• બુધવાર, 16 જુલાઈ, 2025

અવસાન નોંધ

ભુજ : સમેજા ફકીરમામદ ભચુ (ઉ.વ. 72) તે સમેજા સલીમ (ગેરેજવાળા)ના પિતા, ચાકી સલીમ (બાપાડો)ના સસરા, મ. આદમ સમેજા, મ. સુલેમાન સમેજા, ગની ભચુ સમેજાના ભાઇ, ઇમરાન, ઇરફાનના મોટા બાપા, સમીર, સુફિયાનના દાદા, હંઝલા, મુઝમીલના નાના, અફઝલના નાના સસરા તા. 11-7-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 14-7-2025ના સોમવારે સવારે 10થી 11, માંજોઠી જમાતખાના, જેષ્ઠાનગર, ભુજ ખાતે.

 ભુજ : મેમણ અબ્દુલગની (એસ.ટી.) (ઉ.વ. 47) તે મ. મેમણ અબ્દુલસતાર (ભારાપર)ના પુત્ર, અબ્દુલ ગફુર (નિ. ગેટકો), અબ્દુલરહીમ (ગાડી લે-વેચ), મકસુદ અહેમદના ભાઇ, આઇસાના પિતા, અબ્દુલહમીદ (ભારાપર)ના ભત્રીજા, સુલતાન મુસ્તાકના બનેવી, રીઝવાન (મુસ્લિમ હાઇસ્કૂલ), રેહાનના કાકા, નવાઝના મોટા બાપા તા. 11-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-ઝિયારત તા. 14-7-2025ના સોમવારે સવારે 10થી 11, કચ્છી મેમણ જમાતખાના, ભીડગેટ, ભુજ મધ્યે, ભાઇઓ તથા બહેનો માટે.

ભુજ : પીર સૈયદ અબ્દુલગફુરશા હાજી યુસુફશા (ઉ.વ. 67) (મોહમ્મદ પન્નાહવાળા) તે મ. પીર સૈયદ હાજી યુસુફશા હાજી ઇસ્માઇલશાના પુત્ર, પીર સૈયદ મોહમ્મદ પન્નાહ (બાવાસાહેબ)ના મોટા ભાઇ, મ. અશરફ પરવેજ, પીર સૈયદ અહેમદ યાસરના પિતા, સૈયદ ફિરોજશાના મામા, પીર સૈયદ અહેશાન બાવાના મોટા બાપુ તા. 12-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-7-2025ના સોમવારે સવારે 9-30થી 10-30 ભાઇઓ માટે આલા હજરત મસ્જિદ અને બહેનો માટે ઘરે, મદિનાનગર-2, મોટાપીર રોડ, ભુજ મધ્યે.

અંજાર : જુલેખાબેન મામદ ખલીફા (લાખાપર) (ઉ.વ. 96) તે મ. રમજાનભાઇ અલીમામદ, મ. સુલેમાન, મ. ઇલિયાસભાઇ, ઉસમાનભાઇ (બબાભાઇ)ના માતા, મ. ઓસમાણ સિધિક (છસરા)ના બહેન, હુસેનભાઇ, જુસબભાઇ, નૂરમામદભાઇના મોટી મા, મ. અબ્દુલ્લા ઇસાક (કુંદરોડી), મ. ઇબ્રાહીમ સુમાર (ચાંદરોડા)ના સાસુ, અલતાફભાઇ, મુસ્તાક, આઝાદ, અજીજ, ઓવેસ, હનીફ, આરીફના દાદી, કાસમભાઇ, સલમાબેન (નુંધાતડ), રફીકભાઇ, રજાકભાઇ, ઇરફાન, જાવેદના નાની તા. 12-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-ઝિયારત તા. 14-7-2025ના સોમવારે સવારે 10-30થી 11-30, નિવાસસ્થાને હેમલાઇ ફળિયા, પીરાનપીરની દરગાહ પાસે, અંજાર ખાતે.

ગાંધીધામ : ધારૂબેન તારાચંદભાઈ મહેતા (ઉ.વ. 85) તે તારાચંદ કપૂરચંદ મહેતાના પત્ની, સ્વ. ચંદ્રકાંતભાઈ, ભારતી, જયશ્રી, નરેન્દ્ર, અનિલના માતા, સંગીતાબેન, પ્રફુલ્લકુમાર ખંડોલ, ભરતકુમાર મોરબિયા, ચેતનાબેન, ડિમ્પલબેનના સાસુ, રુચિ યશ મોરબિયા, અંકિત, સ્મિત, ચાર્મી પાર્થ મોરબિયા, અક્ષત, નિશિત, આંશીના દાદી, વિકાસ, યશ, નીત, પંક્તિ, દીપના નાનીમા, રોશની, નિશિના દાદીસાસુ, અમાયરાના પરદાદી, સ્વ. દમયંતીબેન ધરમશીભાઈ, હેમલતાબેન વર્ધીલાલ, ગીતાબેન વાડીલાલ, ભારતીબેન દિનેશભાઈ, સ્વ. કમલાબેન નવીનચંદ્ર મોરબિયા, વીરૂબેન ચંદુલાલ ઝોટા, શાંતાબેન પ્રભુલાલ શેઠ, સ્વ. દિવાળીબેન ખંડોલ, સુંદરબેન મોરબિયા, વનિતાબેન મોરબિયા, દક્ષાબેન મહેતા, અરૂણાબેન મોરબિયા, લતાબેન ખંડોલના ભાભી, શેઠ બધીબેન મેરાજ સેજપાર (રવ)ના પુત્રી, સ્વ. સ્વરૂપચંદ, સ્વ. કપૂરચંદ, સ્વ. ઓતમચંદ, સ્વ. સુંદરબેન, પ્રભુલાલ, સ્વ. શાંતિલાલના બહેન તા. 12-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-7-2025ના સવારે 11થી 12 ઝૂલેલાલ મંદિર, શિવ રેજન્સી હોટેલની પાછળ, ગાંધીધામ ખાતે.

નખત્રાણા : કોલી દિનેશ મનજી (ઉ.વ. 25) તે મનજી નારણ તથા વાલબાઇના પુત્ર, શિલ્પાબેનના ભાઇ, બાબુભાઇ, ચંદુલાલના ભત્રીજા, શૈલેશ, રવજી, હેમલતાબેન, સેલીમ, રફીક, વિપુલના કાકાઇ ભાઇ તા. 12-7-2025ના અવસાન પામ્યા છે. જાગરણ તા. 14-7-2025ના સોમવારે પાણી, ઘડાઢોળ તા. 15-7-2025ના મંગળવારે નિવાસસ્થાન (બેરૂ રોડ), નખત્રાણા ખાતે.

ભચાઉ : મૂળ ભરૂડિયાના વોરા વર્ષાબેન વિશનજી (ઉ.વ. 72) તે સ્વ. વોરા વિશનજી ખીમજીના પત્ની, ચંદ્રકાંત વોરા તથા નિર્મળાબેન સૌભાગભાઇ સંઘવી (સુરત)ના ભાભી. સ્વ. ગાંધી ચૂનીલાલ ભાઇચંદ (આધોઇ)ના પુત્રી. સ્વ. ભોગીલાલ, સ્વ. વાડીલાલ, નવીનચંદ્ર, અરવિંદ, હિનાબેન હિંમતલાલ વોરાના બહેન, અમિત, તુષાર (મે. વોરા વિશનજી ખીમજી તથા શિવશક્તિ ઇલેકટ્રોનિક્સ), કમલના માતા, હર્ષાબેન, જલ્પાબેન, જૈનાબેનના સાસુ, હાર્ચિ, હાર્દિ, ધાર્મિ, હિયા, જિયા, માહી, ક્વિન્સી, પ્રિશા, યાનીના દાદી, અંજનાબેન વોરાના જેઠાણી, ચાંદની હિમાંશુ ત્રેવાડિયા, રૂચિકના મોટા બા તા. 11-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-7-2025ના રવિવારે સવારે 10-30થી 12, શ્રી વર્ધમાન વેલ્ફેર સોસાયટીના વિવિધલક્ષી હોલ મધ્યે.

દરશડી (તા. માંડવી) : હાલે થાણા-મુંબઇ નારાયણભાઇ દેવજી ડાયાણી (ઉ.વ. 89) તે સ્વ. લાલુમા દેવજી રામજી ડાયાણીના પુત્ર, કુંવરબેન નારાયણ ડાયાણીના પતિ, સ્વ. વિશ્રામ નાનજી પોકાર (મમાયમોરા)ના જમાઇ, સરલાબેન, રાજેશભાઇ, સ્વ. સુરેશભાઇ, અશોકભાઇના પિતા, નીતાબેન, કવિતાબેન, મંજુબેન, સુરેશ માવજી પોકારના સસરા, સ્વ. મોંઘીબેન ડાયાભાઇ પોકાર, દેવકાબેન શામજીભાઇ વાસાણી, સ્વ. કાંતિલાલ દેવજી ડાયાણીના ભાઇ, કાંતાબેનના જેઠ, શશીભાઇ કાંતિલાલ ડાયાણી, સ્વ. હરેશ કાંતિલાલ ડાયાણી, નીલમબેન મનોજ હળપાણીના મોટા બાપા, દિવ્યા આશિષ ધોળુ, સાગર, ધવલ, કુણાલ, યશ, ધ્રુવીના દાદા, આશિષ નરસિંહ ધોળુ, ક્રિષ્ના, કૃતિકા, અદિતિ, રિચાના દાદાજી સસરા, ધ્યાન, ધીરા, મિરાંશના પરદાદા, પીયૂષ, ભરતના નાના તા. 9-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-7-2025ના સવારે 8થી 11, લક્ષ્મીનારાયણ સનાતન પાટીદાર સમાજવાડી, દરશડી ખાતે.

મસ્કા (તા. માંડવી) : રાજગોર જેરામભાઇ શામજી નાથાણી  (ઉ.વ. 71) તે સ્વ. વીરબાઇ શામજી લાલજી નાથાણીના પુત્ર, વનિતાબેનના પતિ, કરશનદાસ, ઇશ્વરભાઇ, સ્વ. મણિબાઇ, મોતા પ્રભાબેન નાકર, અમૃતબેન નાકરના ભાઇ, સ્વ. બચુભાઇ વિશનજી મોતા, નવીનચંદ્ર વીરજી નાકર, ભગવાનજી વીરજી નાકરના સાળા, કિશોર, ધીરજ, ચેતનના પિતા, વિમલ, વિનિત, નિકિતાના કાકા, શાંતાબેનના જેઠ, નીતાબેન, ગીતાબેન, નેહલબેનના સસરા, હેતલબેન, ધવલ પ્રભુલાલ ગોરના કાકાસસરા, ઓમ, નિહિરા, મોક્ષા, ભવ્ય, પ્રેમ, મનન, સાચીના દાદા, સ્વ. પૂરબાઇ પ્રાગજી ખીમજી મોતાના દોહિત્ર, પ્રાણજીવન, દિનેશ, ભરત, શંભુ, નીલેશ, પ્રિયેન, રાજન, હાર્દિક, મયૂરના મામા, સ્વ. મોંઘીબાઇ જટાશંકર નાનજી વ્યાસ (ગુંદિયાળી)ના જમાઇ, બાબુલાલ, સ્વ. રવિલાલ, દયારામ, સ્વ. વિશનજી શાંતિલાલ, ચંદુલાલ, રાજેશ, સ્વ. પાર્વતીબેન જાદવજી પેથાણી, સ્વ. દમયંતીબેન કાનજી મોતા, શાંતાબેન ઇશ્વરલાલ નાથાણી, દેવીબેન વિજયભાઇ જોશીના બનેવી, કમળાબેન, દમયંતીબેન, કલાવંતીબેન, દમયંતીબેન, જયાબેન, મધુબેન, એકતાબેનના નણદોયા તા. 11-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-7-2025ના રવિવારે 4થી 6 મસ્કા રાજગોર સમાજવાડી ખાતે તથા સાસરા પક્ષની સાદડી શેખાઇબાગ, ગુંદિયાળી રાજગોર સમાજવાડી ખાતે એ જ દિવસે 3થી 5.

તલવાણા (તા. માંડવી) : બચુબા જાડેજા (ઉ.વ. 90) તે સ્વ. પચાણજી વેલુભાના પત્ની, સ્વ. નારણજી, સ્વ. ઘનુભા, બટુકસિંહના ભાભી, સ્વ.  જગુભા, રાજુભા, સહદેવસિંહના માતા, ધર્મેન્દ્રસિંહ, અર્જુનસિંહના ભાભુ, કુલદીપસિંહ, પરાક્રમસિંહ, ઋતુરાજસિંહ, પૃથ્વીરાજસિંહ, યશરાજસિંહ, અભિરાજસિંહના દાદી, સ્વરૂપરાજસિંહના પરદાદી તા. 12-7-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 13-7-2025થી તા. 17-7-2025 અખાણી દરબારગઢ મધ્યે.

દરશડી (તા. માંડવી) : જાડેજા બાલુભા લાખુભા (ઉ.વ. 53)તે સ્વ. લાખુભા દીપસંગજીના પુત્ર, ભારૂભા, હુલાસબા ગુલાબસિંહ સોઢા (વાંઢાય)ના મોટા ભાઇ, શીતલબા લક્ષદીપસિંહ ઝાલા (નખત્રાણા)ના પિતા, શક્તિસિંહ, પૃથ્વીરાજસિંહ, સપનાબા જયરાજસિંહ રાઠોડ (મોરબી)ના મોટા બાપુ, રામસંગજી જાલમસિંહ ચાવડા (મોટા કાંડાગરા)ના જમાઇ, કરશનજી, શક્તિસિંહ, પૂજાબાના મામા તા. 12-7-2025ના અવસાન પામ્યા છે. સાદડી  નિવાસસ્થાને.

જિયાપર (તા. નખત્રાણા) : રસીલાબેન ભવનભાઇ ચોપડા  (ઉ.વ. 56) તે ભવન દેવજી ચોપડાના પત્ની, સ્વ. દેવજી નાનજીના પુત્રવધૂ, સ્વ. મણિલાલ, ડાયાભાઇના નાના ભાઇના પત્ની, કિરણ ઉમેશભાઇ પરવાડિયાના માતા, ચંદુભાઇ, મહેશભાઇ, નવીનભાઇ, મહેન્દ્રભાઇ, હિતેશભાઇ, દમયંતીબેન, અનસૂયાબેનના કાકી, લક્ષ્મીબેન, કાંતાબેન, શારદાબેનના ભાભી, સ્વ. શામજી કરશન સેંઘાણી (મોમાયમોરા)ના પુત્રી તા. 11-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-7-2025 ને સોમવારના સવારે 8થી 12, લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજવાડી, જિયાપર ખાતે.  

ભાચુંડા (તા. અબડાસા) : જાડેજા નારાણજી કાનજી (ઉ.વ. 73) તે પ્રતાપસિંહ તથા પ્રવીણસિંહ, શીતલબા (ચોટીલા)ના પિતા, સ્વ. નાનુભા કાનજીના મોટાભાઇ, ખેતુભા વેલુભા, ગાભુભા ગોવિંદજી, ભાવુભા પાચુભા, બાલુભા પાચુભાના કાકાઇ ભાઇ, ભવ્યરાજસિંહ, દિવ્યરાજસિંહ, યશરાજસિંહના દાદા તા. 11-7-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 21-7-2025ના નિવાસસ્થાન ભાચુંડા ખાતે.  

Panchang

dd