• બુધવાર, 16 જુલાઈ, 2025

અવસાન નોંધ

ભુજ : મારૂ કંસારા સોની નીતિન હેડાઉ (ઉ.વ. 62) તે સ્વ. દિવાળીબેન નરસિંહ માવજીના પૌત્ર, સ્વ. ચંચળબેન અમૃતલાલના પુત્ર, ગીતાબેનના પતિ, ભાવિની, જુલી, પ્રતીક, જિગરના પિતા તા. 13-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-7-2025ના બુધવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, છછ ફળિયા, ભુજ ખાતે.

ભુજ : રમજાન તમાચી નોડે (ઉ.વ. 17) તે અશરફ રમજાન અને જુમા રમજાનના ભત્રીજા, અમીન હાસમના ભાણેજ, તમાચી રમજાનના પુત્ર તા. 14-7-2025ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 15, 16 તેમજ 17-7-2025 (ત્રણ દિવસ) એરપોર્ટ રોડ, ગાંધીનગરી, ભુજ ખાતે.

અંજાર : રાયમા હારુન (ઉ.વ. 54) તે જુમા રાધા (ભુજપુર)ના પુત્ર, ઇમરાનના પિતા, મ. ફકીરમામદ, મ. રમજાનના ભાઇ, મ. ઓસમાણ, મ. મામદ (બુઢારમોરા)ના કાકાઇ ભાઇ, સલીમ, અયુબ, લાલમામદ, જુમા, રફીકના કાકા, વલીમામદ હમીર (આદિપુર)ના જમાઇ, આદમ રજાક (અંજાર)ના સસરા તા. 14-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-7-2025ના ગુરુવારે સવારે 10થી 11 ભાઇઓ માટે તુરિયા મસ્જિદ, તુરિયાવાડ તથા બહેનો માટે નિવાસસ્થાને ક્રિષ્નાનગર, વીડી રોડ, અંજાર ખાતે.

અંજાર : રાઠોડ હિમાંશુ (ઉ.વ. 22) તે પ્રેમિલાબેન તથા મહેશભાઇના પુત્ર, સ્વ. દાનાભાઇ હરજી, નરશીભાઇ, રાજાભાઇ, ભાણજીભાઇ, સ્વ. નાનજીભાઇના પૌત્ર, મીતના નાના ભાઇ, ભાણીબેન તથા પચાણભાઇ જખુભાઇ દાફડા (દયાપર)ના દોહિત્ર, દેવીબેન ભગવાનદાસ વાઘેલા (કોટડા-જ.), અમૃતબેન ગોપાલ વાઘેલા (જતાવીરા)ના ભત્રીજા તા. 15-7-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 18-7-2025ના સવારે 11 વાગ્યે નિવાસસ્થાને શ્યામનગર-1, બંસી વિલા પાછળ, આદિપુર રોડ ખાતે.

આદિપુર : મૂળ મોટી હમીરપર (રાપર)ના સાધુ શાંતિદાસ દયારામ (ઉ.વ. 80) તે હીરાબેનના પતિ, સ્વ. સાધુ તુલસીદાસ, સ્વ. પુરુષોત્તમદાસ, સ્વ. નર્મદાબેન (કુંભારડી), દેવુબેનના ભાઇ, સાધુ દેવીદાસ (વાંઢિયા, તા. ભચાઉ)ના જમાઇ, નવલરામ, નરભેરામ, ઘનશ્યામદાસના બનેવી, સાધુ ચત્રભુજ (કંથકોટ)ના ભાણેજ, સ્વ. ઇશ્વરદાસ, સ્વ. દ્વારકાદાસ, જાનકીદાસ, અરવિંદકુમાર, વિનોદકુમાર, દિલીપદાસ, સ્વ. કીર્તિદાસના કાકા, સ્વ. મહેશકુમાર, રૂપેશ, અશ્વિન, અમૃતભાઇના પિતા, કલ્પેશ, નીલેશ, ભાવના, ધર્મિષ્ઠા, શોભના, કિશન, સાહિલ, ભાવિકના દાદા તા. 14-7-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર તા. 18-7-2025ના શુક્રવારે નિવાસસ્થાન રિલાયન્સ સોસાયટી, 4/બી, મકાન નં. 10, આદિપુર ખાતે.

માધાપર (તા. ભુજ) : અનસૂયાબેન નરોત્તમભાઇ આણદાણી (સલાટ) (ઉ.વ. 75) તે હિરેન, પારસ, સ્વ. જિજ્ઞેશના માતા, તેજસ, ધ્રુવ, પાર્થ, જય, રિશી, યશ, તનિશાના દાદી તા. 14-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-7-2025ના બુધવારે સાંજે 5થી 6 સલાટ સમાજવાડી, દાંડીવાળા હનુમાન પાસે, ભુજ ખાતે.

ઢોરી (તા. ભુજ) : કંકુબેન હરિભાઇ રાણા મેરિયા મજાણી (ઉ.વ. 43) તે સ્વ. મેરિયા હરિભાઇ રાણા મજાણીના પત્ની, સાહિલ અને સુજલના માતા, મેરિયા રૈયાબેન રાણા સવા મજાણીના પુત્રવધૂ, ધીરજ રાણા અને અરવિંદ રાણાના મોટા ભાભી, શેખવા સમીબેન લખમણ જીવા (કુનરિયા)ના પુત્રી, શેખવા ભૂરાભાઇ લખમણના મોટા બહેન, સવિતાબેન ધીરજ અને રાધાબેન અરવિંદના જેઠાણી, જીનલ, આરોહી, આરવીના મોટીમા તા. 14-7-2025ના અવસાન પામ્યા છે. પુષ્પાંજલિ-પ્રાર્થનાસભા તા. 19-7-2025ના શનિવારે સવારે 6થી 9 નિવાસસ્થાન ઢોરી ખાતે.

લાખોંદ (તા. ભુજ) : મૂળ પદ્ધરના (લાખોંદ જીવાસર હનુમાનના પૂજારી) સુંદરગર (ઉ.વ. 75) તે ભાણબાઈબેન બેચરગરના પુત્ર, હેમલતાબેનના પતિ, સ્વ. તુલસીગર, સ્વ. મોહનગર (ભચાઉ), મંગલગર (અંજાર), સ્વ. મંજુલાબેન ધર્મનાથના ભાઈ, સ્વ. અમૃતબેન, ગં.સ્વ. ગોદાવરીબેનના દિયર, તારાબેનના જેઠ, ગં.સ્વ. મનીષાબેન, ગં.સ્વ. પ્રવીણાબેન, સ્વ. કિરણગિરિ, અમિતગિરિના પિતા, સ્વ. મહેશગિરિ (માંડવી), સ્વ. અરાવિંદગિરિ (હિંગરિયા)ના સસરા, હરિગિરિ, સ્વ. ભરતગિરિ, શોભનાબેન, સ્વ. ભાવનાબેન, કાંતિગિરિ, સ્વ. વર્ષાબેન, ઉષાબેન, જયેશગિરિ (ભચાઉ)ના કાકા, રેખાબેન, સ્વ. જાગૃતિ, ભારતીના મોટાબાપા, ઉર્મિલાબેન, રંજનબેન, મીનાક્ષીબેનના કાકાજી સસરા, સ્વ. મંગલગર શિવગર (કુંદરોડી)ના જમાઈ, કૈલાશગર, લક્ષ્મણગર, નવીનગર, અતુલગર (કુંદરોડી)ના બનેવી, સ્વ. શિવગર (ગાંધીધામ), સ્વ. કેશવગિરિ, સ્વ. ખીમગિરિ, સ્વ. મોતીગિરિ (ભચાઉ મઠ), સ્વ. કંકુબેન નારણભારથી (મમુઆરા), સ્વ. કાશીબેન બેચરગર (ભચાઉ)ના ભાણેજ તા. 13-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-7-2025ના ગુરુવારે સાંજે 4થી 5 જીવાસર હનુમાન મંદિર, લાખોંદ ખાતે. શંખઢોળ અને પૂજન તા. 25-7-2025ના શુક્રવારે નિવાસસ્થાને.

દેશલપર-વાંઢાય (તા. ભુજ) : બાબુભાઇ ભચુભાઇ ઠાકોર (ઉ.વ. 60) તે જશોદાબેનના પતિ, હીરાબેન અને બચુભાઇ આબુભાઇના પુત્ર, ભાવેશ, મુકેશ, સ્વ. રાજાના પિતા, મીત, અરૂણ, રુદ્રના દાદા, બાબુલાલ આરબ કોલી (ભારાસર)ના જમાઇ તા. 15-7-2025ના અવસાન પામ્યા છે. તા. 20-7-2025ના આગરી તથા જાગરણની રાત, તા. 21-7-2025ના પાણી દેવાનું નિવાસસ્થાન કોલીવાસ, દેશલપર-વાંઢાય ખાતે.

કિડાણા (તા. ગાંધીધામ) : ભટ્ટ ધનજીભાઇ (ઉ.વ. 65) તે સ્વ. કુંવરબેન નરશીભાઇ ભટ્ટના પુત્ર, કમળાબેનના પતિ, રાજેશ, સુનિતાબેન જિગરભાઇ રાસ્તેના પિતા, જયશ્રીબેનના સસરા, પ્રગતિ, કુશલના દાદા, અશ્વિનભાઇ, સ્વ. હરિલાલભાઇ, જેન્તીભાઇ, સ્વ. દમયંતીબેન, ઉર્મિલાબેનના ભાઇ, સ્વ. લીલાધર મોરારજી છત્રે (મેઘપર બોરીચી)ના જમાઇ તા. 15-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-7-2025ના ગુરુવારે સાંજે 4થી 5 આહીર સમાજવાડી, કિડાણા ખાતે.

મોટી રાયણ (તા. માંડવી) : લીલાબેન રવિલાલ સેંઘાણી (ઉ.વ. 69) તે સરસ્વતીબેન, મહેન્દ્રભાઈ, રસીલાબેન અને જિતેન્દ્રભાઈના માતા, કિશોરભાઈ રામાણી (બિદડા), રાધાબેન મહેન્દ્રભાઈ સેંઘાણી, રમેશભાઈ (ગોધરા), કલ્પનાબેન જિતેન્દ્રભાઈ સેંઘાણીના સાસુ, આરતી, સોનુ, પ્રતીક્ષા, કિરણ, કુશના દાદી, શિલ્પ લીંબાણીના દાદીજી, કસ્તૂરબેન શામજી રંગાણી (દરશડી), સ્વ. મંગળાબેન હીરાલાલ પોકાર (મુંબઈ), અમૃતભાઈ, દામજીભાઇ, રૂક્ષ્મીબેન શિવજી માકાણી (બિદડા), રમણભાઈના ભાભી, કાનજીભાઈ શિવદાસ વાસાણી (ગંગાપર હાલે ગાંધીધામ)ના પુત્રી, મગનભાઈ, શાંતિભાઈ, હરેશભાઇ, ભાનુબેન જેન્તી ધોળુ (મુંબઈ), ઈશ્વરભાઈના બહેન તા. 14-7-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 16-7-202પના બુધવારે સવારે 8થી 11 અને બપોરે 3થી પ રાયણ લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી, મોટી રાયણ ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : હાલે થાણે (મુંબઇ) પટેલ જયાબેન મણિલાલ ઉકાણી (ઉ.વ. 68) તે મણિલાલ ધનજી વાલજીના પત્ની, પીયૂષભાઇ, ચિંતનભાઇના માતા, દમયંતીબેન વિશનજી પોકાર, કિશોરભાઇ, સ્વ. ચંદ્રિકાબેન, જતિનભાઇના મોટા ભાભી, સ્વ. ભીમજી ગોપાલ ભગત (દેશલપર હાલે ડોમ્બીવલી)ના પુત્રી, આર્ય અને આરતના દાદી તા. 14-7-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 16-7-2025ના સવારે 8.30થી 11.30 નવાવાસ પાટીદાર સમાજવાડી ખાતે.

મસ્કા (તા. માંડવી) : જામનગર નિવાસી દિનકરરાય જે. દવે (ઉ.વ. 79) (નિવૃત્ત કર્મચારી પંપ હાઉસ, પુરુષોત્તમ મંદિરના મુખ્યાજી) તે કાંતિલાલ વ્યાસ (મસ્કા)ના જમાઇ, કુલિનભાઇના બનેવી તા. 14-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું બેસણું તા. 17-7-2025ના ગુરુવારે સાંજે 5થી 5.30 હાટકેશ્વર મહાદેવ મંદિર, સત્યનારાયણ મંદિર રોડ, હવાઇ ચોક પાસે, જામનગર ખાતે.

દુર્ગાપુર-નવાવાસ (તા. માંડવી) : મેઘબાઇ વેલજીભાઇ પાતારિયા (ઉ.વ. 85) તે સ્વ. વેલજીભાઇના પત્ની, વેલજી લાલજી રોશિયા (માંડવી)ના પુત્રી, વિશ્રામભાઇ, નારાણભાઇ, ગોપાલભાઇ, સ્વ. રતનબેન, સ્વ. મણિબાઇ (મોટા ભાડિયા), સોનબાઇ (નાના કપાયા), ધનબાઇ (નારાણપર)ના ભાભી, સ્વ. વાલબાઇ, સ્વ. તેજબાઇ, નેણબાઇના જેઠાણી, શંકરભાઇ, ગાંગજીભાઇ, નાનજીભાઇ, પારૂબેનના માતા, જિજ્ઞેશ, દીપક, મીના, કમલ, સુધીર, હાર્દિક, અંકિતના દાદી, અંજનાબેન, કાંતાબેન, ચાગબાઇ, કાનજીભાઇ વિંઝોડા (બિદડા)ના સાસુ, રમીલાબેન, મીનાબેન, મનોજ (મમુ) આયડી (જગજીવન)ના દાદીસાસુ, જાનવી, નક્ષ, નૃત્ય, ડેનિલના પરદાદી, વિનીશા, વંશિતા, અક્ષયના નાની તા. 15-7-2025ના અવસાન પામ્યા છે.

નાના કપાયા (તા. મુંદરા) : રાયશીભાઈ મેઘજીભાઈ સોધમ (ઉ.વ. 74) તે ટાયા સુમાર ચંદે (આસંબિયા)ના જમાઈ, કાંતાબેન, હંસાબેન, માવજીભાઈ, મોહનભાઈના પિતા તા. 12-7-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 17-7-2025ના ગુરુવારે આગરી તથા તા. 18-7-2025ના શુક્રવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાને નાના કપાયા, તા. મુંદરા ખાતે.

વિથોણ (તા. નખત્રાણા) : ધનબાઈ ભીમજી પાયણ (ઉ.વ. 6ર) તે ભીમજી મુરા પાયણના પત્ની, સ્વ. જીવરાજ નથુ મેરિયા, સ્વ. સુમાર નથુ મેરિયા, ખેંગાર નથુ મેરિયા, ધનજી નથુ મેરિયા (ભારાસર)ના બહેન, સ્વ. રામા મુરા, સ્વ. કાના મુરા, પેથા મુરાના ભાઈના પત્ની, ભાણબાઈ ગાવિંદ અષાઢ (અવધનગર), દેવજી, શામજીના માતા, કાયાં પેથા, હમીર કાના, મીઠુ કાના, ભોજા કાના, પાલા કાનાના કાકી, મનીષા, હેતલ, નીલેશ, દીપક, આરાધ્યાના દાદી તા. 14-7-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 18-7-2025ના શુક્રવારે સાંજે આગરી તથા તા. 19-7-2025ના શનિવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાને વિથોણ ખાતે.

ફુલાય (તા. અબડાસા) : ઉર્મિલાબેન (ઉ.વ. 65) તે ભાનુગિરિના પત્ની, શ્યામગર વલમગર (મોટી રાયણ)ના પુત્રી, વિપુલગિરિ, બાદલગિરિ, સ્વ. રાહુલગિરિ, ભાવનાબેન, મનીષાબેન, ભારતીબેન, સ્વ. પૂજાબેનના માતા, મુકેશગિરિ, મનસુખગર, વિરેનના સાસુ, માનસીના નાની, મહેશગિરિ કરશનગિરિ, સ્વ. નરેશગિરિના ભાભી, દેવેન્દ્રગિરિ કરણગિરિના મોટાબા તા. 15-7-2025ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 17-7-2025ના બપોરે 3થી 5 ફુલાય (તા. અબડાસા) ખાતે.

ઉમૈયા (તા. રાપર) : ખલીફા અલીમામદ ઇસમાલ (ઉ.વ. 72) તે મ. અભરામભાઇ, નૂરમામદભાઇના નાના ભાઇ, ઇકબાલભાઇ, રમજાનભાઇ, મામદભાઇના પિતા તા. 13-7-2025ના અવસાન પામ્યા છે.

Panchang

dd