• શનિવાર, 12 જુલાઈ, 2025

અવસાન નોંધ

ભુજ : મૂળ ખાવડાના નાનજી નારાણજી તન્ના (ઉ.વ. 90) તે સ્વ. નારાણજી સુરજીના પુત્ર, સ્વ. રાધાબેનના પતિ, સ્વ. કાનજી ખેરાજ સોનાઘેલાના જમાઇ, સ્વ. દેવાબેન, સ્વ. શંભુભાઇ, ભચીબેનના ભાઇ, અશ્વિનભાઇ (સહેલીવાળા), વિજયભાઇ (સોનાલીવાળા), જિતેન્દ્રભાઇ, લતાબેન, ભારતીબેન, રક્ષાબેનના પિતા, દિનાબેન, ઇલાબેન, નીતાબેન, શશિકાન્ત, અમૃતલાલ, રાજેશભાઇ (અમદાવાદ)ના સસરા, સ્વ. વાગજીભાઇ, પરષોત્તમભાઇ, કંકુબેન, ભાગીરતીબેનના બનેવી, બિંદિયા, બરખા, રિંકલ, હેની, ચાર્મી, સ્નેહા, હિમાંશુ, રાજનના દાદા, અંકિત, લખન, નેન્સી, ઉજાશ, રુષીતા, મહિમા, અક્ષિતના નાના, રીટાબેન, મિલોનીબેન, રાજેશભાઇ, દીપેનભાઇ, રામભાઇ, દર્શનભાઇ, અર્પણભાઇના દાદાસસરા, ક્રિશિવ, વેદાશ્રીના પરદાદા તા. 8-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-7-2025ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 બીએપીએસ પ્રમુખસ્વામિ મંદિર, મુંદરા રોડ, ભુજ ખાતે.

અંજાર : પ્રજાપતિ પ્રવીણભાઇ (ઉ.વ. 50) તે સ્વ. મીઠીબેન તથા સ્વ. ધરમશીભાઇ ગોવિંદભાઇ ભટ્ટીના પુત્ર, સંગીતાબેનના પતિ, દેવ્યાની, હર્ષના પિતા, હરીશભાઇના ભાઇ, મનીષાબેનના જેઠ, ખુશાલભાઇ અને ધિમહીના મોટાબાપા, ભરતભાઇ, વલ્લભભાઇના ભત્રીજા, વેલજીભાઇ મનજીભાઇ હમીપરા, જીવતીબેન વેલજીભાઇના ભાણેજ, ઉદયકુમાર મનસુખલાલ (કોટડા), ચંદુલાલ નરશીભાઇ હમીપરા (ભચાઉ), નરેન્દ્ર દામજી કોરડિયા (આધોઇ)ના સસરા, ધાર્મિકના નાના, સ્વ. કુંવરબેન તથા સ્વ. ધરમશીભાઇ બચુભાઇ ચોનાણી (અંજાર)ના જમાઇ, ભરતભાઇના બનેવી તા. 9-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-7-2025ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા, નયા અંજાર ખાતે.

આદિપુર (તા. ગાંધીધામ) : ગઢવી વીરસલભા વશરામભા (દેવસુર) (માજી સરપંચ લાકડિયા) (ઉ.વ. 83) તે સ્વ. અમરતભા વીરસલભા, જશુભા વીરસલભા, કરશનભા વીરસલભાના પિતા, મનહરભા, અનહરભા, મુકેશભા, ગોપાલભાના દાદાસ્વ. મોમાયાભા વશરામભા (માજી સરપંચ ખોડાસર)સ્વ. ખીમકરણભા વશરામભા, રામભા વશરામભા (માજી સરપંચ ખોડાસર), હરિભા વશરામભા (સદસ્ય ભચાઉ તાલુકા પંચાયત), મૂળુભા વશરામભા (કેપીટી)ના મોટા ભાઇખોડાભા મોમાયાભા, નરસંગભા ખીમકરણભા, હેમુભા રામભા, ધનરાજભા હરિભા, જયેશભા મૂળુભાના મોટા બાપુ તા. 9-7-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 11-7-2025ના શુક્રવારે  નિવાસસ્થાન, પ્લોટ નં. 70, વોર્ડ 4/બી આદિપુર ખાતે, બેસણું સાંજે 5થી 6 સોનલધામ ગાંધીધામ ખાતે.

માંડવી : ભટી જરીનાબાઇ નઝીર (ઉ.વ. 37) તે ભટી નજીર સાલેમામદના પત્ની, ઇમરાન, નમીરાના માતા, જુણેજા અસલમ, સારુખ (વાંઢ)ના બહેન, જાવેદ, ગફુરના ભાભી તા. 9-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-7-2025ના શનિવારે સવારે 11થી 12 વલ્લભનગર જમાતખાના, માંડવી ખાતે.

મુંદરા : જત સુલેમાન સાલેમામદ (વીરો) (ઉ.વ. 72) તે સતાર સાલેમામદ (ઇક્કોવાળા)ના મોટા ભાઇ, સાલેમામદ (પપુ), નૂરમામદ, જુસબ, મોહંમદહુશેનના પિતા તા. 8-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-7-2025ના શુક્રવારે સવારે 10.30થી 11.30 જત જમાતખાના, લશ્કરી માતામ ચોક, મુંદરા ખાતે.

ભચાઉ : પ્રજાપતિ જેરામભાઈ નાનજીભાઈ (ઉ.વ. 85) તે સ્વ. સંતોકબેન નાનજીભાઈ લક્ષ્મણભાઇ નાથાણીના પુત્ર, સ્વ. લક્ષ્મીબેનના પતિ, અનિલભાઈ, મહેશભાઈ, રાજુભાઈ, સુશીલાબેન, ઉર્મિલાબેનના પિતા, વિજય, કિરણ, હર્ષના દાદા, રક્ષાબેન, દીપુબેનના સસરા, મોંઘીબેન (ભચાઉ), જેવાબેન (અંજાર), જમનાબેન (ભચાઉ), શાંતિબેન (આણંદ)ના ભાઈ, સ્વ. જિતેન્દ્રભાઈ, પ્રેમજીભાઈ નાથાણીના કાકા, સ્વ. કારાભાઇ રતાભાઈ વારૈયાના જમાઈ, રામજીભાઈ, ચમનભાઈ, વીરજીભાઈ, વાઘજીભાઈ, ખેંગારભાઈ, દામજીભાઇ મેઘજીભાઈના બનેવી તા. 8-7-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા તા. 12-7-2025ના શનિવારે સાંજે 5થી  6 ખેતરપાળ દાદાના મંદિરે, નવી ભચાઉ ખાતે.

વાડાસર (તા. ભુજ) : કેસરબેન મનજી ભુડિયા (ઉ.વ. 80) તે સ્વ. મનજી જાદવાના પત્ની, સ્વ. વાલજી રામજી કેરાઇ (નાગલપર)ના પુત્રી, મૂરજીભાઇ, ધનજીભાઇ, દિનેશભાઇ, તેજબાઇ રામજી વેકતરયા, પ્રેમિલાબેન શિવજી રાબડિયા, ધનબાઇ મોહન રાબડિયાના માતા, શાન્તિ, ભાવિન (કેન્યા), મેહુલ (કેન્યા), રુદ્રના દાદી તા. 9-7-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 11-7-2025ના શુક્રવારે સવારે 7.30થી 8.30 બહેનો માટે નિવાસસ્થાને અને ભાઇઓ માટે સ્વામિનારાયણ મંદિર, વાડાસર ખાતે.

ઝુરા (તા. ભુજ) : અ.સૌ. ગંગાબાઇ લક્ષ્મીદાસ ભચાભાઇ ભાનુશાલી તે લક્ષ્મીદાસ ભચાભાઈના પત્ની, મોહનભાઈ, સ્વ. જખુભાઇ, વિનોદભાઈ, રૂક્ષ્મણિબેન પ્રેમજીભાઈ ભદ્રા (નિરોણા), નિર્મળાબેન ધારશીભાઈ નંદા (ઝુરા), બબીબેન પ્રવીણભાઇ ચુનડા (ભુજ)ના માતા, પ્રેમજીભાઈ ભચાભાઈ, સ્વ. મેઘજીભાઈ ભચાભાઈ, સ્વ. ગાવિંદજી ગોપાલજી, મેઘજી ગોપાલજી, સ્વ. વેલજીભાઈ ગોપાલજીના ભાભી, વિજય, પ્રફુલ્લાબેન જયકુમાર ફુલિયા (ભુજ), કોમલબેન અશોકભાઈ ગજરા (ગાંધીધામ), હેતલબેન વિપુલભાઈ ગજરા (હનુમાનનગર), તરુણાબેન વિક્રમભાઇ ભદ્રા (હનુમાનનગર), વિક્રમ, પ્રકાશ, દીપાબેન, દર્શન, દિવ્ય, મિહિરના દાદી, વ્યોમ, સિયાના પરદાદી, સ્વ. સુંદરજી પ્રેમજીભાઈ ભદ્રા, સ્વ. ભાણજીભાઈ પ્રેમજીભાઈ ભદ્રા, લખમશી પ્રેમજીભાઈ ભદ્રા (હનુમાનનગર), વાલુબેન દયારામભાઈ જખુભાઇ ગજરા (ભુજ)ના બહેન તા. 9-7-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 11-7-2025ના શુક્રવારે સવારે 9થી 4 ભાનુશાલી કોમ્યુનિટી હોલ ખાતે.

બિદડા (તા. માંડવી) : મૂળ બાગના ગં.સ્વ. મણિબાઈ પરસોત્તમ મોતા (નથુવારા) (ઉ.વ. 84) તે પુરબાઈ વિશનજી મોતાના પુત્રવધૂ, સ્વ. રાજગોર પરષોત્તમ વિશનજી મોતાના પત્ની, નિર્મળાબેન, હિંમત, ગિરીશભાઈ (ઉપસરપંચ), હસમુખ, કિશોર, લક્ષ્મી (જયશ્રી)ના માતા, સ્વ. જેઠીબાઈ હિરજી પેથાણી (ફરાદી), સ્વ. ચાંપીબાઈ મિઠ્ઠુભાઈ માકાણી (નાગલપુર), સ્વ. નરશી વિશનજી મોતાના ભાભી, કાન્તિલાલ ઈશ્વરલાલ જેસરેગોર (ભુજપુર), ભરતભાઈ ઈશ્વરલાલ જેસરેગોર (ભુજપુર), રસીલાબેન, રેખાબેન, ચેતનાબેન, કુંદનબેનના સાસુ, સ્વ. દયારામ સુંદરજી શિણાઈના પુત્રી, સ્વ. નારાણજી, કાનજી, સ્વ. સામજી, ભવાનજી, નાનજી, દામજી, નવીનચંદ્ર, સ્વ. હરેશ, સ્વ. ભચીબાઈ, ગં.સ્વ. મંજુલાબેનના બહેન, સ્વ. જશોદાબેન, સ્વ. કસ્તૂરબેન, ગં.સ્વ. પ્રભાબેન, મોંઘીબેન, ઉર્મિલાબેન, જયશ્રીબેન, ઈન્દિરાબેન, ગં.સ્વ. અમૃતબેનના નણંદ, બકુલ, રાહુલ, પારસ, ધવલ, હિમેન, મયૂર, પ્રતીક, કરણ, મીત, જીલ્પા, કોમલ, નેહલના દાદી, શિલ્પા, ભાવિ, વૈશાલી, વૈદેહી, પૂજા તથા પંકજ કાન્તિલાલ રાજગોર (બાગ)ના દાદીસાસુ, મૈત્રી, સાર્થક, મોક્ષ, હિયાન્સ, દક્ષ, કાશ્વી, મિશ્વી, સ્વ. મિશાના પરદાદી, અલ્પા, સંજય, સંદીપ, હેતલ, અંજલિ, સિદ્ધાર્થ, વિનિતના નાની, વૃત્તિ તથા વિહાના પરનાની તા. 8-7-2025ના અવસાન પામ્યા છે. બંન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-7-2025ના શુક્રવારે બપોરે 3થી 6 રાજગોર સમાજવાડી, રાજગોર ચોક, બિદડા ખાતે.

ડોણ (તા. માંડવી) : ગોસ્વામી ગિરીશપુરી જવેરપુરી (ઉ.વ. 57) તે સંગીતાબેનના પતિ, નિષ્ઠાના પિતા, સ્વ. શાંતાબેન જવેરપુરીના પુત્ર, ખીમપુરી (નારાણપર), દમયંતીબેન (જામનગર), હેમલતાબેન (પલીવાડ), જોષનાબેન (તેરા), મંજુલાબેન (કપાયા મોટા)ના ભાઇ, અમૂલપુરી, હિતેષપુરીના કાકા, સ્વ. ભગવાનપુરી, સ્વ. ઓધવપુરી, સ્વ. તેજપુરી (ડોણ)ના ભત્રીજા, સ્વ. ચેનભારથી (મોમાયમોરા)ના દોહિત્ર, અંજનિબેન કેશવ શિંદે (મુંબઇ)ના જમાઇ તા. 8-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-7-2025ના શુક્રવારે સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી, ભુજ ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : પ્રતાપરાય ગણાત્રા (ઉ.વ. 88) તા. 8-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક : હેમરાજભાઇ ગણાત્રા-98259 34801, દીપકભાઇ ગણાત્રા-99254 26581.

સુખપર-રોહા (તા. નખત્રાણા) : મૂળ નાની ખાખરના રાજકુંવરબા સુરૂભા જાડેજા (ઉ.વ. 86) તે જાડેજા સુરૂભા દેવાજીના પત્ની, અરવિંદસિંહ, મનુભા, કીર્તિસિંહ, જયેન્દ્રાબા (થળસર)ના માતા, ગોહિલ હનુભાના સાસુ, ઋતુરાજસિંહ, ઇન્દ્રજિતસિંહના નાની, જાડેજા ભારમલજી અને કોળુભાના ભાભી, જાડેજા જયરાજસિંહજી, ગિરીરાજસિંહજી, મહેન્દ્રસિંહ, સ્વ. ધર્મેન્દ્રસિંહ, ગજેન્દ્રસિંહ, જયવીરસિંહના દાદી તા. 9-7-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 10-7-2025થી 12-7-2025 સુધી સવારે 8થી 12 તથા બપોરે 3થી 5 નિવાસસ્થાને સુખપર (રોહા) ખાતે.

ખારોઇ (તા. ભચાઉ) : ગોસ્વામી લીલાવંતીબેન નવીનપુરી (ઉ.વ. 45) તે નવીનપુરીના પત્ની, લીલાવંતીબેન વિશ્રામપુરીના પુત્રવધૂ, રુતિકપુરી, ઓમપુરીના માતા, ગિરીશપુરીના નાના ભાઇના પત્ની, દિનેશપુરીના મોટા ભાઇના પત્ની, વિજુબેન, પ્રભાબેન, મંજુલાબેન, રસીલાબેન, સ્વ. ઉર્મિલાબેનના ભાભી, કસ્તૂરબેનના દેરાણી, મંજુલાબેનના જેઠાણી, સ્વ. જયાબેન વલ્લમપુરી (હાલે કૂડા)ના પુત્રી, ભરતપુરી, પ્રભાબેન, મંજુબેન, રસીલાબેન, જયોત્સનાબેનના બહેન તા. 8-7-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર તા. 11-7-2025ના શુક્રવારે નિવાસસ્થાન ખારોઇ ખાતે.

મુંબઇ (મલાડ) : મૂળ કપાયા (તા. મુંદરા)ના અનિલ (ઉ.વ. 50) તે શાંતિલાલ કલ્યાણજી રાસ્તેના પુત્ર, યોગેશ, ભારતી, ભરત, તિલક, વર્ષા લક્ષ્મણ આચાર્ય, જયશ્રી જયંત પંડયા, પ્રતિમા મનોજ દેવધર, ભાવના નિખિલ સાવલાના ભાઇ, નયનાના દિયર, રસીલા ચંપકલાલ રાસ્તેના ભત્રીજા તા. 8-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-7-2025ના સાંજે 4થી 6 લાલા બાપાનું મંદિર, મલાડ ઇસ્ટ, મકરાની પાડા, મુંબઇ ખાતે. 

Panchang

dd