ભુજ : મૂળ રાપરના મહેતા ભૂપેન્દ્રભાઇ
મહાદેવભાઇ (ઉ.વ. 74) તે સ્વ. નાનુબેન મહાદેવભાઇ હરચંદભાઇના પુત્ર, ધર્મેશ (પપ્પુ),
વિરલ (સિદ્ધિ-ભુજ), જિજ્ઞા, હેતલ, વૈશાલીના પિતા, બાદરલાલ લાલચંદભાઇ અમડકા (રાપર)ના
જમાઇ, ધર્મા, શ્વેતા, ભાવેશ કોરડિયા, અભય ગાંધી, જિગર દોશીના સસરા, સ્વ. ભોગીલાલ, સ્વ.
નવીનચંદ્ર, પ્રવીણચંદ્ર, પ્રતાપભાઇ, સ્વ. પ્રભાબેન રાયશીભાઇ વોરા, ચંપાબેન ચનમલાલ વોરા,
પ્રફુલ્લાબેન જયંતીલાલ મોરબિયાના ભાઇ, સુશીલાબેન, નિતાબેનના દિયર, શાંતાબેન, વાસંતીબેનના
જેઠ, દર્શન, વિરેન, અમિષ (પત્રકાર), બંટી, મિલન, ચિંતન, વિપુલ, મધુબેન, પારૂલબેન, લીનાબેન,
પૂર્વીબેન, સિદ્ધિબેન, ચેલ્સાના કાકા, ચારૂચંદનાશ્રીજી, ચારૂમૈત્રીશ્રીજી મ.સા.ના સંસારી
કાકા, ઉષા, વૈશાલી, વનિતા, પેરિન, ધ્વનિના કાકા સસરા, દેવ, જિનાયા, જ્ઞાની, વિરાંશના
દાદા, મોક્ષા, ઋત્વી, નીર, સ્વર્ગ, આર્વિ, જિનાર્યાના નાના તા. 6-12-2024ના અવસાન પામ્યા
છે.
ભુજ : લુહાર કાસમ ઇબ્રાહિમ
(ઉ.વ. 55) તે મ. હાજી મામદ, મ. યાકુબ, ઇસ્માઇલ, જુસબ, ઉમર ઇબ્રાહિમના ભાઇ, સિકંદર,
શબ્બીરના પિતા, મૌલાના ઇબ્રાહિમ (ભદ્રેશ્વર), આસિફ, સલીમ, હમજા, શકીલના કાકા, ફાઇસ
થારિયાના સસરા તા. 6-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-12- 2024ના સોમવારે
સવારે 10થી 11 સિદી જમાતખાના, ભુજ ખાતે.
ભુજ : મૂળ લોડાઇના દમયંતીબેન
(ઉ.વ. 75) તે મથુરાદાસ મોનજી ઠક્કર (ભીંડે)ના પત્ની, સ્વ. સાવિત્રીબેન શંકરલાલ વેલજી
રાયકુંડલના પુત્રી, સ્વ. પાર્વતીબેન મોનજી ભીંડેના પુત્રવધૂ, સ્વ. કુંજલતાબેન ડાહ્યાલાલ
કાનાબાર, હરીશભાઇ (અમદાવાદ), સ્વ. મુકુંદભાઇના ભાભી, જયશ્રીબેનના જેઠાણી, સ્વ. અરવિંદભાઇ,
અનસૂયાબેન છોટાલાલભાઇ દૈયા (અંજાર)ના મોટા બહેન, હેમલતાબેનના નણંદ, જ્યોતિકાબેન, વિજયભાઇ,
કોમલબેનના માતા, જયેશભાઇ ઠક્કર (ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલ), જગદીશભાઇ ઠક્કર (ભૂમિ
હેન્ડીક્રાફટ), નયનાબેનના સાસુ, હિતાર્થ, રિયાનના દાદી, તિતિક્ષા, તનય, રોનિત, મોહિત,
પુનિતના નાની તા. 5-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.
7-12-2024ના શનિવારે સાંજે 4.30થી 5.30 બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.
અંજાર : મૂળ ગળપાદરના કચ્છ
ગુર્જર ક્ષત્રિય (મિસ્ત્રી) ગં.સ્વ. પ્રવીણાબેન ચૌહાણ (ઉ.વ. 60) તે સ્વ. હરિલાલભાઈ
ચૌહાણ (ગળપાદર)ના પત્ની, સ્વ. પ્રેમુબેન શામજીભાઈ ચૌહાણના પુત્રવધૂ, સાગર, આરતીના માતા,
પૂજા, ઈશ્વર જેઠવાના સાસુ, સ્વ. શાંતાબેન ભવાનભાઈ ચૌહાણ (મોરબી)ના પુત્રી, પ્રભુલાલ,
મનસુખ, પ્રફુલ્લ, જશવંત, ગં.સ્વ. માયાબેન દયારામભાઈ ખોડિયાર (રાજકોટ), મીનાબેન રમેશભાઈ
ખોડિયાર, સુમિતાબેન હંસરાજભાઈ ખોડિયારના બહેન, ગં.સ્વ. હર્ષાબેન અરૂણભાઇ ચૌહાણના દેરાણી,
સ્વ. ચંદ્રિકાબેન બલરામભાઈ ચૌહાણના જેઠાણી, મનીષ શશિકાંતના કાકી, પૂજા, મેહુલ વેગડ,
દીપેન, રીચા ચૌહાણના મોટાબા, નિયતિ, શિવાંશના દાદી, નિધિ, ભાર્ગવના નાની, રાધિકા શશિકાંત
ચૌહાણ, છાયા મનીષ ચૌહાણના કાકીજી તા. 6-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
9-12-2024ના સોમવારે સાંજે 4થી 5 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિસ્ત્રી) સમાજ ભવન, અંજાર
ખાતે ભાઇઓ-બહેનોની સંયુક્ત.
અંજાર : અરાવિંદભાઇ લાલજીભાઇ
બાંભણિયા (ઉ.વ. 52) તે ગં.સ્વ. રામીબેન, સ્વ. લાલજીભાઇના પુત્ર, સુમિત્રબેનના પતિ,
વ્રજલાલભાઇ, હરીશભાઇ, ધનગૌરીબેન ભીમજીભાઇ હડિયા, ગીતાબેન માવજીભાઈ ચોટારાના ભાઇ, મંજુલાબેનના
દિયર, હંસાબેનના જેઠ, ભીમજીભાઇ હડિયા, માવજીભાઈ ચોટારાના સાળા, સોનાલીબેન વિષ્નુભાઇ
ચોટારા, દીપાલી, સુજલના કાકા, વિષ્ણુ, નયનાના મોટાબાપા તા. 4-12-2024ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 7-12-2024ના શનિવારે બપોરે 3થી 4 રઘુનાથજી મંદિર, સવાસર નાકા,
અંજાર ખાતે.
માંડવી : જોગી વીરજી (કારો)
હરજી ચૌહાણ (ઉ.વ. 45) તે શામાબેન હરજી કાનજીના પુત્ર, શિવજી, સ્વ. શામજીના ભત્રીજા,
શામજી (પપન)ના નાના ભાઇ, ખીમજી, હીરજી, મીઠુના કાકાઇ ભાઇ, આશિષ, નીતિનના પિતા, લધુ
પૂંજા (મોડકુબા)ના જમાઇ તા. 5-12-2024ના અવસાન પામ્યા છે. આગરીની રાત તા.
15-12-2024ના રવિવારે તથા પાણીની વિધિ તા. 16-12-2024ના સોમવારે નિવાસસ્થાને જી.ટી.
ગ્રાઉન્ડની સામે, જોગીવાસ, માંડવી ખાતે.
માંડવી : સુમરા જાકુબ ઇબ્રાહિમ
(ઉ.વ. 58) તે સુલ્તાન, હુશેન, સલમાનના પિતા, મુબારક, નૂરમામદના ભાઇ, હાજી અબ્દુલ કરીમ,
હાજી ઇસ્માઇલ, મોહમ્મદ હાજી કરીમ, અબ્દુલ લતીફ, જુસબ ઉમર, આધમ ઉમર, મ. સુલેમાનના કાકાઇ
ભાઇ તા. 6-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-12-2024ના રવિવારે સવારે
10થી 11 વલ્લભનગર જમાતખાના, માંડવી ખાતે.
દેશલપર-વાંઢાય (તા. ભુજ)
: લાછુબેન કરમશીભાઇ માવાણી (કરમશિયાણી) (ઉ.વ. 97) તે સ્વ. કરમશીભાઇ પ્રેમજીભાઇ માવાણીના
પત્ની, લક્ષ્મીબેન ગોપાલ પોકાર (જિયાપર), કાન્તિલાલ, રમીલાબેન નરશીં સેંઘાણી (ગઢશીશા),
શાન્તાબેન રવજી ધોળુ (માનકૂવા), સ્વ. મોહનલાલ, સ્વ. નીમુબેન મણિલાલ ભગત (ગુણાતિતપુર)ના
માતા, અનસૂયાબેન રાજેશ પોકાર (ગઢશીશા), ભાવનાબેન અનિલ લિંબાણી (ગઢશીશા), ચેતનાબેન મેહુલ
છાભૈયા (આણંદપર), પૂનમબેન સાગર ભગત (વિથોણ), પ્રથમના દાદી, સ્વ. મોંઘીબેન રવજી લિંબાણી
(માનકૂવા)ના ભાભી, સ્વ. રામજી લાલજી ગોરાણી (કલ્યાણપર-મંજલ હાલે ખિલોડિયા કંપા)ના પુત્રી
તા. 6-12-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 7-12- 2024ના સવારે 9 વાગ્યે નિવાસસ્થાનેથી
નીકળશે. સાદડી તા. 8-12-2024ના એક દિવસ સવારે 8થી 11, બપોરે 3થી 5 નિવાસસ્થાને.
કેરા (તા. ભુજ) : સૈયદાબાનુ
હસનૈનઅલી ખોજા (ઉ.વ. 28) તે હસનૈનઅલી પ્યારઅલી નાયાણીના પત્ની, મહેબૂબઅલી હુસૈનઅલી
ખોજાના પુત્રી, કાસીમના માતા, મ. હુસૈનઅલી અબ્દુલ્લાહ, ઝયનબબેન હુસૈનઅલીના પૌત્રી,
રજબઅલી હુસૈનઅલીના ભત્રીજી, યાસ્મીનબેન પ્યારઅલી અકબરઅલી નાયાણી (બાધણાવાળા)ના પૂત્રવધૂ,
મહેંદી, કનીઝબાનુના ભાભી, સુજાદ, મહમદ, રેહાનાબેન, રિફ્ફતબેન, રિદાબેનના બહેન તા.
6-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત (બેસણું) તા. 8-12-2024ના રવિવારે સવારે
11.15 વાગ્યે ખોજા શિયા ઇશના અશરી મસ્જિદ, કેરાના ઈમામ બારગાહ હોલમાં.
મિરજાપર (તા. ભુજ) : મૂળ
બિદડા (તા. માંડવી)ના કીર્તિભાઈ રતિલાલ લીંબાણી (ઉ.વ. 45) તે અંબિકાબેનના પતિ, માનના
પિતા, વિનોદભાઈ, ઉમેશભાઈ, અરૂણાબેનના નાના ભાઈ, અમૃતાબેન, નીતાબેનના દિયર, તુલસીભાઈ
જબુઆનીના સાળા, હર્શુતા, ભાવિક, રાજ, હેતના કાકા, કસ્તૂરબેન જયંતીલાલ સાંખલાના જમાઈ
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-12-2024ના સોમવારે સવારે 9થી 1 પુષ્કર્ણા બ્રાહ્મણ
સમાજવાડી, ભાટિયા સમાજવાડીની બાજુમાં, પ્રમુખસ્વામી ચોકડીની બાજુમાં, ભુજ ખાતે.
કોડકી (તા. ભુજ) : દેવલબેન
સાંગાભાઇ રબારી (ઉ.વ. 55) તે સાંગાભાઇ ભચાભાઇના પત્ની, જેમલ અને લીલાબેન દેવરાજ (સણોસરા)ના
માતા, સ્વ. ભચીબેન ભચાભાઇ વજાભાઇના પુત્રવધૂ, લખમીર ભચા, રામા ભચા, લખમાબેન હભુ (સણોસરા
હાલે ગણેશનગર-ભુજ)ના નાના ભાઇના પત્ની, હિમાબેન વંકા (દુધઇ હાલે ગણેશનગર-ભુજ)ના મોટા
ભાઇના પત્ની, રવજી, કમલેશ, પ્રકાશ, કાઉંબેન કચરા (મોરગર), હિનાબેન હરેશ (ફોટડી), જશુબેન
સાજણ (ભોપાવાંઢ)ના કાકી, ગં.સ્વ. રબારી કાઉંબેન ખેતા (કાલરવાંઢ)ના મોટા પુત્રી, રાજુબેન
પચાણ (જાડુઆ), કરમશી ખેતા, દેવા ખેતાના મોટા બહેન તા. 5-12-2024ના અવસાન પામ્યા છે.
સાદડી નિવાસસ્થાન કોડકી ખાતે.
નાગોર (તા. ભુજ) : અજિત હીરાલાલ
સુથાર તે મણિબેન હીરાલાલ પૂંજા સુથારના પુત્ર,
જયશ્રીબેનના પતિ, ગં.સ્વ. મીઠીબેન દામજીભાઇ (પાંતિયા)ના જમાઇ, જયાબેન રમેશભાઇના ભત્રીજા,
કુણાલના પિતા, અંજુબેન, શીતલબેન, કિરણબેન, દિલીપભાઇ, ભૂમિકા, ભાવિકાના મોટા ભાઇ તા.
6-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-12-2024ના બપોરે 3થી 5 સોરઠિયા સમાજવાડી,
નાગોર ખાતે.
મોટા રેહા (તા. ભુજ) : મમણ
ફાતમાબાઇ ઓસમાણ (ઉ.વ. 90) તે કાસમ, ઇબ્રાહિમના માતા, ઇકબાલ કાસમ, અલ્તાફ, કાદર, સલીમના
દાદી, મમણ ગની જુસબ, આદમના મોટામા, મ. લાડક સાલેમામદ ઇશાક (ગજોડ), મ. પારા હાસમ ઇશાક
(હાજાપર), ગગડા લાલમામદ જુમા (મથડા)ના સાસુ તા. 6-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 8-12-2024ના રવિવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, મોટા રેહા ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : મૂળ
ખારુઆના નવીનચંદ્ર મૂરજી શાહ (ઉ.વ. 63) તે વાસંતીબેનના પતિ, પરાગ, બીના, સીમા, મિતાના
પિતા, મુકેશ, મેહુલ, અલ્પાના સસરા, કિશોર, વિમળા, દમયંતીના મોટા ભાઈ, પ્રીત, રુદ્ર,
રુહીના દાદા, જિનય, મહેક, જૈનમના નાના તા. 6-12-2024ના અવસાન પામ્યા છે.
મસ્કા (તા. માંડવી) : નિર્મળાબેન
ભૂપેન્દ્રભાઇ નાકર (ઉ.વ. 70) તે સ્વ. ભૂપેન્દ્રભાઇ વેલજી નાકર (ચક્કીવાળા)ના પત્ની,
સ્વ. ધનબાઈ વેલજી નાકરના પુત્રવધૂ, લઘુભાઇના ભાઇના પત્ની, ગં.સ્વ. કસ્તૂરબાઈ મંગલદાસના
જેઠાણી, ભરત, હસ્મિતા ભાસ્કર મહેતા, ગં.સ્વ. અલ્પા જયેશ મોતા, શિલ્પા કમલેશ નાથાણીના
માતા, લક્ષાબેનના સાસુ, ધૃતિ, દીપના દાદી, જાનકીબેન તથા જયભાઇના દાદીસાસુ, ચંદ્રેશ,
હરેશ, રાજેશ, ગીતા, રીટા, નીપા, ગીતા, જિજ્ઞાના કાકી, સ્વ. શંકરજી ખીમજી મોતા (ગુંદિયાળી
લાલબાગ વાડીવાળા)ના પુત્રી, સ્વ. કરશનજી, સ્વ. રુક્ષ્મણિબાઈ વાલજી રાજગોર, કાંતિલાલ,
સ્વ. નંદલાલ, સ્વ. ઝવેરબેન લઘુભાઇ, સ્વ. કસ્તૂરબેન
મૂળશંકર, હેમલતાબેન અરાવિંદભાઈ રાજગોર, સ્વ. ચીમનલાલ, ભરતભાઇ, મધુબેન પ્રાણલાલ ઉગાણીના
બહેન તા. 6-12-2024ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-12-2024ના
રવિવારે બપોરે 3થી 5 મસ્કા રાજગોર સમાજવાડી, મસ્કા ખાતે.
કોડાય પુલ-મહાવીરનગર (તા.
માંડવી) : મૂળ બાગના રામજી લક્ષ્મીદાસ મોતા (ઉ.વ. 70) તે સ્વ. લક્ષ્મીબેન લક્ષ્મીદાસ
પ્રેમજી મોતાના પુત્ર, લક્ષ્મીબેનના પતિ, જયશ્રી, દિવાળી, દીપાલી અને ચેતનના પિતા,
ગૌરીશંકર વીરજી નાકર, સુરેશ નારણજી નાકર, દીપક નાનજી નાકર, નીતાબેનના સસરા, હર્ષ અને
ધૃતિના દાદા, ભાવેશ, રાહુલ, પરેશ, ઉમંગી, ભૂમિ, શિવાની, ખુશ્બૂ, જિયા, રિદ્ધિના નાના,
અરાવિંદ, રસિક, કલ્પનાબેન મણિશંકર નાકર, તારાબેન વિનોદભાઈ નાગુના મોટા ભાઈ, ભારતીબેન,
લતાબેનના જેઠ, ગિરીશ, શરદ, સુનીલ, નીલેશ, હાર્દિક, ધવલ, જસ્મિતા દીપેશ પેથાણી, વૈશાલી
જગદીશ પેથાણીના કાકા, સ્વ. જસુબાઈ મોરારજી માધવજી નાગુ (બાગ)ના જમાઈ, સ્વ. દેવજી, સ્વ.
ભગવાનજી, સ્વ. પ્રભુલાલ, મનસુખ, જગદીશ, ધીરજ, સ્વ. કસ્તૂરબેન, ગં.સ્વ. રાધાબેન, દમયંતીબેન,
જયાબેનના બનેવી તા. 6-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.
8-12-2024ના રવિવારે બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી, બાગ ખાતે.
દેવપુર-ગઢ (તા. માંડવી)
: કરસન વિશ્રામ પોકાર (ઉ.વ. 82) તે સ્વ. હેજબાઇ વિશ્રામભાઇ પોકારના પુત્ર, સ્વ. નાનબાઇના
પતિ, મણિબેન (નાસિક), મગનભાઇ, શારદાબેન (વેરસલપર), સરલાબેન (લુડવા)ના પિતા, શાંતાબેન,
કરમશીભાઇ લિંબાણી (નાસિક), ગંગારામભાઇ સાંખલા (વેરસલપર), રતિલાલભાઇ (લુડવા)ના સસરા,
સ્વ. નાનજીભાઇ (કુરબઇ), સ્વ. ભચીબેન (મદનપુરા), કાંતાબેન (વરઝડી), લક્ષ્મીબેન (હરિપુરા-ડાકોર)ના
ભાઇ, કાંતાભાઇ (કુરબઇ), અમરતભાઇ (કુરબઇ), રતનશીભાઇ (કુરબઇ), વિઠ્ઠલભાઇ (કુરબઇ), મણિલાલભાઇ
(કુરબઇ), નર્મદાબેન (મહેસાણા)ના કાકા, કોમેશ, વંદના, અમિતના દાદા તા. 5-12-2024ના અવસાન
પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-12-2024ના સવારે 8.30થી 12 અને બપોરે 3થી 5 પાટીદાર
સનાતન સમાજવાડી, ઉમિયા નગર, દેવપુર (ગઢ) ખાતે.
શિરાચા (તા. મુંદરા) : જગાભાઇ
બુધાભાઇ બુચિયા (ઉ.વ. 80) (પૂર્વ સરપંચ-શિરાચા, પૂર્વ ઉપપ્રમુખ ઉગમણા પરગણા મારૂ વણકર
સમાજ) તે વાલબાઇના પતિ, પૂંજાભાઇ, ભોજાભાઇ, ગાભુભાઇ, પ્રેમજીભાઇના પિતા, મૂરજી ધના
ખોખર (માથક)ના જમાઇ, સ્વ. વેલા મુરા, મગન, તેજાભાઇ, મનજીના બનેવી, સ્વ. દેવજી આતુ બુચિયા,
સ્વ. સવા આતુ, સ્વ. કાનજી આતુ, સ્વ. દેવલબેન પરબત સંજોટ (બિદડા), સ્વ. લખમાબાઇ વસ્તાભાઇ
કોચરાણી (આદિપુર), સ્વ. જીવાબાઇ પૂંજાભાઇ લોંચા (આદિપુર), સ્વ. નાનબાઇ બુધાના ભાઇ તા.
5-12-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ આગરી તા. 13-12-2024ના તથા ઘડાઢોળ (પાણી)
તા. 14-12-2024ના નિવાસસ્થાન શિરાચા ખાતે.
ઉગેડી (તા. નખત્રાણા) : કુંભાર
ઈસમાઈલ જુસબ (ઉ.વ. 82) તે મ. લતીફ જુસબના મોટા ભાઈ, કુંભાર આધમ, મામદ, હુસેનના પિતા,
મુસા લતીફ, સાલેમામદ લતીફ, ગની લતીફ, અબ્દુલ લતીફ, હનીફ લતીફના મોટાબાપા, ઈમ્તિયાઝ,
શબ્બીરના દાદા, કુંભાર અલીમામદ, કુંભાર હાસમ અને કુંભાર મજીદના સસરા, હાજી ઈસાભાઈ,
હાજી હાસમભાઈ, હાજી મજીદભાઈ, હાજી અબદરેમાનભાઈ, ઈકબાલભાઈ, રજાક હાજી જાકબ (અંજાર)ના
મામા તા. 5-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-12-2024ના રવિવારે સવારે
10 વાગ્યે નિવાસસ્થાન, ઉગેડી ખાતે.
ખટિયા (તા. લખપત) : જાંજાણી
મનજીભાઇ પબા (ઉ.વ. 84) તે મૂલબાઇના પતિ, હરજીભાઇ, સ્વ. મેઘજીભાઇ, આચારભાઇ, ભોજરાજભાઇના
પિતા, સ્વ. ચાંપુબાઇ નાથા, મૂલબાઇ ખીમજી, કાનજી ભગત, હીરજીભાઇ, લખુભાઇ, ધનજીભાઇના ભાઇ,
જીવા ત્રિકમ બલિયા (પાનેલી)ના બનેવી, ભીમજી, રવિલાલ, સામજી, ભરત, દયાલાલ, પ્રવીણ, વિજયના
દાદા તા. 6-12-2024ના અવસાન પામ્યા છે. બારસ તા. 16-12-2024ના સોમવારે સાંજે તથા તા.
17-12-2024ના સવારે ઘડાઢોળ (પાણીયારો) નિવાસસ્થાન ખટિયા ખાતે.
રાજકોટ : સાધનાબેન માંકડ
(ઉ.વ. 72) તે ભાવેશભાઈ (ભવસુખભાઈ) અરાવિંદરાય માંકડ (નિવૃત્ત એ.જી. ઓફિસ)ના પત્ની,
પ્રણવના માતા, વસુબેન નલિનકાંત વૈદ્યના મોટા પુત્રી, મીના મહેશભાઈ માંકડ (જામનગર),
હર્ષા જયંતભાઈ ઢેબર (અમદાવાદ), કાલિંદી રાહુલભાઇ વોરા (ભુજ), વિપુલ વૈદ્ય (પત્રકાર,
હાલે મુંબઈ), હિના પીયૂષભાઈ વોરા (ભુજ), મૌસમી ઉમેશભાઈ ધોળકિયા (માધાપર)ના મોટા બહેન
તા. 6-12-2024ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે. ચક્ષુદાન કર્યું છે.)