ભુજ : રાઠોડ ભરત
વેલજીભાઇ (ભીલ) (ઉ.વ. 54) (કચ્છ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ડ્રાઇવર) તે શાંતાબેનના
પુત્ર, સંગીતાબેનના પતિ, પીયૂષ, અભિષેક, સપનાના પિતા, જ્યોતિબેન, દીપેશ સોલંકી, મિતેષ,
હર્ષદના સસરા, રાઠોડ પ્રકાશ વેલજીભાઇ (પશુ ચિકિત્સાલય-ભુજ), રાઠોડ નરેશભાઇ (સિન્ડિકેટ
બેંકના નિવૃત્ત કર્મચારી), હિંમતભાઇ (હિન્દુસ્તાન પેટ્રોલિયમ), કૈલાસભાઇ (દીનદયાલ પોર્ટ),
હરેશભાઇ (ઇન્કમટેક્સ-ભુજ), કીર્તિક, દિલીપ, હિતેષ, મયૂર, વિશાલ, દીપક (જામનગર)ના ભાઇ,
લક્ષ્મીબેનના જેઠ, અર્ચના, રવિના, જિયાના મોટાબાપુ, ભીલ દીપકભાઇના સાળા, મિલનના મામા,
કોલી અરૂણાબેન કાંતિલાલ (રાજકોટ)ના જમાઇ, કોલી પ્રકાશભાઇ (રાજકોટ)ના બનેવી, હર્ષ, રાધિના
ફુવા, હર્ષિલના નાના તા. 17-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 19-12-2024ના ગુરુવારે
સાંજે 4.30થી 5.30 આર્ય સમાજ હોલ, લાલ ટેકરી, ભુજ ખાતે.
અંજાર : મૂળ ટપ્પર
સોનારાવાળીના ગં.સ્વ. પાર્વતીબેન વિઠ્ઠલદાસ ઠક્કર (રાયમંગિયા) (ઉ.વ. 98) તે સ્વ. વિઠ્ઠલદાસ
વેલજી ઠક્કરના પત્ની, સ્વ. લાલજીભાઇ હરજીભાઇના પુત્રી, સ્વ. મંગલજી લાલજી ઠક્કર (ફરસાણી
દુનિયા-ભુજ)ના બહેન, લીલાધરભાઇ (અંજાર), અશ્વિનભાઇ (કેરા), સ્વ. પ્રવીણભાઇ (માંડવી
મરીન પોલીસ), સ્વ. ભાઇલાલભાઇ (અંજાર), ગં.સ્વ. દિનાબેન કાંતિલાલ ચોથાણી (ભુજ)ના માતા,
દમયંતીબેન, હંસાબેન, સ્વ. રસીલાબેન, ભાવનાબેન (નાયબ હિસાબનીશ, આઇઆરડીપી-અંજાર)ના સાસુ,
મનોજ (શ્રીહરિ ૐ સેલ્સ), શૈલેશ (સુમિટોમો કેમિકલ્સ-કેરા), હાર્દિક (ભૂરો) (માંડવી),
આરતી (પ્રિયાબેન) પરેશભાઇ પોપટ (શ્રીજી કટલેરી સ્ટોર-ભુજ), ડો. ભક્તિ (મેડિકલ ઓફિસર-કિડાણા
પીએચસી)ના દાદી, મુકેશ (કંપાલા), હિતેશ (ભુજ), વંદન વિનોદભાઇ (મઉં)ના નાની, અજયકુમાર
અખાણી (દિયોદર)ના દાદીજી, પ્રજ્ઞાબેન, મનીષાબેન, નિરાલીબેન (લેબ ટેકનિશિયન સીએચસી-અંજાર)ના
દાદીસાસુ, ભવ્ય, દક્ષ, હિતાંશના પરદાદી, જેનિરાના પરનાની તા. 17-12-2024ના અવસાન પામ્યા
છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-12-2024ના ગુરુવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી,
સવાસર નાકા, અંજાર ખાતે.
માંડવી : મૂળ
અંજારના ગં.સ્વ. કુંજલતાબેન (કંચનબેન) અનંતરાય ત્રિવેદી (ઉ.વ. 93) તે સ્વ. અનંતરાય
જટાશંકર ત્રિવેદીના પત્ની, નીલાબેન અશોકકુમાર ઓઝા (ઓસ્ટ્રેલિયા), કલ્પનાબેન દિનેશકુમાર
ત્રિવેદી (રાજકોટ), જયેશભાઇ ત્રિવેદી (ખી.રા.ક.વિ.) (માંડવી), હેમંતભાઇ ત્રિવેદી (ગેટકો-અંજાર),
સ્વ. પરેશભાઇ ત્રિવેદી, દીપ્તિબેન કીર્તિકુમાર ઓઝા (જામનગર)ના માતા, સ્વ. કલ્પના જયેશ
ત્રિવેદી, જયશ્રીબેન ત્રિવેદીના સાસુ, જય ત્રિવેદી (પીજીવીસીએલ-માંડવી), રાજ ત્રિવેદી
(આધાર ફાઇનાન્સ-ગાંધીધામ), જુહી ત્રિવેદી, રિદ્ધિ ત્રિવેદીના દાદી, ધારા ત્રિવેદી
(બિજલાણી)ના દાદીજી, ખુશ્બૂ દીપનેશ જોશી (દુબઇ), શ્યામલ (ઓસ્ટ્રેલિયા), ધવલ, કાવ્યા,
હાર્દના નાની તા. 16-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-12-2024ના ગુરુવારે
સાંજે 4થી 5 રજપૂત સમાજવાડી, માંડવી ખાતે.
માંડવી : ગં.સ્વ.
દમયંતીબેન (ઉ.વ. 98) તે સ્વ. ચંદ્રસિંહ લક્ષ્મીદાસ આશરના પત્ની, મંગલા તરુણ, વૃંદા
રમેશ, જ્યોતિ જયેન્દ્ર, વીજેન્દ્ર, પ્રજ્ઞાના માતા, સંગીતાના સાસુ, ગં.સ્વ. નિર્મળાબેન,
ગં.સ્વ. વિનયલતા, કુસુમબેનના જેઠાણી, મહેન્દ્રભાઇ, પુષ્પસેનભાઇના ભાભી, ત્રિકમદાસ,
દિનેશના મામી, કવિતા, યશ, દીવુ-પીનાકી, રાજ, ચેતના, મનીષા, સીમાના દાદી, મેહુલ, આશિષ,
તન્વી, દેવાંશીના નાની તા. 17-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
18-12-2024ના બુધવારે સાંજે 4થી 5 ભાટિયા પ્રાર્થના હોલ, મહિલા બગીચા સામે, માંડવી
ખાતે.
માંડવી : જગદીશભાઇ
ડુંગરશી ઠક્કર તે પ્રજ્ઞાબેનના પતિ, મિથિલેશના પિતા, કિશોરીબેનના ભાઇ, આશાબેનના સસરા,
મેહરંશના દાદા, સ્વ. નિહારિકાબેન મનુભાઇ ચંદારાણા (માંડવી)ના જમાઇ, અનુપભાઇ, સ્વ. બિપિનભાઇ,
નિમેષભાઇ, કૌશિકભાઇ, મિલેશભાઇના બનેવી તા. 16-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 19-12-2024ના ગુરુવારે સવારે 9.30થી 11.30 રોટરી હોલ, ઘોઘા સર્કલ,
ભાવનગર ખાતે.
મુંદરા : મ.ક.સ.સુ.
દરજી શાંતિલાલ રણછોડભાઈ પરમાર (ઉં.વ. 83) તે સ્વ. શાંતાબેન રણછોડભાઈ પરમારના પુત્ર,
મંજુલાબેનના પતિ, ગિરીશભાઈ, જિતેન્દ્રભાઈ, ડિમ્પલબેન (અંજાર), કલ્પનાબેન (અંજાર)ના
પિતા, ચમનભાઈ, દેવજીભાઈ, અરાવિંદભાઈ, સ્વ. મનસુખભાઈ, ગં.સ્વ. ભાનુબેન રસિકલાલ સોલંકી
(અંજાર), સ્વ. હંસાબેન બાબુલાલ સોલંકી (અંજાર)ના ભાઈ, ગીતાબેન, જ્યોત્સનાબેન, રાજેશભાઈ
(અંજાર), દર્શનભાઈ (અંજાર)ના સસરા, જસવંતીબેનના દિયર, વસંતબેન, ગં.સ્વ. રેખાબેન, જયશ્રીબેનના
જેઠ, સ્વ. લક્ષ્મીબેન લાલજીભાઈ મકવાણા (બિદડા)ના જમાઈ, સ્વ. અમૃતલાલ (બિદડા), સ્વ.
દેવકાબેન (દેશલપર), સ્વ. શાંતાબેન (ફરાદી), સ્વ. ગંગાબેન (ભુજપર), સ્વ. હીરભાઈ (માંડવી)ના
બનેવી, કીર્તિભાઈ, ધર્મેન્દ્ર, અમિત, જય, જીમિત, મયૂર, નીતાબેન, આશાબેન, પ્રતિમાબેન,
શીતલ, હિતા, જીગલ, માધવી, રાધિકાના કાકા, જિગર, સાગર, મીત, જીગીશાના દાદા, નૈનિશ, સૌમ્ય,
વંશ, સ્વ. માનવના નાના તા. 17-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા.
19-12-2024ના ગુરુવારે સાંજે 4થી 5 દરજી સમાજવાડી, મુંદરા ખાતે.
મુંદરા : ધ્રુઇયા
ઇભરામ જુસબ (ગોવાર) (ઉ.વ. 85) તે મ. અભુભખર જુસબના મોટા ભાઇ, અબ્દુલરઝાક, મામદ, મહેમૂદ,
અબ્દુલશકુર, મોગલ મેમુનાબાઇ મામદ (આસંબિયા), કુરેશી કુલસુમબાઇ કાસમ (વીરા)ના પિતા તા.
17-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-12-2024ના ગુરુવારે સવારે
10.30થી 11.30 જત જમાતખાના, તળાવવાળા નાકા, મુંદરા ખાતે.
નખત્રાણા : સમા
આહિલ (ઉર્ફે હાજી) (ઉ.વ. 20) તે આધમ અબ્દુલાના પુત્ર, અકબર આધમ, શહેનાઝ રફીક (ખારીરોહર),
નઝમા હાજી (મૂળ અંજાર હાલે નખત્રાણા), ફરજાના નઝીર (કોઠારા)ના ભાઇ, સમા સફીમામદ અબ્દુલા,
અનવર, મુસ્તાક, મોહસીન, સલીમ (નખત્રાણા), અલીમામદ, ઉમર અદ્રેમાન, ઇકબાલ અદ્રેમાન, આમદ
દાઉદ (ભુજ), સતાર ઇબ્રાહિમ (નખત્રાણા), મ. જુસબ દાઉદ, રમજુ ઇશાક (નખત્રાણા)ના ભત્રીજા,
સુમારભાઇ (અંજાર), રમજુભાઇ (અંજાર)ના ભાણેજ, સકિલ, સમીર, ઇજાજ, સદામ, અમન, ફરહાન, મહેબૂબના
કાકાઇ ભાઇ તા. 17-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-12-2024ના ગુરુવારે
સવારે 10થી 11 નિવાસસ્થાન ગાયત્રીનગર, ખોથા વિસ્તાર, મોટી વિરાણી રોડ, નખત્રાણા ખાતે.
ભચાઉ : ગં.સ્વ.
ત્રિવેણીબેન (ઉ.વ. 73) તે સ્વ. ચુનીલાલ મૂળજીભાઈ પોબારા (હાલે અંજાર)ના પત્ની, સ્વ.
દેવચંદ વલમજીભાઈ કારિયા (મૂળ આંબલિયારા)ના પુત્રી, ગં.સ્વ જયશ્રીબેન વિનોદભાઇ કારિયા
(વરસામેડી હાલે અંજાર), ગં.સ્વ. ગીતાબેન ત્રીલોકકુમાર રેહાણી (હાલે ભુજ)ના માતા, સ્વ.
બચુલાલભાઈ દેવચંદ કારિયા, સ્વ. ઇશ્વરભાઇ દેવચંદ કારિયા, સ્વ. નર્મદાબેન રતિલાલ રાચ્છ,
સ્વ. મટુબેન બાબુલાલ કોટક, સ્વ. પાર્વતીબેન ચુનીલાલ પોબારા, ગં.સ્વ. જમનાબેન દીપચંદભાઈ
પોપટના બહેન, ગં.સ્વ. કુંદનબેન બચુલાલભાઈ કારિયા, ગં.સ્વ મંજુલાબેન ઇશ્વરભાઇ કારિયાના
નણંદ, પ્રકાશ, ચિરાગ કારિયા, તરંગ, હિતાર્થ રેહાણી, હિતેક્ષાબેનના નાની, સ્વ. મુક્તાબેન
પ્રેમજીભાઈ (વરલી), સ્વ. મણિબેન છગનલાલ દક્ષીણી (ગાંધીધામ), સ્વ. જવેરબેન લખમશી કોટક,
ગં.સ્વ. કૃષ્ણાબેન છગનલાલ પૂજારા (ભચાઉ)ના ભાભી તા. 16-12-2024ના અવસાન પામ્યા છે.
બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-12-2024ના
ગુરુવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, ભચાઉ ખાતે.
માધાપર (તા. ભુજ)
: શાંતાબેન હંસરાજભાઇ વીરડિયા (ઉ.વ. 94) તે મનસુખભાઇ (પ્રમુખ એન્ટરપ્રાઇઝ), હરસુખભાઇ
(હિના ટેઇલર)ના માતા, જોશનાબેન, રમાબેનના સાસુ, હિના, બિના, મીના, વિજય (કેનેડા), મનીષના
દાદી, જિગેશ, મયૂર, અલ્પેશ, પ્રિયાંશી, સોનલના દાદીસાસુ તા. 17-12-2024ના અવસાન પામ્યા
છે. બેસણું તા. 19-12-2024ના ગુરુવારે સાંજે 4થી 5 રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, જૂનાવાસ,
માધાપર ખાતે.
વર્ધનામનગર-ભુજોડી
(તા. ભુજ) : હિંમતભાઇ ભાઇલાલ વ્યાસ (ઉ.વ. 64) તે સ્વ. વિજયાલક્ષ્મી ભાઇલાલ વ્યાસના
પુત્ર, કાંતિલાલ વ્યાસ (મુંદરા), વિનોદભાઇ વ્યાસના ભાઇ, રાગિણી વ્યાસ (હેડ-સીએસઆર,
આશાપુરા ફાઉન્ડેશન)ના પતિ, જય વ્યાસ, કુશલ વ્યાસના પિતા, ઓશો, શીતલ, જયશ્રી, નિયતિના
કાકા તા. 16-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-12-2024ના સાંજે 4થી
5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતુશ્રી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, વી.ડી. હાઇસ્કૂલ
પાસે, ભુજ ખાતે.
કુકમા (તા. ભુજ)
: ક.ગુ. ક્ષત્રિય અશ્વિનભાઈ રણછોડ ટાંક (ઉ.વ. 66) તે પ્રતિમાબેનના પતિ, દીપાલીબેન જિજ્ઞેશ
જેઠવા, દેવાંગ ટાંક (જી.ઇ.બી.)ના મોટાબાપા તા. 15-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 18-12-2024ના સાંજે 4.30થી 5.30 ક્ષત્રિય સમાજવાડી, કુકમા ખાતે.
નારાણપર-પસાયતી
(તા. ભુજ) : મેવાડા સુથાર ગં.સ્વ. ગંગાબેન જેરામ વેલજી ભોણા (ઉ.વ. 85) તે સ્વ. જેરામ
વેલજી ભોણાના પત્ની, ધનજીભાઈ (એલ્ડોરેટ), સ્વ. મનજીભાઈ, દિનેશભાઈ (એલ્ડોરેટ), કાંતિભાઈ,
વિનોદભાઈ, રસીલાબેન દામજી લિમડા (અંગિયા), જયાબેન પ્રવીણ લિમડા (બળદિયા), ભાવનાબેન
કલ્યાણજી વાઘમાર (ભેરૈયા)ના માતા, દમયંતીબેન, ભગવતીબેન, ચંપાબેન, રસીલાબેન, માલતીબેનના
સાસુ, દિલીપ, અનિલ, ભાવેશ, દેવાંગ, અંકિતના દાદી, હર્શિલ, જિયાનના પરદાદી, સ્વ. દેવજી
ગોપાલ લિમડા (રામપર વેકરા)ના પુત્રી તા. 15-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા.
19-12-2024ના ગુરુવારે સવારે 9થી 5 વૈષ્ણવ સમાજવાડી, નારાણપર (પસાયતી) ખાતે.
નાડાપા (તા. ભુજ)
: મેઘીબેન કરશનભાઇ ચાડ (ઉ.વ. 70) તે સ્વ. કરશનભાઇ જખુભાઇ ચાડના પત્ની, સ્વ. વાલાજીભાઇ,
કાનજીભાઇ, ભીમજીભાઇ, સભીબેન કરમણ માતા, કંકુબેન ભરતભાઇ વરચંદના માતા તા.
17-12-2024ના અવસાન પામ્યા છે.
વીડી (તા. અંજાર)
: જત ફાતમાબાઇ સુલેમાન (ઉ.વ. 58) તે જત સુલેમાન લધાના પત્ની, જત ફકીરમામદ, જત બાબુના
માતા, મ. જત ઇબ્રાહીમ લધા, જત ઇસ્માઇલ લધા, જત ફકીરમામદ લધા, જત મામદ લધાના ભાભી, જત
આમદ મીઠુ (ભુજ), જત અલીમામદ મીઠુ (ભુજ), જત નૂરમામદ મીઠુ (બગીચા)ના બહેન, જત અબ્દુલ
ઇબ્રાહીમના સાસુ તા. 16-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-12-2024ના
ગુરુવારે સવારે 10થી 11 વીડી મસ્જિદ કમ્પાઉન્ડ ખાતે.
દુધઇ (તા. અંજાર)
: સુથાર નારાણભાઇ (ઉ.વ. 70) તે સ્વ. મોઘીબેન સામજીના પુત્ર, કંકુબેનના પતિ, સ્વ. અરજણભાઇ,
સ્વ. દામજીભાઇ, સાવિત્રીબેન, કાનજીભાઇ, ગોપાલભાઇના ભાઇ, રાજેશ, જયંતીલાલ, અસ્મિતાના
પિતા, હરિલાલ, છબીલના કાકા, અમિતના મોટાબાપા, દમયંતીબેન, રમેશભાઇના સસરા, કુલદીપ, સાહિલના
દાદા, દેવજી કરશન તુવર (આંબાપર)ના બનેવી તા. 17-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાન જૂની દુધઇ ખાતે.
વરસામેડી (તા.
અંજાર) : મોંઘીબેન કાનાભાઇ ડાંગર (ઉ.વ. 85) તે પાંચાભાઇ, સ્વ. રામજીભાઇ, શંભુભાઇ, ખીમજીભાઇના
માતા, શિવજીભાઇ, હરિભાઇના દાદી તા. 16-12-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન
વરસામેડી, તા. અંજાર ખાતે.
દરશડી (તા. માંડવી)
: હાલે બદલાપુર અરજણભાઇ લધાભાઈ સેંઘાણી (ઉ.વ. 100) તે સ્વ. રામુબેન લધાભાઈ સેંઘાણીના
પુત્ર, સ્વ. ધનબાઈના પતિ, સ્વ. હંસરાજભાઇ, સ્વ. લાલજીભાઈ, જેઠાભાઈના ભાઈ, ગંગાબેન,
જવેરબેન, હીરાબેન, સવિતાબેન, સ્વ. પ્રેમચંદભાઈના પિતા, ભાણજીભાઈ, લાલજીભાઈ, ઈશ્વરભાઈ,
ગાવિંદભાઈના સસરા, ભાવેશભાઈના દાદા, નિકિતાબેનના દાદાસસરા, હિવાના પરદાદા, સ્વ. લાછુબેન
પચાણભાઈ વાસાણી (વડવા)ના જમાઈ તા. 16-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા.
18-12-2024ના સવારે 8.30થી 11.30 સનાતન સતપંથ સમાજવાડી, દરશડી ખાતે.
પત્રી (તા. મુંદરા)
: કચ્છી બ્રહ્મક્ષત્રિય વ્રજલાલ લક્ષ્મીદાસ વીંછી (ઉ.વ. 83) તે સ્વ. ભાનુબેન લક્ષ્મીદાસ
વીંછીના પુત્ર, સ્વ. ગંગાબાઇ હીરજી વીંછીના ભત્રીજા, સ્વ. વેલુબેનના પતિ, કાશીબાઇ રામજી
ધાંધાના જમાઇ, સુંદરજી, ગાંગજી, સ્વ. હરિરામ, મોહન, સ્વ. હંસરાજ, જ્યોતિ જમનાદાસ છાટબારના
ભાઇ, સ્વ. વસંત, હિતેષ, રામ, જયશ્રી સંતોષ ખેડેકર, જ્યોતિ જાદવજી મામતોરાના પિતા, શારદા,
શાંતિના સસરા, ધવલ, પૂર્વી, શ્રુતિના દાદા, સ્વ. નર્મદાબેન, જયવંતીબેન, રંજનબેનના જેઠ
તા. 15-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-12-2024ના બુધવારે સાંજે
3.30થી 4.30 વથાણ ચોક, સમાજવાડી, પત્રી ખાતે.
પત્રી (તા. મુંદરા)
: જાડેજા જયદેવસિંહ મહિપતસિંહ (ઉ.વ. 50) તે સ્વ. જાડેજા મહિપતસિંહ જાલમસિંહના પુત્ર,
જાડેજા ચંદ્રસિંહ મહિપતસિંહના નાના ભાઇ, જાડેજા રાજવીરસિંહ, ચંદ્રસિંહના કાકા તા.
17-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-12-2024ના ગુરુવારે બપોરે 3થી
5 તથા ઉત્તરક્રિયા તા. 28-12-2024ના નિવાસસ્થાન દરબાર ગઢ, પત્રી ખાતે.
ભદ્રેશ્વર (તા.
મુંદરા) : ગં.સ્વ.જાડેજા વિલાસબા (ઉ.વ. 87) તે સ્વ. પ્રભાતસિંહના પત્ની, સ્વ. પ્રદ્યુમનસિંહ,
ગુણવંતબા, જયશ્રીબાના માતા, ઇલાબાના સાસુ, ધૈરવી, હૃદયાસુના દાદી, સ્વ. સુરેન્દ્રસિંહ,
લખધીરસિંહ, સુજાનસિંહ, કિશોરસિંહ, નિર્મળસિંહ, સ્વ. કરણસિંહ, ગંભીરસિંહના કાકી તા.
15-12-2024ના અવસાન પામ્યા છે. સાદડી દરબાર ડેલી, ભદ્રેશ્વર ખાતે.
ભદ્રેશ્વર (તા.
મુંદરા) : જાડેજા દોલુભા સદુભા (ઉ.વ. 83) તે જાડેજા મંગુભા સદુભાના મોટા ભાઇ, પ્રવીણસિંહ,
રાજેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહના પિતા, શક્તિસિંહ, સુજાનસિંહના મોટાબાપુ, દેવેન્દ્રસિંહ,
કરણસિંહ, નરેન્દ્રસિંહ, પ્રતિપાલસિંહ, જયરાજસિંહના દાદા તા. 17-12-2024ના અવસાન પામ્યા
છે. ઉત્તરક્રિયા તા. 28-12- 2024ના શનિવારે તથા બેસણું દરબારગઢ ડેલી ખાતે.
સેલારી (તા. રાપર)
: સવજીભાઈ વીરાભાઇ કાંબરિયા (ઉ.વ. 82) તે રાધાબેનના પુત્ર, ધનુબેનના પતિ, ગાવિંદભાઈ,
જીવતીબેન, કંચનબેનના પિતા, બાબુભાઈ, ધનજીભાઈ, અમરશીભાઈ, નાનુબેન, સ્વ. જેઠીબેન, શાંતિબેન,
સ્વ. અમરતબેન, મણિબેનના ભાઈ, ભરતભાઈ, ધીરજભાઈ, અશોકભાઈ, અશ્વિનભાઈ, મીનાક્ષીબેન, જયશ્રીબેનના
મોટાબાપુ, રવી, વિશ્વાસ, વેદાંગ, વીર, કૌશિક, પાર્થવી, હેતાંશ્રી, આરાધ્યા, મિતાંશીના
દાદા, અજિત, દેવ, યશ, ઋત્વીના નાના તા. 16-12-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર
તા.26-12-2024ના ગુરુવારે.
વાંકુ (તા. અબડાસા)
: જાડેજા અરવિંદસિંહ (ઉર્ફે દશરથાસિંહ) પ્રાગજી (ઉ.વ. 44) તે જાડેજા પ્રાગજી ચકુભાના
પુત્ર, હમીરજી તથા મંગુભાના ભત્રીજા, રણજિતાસિંહ, હિતેશાસિંહ, ભાવિનાસિંહના ભાઈ, તા.
16-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 20-12-2024ના શુક્રવારે અને ઉત્તરક્રિયા
તા. 26-12-2024ના ગુરુવારે નિવાસસ્થાને.
મુંબઇ (ઘાટકોપર)
: મૂળ ભુજના ગં.સ્વ. યશુમતી દિનેશભાઇ ઠક્કર (કાથરાણી) (ઉ.વ. 69) તે સ્વ. દિનેશભાઇ ઠક્કરના
પત્ની, સ્વ. લવજીભાઇ જાદવજી ઠક્કર અને સ્વ. રતનગૌરીના પુત્રવધૂ, સ્વ. લક્ષ્મીકાંત કુંવરજી
આસાની અને સ્વ. કુસુમબેનના પુત્રી, અનિકેત દિનેશભાઇ ઠક્કરના માતા, હિમાની ઠક્કરના સાસુ,
સ્વ. હેમંતભાઇ, સ્વ. ચેતનભાઇ આસાનીના બહેન, કિરીટ લવજી ઠક્કર, મીનાક્ષી શૈલેશ ઉપાધ્યાયના
ભાભી, મમતા કિરીટ ઠક્કરના જેઠાણી, શિવાની ઠક્કરના કાકી, રાજેશ પ્રેમજીભાઇ ઠક્કર (એડવોકેટ-ભુજ)ના
વેવાણ તા. 14-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-12-2024ના
ગુરુવારે સાંજે 4થી 6 સરિતા પાર્ક, સ્વામિનારાયણ મંદિર, 90 ફૂટ રોડ, ઘાટકોપર (પૂર્વ)
ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)