• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

અવસાન નોંધ

ભુજ : જયાબેન પ્રાણલાલ ગોર (નાકર) (ઉ.વ. 80) તે પ્રાણલાલ વિઠ્ઠલજી (પૂર્વ કર્મચારી-એસ.ટી.)ના પત્ની, શશિકાંત (સુરેશ)ના માતા, ઉષાબેનના સાસુ, કિશનના દાદી, વિધિના દાદીસાસુ, સ્વ. જયેષ્ઠારામ, સ્વ. નવીનભાઇ, સ્વ. બિપીનભાઇ, પ્રવીણભાઇ, દીપકભાઇ, સ્વ. રમણબેન, ઇન્દુબેન, ઝવેરબેન, કંચનબેન, બંસરીબેનના ભાભી, ઉત્તમરામ ઓધવજી મોતા (મોટી વરંડી)ના પુત્રી, સ્વ. મીઠીબેન, સ્વ. હિંમતલાલ, રવિકાન્તભાઇ, પ્રવીણભાઇના બહેન તા. 23-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 25-12-2024ના બુધવારે સાંજે 4થી 5.30 વાગડ બે ચોવીસી સમાજવાડી (વી.બી.સી.), ફાયર બિગ્રેડની બાજુમાં, આર.ટી.ઓ. સર્કલ, ભુજ ખાતે.

ભુજ : અંકિત અશોકભાઈ ધોકાઈ (ઠક્કર) (ઉ.વ. 35) તે ધારાબેનના પતિ, હેતના પિતા, ગીતાબેન અશોકભાઈના પુત્ર, શાંતિલાલ અને સ્વ. કંચનબેન શાંતિલાલ ધોકાઈના ભત્રીજા, મયંકના મોટા ભાઈ, અંકિતા મયંકભાઇના જેઠ, પ્રિશા મયંકભાઇના મોટાબાપા, રંજનબેન યશવંતરાય શેઠના જમાઈ, અર્પિત યશવંતરાય શેઠના બનેવી તા. 23-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 25-12-2024ના બુધવારે સાંજે 4થી 5 સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, વાલદાસનગર, ભુજ ખાતે.

ભુજ : રૂકિયાબાઇ હાજી દાઉદ મોગલ કુરૈશ (ઉ.વ. 80) તે હાજી દાઉદ જાનમહંમદના પત્ની, મ. ગુલમહમદ અને મોહમદ રફીકના ભાભી, મુસ્તાકના માતા, અયાઝના દાદી, મ. અબ્દુલગફુર, ઝાકીરહુશેન, હાજી મહેમૂદશા બાવાના બહેન, મ. ખ્વાજાભાઇ, વસીમ (એડવોકેટ), ફૈઝલ, મુસ્તકીમના મોટીમા, મ. ફારુક, અસલમ, તૌસિફ, જાનમોહમદ, જાવેદ, આફરીદીન, અફઝલ, શાહિદના ફઇ, મ. અનવર ભુકેરા, સલીમ થેબા (મુંદરા)ના સાસુ, મુર્તઝા, મેરાઝના નાની તા. 22-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-12-2024ના બુધવારે સવારે 10થી 11 પીર સૈયદ સાજનશા મસ્જિદ, સેજવાલા માતામ, ભુજ ખાતે તથા બહેનો માટે પીર સૈયદ લાલશાહ બુરહાનશા કુરૈશ દરગાહ શરીફ કમ્પાઉન્ડ ખાતે.

ભુજ : જિજ્ઞાબેન (ઉ.વ. 54) તે સ્વ. ભૂવનેશ્વરીબેન, સ્વ. દિનેશચંદ્ર હરસુખરાય ધોળકિયાના પુત્રી, કૃપાબેન (ટ્રસ્ટી સહજીવન), પ્રવીરભાઇ (એડવોકેટ)ના બહેન, ચંદ્રવદન હરસુખરાય ધોળકિયાના ભત્રીજી, સ્વ. ઇન્દિરાબેન, સ્વ. ઉદયશંકરભાઇ ભગવાનલાલ વૈશ્નવના દોહિત્રી તા. 23-12-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 24-12-2024ના સવારે 9 વાગ્યે નિવાસસ્થાન એમ-30, 599, ગરબી ચોક, નવી ઉમેદનગર કોલોનીથી સ્વર્ગ પ્રયાણધામ જશે.

ભુજ : મૂળ પત્રીના વનરાજસિંહ જાલમસિંહ જાડેજા (ઉ.વ. 77) (નિવૃત્ત શિક્ષક, વી. ડી. હાઇસ્કૂલ-ભુજ-જાડેજા સાહેબ, વિરલ આર્ટવાળા) તે કવિન્દ્રસિંહ (બી-લિટલ), પૂનમબા, વિરાજબાના પિતા, રઘુવીરસિંહ ગોહિલ (રાજકોટ), મયૂરસિંહ રાઠોર (ભાવનગર)ના સસરા, ઇશ્વરસિંહ, ચંદ્રસિંહ, પૃથ્વીરાજસિંહ (મુંદરા)ના કાકા, સ્વ. કરણસિંહજી વાઘેલા (વાઘેલા ડેલી)ના જમાઇ, સ્વ. મહેન્દ્રસિંહ, જયેન્દ્રસિંહ, ધનકુંવરબા, ભારતીબાના બનેવી, ભીખુભા જાડેજા (ખેડોઇ), કૃષ્ણાજસિંહ જાડેજા (મોટા આસંબિયા)ના સાઢુભાઇ તા. 23-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું બેસણું તા. 26-12-2024ના ગુરુવારે સાંજે 4થી 5 શક્તિધામ, ભુજ ખાતે.

ભુજ : ચાકી સકીનાબેન (બુઢા બાપા) (ઉ.વ. 92) (મોટા કાંડાગરાવાળા) તે મ. જુસબ ઇલિયાસના પત્ની, મ. જાનમામદ ઇલિયાસ, મ. ઇસ્માઇલ ઇલિયાસ, જુણસ ઇલિયાસના ભાભી, મ. સુમાર, અબ્દુલ્લાહ, તૈયબના માતા, કરીમમામદ (કપાયા), હાસમ (બારોઇ), સલીમ (ગોધરા), મુસ્તાક (નારાણપર)ના સાસુ, તાલબ અને સિધિકના બહેન, અશરફ, નૂરમામદ, કાદર, સમીર, સાજીદના દાદી તા. 23-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-12-2024ના બુધવારે સવારે 11થી 12 મહેંદી કોલોની, ચાકી જમાતખાના, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ સંઘડના ભગવતીબેન (ભાગેરતીબેન) ઠક્કર (રૂપારેલ) (ઉ.વ. 75) તે સ્વ. ચત્રભુજ વલમજી રૂપારેલના પત્ની, તુલસીભાઇ, વસંતભાઇ, હંસાબેન ભરતભાઇ કોટક, ઇન્દિરાબેન દિલીપભાઇ કોડરાણી, ગીતાબેન ભૂપેન્દ્રભાઇ છાબડાના માતા, જયશ્રીબેન, વૈશાલીબેનના સાસુ, માધુરી, અંકિતા, જાનવી, શ્રુતિ, જય, ઇશા, ક્રિશાના દાદી, સ્વ. હીરજી, રામજી (મુંદરા), હાથીરામભાઇ (ધાણેટી), સ્વ. વનિતાબેન જેઠાલાલ કાથરાણી (અંજાર), સ્વ. લક્ષ્મીબેન કાનજીભાઇ ઠક્કર (માધાપર)ના બહેન, સ્વ. આણંદજી ડુંગરશી મજેઠિયા (લોડાઇ)ના પુત્રી, તા. 22-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-12-2024ના સાંજે 4થી 5 ઝૂલેલાલ મંદિર, હોટેલ શિવ રેજેન્સી પાછળ, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : મૂળ દેશલપર-વાંઢાયના રશ્મિબેન તે અશોકભાઇ ધરડાના પત્ની, જીવાબેન મોહનભાઇ ગોપાલ ધરડાના પુત્રવધૂ, ઇન્દિરાબેન મહેન્દ્ર ધરડાના દેરાણી, સ્વ. મંજુલાબેન રામભાઇ દવે (અંજાર)ના પુત્રી, વિહારિકા (સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ-આદિપુર)ના બહેન, દેવાંશી, નંદની, અશોકના માતા, કુમકુમ, મનોહરના કાકીસાસુ, અમનના કાકી, હિતિલના દાદી, ભારતીબેન લાલજીભાઇ ગોવારના ભાભી તા. 22-12-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 25-12-2024ના આગરી, સંતવાણી તથા તા. 26-12-2024ના સવારે ઘડાઢોળ (પાણીયારું) નિવાસસ્થાન રૂમ નંબર 326, ગણેશનગર ખાતે.

આદિપુર : સોઢા પોપટજી દેવરાજજી (ઉ.વ. 75) તે કોકિલાબેનના પતિ, ભીખુભાઇ, ભાવેશભાઇના મોટા ભાઇ, હરેશ, રમેશ, સુરેશ, દીપક, અનિલ, નીલેશના મોટાબાપુ, પ્રભાબેન, કંચનબેન, ભાવનાબેન, રીનાબાના પિતા, સુખદેવભાઇ ચૌહાણ (હળવદ), ભવનજી ભાટી (મહેસાણા), બટુકભાઇ જેશર (ભચાઉ), સ્વ. નરેન્દ્રસિંહ પરમાર (ભચાઉ)ના સસરા, અજય, રાજ, મેહુલ, આર્યનના નાના તા. 21-12-2024ના અવસાન પામ્યા છે. લોકાચાર, કાણ, મોરયા તા. 29-12-2024ના રવિવારે નિવાસસ્થાન આદિપુર ખાતે.

અંજાર : મૂળ ખેડોઇના નારૂભા મહોબતસિંહ જાડેજા (ઉ.વ. 74) (પૂર્વ કારોબારી ચેરમેન, અંજાર તાલુકા પંચાયત) તે સ્વ. જખુભા મહોબતસિંહ, સ્વ. નરપતસિંહ મહોબતસિંહ, સ્વ. દેવુભા મહોબતસિંહના નાના ભાઇ, જયરાજસિંહ તથા સ્વ. નરેશસિંહના પિતા, દશરથસિંહ જખુભા (પ્રમુખ, અંજાર શહેર રાજપૂત ક્ષત્રિય સમાજ), મનુભા જખુભા, બિપિનસિંહ દેવુભા, હરેશસિંહ દેવુભા, જગદીશસિંહ નરપતસિંહના કાકા, હર્ષરાજસિંહ, મહાદીપસિંહ, પાર્થરાજસિંહના દાદા તા. 22-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-12-2024ના ગુરુવારે સાંજે 4થી 6 રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા, અંજાર ખાતે.

અંજાર :  અ.સૌ. રશ્મિ અશોક ધેડા તે સ્વ. મંજુલાબેન રામભાઇ દવે (નિવૃત્ત આચાર્ય શાળા નં. 3)ના પુત્રી, અશોકભાઇ મોહનલાલ ધેડાના પત્ની, જીવીબેન મોહનલાલ ધેડાના પુત્રવધૂ, વિહારીકા રામભાઇ દવે (સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ-આદિપુર)ના બહેન, દેવાંશી અને નંદનીના માતા, સ્વ. જેન્તીલાલ નાનાલાલ દવે, સ્વ. રમણીકલાલ નાનાલાલ દવે, સ્વ. નવીનચંદ્ર નાનાલાલ દવે, જનકરાય નાનાલાલ દવે, રાજેન્દ્ર શાંતિલાલ દવે, સ્વ. મૃદુલાબેન મહાદેવપ્રસાદ દવે, સ્વ. ચંદાબેન રાજેન્દ્રપ્રસાદ ભારદ્વાજના ભત્રીજી, સ્વ. બેનીબેન ચૂનીલાલ વાઘેલાના દોહિત્રી, સ્વ. રમણીકલાલ ચૂનીલાલ વાઘેલા, રસિકલાલ ચૂનીલાલ વાઘેલા, હીરાલાલ ચૂનીલાલ વાઘેલાના ભાણેજ તા. 21-12-2024ના અવસાન પામ્યા છે. માતૃ પક્ષની પ્રાર્થનાસભા તા. 27-12-2024ના શુક્રવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન શ્રીમાળી કોલોની, મારુતિ ગ્રાઉન્ડ, નવા અંજાર ખાતે.

માંડવી : મૂળ સુથરીના ગં.સ્વ. લીલાવંતીબેન કેશવજી નાકર (ઉ.વ. 83) તે સ્વ. કેશવજી કલ્યાણજીના પત્ની, વેલજીભાઇ તથા ગુલાબશંકરના ભાભી, પ્રફુલ્લાબેન તથા અરૂણાબેનના જેઠાણી, માકાણી જમનાબેન નારાણજી (ભીટારા)ના પુત્રી, મંગલદાસ, કાંતિલાલ, બચુબેન, મણિબેનના બહેન, સ્વ. રમેશ, હસમુખ, કમલેશ, વનિતાના માતા, પાર્વતીબેન, તરલાબેન, જ્યોતિબેન, જિતેન્દ્ર હરિશંકર જોષી (કોઠારા), મુકેશભાઇ મેહુલભાઇના સાસુ, કિરણ, વિનોદ, બિપીન, ઉષાબેનના કાકી, હિતેન, વિરેન, જ્યોતિ, જિજ્ઞા, રેખા, સીમા, ખુશ્બૂ, ભક્તિ, રિયા, જાનકી, મહેક, વંશિકાના દાદી, ડિમ્પલ, જલ્પા, અમિતના નાની, ભાવિકાબેનના નાનીસાસુ, નીતિન, લાભશંકર, કલ્પેશ, ભાવિન, દર્શન, મિતેષ, અક્ષયના દાદીસાસુ તા. 22-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 24-12-2024ના બપોરે 3થી 5 સત્સંગ આશ્રમ, તળાવ ગેટની બાજુમાં, માંડવી ખાતે.

માંડવી : હીરબેન કેશવજી વેકરિયા (ઉ.વ. 68) તે કેશવજી કાનજીના પત્ની, રવજીભાઇ, પ્રેમિલા મનજી છભાડિયા, રોશની કલ્યાણ રાબડિયા, સીતા ખીમજી ગાજપરિયા, કાન્તાબેન દિનેશ રાબડિયા, વનિતા મહેશ કેરાઇના માતા, રેખા રવજી વેકરિયાના સાસુ તા. 22-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-12- 2024ના બુધવારે સવારે 7થી 8 નિવાસસ્થાને કલવાણ?રોડ, પેથાવાડી, માંડવી ખાતે.

નખત્રાણા : વીરેન્દ્રભાઈ (વીરજીભાઈ) જસરાજભાઈ ડાયાણી (ઉ.વ. 80) તે કુંવરબેનના પતિ, નટવરભાઈ, દિનેશભાઈ, જિતેન્દ્રભાઈના પિતા, ભગવતીબેન, હંસાબેન, મીનાબેનના સસરા, દીપેશભાઈ, મનીષભાઈ, અજયભાઈ, ચેતનભાઈ, મિતેષભાઈ, સીમાબેન (પલુસ), હેમાબેન (અમદાવાદ)ના દાદા, સ્વ. લખમશીભાઈ (નાગપુર), સ્વ. ધનજીભાઈ (કોલકાતા), સ્વ. વસ્તારામભાઈ (નખત્રાણા)ના ભાઈ, મણિલાલભાઈ, જેન્તીભાઈ, જગદીશભાઈ, ભગવાનદાસભાઈ, ચંદ્રકાન્તભાઈના કાકા, સ્વ. શિવજીભાઈ રામજી પારસિયા (નાના અંગિયા)ના જમાઈ તા. 23-12-2024ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 24-12-2024ના મંગળવારે નિવાસસ્થાન નખત્રાણા, નવાવાસ ખાતે. પ્રાર્થનાસભા તા. 25-12-2024ના બુધવારે બપોરે 3.30થી 5 પાટીદાર સમાજવાડી, નવાવાસ, નખત્રાણા ખાતે.

નખત્રાણા : કોલી હાજરાબાઇ મીઠુભાઇ ભમર (ઉ.વ. 73) તે સ્વ. કોલી મીઠુભાઇ જુમાભાઇના પત્ની, ધનબાઇ (દેવપર યક્ષ), બાબુલાલ, કાન્તિલાલના માતા, અજય, મુકેશ, હિતેષ, જશોદાબેન નીતિન, પ્રિયાના દાદી, ભીમજી, રમીલાબેન કિશન, હેમુના નાની તા. 23-12-2024ના અવસાન પામ્યા છે. સત્સંગ તા. 1-1-2025ના રાત્રે અને પાણી તા. 2-1-2025ના સવારે 9 વાગ્યે નિવાસસ્થાન સુરીભિટ્ટ, નખત્રાણા ખાતે.

માધાપર (તા. ભુજ) : જુણેજા કાસમ અલીમામદ ઉર્ફે કારો (ઉ.વ. 41) તે જુણેજા આમદ અલીમામદ (જિલ્લા પંચાયત)ના નાના ભાઇ, અમન, અતિક, અદનાનના પિતા, હુશેન પઢિયાર (નુંધાતડ)ના જમાઇ, અયુબ અને ગફુરના બનેવી, અબ્દુલ આમદ, અસલમ આમદના કાકા, ઉન્નડ જાનમામદ ઇશાકના સાળા, અલ્તાફ અબ્દુલ હોથીના કાકાઇ સસરા તા. 22-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-12-2024ના બુધવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, માધાપર ખાતે.

કેરા (તા. ભુજ) : ભાણબાઈ લાલજી ખોખરાઈ (ઉ.વ. 95)  તે મૂળજી લાલજી ખોખરાઇ, શાંતિલાલ લાલજી ખોખરાઈ, પુષ્પાબેન નાનજી હાલાઈ, જશુબેન જેઠાલાલ પિંડોરિયા, વાલબાઈ કલ્યાણ રાબડિયા, વીરબાઈ કાનજી હાલાઈ, નનિતા નારાણ કેરાઈના માતા તા. 23-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 25-12-2024ના બુધવારે સવારે 7.30થી 8.30 ભાઈઓનું સ્વામિનારાયણ મંદિર અને બહેનોનું નિવાસસ્થાને કેરા ખાતે.

મેઘપર (તા. ભુજ) : હરજીભાઇ ફફલ (ઉ.વ. 72) તે ગં.સ્વ. હાશબાઇ કરમશીભાઇ મહેશ્વરીના પુત્ર, ગં.સ્વ. કેસરબાઇ ગાંગજીભાઇ હિંગણા (દરશડી), સ્વ. લાલજીભાઇ, ગં.સ્વ. હીરબાઇ પેથાલાલ હિંગણા (દરશડી), નાગશીભાઇ મહેશ્વરી (સરપંચ, મેઘપર ગ્રામ પંચાયત), કાન્તાબેન રામજીભાઇ પાતારિયા (ભારાપર), કાનજીભાઇ (આઇ.ઓ.સી.), નારાણભાઇ (ગાંધીધામ), ગોપાલભાઇ (ગાંધીધામ), મગનભાઇ (કિડાણા)ના મોટા ભાઇ, સ્વ. હરસી સુમાર ફફલ, સ્વ. ખીમજી સુમાર ફફલના ભત્રીજા, દયાબેન પરેશ હિંગણા, રાજેશ, રેખાબેન ચેતન પાતારિયા, નીલેશ, લક્ષ્મી, હેન્સી જગદીશભાઇ મહેશ્વરી, પ્રશાંતના મોટા બાપુ તા. 23-12-2024ના અવસાન પામ્યા છે. પરોજણ ક્રિયા દિયાડો તા. 25-12-2024ના બુધવારે આગરી, તા. 26-12-2024ના ગુરુવારે ઘડાઢોળ ઇન્દિરા નગર, મેઘપર ખાતે.

રાજડા (તા. માંડવી) : મૂળ મસ્કાના રૂક્ષ્મણિબેન પ્રેમજી મોતા (ખીમાણી) (ઉ.વ. 92) તે  સ્વ. હીરબાઇ ખેરાજ વાઘજી મોતાના પુત્રવધૂ, સ્વ. પ્રેમજી ખેરાજના પત્ની, જગદીશભાઈ, હરેશભાઈ, ભારતીબેન (ઉખેડા), લક્ષાબેન (બાગ), લાભવંતીબેન (ફરાદી)ના માતા, મણિબેન, નિર્મળાબેન, રમેશભાઈ (ઉખેડા), સ્વ. સતિષભાઈ (બાગ), અરાવિંદભાઈ (ફરાદી)ના સાસુ, સ્વ. જમનાબેન કેશવજી ઉગાણી (નાગ્રેચા), ગં.સ્વ. હંસાબેન દયારામ પેથાણી (ફરાદી), સ્વ. રમીલાબેન મોહનલાલ જેસરેગોર (પત્રી), કાંતિલાલ, રમેશભાઈ અને જેન્તીભાઇના  ભાભી, સ્વ. પ્રેમિલાબેન, કંકુબેન, ઝવેરબેનના જેઠાણી, પરેશ, રજનીકાંત, તરુણ, પ્રકાશ, કલ્પેશ, વિપુલના દાદી, મંજુલાબેન, સોનાલીબેન, પ્રિયાબેન, લક્ષ્મીબેનના દાદીસાસુ, હેન્શી, કૃપા, મહેશ, કશ્યપ, હર્ષિલના પરદાદી, સ્વ. જટાશંકર કાનજી પેથાણી (રાજડા)ના પુત્રી, પુષ્પાબેન શિવશંકર મોતા (સાંધવ)ના બહેન તા. 22-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-12-2024ના ગુરુવારે સવારે  9થી 5 તથા ઉત્તરક્રિયા  તા. 2-1-2025ના ગુરુવારે નિવાસસ્થાને રાજડા ખાતે.

રામપર-વેકરા (તા. માંડવી) : ધનબાઇ ખીમજી પિંડોરિયા (ઉ.વ. 85) તે લાલભાઇ, અમરબાઇ, પુષ્પાબેન, શાન્તાબેન, કાન્તાબેનના માતા તા. 20-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 25-12-2024ના બુધવારે સવારે 7થી 8 બહેનો માટે નિવાસસ્થાને તથા ભાઇઓ માટે વેકરા લેવા પટેલ સમાજવાડી ખાતે.

કોડાય પુલ (તા. માંડવી) : સંઘાર બાબુભાઇ ખીમાભાઇ ઢાંઢ તે વાલબાઇના પતિ, સ્વ. દેવજીભાઇ, બેબીબાઇ વેરશીભાઇ (બિદડા)ના ભાઇ, સ્વ. કમળાબેન, રમેશભાઇ, કિશોરભાઇના પિતા, દિવ્યા, રિષિતા, દીક્ષિતા, દીપાલી, દીપેશ, સચિનના દાદા, કરશનભાઇ કાનજીભાઇ, રમીલાબેન, લક્ષ્મીબેન, સ્વ. કાનજીભાઇ કરશનભાઇ, સ્વ. શામજીભાઇના કાકા, સ્વ. બાવાળાભાઇ ગલુભાઇ (બિદડા)ના જમાઇ તા. 23-12-2024ના અવસાન પામ્યા છે. સાદડી ત્રણ દિવસ મહાવીરનગર, કોડાય પુલ ખાતે.

નાની નાગલપર (તા. અંજાર) : ધનબાઇ દેવજીભાઇ કેરાઇ (ઉ.વ. 45) તે દેવજીભાઇ પ્રેમજીભાઇ કેરાઇના પત્ની, સ્વ. અમૃતબાઇ, સ્વ. પ્રેમજીભાઇ ગાંગજીભાઇ કેરાઇના પુત્રવધૂ, રામબાઇ, અમરતબેનના દેરાણી, કાનજીભાઇ, કરશનભાઇના નાના ભાઇના પત્ની, વૈભવીબેન દિલીપભાઇ વેકરિયા, ભક્તિબેન, દિયાબેનના માતા, સામબાઇ ધનજીભાઇ હીરાણી, શોભનાબેન મુકેશભાઇ ગોરસિયા, વીરબાઇ પ્રેમજીભાઇ કેરાઇના ભાભી, દિલીપભાઇ વેકરિયાના સાસુ, ઘનશ્યામભાઇ જિતેન્દ્રભાઇ હાલાઇ, ધર્મ જિતેન્દ્રભાઈ હાલાઇના મામી, સ્વ. વીરબાઇ કેશરાભાઇ હાલાઇના પુત્રી, સ્વ. જિતેન્દ્રભાઇ હાલાઇના બહેન તા. 23-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-12-2024ના બુધવારે સવારે 8થી 9 નિવાસસ્થાન ઘનશ્યામ ગૌશાળાની બાજુમાં, નાની નાગલપર ખાતે.

જડોદર-કોટડા (તા. નખત્રાણા) : નોડે સલેમાન વલીમામદ (ઉ.વ. 105) તે ઉમર અને લતીફના પિતા, સાલેમામદ લાખા, અદ્રેમાન કાસમના સસરા, મજીદ ઉમર, મોસીન ઉમર, સાહિલ લતીફના દાદા તા. 23-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-12-2024ના ગુરુવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાને જડોદર (કોટડા) ખાતે.

નાની અરલ (તા. નખત્રાણા) : પઠાણ સુમાર ઓસમાણ (ઉ.વ. 50) તે પઠાણ અલીમામાદ સુલેમાન, મ. નૂરમામાદ સુલેમાનના ભત્રીજા, સોયબ, સિરાજના પિતા, ઉમર, અભાસ, ઓસમાણ, ગુલામ, સુલેમાનના મોટા ભાઈ, મ. હાજી ફકીરમામદ મકવાણા (ભડલી)ના ભાણેજ, સમેજા હુશેન મીઠુ (કલ્યાણપુર)ના બનેવી, મ. શકુર હાલેપોત્રા, હાલેપોત્રા અભાસના સાળા  તા. 23-12-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 25-12-2024ના બુધવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન નાની અરલ ખાતે.

નલિયા (તા. અબડાસા) : હાલે નખત્રાણા દાનુભા કલાજી જાડેજા (ઉ.વ. 80) તા. 20-12-2024ના નખત્રાણા ખાતે અવસાન પામ્યા છે. બેસણું તા. 26-12-2024ના ગુરુવારે બપોરે 3થી 5 ક્ષત્રિય જાડેજા ભાયાત સમાજવાડી, નલિયા ખાતે. પ્રાર્થનાસભા તા. 24-12-2024ના મંગળવારે બપોરે 3થી 5 આશાપુરા મંદિર, નવાનગર હાઇવે, નખત્રાણા ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd