ભુજ : જાગૃતિબેન કિશોરકુમાર ઠક્કર (પોપટ) (ઉ.વ. 55) તે કિશોરકુમાર લક્ષ્મીદાસ ઠક્કરના
પત્ની, સ્વ. કમલાબેન લક્ષ્મીદાસ ધરમશી ઠક્કરના પુત્રવધૂ,
સ્વ. હંસાબેન શંભુલાલ, સ્વ. પુષ્પાબેન રવિલાલ ગાંગજીના
પુત્રી, સ્વ. જમનાદાસ ધરમશી ઠક્કર (કેરા)ના ભત્રીજાવહુ,
કેયૂર, પાર્થના માતા, હિરલ
કેયૂર ઠક્કરના સાસુ, નર્મદાબેન જનકભાઇ, હેમાબેન અરવિંદભાઇ, દક્ષાબેન મહેશભાઇના ભાભી,
સ્વ. વાલજી ગાંગજી (ચોબારી), સ્વ. અમૃતલાલ ગાંગજી
(ચોબારી), મણિબેન ખેંગાર, વિજયાબેન લાલજી,
પ્રેમિલાબેન હીરાલાલના ભત્રીજી, ઘનશ્યામ (અંજાર),
સ્વ. જયશ્રી, કનૈયાલાલ, દીપક,
દિનેશ રાણાના બહેન, કાંતિલાલ, સ્વ. લાલજીભાઇ, ધીરજભાઇ, સ્વ. પ્રવીણભાઇ
શંભુલાલ, બાબુલાલ, ઉમેદલાલ, સ્વ. વસંતભાઇ, છગનભાઇના ભાણેજી તા. 12-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 14-7-2025ના
સોમવારે સાંજે 4.30થી 5.30 લોહાણા મહાજનવાડી, વી.ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.
ભુજ : લાખા રમજાન ઓસમાણ (ઉ.વ. 48) (ડ્રાઇવર) તે મ. લાખા ઓસમાણ
આમદના પુત્ર, લાખા આદમ, મ. લાખા દાઉદના ભાઇ, મ. લાખા મુસા સુમાર (ભચાઉ),
મ. લાખા અબ્દુલા સુમાર, લાખા નૂરમામદ સુમારના ભાણેજ,
લાખા અલીમામદ ફકીરમામદના પિતરાઇ ભાઇ, લાખા મુસ્તાક,
ફિરોજ, ઝુબેરના પિતા, સંગાર
સાલેમામદ હુશેન (થરાવડા)ના સસરા તા. 12-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-7-2025ના સોમવારે સવારે 10થી 11 મસ્જિદે નઝમ, એરપોર્ટ રોડ, ગાંધીનગરી, ભુજ ખાતે.
ભુજ : માનવંતીબેન (ઉ.વ. 96) તે ચમનલાલ માવજીભાઈ (ઘીવાલા)ના પત્ની, સ્વ. માવજીભાઈ ગાવિંદજી ઘીવાલાના પુત્રવધૂ,
સ્વ. શાહ માણેકલાલ કેશવજી (માંડવી)ના પુત્રી, ભરત
(રિટા. ગેટકો, કલરવ મેડિકલ સ્ટોર), કિરણ
(રમેશ ટ્રાડિંગ કું.), આરતી તથા સ્વ. ઉદયના માતા, સ્વ. કામિની, નિશા, દક્ષા,
વૈશાલી તથા રાજેશ ઝવેરીના સાસુ, ધનલક્ષ્મી (ગાંધીધામ),
કુસુમ (થાણા), મંજુલા (માટુંગા), જ્યોતિ (વસઈ), સ્વ. દિલીપ, મહેશ
(મુંબઈ)ના મોટા બહેન, ડો. મોનિલ, સાગર,
મિહિર, હેમાલી, મોનાલી,
કિંજલના દાદી, ત્રિલોક, અંકિતના
નાની, ખુશાલી, સુમન, હેતન, નીરવ, ઉજાસના દાદીસાસુ,
મન, હૃદય, મૃદંગ,
મોક્ષ, પાર્શ્વ, ધ્યાની,
અર્હમ, અક્ષત, શૌર્યના પરદાદી,
સૌમ્ય, રોનિલના પરનાની તા. 13-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 14-7-2025ના સોમવારે સાંજે 4.30થી 5.30 જૈન ગુર્જરવાડી વંડામાં (ડોમ)
ખાતે.
ભુજ : લુહાર હલીમાબાઈ અનવર (ઉ.વ. 65) તે મ. અનવર સુલેમાનના પત્ની, કાદર અને નજીરના માતા, લુહાર કાદર ઈબ્રાહિમ (કોઠારા), લુહાર આમદ રમજાન (નાગોર)ના
સાસુ, લુહાર રમજાન સુલેમાન (ભુજ)ના ભાભી, મ. લુહાર ઈસ્માઈલ ઈબ્રાહિમ (ભુજ), લુહાર દાઉદ ઈબ્રાહિમ
(કારીતરાઈ)ના બહેન તા. 13-7-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-7-2025ના મંગળવારે સવારે 10.30થી 11.30 માંજોઠી જમાતખાના, જેષ્ઠાનગર, ભુજ ખાતે.
ગાંધીધામ : ભગવંતી તોલારામ ખેસકવાણી (ઉ.વ. 85) તે તોલારામ કલાચંદ ખેસકવાણીના
પત્ની, દિલીપ (નિવૃત્ત ગાંધીધામ નગરપાલિકા),
નરેશ, સુશીલ (મહાવીર કોલ્ડડ્રીંકસ ), ધની ( નિશા) પ્રકાશ ભાવનાની, સિંધુ (નૈના) હરેશ ખીલાની
(આણંદ), જયવંતી (સુમન) રમેશ નારવાની (અમદાવાદ), મીના (મમતા) વિનોદ હારવાની ( અમદાવાદ)ના માતા, પૂનમ,
દિવ્યાના સાસુ, મોહિત, લોકેશ,
રોમા સંદીપ બગાની (અમદાવાદ), દીપા (વામિકા) જતિન
કેસવાની (આદિપુર), સોનમ, અપેક્ષાના દાદી,
સ્વ. વિશનદાસ, સ્વ. ઈશ્વરદાસ, સ્વ. મોહનદાસ, દરિયાનોમલ, થાવરદાસ,
સ્વ. પમનદાસના ભાભી, ચંદ્રભાન, અશોક, લાલ, ગોરધન, મહેશ, દિનેશ, શ્યામ, નરેશ, જોની, નંદ, રાકેશ, જયકિશન, વિનોદ, ભગવાનના કાકી તા. 12-7-2025ના અવસાન પામ્યા છે. પઘડી / પ્રાર્થનાસભા તા. 14-7-2025ના સોમવારે સાંજે 6 વાગ્યે ઝૂલેલાલ મંદિર, શિવ હોટેલ પાસે, ગાંધીધામ
ખાતે.
અંજાર : મૂળ મુંદરા લોઢિયા શેરબાનુબેન કાસમ (ઉ.વ. 85) તે કાસમ અબ્દુલ્લાના પત્ની, લોઢિયા હનીફ (કમ્પાઉન્ડર), ફરીદા, કજબાનુ, બિલ્કીશના માતા,
શિરાજ ઇસ્માઇલ (મુંદરા), શકીનાબેન લતીફ (અંજાર)ના
મોટીમા, દાઉદ હારુન (નિવૃત્ત એસ.ટી.), લોઢિયા
મજીદ (નિવૃત્ત મેલેરિયા), લોઢિયા અયુબ (એસ.ટી.)ના બહેન, લોઢિયા અમીરઅલી (એડવોકેટ),
હાજી જુસબ, મ. કાદર, મ. અસગર,
મહમદ, અબુબકર, મુસ્તાક (એડવોકેટ),
ઇકબાલના મોટા બાપાના દીકરી બહેન, હાજી રઝાક (પટેલ),
લોઢિયા મહમદના માસી, મહેમૂદ (ભુજ), સલીમ (ભુજ), અબ્દુલ (એડવોકેટ) (વરલી)ના સાસુ,
ઝમીર, પરવેઝ, આબિદના નાની,
હસનાત હનીફના દાદી, ખલીફા અબ્બાસ (નલિયા),
સાહિલ (આંબાપર)ના દાદીસાસુ તા. 12-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 15-7-2025ના મંગળવારે સવારે 10થી 11 ખત્રી જમાતખાના, વૈકુંઠધામ, નવા અંજાર ખાતે.
માંડવી : ભગવાનજીભાઇ મુરારજીભાઇ પરમાર (ઉ.વ. 95) તે સ્વ. ઝવેરબેનના પતિ, સ્વ. રતનબેન મુરારજીભાઇના પુત્ર, સ્વ. મોતીબેન અને સ્વ. કાન્તિભાઇના ભાઇ, સ્વ. રળિયાતબેન,
સ્વ. બલદેવભાઇના જમાઇ, સ્વ. પરસોત્તમભાઇ,
સ્વ. પ્રાણલાલભાઇ, સ્વ. કાન્તિભાઇ, સ્વ. શાન્તિભાઇના બનેવી, કલ્પનાબેન રાજેશભાઇ મજીઠિયાના
પિતા, સ્વ. રાજેશભાઇ જેરામભાઇ મજીઠિયાના સસરા, વિશાલ, મોહિત, રેશ્માના નાના,
વૈશાલીબેન, મયૂરીબેનના નાનાજી સસરા તા. 12-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 14-7-2025ના સોમવારે સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, આઝાદ ચોક, માંડવી ખાતે.
મુંદરા : કલ્યાણી આમદ હાશમ (ઉ.વ. 67) તે કલ્યાણી મ. હુશેન, ઓ.ગની, રજાકના પિતા,
કલ્યાણી મ. ઇબ્રાહિમ, મ. સુલેમાન, મ. વલીમામદના નાના ભાઇ, કલ્યાણી જુસબ, કાસમ, જુમા, દાઉદના કાકા,
અનવર, હમજા, સલીમ,
રહીમ, રાહીલના દાદા તા. 13-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 15-7- 2025ના મંગળવારે સવારે 10થી 11 કાંઠાવાળા નાકા જમાતખાના ખાતે.
ભારાપર (તા. ભુજ) : થેબા હવાબાઈ સિદિક તે થેબા સિકંદરના માતા, થેબા જાકબ આમદ (જદુરા)ના બહેન, થેબા સુલેમાન પટેલના કાકી તા. 12-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-7-2025ના મંગળવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન તયબા મસ્જિદ, નવાવાસ, ભારાપર ખાતે.
નારાણપર-પસાયતી (તા. ભુજ) : ધુઆ કરસન ખીમજીભાઇ (ઉ.વ. 46) તે ખીમજીભાઇ, પરમાબાઇના પુત્ર, માલબાઇના
પતિ, કાજલબેન કિશન લાંભા, સ્વ. રીનાબેન,
વિશાલ, ઇશાબેન, સનમના પિતા,
ખેરાજભાઇ, સ્વ. વેરશીભાઇ, સ્વ. ગોપાલભાઇ, કાનજીભાઇ, ધુઆ આરામલ
કાયાભાઇના ભત્રીજા, ભાવનાબેનના નાના, સ્વ.
વીરજીભાઇ ખેતાભાઇ સુંઢા (થરાવડા)ના જમાઇ તા. 13-7-2025ના અવસાન પામ્યા છે. ધર્મક્રિયા
તા. 17-7-2025ના ગુરુવારે આગરી, તા. 18-7-2025ના શુક્રવારે પાણીઆરો (ઘડાઢોળ) નારાણપર ખાતે.
કેરા (તા. ભુજ) : હાજી ફઝલેઅબ્બાસ ઓનઅલી ખોજા (ઉ.વ. 49) (સેક્રેટરી ખોજા શિયા ઈશના અશરી
જમાત કેરા તથા ચેરમેન ફેડરેશન ઓફ કચ્છ ખોજા જમાત) તે ઓનઅલી રાશીદ ખોજા (ભડલીવાળા)ના
પુત્ર, ફઝલેઅબ્બાસ હુસેનઅલીના સાળા, ડો. આરજૂ ફાતેમા, મુઝમીલ અબ્બાસ, રુહીન ફાતેમા, કાસીમઅલીના પિતા, મ. રૂશત્તમભાઈ કાનાણી (જામનગર)ના જમાઈ, સોહીલ અબ્બાસ,
અકીલ અબ્બાસના બનેવી, મહેબૂબ હુસેનઅલીના સાઢુભાઈ
તા. 13-7-2025ના કિનસાસા આફ્રિકા ખાતે અવસાન
પામ્યા છે. વાયેઝ-જિયારત (બેસણું) તા. 15-7-2025ના મંગળવારે સવારે 11.30 વાગ્યે ખોજા શિયા ઇશના અશરી મસ્જિદ કેરાના ઈમામ બારગાહ હોલ ખાતે.
નવી દુધઇ (તા. અંજાર) : મનસુખગિરિ (ઉ.વ. 48) તે સ્વ. સાકરબેન વેલગિરિ (ઉર્ફે
ગૌરીગિરિ) શ્યામગરના પુત્ર, સ્વ. જમનાબેન
વિશ્રામગિરિ (નવાગામ), ગં.સ્વ. પુષ્પાબેન તુલસીગિરિ (અંજાર)ના
ભત્રીજા, મહેન્દ્રગિરિ (મુંબઇ), કિશોરગિરિ
(ગેટકો-દુધઇ), પ્રતાપગિરિ (મુંબઇ), અનિલગિરિ
(દુધઇ)ના ભાઇ, રમેશગિરિ (નવાગામ), દિનેશગિરિ
(મમુઆરા), મહેશગિરિ, ચેતનગિરિ (અંજાર),
સવિતાબેન પ્રવીણગર (અંજાર), ગં.સ્વ. જયશ્રીબેન
મંગલગર (સૂરજપર), ગં.સ્વ. ઉર્મિલાબેન ચંચળગર (અંજાર)ના કાકાઇ
ભાઇ, પ્રતિમાબેન (મુંબઇ), કલ્પનાબેન,
મંજુલાબેનના દિયર, હંસાબેન, આશાબેન, અરૂણાબેન, રેખાબેનના જેઠ,
વિશાલગિરિ, સમીરગિરિ, ધવલગિરિ,
હેમાંશુગિરિના કાકા, નીલિમાબેન વિશાલગિરિ,
શ્રેયાબેન સમીરગિરિના કાકાજી સસરા તા. 13-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 17-7-2025ના સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, દુધઇ ખાતે.
પાનધ્રો (તા. લખપત) : જાડેજા અજિતાસિંહ નારણજી (ઉ.વ. 35) તે સ્વ. નારણજી દેસરજીના પુત્ર, જયદીપાસિંહના પિતા, વાઘજી
નારણજી, જાલુભા, નટુભા, ગજુભા ભિભાજી, રાણુભા વેસલજી, ચનુભા
માધુભા, રણજિતસિહ અજુભાના નાના ભાઈ, સોઢા
માનસંગજી ભગુજી, હિંમતાસિંહ શેરાજી, નવલાસિંહ
લાખિયારજી, રાણુભા નારણજીના ભત્રીજા તા. 13-7-2025ના અવસાન પામ્યા છે. આગરી તા.
23-7-2025ના સાંજે અને ઘડાઢોળ તા. 24-7-2025ના સવારે નિવાસસ્થાને પાનધ્રો
ખાતે.
વાસેરા કંપા (તા. ભીલોડા-ગુજરાત) : મગનભાઇ દેવજીભાઇ વાસાણી
(ઉ.વ. 72) તે દેવજી હંસરાજ વાસાણીના પુત્ર, વિઠ્ઠલભાઇ દેવજીભાઇના ભાઈ, ધર્મેન્દ્રભાઇના પિતા તા. 11-7-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 15-7-2025ના સવારે 8થી 11 અને બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, વડવા (કાંયા) ખાતે.
ગુંદિયાળી-શેખાઈબાગ : લક્ષ્મીદાસ પેથાણી (ઉ.વ. 91) તે સ્વ. સેજબાઈ પરસોત્તમ લધાભાઈ
પેથાણીના પુત્ર, કુંવરબાઈના પતિ,
મસ્કાના સ્વ. લક્ષ્મીબેન વિશનજી કલ્યાણજી મોતાના જમાઈ, મંજુલાબેન, વેલજી, સ્વ. જયાબેન,
ગં.સ્વ. પ્રફુલાબેન, વનિતાબેન, ધનગૌરીબેનના પિતા, સ્વ. ચત્રભુજ, સ્વ. ગંગાબેન, મણિશંકર મોતા (મસ્કા), સ્વ. કુંવરજીના ભાઈ, સ્વ. સાવિત્રીબેનના દિયર,
સ્વ. કંકુબેનના જેઠ, મણિશંકર જેરામ મોતા (રાયણ),
સ્વ. સંગીતાબેન, સ્વ. કાંતિલાલ દામજી મોતા (ગુંદિયાળી),
સ્વ. વિશનજી નાનજી મોતા (બાગ), મહેશભાઈ દયાશંકર
મોતા (ગુંદિયાળી-મુંબઈ), હિતેશભાઈ પ્રેમજી નાગુ (બાગ)ના સસરા,
રાજેશ (નૈરોબી-આફ્રિકા), મોનિકાના દાદા,
વિશાલ, બિપિન, વિરલ,
પુનિત, અંજનાબેન મેહુલભાઈ પેથાણી, આશાબેન મુકેશ વ્યાસ, નિશાબેન પાર્થ માલાણી, નિલમબેન સુનીલ નાકર, નિશાબેન ચિંતન પેથાણી, જીનલ, ધવલ, વત્સલ, હિતાંશીના નાના, સ્વ. કાકુભાઈ, સ્વ. બાબુલાલ, ગં.સ્વ. અમૃતબેન, સ્વ. ઈશ્વરલાલ, પ્રભાબેનના બનેવી, સ્વ. બચુલાલ, પ્રાણલાલ (ભુજ)ના સાઢુભાઈ, ગં.સ્વ. મણિબાઈ, ગં.સ્વ. નર્મદાબેન, ગં.સ્વ. ગોદાવરીબેનના નણદોયા તા. 13-07-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 15-07-2025, મંગળવારે ગુંદિયાળી, રાજગોર સમાજવાડી શેખાઈબાગ મધ્યે સાંજે 3થી પ.
કુણાઠિયા (તા. અબડાસા) : જત હાજી આધમ અલારખિયા (ઉ.વ. 71) તે મ. આમદ અલારખિયાના ભાઈ, અબ્દુલા, સાલેમામદ,
સધિક, અબ્દુલકાદરના પિતા, સરફરાઝ, ઈબ્રાહિમ, શકિલ,
સિરાજના દાદા તા. 13-7-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 15-7-2025ના મંગળવારે સવારે 10થી 11 કુણાઠિયા જમાતખાના ખાતે.