રિયાંશી, પ્રથમના દાદા, સ્વ. હેમરાજ શામજી (ફરાદી)ના ભાણેજ તા. 13-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-1-2026ના શુક્રવારે બપોરે 3થી 4 જૈન મહાજનવાડી, નવીનાળ ખાતે.

ભારાસર : મૂળ નલિયા તથા સાંયરા (યક્ષ) ગં.સ્વ. મીનાબેન ચંદ્રકાન્ત પંડયા (ઉ.વ. 68) તે સ્વ. ચંદ્રકાન્ત નાનાલાલ પંડયાના પત્ની, સ્વ. દર્શના, ભરત પંડયાના માતા, ફાલ્ગુની પંડયા, હિરેન જોષીના સાસુ, સ્વ. રમેશચંદ્ર એન. પંડયાના નાના ભાઇના પત્ની, મુકેશભાઇ પંડયાસ્વ. હીરાગૌરીબેન દવે, સુશીલાબેન જોષી, હેમલતાબેન રાવલ, ઇન્દિરાબેન દવેના ભાભી, ગં.સ્વ. નિર્મળાબેન પંડયાના દેરાણી, પ્રતિમાબેન પંડયના જેઠાણી, રુદ્ર, દ્વિજાના દાદી, યશ, દક્ષના નાની, અર્ચના, હેતલ, નિરાલી, બિંદુ, કિશનના કાકી, કમળાબેન એન. પંડયાના પુત્રવધૂ, સ્વ. વિમળાબેન વૃજલાલ વ્યાસ (મૂળ રોહા હાલે રતનાલ)ના પુત્રી, ખરાશંકરભાઇ, હરેશભાઇ, સ્વ. પરેશભાઇ, તરુલતાબેન અજિતભાઇ પંડયા, જ્યોત્સનાબેન જશવંતરાય પંડયા, ચંદ્રિકાબેન ભાસ્કરભાઇ મહેતાના બહેન, સ્વ. ચંપાબેન, ગં.સ્વ. પ્રજ્ઞાબેન વ્યાસના નણંદ તા. 15-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું બેસણું તા. 17-1-2026ના શનિવારે સાંજે 4થી 5 લક્ષ્મીનારાયણ સમાજવાડી, સાંયરા (યક્ષ) ખાતે.

રવાપર (તા. નખત્રાણા) : મૂળ બૈયાવોના જાડેજા ભાવસંગજી માધુભા (ઉ.વ. 55) તે સ્વ. માધુભા તેજમાલજીના પુત્ર, હમીરજી તેજમાલજી, જીલુભા તેજમાલજીના ભત્રીજા, સ્વ. ભોજુભા, ધીરુભા, મહિપતસિંહ, લખુભાના મોટા ભાઇ, રામસંગજી, કરશનજી, સજુભા, નરપતસિંહના કાકાઇ ભાઇ, કરણસિંહ, હાર્દિકસિંહના પિતા, જીવણજી દાજીજી (ગોવ)ના જમાઇ તા. 14-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને. ધાર્મિકવિધિ ઘડાઢોળ તા. 20-1-2026ના.

મોટી ધુફી (તા. અબડાસા) : જાડેજા જેઠુભા (ઉ.વ. 63) તે સ્વ. જીલુભા કારુભાના પુત્ર, સ્વ. આશુભા, દેવુબા બબભા ચાવડા (જડોદર), વસુબા જસુભા ચાવડા (જડોદર), નાનીબા હરભમજી રાઠોડ (સાંયરા યક્ષ), પવનબા વિજયસિંહ પઢિયાર (જામનગર)ના ભાઇ, જિગરસિંહ, ધીરજબા બળવંતસિંહ પઢિયાર (નિરોણા), હેતલબા દિશુભા ચાવડા (જડોદર), દર્શનાબા, પૂજાબાના પિતા, બુધુભા, સ્વ. લાખુભા, સ્વ. સતુભા, સ્વ. ગોડજીભાના ભત્રીજા, સ્વ. રાઠોડ રામસંગજી, સ્વ. બુધુભા રાઠોડ (દેવપુર-ગઢ)ના ભાણેજ, સ્વ. માધવસંગ નથુજી સિંગચ (જામનગર)ના જમાઇ, વંશિકાબા, પ્રિયાંશીબાના દાદા તા. 15-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન મોટી ધુફી ખાતે.

ડેડરવા : બચુબેન પોપટનાથ ગુંસાઇ (ઉ.વ. 95) તે સ્વ. પોપટનાથ રવિનાથ ગુંસાઇના પત્ની, કાળુગર ગોસ્વામી (રાપર)ના પુત્રી, લશુનાથ પોપટનાથ, ભાનુબેન, નિમુબેનના માતા, માહી, ક્રિષા, મયંકના દાદી, સ્વ. સોમનાથ મોહનનાથ, પ્રભુનાથ મોહનનાથ, ઇશ્વરનાથ વલમનાથના કાકી, સુશીલાબેન લશુનાથ, ભગવાનપુરી શંકરપુરી (વણોઇ), છગનપુરી ભુરાપુરી (જાટાવાડા)ના સાસુ, મણિબેન સોમનાથ, ભાનુબેન પ્રભુનાથ, સ્વ. કલાબેન ઇશ્વરનાથના કાકીસાસુ તા. 13-1-2026ના અવસાન પામ્યા છે. લોકાચાર તથા શક્તિ પૂજન તા. 19-1-2026ના સોમવારે નિવાસસ્થાને.

રાજકોટ : ચંદ્રેશભાઇ ગોપાલદાસ સોનેજી (અજંતા પ્રિન્ટર્સ) તે ચેતનભાઇના મોટા ભાઇ, પ્રીતિ શૈલેષકુમાર દોશીના પિતા, કોમલબેનના પતિ તા. 14-1-2026ના અવસાન પામ્યા છે.

મુલુંડ (મુંબઇ) : મૂળ લોડાઇના ગં.સ્વ. મીનાબેન (હીરાબેન) (ઉ.વ. 83) તે મોંગીબાઇ મૂલજી ગાપાલજી પોપટના પુત્રવધૂ, સ્વ. મોહનલાલ મૂલજી ગોપાલજી પોપટના પત્ની, સ્વ. મુલાબેન રામજી જુઠાભાઇ ગણાત્રાના પુત્રી, સ્વેતાબેન જિજ્ઞેશભાઇ ઠક્કર, સ્વ. બિપિન, મિતેષ, યોગેશના માતા, અમિતા, વૈશાલીના સાસુ, કામાક્ષી, ધ્રુવ અને વ્યોમના નાની-દાદી, મહેન્દ્ર ઓધવજી, ગિરીશ ઓધવજી, સ્વ. જ્યોતિબેન હરીશભાઇ, ગં.સ્વ. કુસુમબેન કીર્તિભાઇ અનમના કાકી તા. 13-1-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

વિલાપાર્લે (મુંબઇ) : મૂળ ખેડોઇના વીશા ઝારોડા વૈષ્ણવ વણિક હર્ષાબેન જિતેન્દ્ર શેઠ (ઉ.વ. 62) તે જિતેન્દ્ર નટવરલાલ શેઠના પત્ની, નટવરલાલ ગલાલચંદ અને સ્વ. વસંતબેનના પુત્રવધૂ, અશ્વિનભાઇ, વલ્લભભાઇના ભાઇના પત્ની, રેણુકા અશ્વિનભાઇના દેરાણી, દીપા વલ્લભાઇના જેઠાણી, મિતાબેન મિનેશભાઇના ભાભી, હિરલ, માનસી, અનુશ્રીના માતા, રાહીલ શૈલેશભાઇ ગાંધીના સાસુ, કસ્તૂરબેન અને સ્વ. બાબુભાઇ નરભેરામ શાહના પુત્રી, જયેન્દ્રભાઇ, મહેશભાઇ, યોગેશભાઇ શાહના બહેન તા. 14-1-2026ના અવસાન પામ્યા છે.  બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-1-2026ના સાંજે 5થી 6.30 આજીવાસન હોલ, એસએનડીટી વિમેન્સ યુનિવર્સિટીની બાજુમાં, જુહુ રોડ, સાંતાક્રૂઝ વેસ્ટ ખાતે. 

Panchang

dd