• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

અવસાન નોંધ

ભુજ : મારૂ કંસારા સોની હિંમતલાલ બુધ્ધભટ્ટી (ઉ.વ. 72) તે સ્વ. ગિરધરલાલ ધારશીભાઈના પુત્ર, ગં.સ્વ. ઇન્દુબેનના પતિ, હર્ષા, ભારતીના મોટા ભાઈ, પ્રકાશ, વિશાલ, સ્વ. ભાવિની, અલ્પા, પૂજાના પિતા, શૈલેષ મૈચા (સુરત), હિતેષ સોલંકી (ગોંડલ)ના સસરા, સ્વ. કૈલાશ, સ્વ. શંકરલાલ, સ્વ. બાબુભાઈ, સ્વ. ઈશ્વરલાલના ભત્રીજા, સ્વ. અમરીશ, રમેશ, પ્રવીણ, વિજય, શરદના કાકાઈ ભાઈ, જમનાદાસ છત્રાળા (ઉપલેટા)ના જમાઈ અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-12-2024ના ગુરુવારે સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, રઘુવંશી નગર ચોકડી, ભુજ ખાતે.

ભુજ : સૈયદ જુસબઅલી કાસમઅલી (ઉ.વ. 62) તે મ. કાસમઅલીના પુત્ર, સૈયદ અસગરઅલીના પિતા, મોહમદઅલી, મ. હસનઅલીના ભાઇ, બરકતઅલી, હૈદરઅલીના દાદા, મ. ઇબ્રાહિમ આમદ ચૌવાણના જમાઇ, કાસમ ઇબ્રાહિમ ચૌવાણ, આમદ ઇબ્રાહિમ ચૌવાણના બનેવી તા. 25-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-12-2024ના શુક્રવારે સવારે 10થી 11 નિવાસસ્થાને જૂની બકાલી કોલોની, આત્મારામ સર્કલ, એકતા શેરી, અલીફ મસ્જિદ, ભુજ ખાતે.

ભુજ : ગં.સ્વ. રાધાબેન ભોગીલાલ શાહ (માહેશ્વરી) (ઉ.વ. 84) તે સ્વ. મણિબેન પ્રાગજીના પુત્રવધૂ, સ્વ. ભોગીલાલ પ્રાગજી માહેશ્વરી (ભાગ્યોદય ગ્રુપ)ના પત્ની, રાજેશભાઇ (ભાગ્યોદય એન્ટરપ્રાઇઝ), ભરતભાઇ (નીલદીપ એન્ટરપ્રાઇઝ), અનિલભાઇ (લક્ષ્મી ઔષધ ભંડાર), નલિની (મુંદરા), કુસુમ (ન્યૂ પનવેલ)ના માતા, રંજનબેન, સ્વ. રક્ષાબેન, નીતાબેનના સાસુ, વિરલ, ઉર્વી, દીપ, નીલ, નેહા, ડો. અશ્મિ, ધ્વનિના દાદી તા. 24-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-12-2024ના ગુરુવારે સાંજે 4થી 5 14એકર સોસાયટી, કલબ હાઉસ, નવનીત નગર પાસે, મુંદરા રોડ, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : નિર્મળાબેન અમૃતલાલ ગાંધી (ઉ.વ. 80) તે સ્વ. અમૃતલાલ નારાણજી ગાંધીના પત્ની (નારાયણ ગાંધીવાળા) સ્વ. બચુબેન વેલજી જોષીના પુત્રી, તુષાર, જિતેન, તન્નાબેનના માતા, ચંદાબેન, જિજ્ઞાબેન, ભરતભાઈ મોતાના સાસુ, સ્વ. હસુભાઈ, સ્વ. હિતેષભાઈ, સ્વ. સાવિત્રીબેન, સ્વ. નરભેરામ, અનસૂયાબેન હીરાલાલ અજાણી, સ્વ. ભાનુબેન ઉમ્યાશંકર ઉગાણી, કમળાબેન રમેશભાઈ મોતાના બહેન, પુષ્પાબેન, સ્વ. મીરાબેનના નણંદ, કિશન, ઝીલ, શિવમના દાદી, કિશનના નાની, વંદના, ચૈતાલી અને એલનના દાદીસાસુ, કિષ્ણવી અને વેદના પરદાદી, સ્વ. મોંઘીબેન, સ્વ. ઝવેરબેન, સ્વ. નિમુબેન, મણિબેન પ્રભાશંકર મોતાના ભાભી, રાજેશ માવજી મોતા, જયશ્રીબેન જગદીશભાઈ માકાણી, પશ્વિકાબેન દિલીપભાઈ માકાણી, તારાબેન મણિશંકર ઉગાણીના મામી તા. 24-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-12-2024ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 બીએપીએસ સત્સંગ હોલ, ભાનુશાલી નગર, ભુજ ખાતે.

અંજાર : ગં.સ્વ. અનુરાધાબેન પ્રકાશભાઇ હોંગલ (ઉ.વ. 85) તે સ્વ. પ્રકાશભાઇ (ડેપ્યુટી સુપરિ. ઓફ સ્ટેમ્પ-ગાંધીનગર)ના પત્ની, સંદિપ હોંગલ, ડો. અનંત હોંગલ (પીડિયાટ્રિક્સ)ના માતા, અર્પણાબેન, સ્વ. ડો. શાંતલા હોંગલના સાસુ, નિધિ, વૈભવી, સંકલ્પ, સ્નેહાના દાદી તા. 25-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-12-2024ના શુક્રવારે સાંજે 4થી 5 ભાટિયા મહાજનવાડી, અંજાર ખાતે.

મુંદરા : મૂળ સેઢાવદરના ધર્મેન્દ્રસિંહ તે ગણપતસિંહ સતુભા સરવૈયાના પુત્ર, વિજયસિંહ, નરવીનસિંહ, રાજદેવસિંહના ભાઇ, માનવરાજસિંહના પિતા તા. 25-12-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 28-12-2024ના શનિવારે નિવાસસ્થાન કલાપૂર્ણ આશિષ સોસાયટી, નવા રામજી મંદિરની બાજુમાં, મુંદરા ખાતે. 

રાપર : ઠક્કર નીતિનભાઈ (ઉ.વ. 51) તે સ્વ. મુકતાબેન દયારામ કેવળરામ આદુઆણીના પુત્ર, રમેશભાઈ, રસિકલાલ, પ્રવીણભાઇ, સ્વ. વસંતભાઈ, દિનેશભાઈ, સુરેશભાઈ, રાજેશભાઈ, હિનાબેન ભાવેશકુમાર રાચ્છ (ભચાઉ)ના ભાઈ, ગોપાલજી કરસનજી પંડિતના દોહિત્ર, શંકરલાલ તથા ઉમેદભાઈના ભાણેજ, સ્વ. વીરૂબેન બચુલાલ મજીઠિયા, ડાહીબેન વિશનજી મજીઠીયા, કાંતાબેન ધીરજલાલ ચંદે,  ડાહ્યાલાલ, વિશનજી, પ્રભુલાલ, ચંદુલાલ તથા ભગવતીબેન હીરાલાલ કોટકના ભત્રીજા તા. 24-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-12-2024ના ગુરૂવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, રાપર ખાતે.

રાપર : ઠક્કર વીરજીભાઈ (ઉ.વ. 76) તે સ્વ. લક્ષ્મીબેન દેવકરણ પોપટલાલ મિરાણીના પુત્ર, અમૃતબેનના પતિ, જયેશ, દિલીપ, જિતેન્દ્ર (મુંબઈ), પુષ્પાબેન ઉપેન્દ્ર રૂપારેલ (ગાંધીધામ), જયશ્રી હિતેષ માણેક (અંતરજાળ)ના પિતા, નટવરલાલ, જયંતિલાલ, અનસૂયાબેન નવીનચંદ્ર મજેઠિયાના ભાઈ, લાલજી માવજી જોબનપુત્રાના જમાઈ તા. 22-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 27-12-2024ના શુક્રવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, રાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ લખપત-નેત્રાના પ્રેમજીભાઇ રામરખ્યા (માજી તલાટી) (ઉ.વ. 91) તે ગં.સ્વ. કમળાબેનના પતિ, ધીરજલાલ (માધાપર લોહાણા મહાજન, શિક્ષક, શાળા નં. 2), નરેન્દ્ર (સંતોષ કટલેરી-માધાપર), કાન્તિલાલ, ખુશાલ (જોગમૈયા કટલેરી-ભુજ), ભગવતીબેન (માધાપર), લીનાબેન (મઉં મોટી), જ્યોતિબેન (કોટડા જ.), માલતીબેન (માધાપર)ના પિતા, ઉષાબેન, રમીલાબેન, લતાબેન, દીપાબેન, ભરત તન્ના (માધાપર), અરવિંદભાઇ (મઉં), રવિલાલ (કોટડા જ.), રાજેશભાઇ (માધાપર)ના સસરા, વૈશાલીબેન, ઉર્વીબેનના દાદાસસરા, પંકજ, જિતેન, શ્લોક, નિરાલી, નીકિતા, વૃતિ, ટીયા, આરૂશીના દાદા, સૃષ્ટિ, માન્યાના પરદાદા, દીપેન, જિજ્ઞેશ, રોહિત, નીતિન, સ્મિત, વિકાશા, નીકિતા, એકતા, હેતલ, કવિતા, ક્રિષ્ના, કૃપાલી, તનિશાના નાના, સ્વ. ઠા. પરસોત્તમ નારાણજી કતિરા (નેત્રા)ના જમાઇ, શંકરભાઇ, શાન્તિલાલ, નવીનભાઇ (સીયા મેટલ, દિનેશભાઇ (રઘુવંશી પરી સ્ટોર), રમેશભાઇ (રઘુવંશી માર્કેટયાર્ડ-ભુજ), મધુબેન (મુંબઇ)ના બનેવી તા. 25-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 27-12-2024ના શુક્રવારે સાંજે 4થી 5 માધાપર લોહાણા મહાજનવાડી, બસ સ્ટેશન પાસે, માધાપર (તા. ભુજ) ખાતે.

મેઘપર-બોરીચી (તા. અંજાર) : રમેશચંદ્ર શામજી મચ્છર (ખત્રી) (ઉ.વ. 72) તે પુષ્પાબેનના પતિ, સ્વ. મંજુલાબેન શામજી નારણજી મચ્છરના પુત્ર, સ્વ. મનીષ, કુંજલ તરુણ કારાતેલા (મુલુંડ-મુંબઈ), ધારા કપિલ છાંટબાર (મેઘપર-બોરીચી)ના પિતા, કામિની, રંજન, જિજ્ઞા, રીટાના સસરા, પ્રિન્સી, લીશા, રાશી, વેદા, સમર્થના દાદા, રચના, ખુશી, જય, શોર્યના નાના, સ્વ. ભવાનજી, પ્રભુલાલ, જિતેન્દ્ર, મહેન્દ્ર, નીતિન, અનિતા જયેશ છાંટબાર (મુલુંડ-મુંબઈ), શીલા ગિરીશ સોનેજી (માધાપર)ના ભાઈ, ભાવનાબેનના દિયર, જયશ્રીબેન, સ્વ. હેમલતાબેન, નીલાબેનના જેઠ, મહેશ, પીયૂષ, ઈલા, ભાવિની, હર્ષદ, જિજ્ઞા, દીપિકા, યશ્વી, મયુરી, રીમાના કાકા, નેહા, ગૌરવ, રાજ, જીનિતાના મામા, ગં.સ્વ. મણિબેન શામજી સોનેજી (અંજાર)ના જમાઈ, જગદીશ, જિતેન્દ્ર (જીત ડિજિટલ સાઈન-અંજાર), સુરેશ (સોનેજી ગ્રાફિક્સ-અંજાર), મીના અનુપ નિર્મળ (માંડવી)ના બનેવી તા. 25-12-2024ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 27-12-2024ના શુક્રવારે સાંજે 3.30થી 4.30 રઘુનાથજી મંદિર, સવાસર નાકા, અંજાર ખાતે.

દરશડી (તા. માંડવી) : ડાયાભાઈ આલાભાઈ મહેશ્વરી (ફુલિયા) (ઉ.વ. 65) તે સ્વ. પુરબાઈ આલાભાઈ ફુલિયાના પુત્ર, લક્ષ્મીબેનના પતિ, સ્વ. સામતભાઈ રાયશી હિંગણા (દરશડી)ના જમાઈ, મમુભાઇ, દેવજીભાઈ, સ્વ. લાલજીભાઈના ભાઈ, વાલજીભાઈ, ધનબાઈ ખીમજી નંજણ (બાયઠ), ભાવનાબેન નાનજી નંજણ (બાયઠ), કમળાબેન ગોપાલ ભર્યા (નાગલપર), ભારતીબેન બિપીન નંજણ (કોજાચોરા)ના પિતા, લીલાબેનના સસરા, હાર્દિક, અનીષાના દાદા તા. 25-12-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ (પાણીયારો) તા. 26-12-2024ના નિવાસસ્થાને દરશડી ખાતે.

શેરડી (તા. માંડવી) : વાલબાઈ (ઉ.વ. 85) તે સ્વ. રવજી થાવર પહેણના પત્ની, કાનજી, શામજી, મણિલાલ, કેશવજીના માતા, હીરાલાલ, દીપક, વિનુ, અરાવિંદ, શીતલ, નીલમ, વનિતા, લખમીના દાદી તા. 25-12-2024ના અવસાન પામ્યા છે. તેમનાં વિધિવિધાન તા. 26-12-2024ના નિવાસસ્થાને.

કોટાયા (તા. માંડવી) : ગઢવી લખમણ કલ્યાણ (બારોટ) (ઉ.વ. 95) તે સ્વ. કલ્યાણ સાંયા ગઢવીના પુત્ર, ભીમશી કલ્યાણના મોટા ભાઈ, કનૈયા લખમણ, વાલજી લખમણ, લાછબાઈ ગોપાલ (સિંધોડી)ના પિતા, રતન ભીમશી, દેવાંધ ભીમશી, ધનરાજ ભીમશી, કરશન ભીમશીના મોટાબાપા, સ્વ. ભીમશી રાજીયા (ભૂવા) (મોટા રતડિયા)ના જમાઈ તા. 24-12-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસથાને તેમજ ઉત્તરક્રિયા (પાણી) તા. 3-1-2025ના.

નાગલપર (તા. નખત્રાણા) / આણંદ : અમૃતભાઇ નારણભાઇ મનજીભાઇ ધોળુ (ઉ.વ. 57) તે ભગવતીબેનના પતિ, દેવકીબેનના પુત્ર, યશ અને નિરાલીના પિતા, મોહનભાઇ (વડોદરા), ગૌરીબેન ઉર્ફે અલ્પાબેન (બેંગ્લોર)ના ભાઇ તા. 23-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 26-12-2024ના સવારે 9થી 10.30 પાટીદાર સમાજવાડી, નાગલપર ખાતે.

આમારા (તા. નખત્રાણા) : મૂળ ઐયરના દયારામ રામજી રાણવા (વાળંદ) (ઉ.વ. 73) તે સ્વ. દેવકીબેન રામજીભાઇ રાણવાના પુત્ર, સ્વ. લીલાબેનના પતિ, સ્વ. મુલાબાઇ ખીમજી મમુ ચૌહાણ (કુરબઇ)ના જમાઇ, શાન્તાબેન, પચાણભાઇ, જવેરબેન, રવજીભાઇ, સ્વ. શંકરભાઇ, હીરાલાલ, નરોત્તમભાઇના ભાઇ, મુકેશભાઇ, જ્યોત્સનાબેનના પિતા, રસિકભાઇ, મનીષ, મુકેશ, નબુ, નૈના, સોનુના મોટાબાપા, દમયંતીબેન, મંગળાબેન, ભાવનાબેન, વિનોદભાઇના સસરા, દીપેન, રોશની, જેમિન, સંદિપ, બ્રિજેશ, પ્રિંસીના દાદા, યુગના પરદાદા, સ્વ. ધનજી દેવજી, સ્વ. લાલજી દેવજી, સ્વ. બાબુલાલ વાલજીના કાકાઇ ભાઇ, સ્વ. મૂરજી ખીમજી ચૌહાણ, રામજીભાઇ, સ્વ. ગોવિંદભાઇ, મંગલભાઇ, શંભુભાઇ, સ્વ. મેઘજીભાઇ (કુરબઇ)ના બનેવી તા. 24-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું બેસણું તા. 26-12-2024ના ગુરુવારે સવારે 9થી 3 આહીર સમાજવાડી, આમારા ખાતે.

નવાનગર (પાનધ્રો) : મહારાજ (હેડાઉ) શાંતાબેન (ઉ.વ. 57) તે મહારાજ જોવારાજી રાજારામ (જીઇબી-વર્માનગર)ના પત્ની ગં.સ્વ. નેણુબેન રાજારામના પુત્રવધૂ, લક્ષ્મીબેન (ખડોલ), મંજુલાબેન (મુંદરા), રીન્કલબેન (ભુજ), વિજયભાઈ (અકરી મોટા), પૂજા, પુષ્પા, જશવંતના માતા, ન્યાલાજી (રાટીલા)ના ભત્રીજાવધૂ, સવાઈલાલ, મીરાંબેન (શિણાય), ગણપતભાઈના ભાભી, નયનાબેન (ઉપસરપંચ-પાનધ્રો), વિક્રમભાઈ (ખડોલ), રમેશભાઈ (મુંદરા), આશિષ (ભુજ)ના સાસુ, વિનોદ (નવસર્જન હોસ્પિટલ-એકતાનગર), મુકેશ (ધ્રુવી મેડિકલ સ્ટોર એકતાનગર), કલ્યાણ, મીત, મંજુલાબેનના મોટામા, સ્વ. રાજગોર રવજીભાઈ, સ્વ. હીરાજી, સ્વ. કેશાજી, તગાજી (ડીસા), ભેરાજી (ભુજ)ના બહેન, રુદ્રાક્ષી, પૂર્વની પુરવંશના દાદી તા. 23-12-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 1-1-2025ના બુધવારે સાંજે, બારમું (ઘડાઢોળ) તા. 2-1-2025ના ગુરુવારે નિવાસસ્થાને.

નલિયા (તા. અબડાસા) : ઠક્કર પ્રતાપભાઈ દાવડા (ઉ.વ. 58) તે સ્વ. ભાગીરથીબેન, સ્વ. ભોજરાજ ગીરધરભાઇના પુત્ર, વિજય (દરિયાલાલ), હરેશ, દિનેશ, સુરેશ, નરેશ, સ્વ. ગોપાલ, સ્વ. વાસંતીબેન, સ્વ. હંસાબેન નવીનચંદ્ર કોટક (ભુજ)ના ભાઈ, ગં.સ્વ. મીનાબેનના પતિ, પ્રેમ, જાગૃતીના પિતા, વૈશાલીબેન જિજ્ઞેશભાઈ પવાણી (ડોમ્બીવલી), રીદ્ધિબેન નીલેશભાઈ, જિજ્ઞાબેન યશભાઈ, કપિલ, નીતિન, મિતેષ, તુષાર, શિવમ અને એકતાના કાકા, સ્વ. દમયંતીબેન વિજયભાઈ, હિનાબેન હરેશભાઈ, દક્ષાબેન દિનેશભાઈના દિયર, સ્વ. નયનાબેન સુરેશભાઈના જેઠ, જિગર, અમિત (ભુજ)ના મામા, સ્વ. લક્ષ્મીબેન ભીમજી શિવજી બારૂ (કોટડા જડોદર)ના જમાઈ, કીર્તિભાઈ, ભરતભાઈ, ધર્મેન્દ્રભાઈ, માલતીબેન, પ્રભાબેન, ભાવનાબેનના બનેવી તા. 24-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-12-2024ના સાંજે 4થી 5 નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજનવાડી, નલિયા ખાતે.

બાલાચોડ નાની (તા. અબડાસા) : રબારી કરમીબાઇ કાના (ઉ.વ. 95) તે સ્વ. કાના રાણાના પત્ની, સ્વ. બુધ્ધાભાઇ, રાઘાભાઇ, સોનાભાઇ, ખેતાભાઇ, પાલાભાઇ, જશીબેન પચાણ (ગડા)ના માતા તા. 25-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને બાલાચોડ નાની ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd