ભુજ : અશ્વિન (કિરીટ) (ઉ.વ. 73) તે ભારતીબેનના પતિ, સ્વ. નર્મદાબેન છોટાલાલ ભવાનજી
ચોથાણી (વકીલ)ના નાના પુત્ર, દેવાંગ તથા સચિન (દેવસચવાળા)ના પિતા, સ્વ. કલાવંતી, મહેન્દ્રભાઇ
(કેનેડા), સ્વ. વિમળાબેન અમૃતલાલ શેઠિયા, સ્વ. જયાબેન, ધીરજભાઇ (અમદાવાદ), લતાબેન
(મુંબઇ)ના નાના ભાઇ, અલ્પા તથા હેતલના સસરા, ઓમ, રિશાન, પ્રિશાના દાદા, કાંતિભાઇ કોટક
(રાજકોટ)ના જમાઇ, રવિલાલ ધારશી સેજપાલ (નેત્રા)ના વેવાઇ તા. 15-12-2024ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 17-12-2024ના મંગળવારે સાંજે 4થી 5 રૂખાણા હોલ, નાનજી સુંદરજી
સેજપાલ લોહાણા મહાજનવાડી, વી.ડી. હાઇસ્કૂલ પાસે.
ભુજ : કુંભાર એમણાબાઈ
(ઉ.વ. 57) તે કુંભાર જુસબ હાજી કાસમના પત્ની, ભોજ હાજી ગાભા ઈસ્માઈલ અને હાજી
આમધ ઈસ્માઈલના પુત્રવધૂ, સોયબ, અશરફ, અફસાનાના માતા, નાસીરના સાસુ, અદ્રેમાન (કારાભા),
ઈસ્માઈલ, અબ્દુલ, અબુબખર, આધમ, મામદના ભાભી, છત્રા અભા બુઢાના પુત્રી, મામદ, દાઉદ,
હુસેનના બહેન તા. 15-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ - જિયારત તા. 17-12-2024ના મંગળવારે
સવારે 10થી 11 કુંભાર જમાતખાના, ભીડ ગેટ, ભુજ મધ્યે.
ભુજ (નાની બેર) : જોષી નારાણભાઈ (ધરાદેવ) (ઉ.વ. 71) તે સ્વ.
ચંપાબેન મંગલદાસ જોશીના પુત્ર, હેમલતાબેનના પતિ, સ્વ. પુષ્પાબેન કૃપાશંકર દામોદર બલભદ્ર
(આસંબિયા મોટા)ના જમાઈ, નીલેશ, હાર્દિક, નિશાના
પિતા, જગદીશભાઈ (મુલુન્ડ), હંસરાજભાઈ (વિથોણ) (પૂર્વ પ્રિન્સિપાલ વી.એલ. હાઇસ્કૂલ-નલિયા),
નરેશભાઈ, વિમળાબેનના ભાઈ, કિશોરભાઈ (ગાંધીધામ)ના સાળા, નેહા તથા નીલેશભાઈ ધનસુખભાઈ
જોશીના સસરા, જયકિશન, દિવ્યના દાદા, ધૈર્ય, કાવ્યના નાના, પ્રતાપભાઈ, અરાવિંદભાઈ, અક્ષયભાઈના
બનેવી, વિમળાબેન (ક્રિષ્નાબેન), ભારતીબેન, રીટાબેનના દિયર, પ્રતિમાબેન, સ્વ. નીતાબેન,
નિશાબેનના નણદોયા, શુભાંગી, સ્વ. નિહારિકા, ગૌરવ, અર્ચના, ઉર્મિ, દિવ્યા, સુરભિ, રુચાના
કાકા, ચેતન, ચિંતન, ચિરાગના મામા તા. 15-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા
તા. 17-12-2024ના સાંજે 4થી 5 ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મંદિર, લોહાણા
મહાજનવાડી સામે, ભુજ ખાતે.
ભુજ : લતાબેન એન. જેઠી (ભુજ કોર્ટ) (ઉ.વ. 59) તે નવીનભાઇ લક્ષ્મીદાસ
જેઠીના પત્ની, સ્વ. વસંતબેન લક્ષ્મીદાસ જેઠીના પુત્રવધૂ, હેતલબેન તપનભાઇ મહેતા, સૌમ્યભાઇના
માતા, પ્રજ્ઞાબેન હરીશભાઇ જેઠી, પન્નાબેન જનકભાઇ જેઠી, મોહિનીબેન ધર્મેન્દ્રભાઇ જેઠીના
ભાભી, ધીરેન, કૌશલેન્દ્ર, ઘનશ્યામના મોટીમા, કલ્પાબેન, સ્વાતિબેનના મામી, ગં.સ્વ. જશુમતીબેન
રમેશભાઇ જેઠીના પુત્રી, અશોકભાઇ, નીલેશભાઇ, ચેતનાબેન, નિમેષભાઇના મોટા બહેન, દિવ્ય
અને હેતના માસી, શિવમ, નિત્ય, ઉન્નતિના ફઇ અવસાન પામ્યા છે. બેસણું તા. 16-12-2024ના
સોમવારે સાંજે 4.30થી 5.30 સ્વામિનારાયણ નીલકંઠ ભવન, જાદવજીનગર, તાલુકા પંચાયત સામે,
કોલેજ રોડ, ભુજ ખાતે.
ભુજ : સમા ઇબ્રાહીમ આદમ (રમજુભા) ભસરા (ઉ.વ. 73) (નિવૃત્ત પાણી
પુરવઠા કચેરી-ભુજ) તે મ. આદમ મંત્રીના પુત્ર, મ. અબ્દુલભાઇના ભત્રીજા, મ. હાજી સાલેમામદ
ખાસરાઇના જમાઇ, સમા સુલેમાન (નિવૃત્ત પી.જી.વી.સી.એલ.-એલ.આઇ.), ઇશાકના ભાઇ, ઇબ્રાહીમભાઇ
(નિવૃત્ત એ.એસ.આઇ.)ના સાળા, મહંમદ આરીફ, ઇસ્માઇલ (રિક્ષાવાળા)ના પિતા, મહમદરફીક (પી.જી.વી.સી.એલ.)ના
સસરા, જાકીર, આતીફના મોટાબાપા, અબ્દુલ, અનસના મામા, અરમાનના દાદા, રેહાનના નાના તા.
15-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-12-2024ના મંગળવારે સવારે 9 વાગ્યે
નિવાસસ્થાન અલ્ફલાહ મસ્જિદ પાસે, ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ સુગારિયાના ગં.સ્વ. ગોમતીબેન કરસનભાઈ ખાંડેખા
(ઉ.વ. 95) તે સ્વ. કરસન વિશ્રામ ખાંડેખાના પત્ની, શંભુભાઈ, શાંતિબેન, દમયંતીબેન, રસીલાબેન,
સાવિત્રીબેન, મધુબેનના માતા, દમયંતીબેનના સાસુ, આરતીબેન, અનિલભાઈ, અશ્વનીભાઈના દાદી
તા. 13-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-12-2024ના સોમવારે સાંજે
4.30થી 5.30 માધવ વિલા કોમ્યુનિટી હોલ, માધવ વિલા, સતાપર રોડ, અંજાર ખાતે.
ગાંધીધામ : સુરેશભાઇ ભવાનજી છાબડા (ઉ.વ. 66) તે સ્વ. અનસૂયાબેન
ભવાનજી છાબડા (અંબિકા હિન્દુ લોજ)ના પુત્ર, સ્વ. ભરતભાઇ, ગિરીશભાઇ, પ્રવીણભાઇ, હરીશભાઇ,
પ્રફુલભાઇ, હંસાબેન, સંગીતાબેનના ભાઇ, ચંદ્રિકાબેનના પતિ, ફિના રમેશકુમાર, દર્શના રાજેશ,
હેતલબેન નીમેશના પિતા, સ્વ. છગનલાલ લાલજી છાબડા (કોટડા ચકાર)ના ભત્રીજા, સ્વ. રણછોડ
કેશવજી નાયાણી (ભચાઉ)ના જમાઇ, વૈદિક, નક્ષ, રાધ્યા, મિસ્ટીના નાના તા. 15-12-2024ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-12- 2024ના સોમવારે સાંજે 4થી 5
ઝૂલેલાલ મંદિર ખાતે.
અંજાર : મૂળ કાનમેર (તા. રાપર)ના પ્રજાપતિ માકુબેન (ઉ.વ.
85) તે સ્વ. ધરમશીભાઇ વિભાભાઇ વાધાણીના પત્ની, શાંતિલાલભાઇ (માજી તલાટી), વાલજીભાઇ,
રાજેશભાઇ, કૈલાસભાઇના માતા, ભારતીબેન, ગીતાબેન, નીલમબેન, ભાવનાબેનના સાસુ, સ્વ. પરસોત્તમભાઇ
મહાદેવભાઇ, મનજીભાઇ, ખીમજીભાઇ મૂળજીભાઇ, મોંઘીબેન (આણંદ), ભાનુબેન (ભચાઉ)ના કાકી, પ્રજ્ઞેશભાઇ
(પી.વી. એન્જિનીયર્સ એન્ડ એસોસિયેટ), જયદીપભાઇ, નરેશભાઇ, મિહિરભાઇ, કશ્યપભાઇ, વેદભાઇ,
દીપ્તિબેન, પ્રતિક્ષાબેન, અંજલિબેન, ડિમ્પલબેન, મોનિકાબેન, સ્નેહાબેન, ચાર્મીબેનના
દાદી, સ્વ. ડાહીબેન તથા સ્વ. હરખાભાઇ વસ્તાભાઇ હમીપરા (કાનમેર, તા. રાપર)ના પુત્રી
તા. 14-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-12- 2024ના સોમવારે સાંજે
4.30થી 5.30 ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા, નયા અંજાર ખાતે.
અંજાર : મૂળ ઘડાણી (તા. નખત્રાણા)ના પટેલ હિતેષભાઇ મોહનભાઇ લિંબાણી
(ઉ.વ. 38) તે જયાબેન મોહનભાઇ માવજીભાઇ લિંબાણીના પુત્ર, પૂજાબેનના પતિ, પ્રિયાંશી,
ખુશી, દક્ષના પિતા, જેઠાભાઇના ભત્રીજા, રીટાબેન રમેશભાઇ ધોળુ (સુરત)ના ભાઇ, નારણભાઇ
ભાદાણી (ઐયર)ના જમાઇ તા. 14-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
17-12-2024ના મંગળવારે સાંજે 4થી 5 નિવાસસ્થાને રામનગર-1, મકાન નં. 103-બી, અંજાર ખાતે.
બાકીની ધાર્મિકક્રિયા રાબેતા મુજબ ઘરે અંજાર ખાતે.
અંજાર : કુ. પુષ્પાબેન (ઉ.વ. 67) તે સ્વ. શાંતાબેન ભગવાનજી ધરમશી
આથાના પુત્રી, સ્વ. હરિરામ શામજી અનમના દોહિત્રી, હંસરાજભાઇ (દહીંવડાવાળા), પ્રેમજીભાઇ,
સ્વ. ગિરધરલાલ, પ્રફુલ્લભાઇ, યોગેશભાઇ, ગં.સ્વ. ઝવેરબેન પ્રાણલાલ પૂજારા (ભુજ), ગં.સ્વ.
સવિતાબેન શંકરલાલ તન્ના, સ્વ. મધુબેન કિશોરભાઇ પરબિયા (સાંગલી), માલતીબેન કિશોરભાઇ
પલણ, કોકિલાબેન, સરોજબેનના બહેન, સ્વ. પાર્વતીબેન, નિશાબેનના નણંદ, રાજેશ, વેદાન્સુ,
આયુષીના ફઇ તા. 14-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-12-2024ના સોમવારે
સાંજે 4.30થી 5.30 લોહાણા મહાજનવાડી, રાજેન્દ્ર દેવજીભાઇ કોડરાણી માર્ગ, સવાસર નાકા,
અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)
મુંદરા : ખત્રી હાજીકાસમ હાજીમુસા (ઘાણીવાળા) (રેઇનબો ટેક્સટાઇલ-મુંદરાવાળા)
તે હાજીમોહમદ, મ. સાલેમામદ, અબ્દુલસતાર, મ. ઐયુબના મોટા ભાઇ, શકિલ અહમદ, નફિસ અહમદ
(મીમ ડાઇંગવાળા)ના પિતા, મ. હાજી ઇસ્માઇલ, મ. હાજી અબ્દુલા, મ. હાજી હારુનના ભત્રીજા
તા. 15-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-12-2024ના મંગળવારે સવારે
11થી 12 ખરોત દરગાહ કમ્પાઉન્ડ, મુંદરા ખાતે.
મુંદરા : રાજેન્દ્રસિંહ જયસિંહ સોલંકી (ઉ.વ. 23) તે જયસિંહ
(પી.જી.વી.સી.એલ.) અને પ્રેમિલાબેનના પુત્ર, સ્વ. કિશોરસિંહ શામજી સોલંકી, જશવંતસિંહ
અને અનિલસિંહ સોલંકી (ભુજ)ના પૌત્ર, સ્વ. શંકરજી વિશ્રામજી રાઠોડ (નાની તુંબડી), સ્વ.
ખીમજી કાનજી મોડ (મુંદરા)ના દોહિત્ર, જયેન્દ્રસિંહ અને રીટાબાના ભાઇ તા.
14-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-12-2024ના મંગળવારે સાંજે 4થી
5 ખારવા સમાજવાડી, મુંદરા ખાતે.
નખત્રાણા : જાનબાઇ ગોવિંદભાઇ વાલાણી (રામાણી) (ઉ.વ. 88) તે સ્વ.
ગોવિંદ દેવજી વાલાણીના પત્ની, ખીમજીભાઇ, કેશવલાલ, ડાહ્યાલાલ, લક્ષ્મીબેન (નરોડા), લીલાબેન
(કાદિયા), મણિબેન (બેંગ્લોર), તુલસીબેન (કોટડા)ના માતા, વિનોદભાઇ, યોગેશભાઇ, મુકેશભાઇ,
શ્યામકિશોર, શિવકુમારના દાદી તા. 15-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 16,
17-12-2024 સોમવાર અને મંગળવારે (બે દિવસ) સવારે 8.30થી 10.30 અને બપોરે 3થી 5 મધ્ય
વિભાગ પાટીદાર સમાજવાડી, જૂનાવાસ ખાતે.
નખત્રાણા : મૂળ આશાપર કેમ્પના ભાટી વીરધસિંહ સૂરસિંહ (નિવૃત્ત
શિક્ષક) (ઉ.વ. 81) તે ભાટી સવાઇસિંહના પિતા, વિનયરાજસિંહ, નયનરાજસિંહના દાદા, સોઢા
ખાનજી દોલજી, ફતેહસિંહના સસરા, સોઢા રાજેન્દ્રસિંહ, ધનુભા, ધર્મપાલ, અક્ષયપાલસિંહ,
માધવસિંહના નાના, સોઢા પ્રેમસિંહ, રમેશસિંહ, સતુભાના મામા તા. 14-12-2024ના અવસાન પામ્યા
છે. દશાવ તા. 23-12-2024ના સાંજે 5 કલાકે તેમજ બારસ તા. 24-12-2024ના તેમજ ઉત્તરક્રિયા,
પ્રાર્થનાસભા નિવાસસ્થાને મહાદેવનગર, નખત્રાણા ખાતે.
રાપર : મૂળ રવના મ.ક.સ. સુતાર દરજી (ચૌહાણ) કુંવરબેન દેવશીભાઇ
દામજીભાઇ (ઉ.વ. 82) તે સ્વ. દયારામ, ઠાકરશી (ગાંધીધામ), ધર્મેન્દ્ર, દિનેશ, મંછીબેન
રતનશી પરમાર (કલ્યાણપર), નીમુબેન બચુભાઇ સોલંકી (અંધેરી)ના માતા, સ્વ. ભૂરાભાઇ હીરાભાઇ
ચૌહાણના પુત્રી, સ્વ. ગાંગજીભાઇ અને અમરશીભાઇના બહેન, સ્વ. પ્રેમજીભાઇ, સ્વ. ધનજીભાઇના
નાના ભાઇના પત્ની, લવજીભાઇ કરમશીભાઇ (બાવળા)ના ભાભી, નીલાવંતીબેન, જયશ્રીબેન, હિનાબેન,
પુનિતાબેનના સાસુ, મહેશ, વિપુલ, ભાવેશ, દિવ્યેશ, સંદીપ, રોહન, દેવ, નયના, મનીષા, કાજલ,
કોમલના દાદી, મહેન્દ્ર, હરેશ, જિગર, દીપેશ, અનસોયા, હીરાબેનના નાની, તૃપ્તિ, ક્રિષ્ના,
પારૂલ, દક્ષા, ડિમ્પલના દાદીસાસુ તા. 15-12-2024ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા અને
મોરિયા તા. 27-12-2024ના મચ્છુ કઠિયા સઇ?સુતાર દરજી સમાજવાડી ખાતે.
સુખપર : મૂળ ખાવડાના પ્રેમજી રવજી ઠક્કર (કક્કડ) (ઉ.વ. 78) તે
સ્વ. અમૃતબેન રવજી કક્કડના પુત્ર, નિર્મળાબેનના પતિ, સ્વ. મોઘીબેન નારાણજીના જમાઇ,
સંજયભાઇ, છાયાબેન, વર્ષાબેન, કામિનીબેન, હિરેનભાઇના પિતા, વિપુલભાઇ, વિજયભાઇ, સતીષભાઇ,
શીતલબેનના સસરા, ધૈર્ય, સૌમ્યના દાદા, મિહિર, હેત્વી, હીર, જિયાના નાના, ગોપાલજીભાઇ,
ખટાઉભાઇ, નાનજીભાઇ, દયારામભાઇ, બાલાબેન, સ્વ. મમીબેનના ભાઇ, સુરેશભાઇ દામજી તન્ના,
સ્વ. બાબુલાલ વિશ્રામ ઠક્કરના સાળા, મણિબેનના દિયર, અમૃતબેન, સ્વ. કસ્તૂરબેન, સ્વ.
હેમલતાબેનના જેઠ, ભગવાનજી, ચંદુલાલ, મહેન્દ્ર, સ્વ. વાસુદેવ, નવીન, દેવેન્દ્ર, ક્રિષ્નાબેન
અજિતભાઇના બનેવી તા. 15-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.
17-12-2024ના સાંજે 4થી 5 કતિરા પાર્ટી પ્લોટ હોલ મધ્યે.
કનૈયાબે (તા. ભુજ) : શેખ હાજી લતીફશા મામદશા બાવાણી તે મ. નૂરશા,
શેખ ઇસબશા, શેખ સુલેમાનશા, શેખ અલીમામદશા, શેખ હાજીરજાકશાના પિતા, શેખ મામદશા હાજીનૂરશાના
દાદા તા. 15-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-12-2024ના મંગળવારે સવારે
10.30થી 11.30 નવા કનૈયાબે મદરેસાની બાજુમાં.
માધાપર (તા. ભુજ) : પચાણ નારાણભાઇ જોગેલ (ગરવા) (ઉ.વ. 65) તે
સ્વ. કમીબેનના પતિ, જિતેન્દ્રભાઇ, હંસાબેનના પિતા, સામજી કાનજીભાઇ જોગેલ, પ્રેમજી નારાણભાઇ
જોગેલ, મૂરજી નારાણ જોગેલ, ખીમજી નારાણ જોગેલ, સ્વ. મુરીબેન પૂંજાભાઇ શેખા, લાછુબેન
બાલુભાઇ ગાજણ, સોનીબેન, લખુ ગાજણ, સ્વ. પુરીબેન દેવજી શેખાના ભાઇ, સ્વ. કરશન દેવજી
ગેડિયા, અશોક અરજણ ગેડિયા, પ્રેમજી અરજણ ગેડિયા, સ્વ. વાલીબેન મનજીભાઇ શેખાના બનેવી,
પ્રગતિ, શિવાંશના દાદા તા. 14-12-2024ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ વિધિ તા.
17-12-2024ના મંગળવારે સવારે 10 કલાકે પાણીયારો નિવાસસ્થાન હંસનગર, નવાવાસ, માધાપર
ખાતે.
માધાપર (તા. ભુજ) : સુમરા સાબેરાબેન ઇબ્રાહીમ (ઉ.વ. 50) તે અકબર,
ઇમરાન, અમીનના માતા, મોહમ્મદ હુશેનના સાસુ, મોગલ મામદ, અબ્દુલગની, ઉસ્માનના બહેન, ફકીરમામદના
ભાભી તા. 14-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-12-2024ના મંગળવારે સવારે
10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, માધાપર ખાતે.
સુમરાસર શેખ (તા. ભુજ) : કુંભાર મામદ શરીફ તે ગની મામદના પુત્ર,
નાસીર અને અબુબકરના ભાઈ, અલી ઉમર, રમજુ ઉમર, ઇભ્રાહીમ હુસેન, હાસમ ઈસ્માઈલના કાકાઇ
ભાઇ, મુસા જકરિયાના દોહિત્ર, મ. ઇસ્માઇલ બુઢ્ઢા (ખાવડા)ના જમાઈ તા. 14-12-2024ના અવસાન
પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-12-2024ના સોમવારે સવારે 10થી 11 નિવાસસ્થાન કુંભાર
ફળિયું, સુમરાસર શેખ ખાતે.
નાગોર (તા. ભુજ) : પરસોત્તમભાઇ જીવરાજભાઇ હડિયા (ઉ.વ. 74) તે
સ્વ. મોંઘીબેન જીવરાજના પુત્ર, જયાબેનના પતિ, નવીનભાઇ, અનિલભાઇ, જગદીશભાઇ, વનિતાબેન,
લતાબેનના પિતા તા. 14-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-12-2024ના સોમવારે
બપોરે 3થી 4 યદુવંશી સોરઠિયા સમાજવાડી, નાગોર ખાતે.
જૂની મોટી ચીરઇ (તા. ભચાઉ) : કેશુભા જેમલજી જાડેજા (ઉ.વ.
71) તે સ્વ. જાડેજા ભીખુભા જેમલજી, સ્વ. જાડેજા નરપતસિંહ જેમલજી, સ્વ. જાડેજા રાયુભા
જેમલજી, જાડેજા શિવુભા વનાજીના નાના ભાઈ, જાડેજા સુખદેવાસિંહ ભીખુભા, જાડેજા હરદેવાસિંહ
નરપતસિંહ, છત્રપાલાસિંહ રાયુભા જાડેજાના કાકા, અરાવિંદાસિંહ કેશુભા જાડેજા, મહાવીરાસિંહ
કેશુભાના પિતા, શિશુપાલસિંહ અરાવિંદાસિંહ, દક્ષરાજસિંહ અરાવિંદાસિંહ, ધનરાજસિંહ મહાવીરાસિંહના
દાદા તા. 14-12-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 20-12-2024ના શુક્રવારે અને
લૌકિકક્રિયા આશાપુરા મંદિર સમાજવાડી, જૂની મોટી ચીરઈ, તા. ભચાઉ ખાતે.
કાઠડા (તા. માંડવી) : ગઢવી પુરબાઇ વાલજી (ઉ.વ. 54) તે વાલજી
દેવરાજ કાનાણીના પત્ની, ભૂપેન્દ્ર, સ્વ. સુમિત્રાના માતા, સામરાભાઇ, રામભાઇના ભાભી,
રાણશી રામ કારિયાના પુત્રી તા. 13-12-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા.
16-12-2024ના નિવાસસ્થાને વાડીવિસ્તાર, કાઠડા ખાતે. ઉત્તરક્રિયા (પાણી) તા.
23-12-2024ના તે જ સ્થળે.
શિરવા (તા. માંડવી) : જેઠાલાલ દામજી ગોરી (ઉ.વ. 83) તે સ્વ.
દામજી કરસન ગોરીના પુત્ર, સ્વ. કાનજી (બુધિયાભાઇ), સ્વ. ખટાઉ, સ્વ. પાર્વતીબાઇ લાલજીભાઇ
મંગે (ડોણ)ના ભાઇ, વિજયાબેન નથુરામ કટારમલ (આદિપુર), કસ્તૂરીબેન શંભુલાલ મંગે (આદિપુર),
વિમળાબેન તુલસીદાસ ગજરા (માંડવી), ભારતીબેન નવીનભાઇ વડોર (લોરિયા), રાધાબેન જગદીશ કટારમલ
(ધુણઇ), ગીતાબેન નીલેશ ગજરા (નિરોણા), માયાબેન નીતિન ગજરા (ભુજ), હેતલબેન હિતેષ મીઠિયા
(શિરવા)ના પિતા, નવીન, તુલસીબેન હરિદાસ ભદ્રા (શિરવા), દેવીબેન કાંતિલાલ દામા (શિરવા),
રામાબેન પ્રવીણભાઇ ચાંદ્રા (આદિપુર), પ્રભાબેન વસંત ગજરા (શિરવા)ના કાકા, સ્વ. નાનજી
કરસનદાસ ગોરી, સ્વ. અરજણ કરસનદાસ ગોરીના ભત્રીજા, સ્વ. સુરજી ભાણજી ગજરા (ભાડઇ)ના જમાઇ
તા. 13-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-12-2024ના બપોરે
3થી 4 ભાનુશાલી મહાજનવાડી, શિરવા ખાતે.
બિદડા (તા. માંડવી) : હીરાલાલ (ઉ.વ. 54) તે સ્વ. સંઘાર અજબાઇ
વાઘજીભાઇ અભ્રરામ સાકરિયાના પુત્ર, લીલાવંતીબેનના પતિ, કરશનભાઇ અને પ્રભાબેન વિરમ સુઇયાના
ભાઇ, શામજીભાઇ તથા દેશરભાઇના કાકાઇ ભાઇ, હરેશ, વિમળા વિપુલ વાઘેલા, જયશ્રી કાનજી પ્યાજી,
રશ્મિ રસિક વાઘેલાના પિતા, દિનેશ અને ગૌતમના મોટાબાપા, સ્વ. રાણબાઇ મેઘરાજ મુરા ધીંધાના
જમાઇ, જખીબેન (જખણિયા), વિનોદભાઇ, સ્વ. દેવજીભાઇ, લક્ષ્મીબેન અને હરિભાઇના બનેવી, કૃષ્ણ
અને પાર્થવીના નાનાજી તા. 15-12-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 18-12-2024 સુધી
નિવાસસ્થાન સાવલા ફળિયું, બિદડા ખાતે.
લક્ષ્મીપર-તરા (તા. નખત્રાણા) : રબારી નામાબેન વેજાભાઈ (ઉ.વ.
91) તે સ્વ. વેજા જીવાના પત્ની, સુરાભાઈ વેજાભાઈ, ભરમીબેન ગાભા (બેરૂ), લક્ષ્મીબેન
મહેશભાઈ (સેનેટરી), કાંઉબેન રામાભાઈ (વિરાણી)ના માતા, દેવા રામા, દેવીબેન વંકાભાઈ
(બેરૂ)ના કાકી, સુરાભાઈ, વંકાભાઈ, કલાભાઈ, લખમીરભાઈ, મખીબેન, વિજુબેન, જીવીબેનના દાદી
તા. 6-12-2024ના અવસાન પામ્યા છે. તા. 16-12-2024ના સોમવારે આગરી અને તા.
17-12-2024ના મંગળવારે ઘડાઢોળ.