ભુજ : મૂળ જનાણ-ખડીરના
રોહિતદાન મહિપતદાન સિંઢાયચ (ઉ.વ. 35) તે મહિપતદાન જવેરદાન તથા નર્મદાબેનના પુત્ર, વિષ્ણુદાન,
દિલીપદાન, અંજુબેન પ્રવીણદાન ઝુલા (હારિજ)ના ભાઇ, આઇદાન, સમરથદાન, ભગવાનદાન, નરહરદાન,
વિદ્યાબેન અંબાદાન પાયકના ભત્રીજા, સ્વ. નરપતદાન, સ્વ. કિશોરદાન, હરેશદાન (મોરજર)ના
ભાણેજ તા. 16-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 16-12થી 20-12-2024 સુધી નિવાસસ્થાન
જનાણ-ખડીર ખાતે.
ભુજ : મૂળ સણોસરાના
રાજા મુરા રબારી (ઉ.વ. 42) તે મુરા લાખા રબારી તથા રામીબેનના પુત્ર, જશીબેનના પતિ,
ડલાભાઇ, રામાભાઇના પિતા, દેવશીભાઇ, મંગનભાઇ, નથુભાઇ, જગાભાઇ, ધુલાભાઇ, ચેતનભાઇ, હરિભાઈ,
અભુભાઇ, કમુબેન, ભમીબેન, રાજુબેન, જશુબેન, મગુબેન, મીણાબેન, હરખુબેનના ભાઇ, રાગા જગા
રબારીના જમાઇ તા. 15-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન કૈલાસનગર, સણોસરા
ખાતે.
ભુજ : કોલી બાબુ
વલુ (ઉ.વ. 43) તે કેસરબેનના પતિ, સારૂબાઇ વલુ સામતના પુત્ર, વાલીબેન ખીમજી મામધના જમાઇ,
ભરત, સુનીલ, ભારતી, પૂનમના પિતા તા. 16-12-2024ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા.
18-12-2024ના સવારે 10થી 11 સરપટ નાકા બહાર, એરપોર્ટ રોડ, આશાબાપીરની દરગાહ સામે, કોલીવાસ
ખાતે.
ભુજ : નલિયા નિવાસી
કિશોર પ્રાગજી શાહ (વાયડા) (ઉ.વ. 66) તે સ્વ. વનિતાબેન પ્રાગજીભાઇ શાહના પુત્ર, ગં.સ્વ.
લીલાવંતીબેન કરસનદાસ શાહ (માંડવી)ના જમાઇ, રેખાબેનના પતિ, હિરલના પિતા, નીતિશના સસરા,
કશ્વીના નાના, વિમળાબેન, સરલાબેન, પ્રવીણાબેનના ભાઇ, છોટાલાલ, સિરીષભાઇ, પ્રદીપના સાળા,
સ્વ. મથુરાદાસભાઇ, સ્વ. દયારામભાઇ, સ્વ. ઠાકરશીભાઇ, ગં.સ્વ. ક્રિષ્નાબેનના ભત્રીજા,
અમરતલાલ, લહેરીકાંત, સ્વ. નરેન્દ્ર, ભરત, રાજેશ, સ્વ. રાજેન્દ્ર, જિતેન્દ્ર, સ્વ. પ્રફુલ્લ,
વિપુલના કાકાઇ ભાઇ, નરેન્દ્ર, સુરેશ, સ્વ. મહેન્દ્ર, ભૂપેશ, મનોજ, હર્ષાબેન, પ્રીતિબેનના
બનેવી, જયદીપ, મોહિત, પ્રિયેશ, કેયૂર, કાશ્મીરા, હેતલ, ઉર્વી, ખ્યાતિ, જિજ્ઞા, અંકિતાના
મામા, હિમાદ્રિ, રોનક, હર્ષના મોટાબાપા તા. 15-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 17-12-2024ના મંગળવારે સાંજે 4થી 5 હાટકેશ કોમ્પ્લેક્સ, છઠ્ઠીબારી ખાતે.
ભુજ : મૂળ ખાવડાના
રમેશચંદ્ર માધવજી કેસરિયા (ઉ.વ. 63) તે સ્વ. માધવજી મેઘજી તથા ગં.સ્વ. ગોદાવરીબેનના
પુત્ર, સ્વ. મણિલાલ વેલજી ભગદે (ચતુઆણી)ના જમાઇ, આશાબેનના પતિ, દીપના પિતા, દીપાના
સસરા, આધ્યા, દીપાંશના દાદા, સુરેશભાઇ, રાજેન્દ્રભાઇ, સુધીરભાઇ, ગં.સ્વ. ચંદ્રિકાબેન
વિનોદભાઇ પલણ (મુંબઇ), કલ્પનાબેન દેવેન્દ્રભાઇ કોઠારી (વડોદરા), હર્ષિદાબેન રાજેશભાઇ
રાજદે (ભુજ)ના ભાઇ, રસીલાબેનના દિયર, રીટાબેન, કાશ્મીરાબેનના જેઠ, સ્વ. ધર્માંગ, મીત
(મોન્ટુ), ફાલ્ગુની હરનીશભાઇ, ખુશ્બૂ કૌશિકભાઇ, ઝીલ કશ્યપભાઇના કાકા, હેતવી, હિલ, કશ્વીના
કાકા, ખુશાલીના કાકા સસરા, સિયાના મોટા દાદા, દીપ્તિ, તુષાર, કુશલ, દીપલ, સાર્થક, શિવાંગીના
મામા, દક્ષાબેન ચંદુલાલ કોટક, સ્વ. નીમાબેન ચંદુલાલ કોટક, ગં.સ્વ. પ્રભાબેન પ્રતાપભાઇ
ઠક્કર, જસુબેન રમેશભાઇ ઠક્કર, ભાનુભાઇ પીતાંબર કેસરિયા, સ્વ. નરેન્દ્રભાઇ તુલસીદાસ
કેસરિયા, સ્વ. મૂલજીભાઇ તુલસીદાસ કેસરિયાના કાકાઇ ભાઇ, હરેશ નારાણજી રાઠોડના વેવાઇ
તા. 16-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-12-2024ના બુધવારે
સાંજે 4થી 5 રૂખાણા હોલ, નવી લોહાણા મહાજનવાડી, ભુજ ખાતે.
ભુજ : મૂળ લોડાઇના
ગગડા હાજીઉમર ભુધુ (ઉ.વ. 65) તે મ. મામદ, રમજુ, જુસબ, હયાત, સાલેમામદના ભાઇ, સિધિક,
સલીમ, સોયેબ, ઉસ્માનના પિતા તા. 15-12-2024ના અવસાન પામ્યા છે. તાજિયત તા.
18-12-2024ના બુધવારે સવારે 9.30થી 10 નિવાસસ્થાન, દાદુપીર દરગાહ સામે, ભીડ નાકા બહાર,
રેલવે સ્ટેશન, ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ
કાંડાગરાના દામજીભાઈ કારાભાઈ ડોરૂ (ઉ.વ. 74) તે સ્વ. કારાભાઈ માઇયાભાઈ ડોરૂના પુત્ર,
સ્વ. કાનજીભાઈ કારાભાઈ ડોરૂના ભાઈ, કાંતાબેનના પતિ, ચેતન, સ્વ. કમલેશ અને
જ્યોતિ જગદીશભાઈ વિગોરાના પિતા, ખમુભાઈ, પૂરબાઇ, રાણબાઇ, પરમાબાઇ, લાલજીભાઈ, હીરબાઈ,
અરાવિંદભાઈ, લક્ષ્મીબેનના કાકા, સ્વ. મેઘબાઇ
આશા બગડા, સ્વ. રાણબાઇ પૂંજાભાઈ પાતાળિયા, સ્વ. વાલબાઇ ધનજી ફૂલિયા, સ્વ. નાનબાઇ પૂનમભાઈ
ચુયાના ભાઈ, સ્વ. જેઠાલાલ ધનજી કોચરાના
જમાઈ, વાસુદેવ જેઠાલાલ કોચરા, લક્ષ્મીબેન લાલજીભાઈ ચંદે, જયશ્રીબેન મેઘરાજભાઈના બનેવી, સવિતા ચેતન ડોરૂ,
જગદીશ ગંગાજી વિગોરાના સસરા, દક્ષ, ખુશી, દિનેશ, કિશોર, કેતન, પ્રકાશ, ધવલના દાદા તા.
16-12-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 19-12-2024ના ગુરુવારે આગારી અને તા.
20-12-2024ના શુક્રવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાને ગણેશનગર, ગાંધીધામ ખાતે.
અંજાર : મૂળ ચાંદ્રોડાના
શ્રીમાળી સોની સાંખે મોરવાડિયા વેલજી ચુનીલાલ વિશ્રામભાઈ (ઉ.વ. 88) તે સ્વ. હેમલતાબેનના
પતિ, સ્વ. પ્રેમુબેન, સ્વ. દિવાળીબેન, સ્વ. બચુલાલના ભાઈ, સ્વ. પોપટલાલ મગનલાલ ઝિંઝુવાડિયા
(રતનાર)ના જમાઈ, વિનોદચંદ્ર, સ્વ. હીરાલાલના બનેવી, સ્વ. દિલીપ (બબો), જયાબેન દલસુખભાઈ,
નિર્મળાબેન વસંતકુમાર (ભચાઉ), ગં.સ્વ. ભાવનાબેન અશ્વિનભાઈ (ડેમઈ), રેખાબેન વિવેકકુમાર
(ગાંધીધામ)ના પિતા, ગં.સ્વ. નયનાબેન દિલીપભાઈના સસરા, દિવ્યાબેન વૃજેશકુમાર આણંદ, વિશાલ
(કેનેડા)ના દાદા, ચેતન, વિણાના મોટાબાપા, ગં.સ્વ. લાભુબેનના જેઠ, નીતા, ભાવેશ, તેજસ,
ક્રિષ્ના, મિહીર, માનશી, તીર્થના નાના તા. 16-12-2024ના અવસાન પામ્યા છે. બંન્ને પક્ષની
પ્રાર્થનાસભા તા. 19-12-2024ના ગુરુવારે સાંજે 4થી 5 વાગડ સમાજ વીશા શ્રીમાળી સોની
સમાજવાડી, અંજાર ખાતે.
અંજાર : ઔદિચ્ય
બ્રાહ્મણ અનસૂયાબેન ભરતભાઇ વ્યાસ (ઉ.વ. 70) તે સ્વ. ભરતભાઇ મણિશંકર વ્યાસના પત્ની,
ચંદ્રકાન્તભાઇના માતા, સ્વ. દયાશંકરભાઇના ભાભી, સુનીલ, કેવલ, કાજલના દાદી, રમેશભાઇ
તથા હરેશભાઇના કાકી, સ્વ. છોટાલાલ કુંવરજી (શિકરા)ના પુત્રી, કનૈયાલાલ, નવીનભાઇ, સુશીલાબેન,
સ્વ. કિશોરભાઇ, સ્વ. જ્યોતિબેનના બહેન, ભાવનાબેનના સાસુ, ભારતીબેન, જયશ્રીબેનના કાકીજી
સાસુ, શ્રીકાંત, મિતેષ, ચિરાગ, વિશાલના દાદી, જાગૃતિ, જીનલ, શ્રદ્ધાના દાદીસાસુ તા.
15-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-12-2024ના ગુરુવારે સાંજે 4થી
5 સંઘવી હોમ્સ રેસિડેન્સી, ક્લબ હાઉસ, અંજાર ખાતે.
અંજાર : મૂળ સિનુગ્રાના
કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી)?ભગવાનભાઇ જેરામભાઇ ચાવડા (ઉ.વ. 67) (નિવૃત્ત એસ.ટી.
કંડક્ટર) તે પ્રેમુબેન જેરામભાઇ ચાવડા (પાનીમા)ના પુત્ર, દેવરામ રાજા રાઠોડ (માધાપર),
શામજી કલ્યાણજી ખોડિયારના જમાઇ, સ્વ. હિનાબેન તથા માયાબેનના પતિ, ભૌતિક, વિવેક, ચિત્રાના
પિતા, દિલીપભાઇ, નૌતમભાઇ, મહેશભાઇ, સ્વ. ગોદાવરીબેન, સ્વ. પ્રેમુબેન, સ્વ. શાન્તાબેન,
જયાબેન, ચંપાબેન, ઉર્મિલાબેન, નીતાબેનના ભાઇ, કોકિલાબેન, વર્ષાબેન, પુષ્પાબેનના જેઠ,
મિલન, મીત, ચિરાગ, ધ્રુવિત, નમ્રતા, કાજલ, હસ્તી, વિભૂતી, અપેક્ષાના મોટાબાપા, જિજ્ઞાબેન,
જ્યોતિ, દીપાલી, વૈશાલીના મામા તા. 15-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
18-12- 2024ના બુધવારે સાંજે 4.30થી 5.30 ભાઇઓ તથા બહેનોની સાથે કચ્છ ગુર્જર ક્ષત્રિય
સમાજવાડી (પીરવાડી), અંજાર ખાતે.
અંજાર : રાઉમા
સલમાબેન (ઉ.વ. 27) તે રાઉમા ઇબ્રાહિમ રમજાન (દહીંસરવાળા)ના પત્ની, ગુલમામદ, તારમામદ,
કાસમના ભાભી, રાઉમા ઇસ્માઇલ સિદીક (મેમદાવાદ)ના પુત્રી, યાકુબ તથા ઇલિયાસના બહેન તા.
16-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-12-2024ના ગુરુવારે સવારે
10.30થી 11.30 નિવાસસ્થાન ક્રિષ્નાનગર, વીડી રોડ, અંજાર ખાતે.
માંડવી : ખત્રી
હાજી અબ્દુલ્લા હાજી આમદ (દરશડીવાળા) (ઉ.વ. 83) તે ખત્રી હાજી યુસુફ અને હાજી નૂરમામદના
ભાઇ, સાહિદ, શાયદા અનવર (ભુજ), બિલ્કીશ શોકત (અંજાર), નુરૂનિશા અઝીઝ (મુંદરા)ના પિતા,
અવાબ અને અહેમદના દાદા, સોહેબના મોટાબાપા તા. 16-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 18-12-2024ના સવારે 10થી 11 બહેનો માટે કુર્આન ખ્વાની, 11થી 12 જિયારત ખત્રી જમાતખાના,
માંડવી ખાતે.
માંડવી : જશીબેન
ગોકુલ પરમાર (ઉ.વ. 82) તે ગોકુલ ભુદા પરમારના પત્ની, જયસિંહભાઇ, નીતાબેનના માતા, જયાબેન,
અનિલભાઇના સાસુ, સુંદરબેન ગોવિંદ માલમના પુત્રી, સ્વ. મણિબેન, દેવજીભાઇ, સ્વ. રતનસિંહભાઇ,
સ્વ. હરિભાઇના બહેન, કપિલ, પૂનમના દાદી, માનવ, રુદ્રના નાની, ભાવનાના દાદીસાસુ, જિયાંશના
પરદાદી તા. 16-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-12-2024ના મંગળવારે
સાંજે 4થી 5 રામેશ્વર વાડી, ખારવા સમાજવાડી ખાતે.
મુંદરા : જબલપુરના
વેલબાઇ ધોળુ તે છગનભાઇ ધોળુના પત્ની, ગં.સ્વ. લાછબાઈ હંસરાજ ધોળુના પુત્રવધૂ, મુકેશભાઈ,
દિનેશભાઈના માતા, મીનાબેન, દક્ષાબેનના સાસુ, વિસા, કિસન, કર્મી, પુન્યના દાદી, ડાહ્યાભાઈ,
રમેશભાઈ, કાંતાબેન ગાવિંદભાઈ દીવાણી (કિસાનપુર), લીલાબેન રવિલાલભાઈ માકાણી (બિદડા),
વિમળાબેન શાન્તિભાઈ વાસાણી (ગોધરા)ના ભાભી, મંજુલાબેન, વનિતાબેનના જેઠાણી, સ્વ. સુરેશભાઈ,
સંજય, ચંદુલાલ, નીતિન, પ્રકાશ, સરલાબેન (ગાંધીધામ), પ્રવીણાબેન (બિદડા), રમીલાબેન
(દુર્ગાપુર)ના મોટાબા, શામજી રામજી રામજિયાણી (મદનપુરા પઇવાડી)ના પુત્રી, શાન્તિભાઈ,
રમેશભાઈ, નવીનભાઈ, દમયંતીબેન (મેરાઉ)ના બહેન તા. 15-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 17-12-2024ના મંગળવારે સવારે 9થી 12 અને બપોરે 3થી 5 પાટીદાર સનાતન સમાજવાડી, ઘનશ્યામ
પાર્ક-2, મુંદરા ખાતે.
નખત્રાણા : ગં.સ્વ.
ચંદ્રિકાબેન ધર્મેન્દ્રભાઈ બ્રહ્મક્ષત્રિય (ઉ.વ. 75) તે ઝરણા, લીના, ગીતા, કપિલના માતા,
બકુલ, જયેશ, સુમનના સાસુ, રુક્ષ્મણીબેન વેલજીભાઈના ભાભી, તેજસ, રોહન, હર્ષલ, હેન્સી,
પરીના નાની તા. 16-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-12-2024ના બુધવારે
સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, મેઈન બજાર, નખત્રાણા ખાતે.
નખત્રાણા : કોલી
ગાભાભાઇ જખુભાઇ પરમાર (ઉ.વ. 65) તે સ્વ. સામજીભાઇ તથા રતનશીભાઇના ભાઇ, આઇસાબેનના પતિ,
રવજી તથા ઇશ્વરના પિતા, કિશન, વિરેન, જિજ્ઞેશ, નેહાબેનના દાદા તા. 15-12-2024ના અવસાન
પામ્યા છે. જાગરણ તથા સત્સંગ તા. 26-12-2024ના ગુરુવારે સવારે 9 વાગ્યે તથા પાણી નિવાસસ્થાન
સુરલભિટ્ટ, નખત્રાણા ખાતે.
રાપર : ગં.સ્વ.
સોની મીનાબેન (ઉ.વ. 80) તે સ્વ. બાબુલાલ ભાઈચંદ સદાણી (ભીમાસરવાળા)ના પત્ની, જયશ્રીબેન
(ગાંધીધામ), જયંતીલાલ, મુકેશભાઈના માતા, ગીતાબેન, પારૂલબેન, સ્વ. પ્રવીણભાઈના સાસુ,
સ્વ. ગાવિંદભાઈ, ગણપતલાલના ભાભી, ગં.સ્વ. અનસૂયાબેન, હસુમતીબેનના જેઠાણી, ભાવિક, સ્વ.
પલક, દિવ્યના દાદી, ખુશાલદાસ હરિદાસ ચાંપાનેરિયા (સાંતલપુર)ના પુત્રી, સ્વ. મુક્તિલાલ,
નટવરલાલ, પ્રેમીલાબેન, રમીલાબેન, શારદાબેનના બહેન, ગં.સ્વ. કાંતાબેન, સ્વ. મંજુલાબેનના
નણંદ તા. 16-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-12-2024ના
ગુરુવારે સાંજે 4થી 5 કલોલિયાધામ (સોનીવાડી), અયોધ્યાપુરી, રાપર ખાતે.
માધાપર (તા. ભુજ)
: મૂળ શિણાયના બાબુભાઇ ખીમજીભાઇ બલદાણિયા (સોરઠિયા) (ઉ.વ. 74) તે ગં.સ્વ. દયાબેનના
પતિ, અજયભાઇ, રૂપલબેન, સોનલબેનના પિતા, ગિરીશકુમાર બાંભણિયા, વિપુલકુમાર સોનીના સસરા,
ગં.સ્વ. રંભાબેન, ગં.સ્વ. રતનબેન, જેરામભાઇ, મનુભાઇના ભાઇ તા. 16-12-2024ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 18-12-2024ના બુધવારે સાંજે 4થી 5 યદુવંશી સોરઠિયા (આહીર) સમાજવાડી,
માધાપર ખાતે.
માધાપર (તા. ભુજ)
: જયંતીભાઇ ભવાનભાઇ પરમાર (ઉ.વ. 66) તે ગં.સ્વ. જશોદાબેનના પુત્ર, ચંદ્રિકાબેનના પતિ,
દીપ્તિબેન, ચેતનાબેન, પારસભાઇના પિતા, સ્વ. ધનજીભાઇ કાનજીભાઇ ટાંકના જમાઇ, માનસીબેન,
યોગેશભાઇ, વિનયભાઇના સસરા, હારવીના દાદા, દિયા, સૌમ્યા, ચૈતન્યના નાના, સ્વ. અવિનાશભાઇ
અને દક્ષાબેન ટાંકના બનેવી, સ્વ. નરભેરામભાઇ ટાંક, પ્રવીણભાઇ ચૌહાણ, નવીનભાઇ વરૂના
વેવાઇ તા. 15-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-12-2024ના બુધવારે સાંજે
4થી 5 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, માધાપર ખાતે.
કુકમા (તા. ભુજ)
: મૂળ રેહાના ક.ગુ.ક્ષ. અશ્વિનભાઈ રણછોડ ટાંક (ઉ.વ. 66) તે સ્વ. ગવરીબેન રણછોડ લાલજી
ટાંકના પુત્ર, પ્રતિમાબેન મોરાર રાઠોડના પતિ, ખુશાલ ટાંક (જીઇબી), અવનીબેનના પિતા,
હેતલબેન, હાર્દિક રતિલાલ ચૌહાણ (આશાપુરા કંપની)ના સસરા, સુરેન્દ્ર ટાંક (નિવૃત્ત તલાટી),
ભૂપેન્દ્ર ટાંક, સ્વ. કિશોર ટાંક (જીઇબી), કલ્પનાબેન ઈશ્વરલાલ વરુ, નરેશ ટાંકના ભાઈ,
શિવલાલ રાજા પરમાર, રતિલાલ રઘુ ચૌહાણના વેવાઈ, મણિબેન મોરાર રાઠોડના જમાઈ, પ્રવીણ રાઠોડ,
ભરતીબેન પરમાર, મૃદુલાબેન યાદવ, શારદાબેન વેગડ, ઉષાબેન વાઢેરના બનેવી, સંપદાબેન મયૂર
ટાંક, અમિત ટાંક (આશાપુરા બરાયા)ના કાકા, જોશના દીપક ચાવડા, આરતી મહેશ ચૌહાણ, રાહુલ
વરુના મામા, તનવી, જાગ્રવ, ધ્યાનાના દાદા, મોક્ષના નાના તા. 15-12-2024ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 18-12-2024ના બુધવારે સાંજે 4.30થી 5.30 ગુર્જર ક્ષત્રિય સમાજવાડી,
કુકમા ખાતે.
કુકમા (તા. ભુજ)
: મૂળ રેહાના ક.ગુ.ક્ષ. કપિલભાઈ જયંતીલાલ ચૌહાણ (ઉ.વ. 58) (તલાટી-ફોટડી) તે ગોવરીબેન
જયંતીલાલ નારણ ચૌહાણના પુત્ર, સ્વ. રેખાબેન, માધુરીબેનના પતિ, શંશાક, ધ્યાનિના પિતા,
સ્વ. દેવશીભાઇ ખેતાભાઈ પરમાર (અંજાર)ના જમાઈ, હેમંત (અંજાર), દીપક, કલાબેન, મીનાબેન,
રોહિણીબેનના બનેવી, દિલીપભાઈ, જયંતીભાઈ, શારદાબેન, હંસાબેન, ધીરજ (બાડા)ના ભાણેજ તા.
15-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-12-2024ના બુધવારે સાંજે 3.30થી
4.30 મિસ્ત્રી સમાજવાડી, કુકમા ખાતે.
મોટા સલાયા (તા.
માંડવી) : મંધરા હાજી ઇસ્માઇલ સુલેમાન (ઉ.વ. 85) તે મંધરા હાજી સધિક, સુલેમાન, અકરમના
પિતા, મંધરા હાજી અભુભખર, મામદ (ધુફી), રિઝવાન (કોઠારા)ના સસરા, નૂરમામદ, અલ્તાફ, સોયબના
દાદા, મંધરા અકબર (શહેર કોંગ્રેસ પ્રમુખ-માંડવી), અમીન, અસગર, બસીરના નાના અવસાન પામ્યા
છે. જિયારત તા. 18-12-2024ના બુધવારે સવારે 11થી 12 કાદરિયા મસ્જિદ, મોટા સલાયા ખાતે.
રવાપર (તા. નખત્રાણા)
: જાદવ પ્રભુલાલ (ઉ.વ. 55) તે પ્રેમિલાબેનના પતિ, સ્વ. ભચીબેન અને પ્રેમજી પેથાના પુત્ર,
વિજયાબેન કલ્પેશ પરગડુ (છાડુરા), ચેતન, સાગર, ભાવિનીના પિતા, સ્વ. મૂરજીભાઇ, મનજીભાઇ,
ભીમજી ભોપા, પરષોત્તમ, રાજીબેન કચરા વાઘેલા (ઉગેડી)ના ભાઇ, રામજી પચાણ વાઘેલા (ખોંભડી
મોટી)ના જમાઇ, ખીમજીભાઇ, સ્વ. મેઘજીભાઇ, નથુભાઇ, જેઠાલાલ, રતિલાલ (માનકૂવા), દેવજીભાઇના
પિતરાઇ ભાઇ, ભરત, મુકેશ, સતીષ, લહેરીના કાકા, અમરત, રમેશના મોટાબાપા, છગનભાઇ (ખોંભડી),
વિશ્રામ, ગોવિંદ (દયાપર)ના બનેવી તા. 16-12-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા.
19-12-2024ના રાત્રે સત્સંગ - ભજન અને તા. 20-12-2024ના સવારે 10.30 વાગ્યે પાણીયારો
રવાપર ખાતે.
કોટડા થરાવડા
: આયર કાના મેઘાભાઇ (ઉ.વ. 49) તે રવા કરશન (નિરોણા)ના જમાઈ, કુવરબેન (થરાવડા), રૈયાબેન
(વંગ), લક્ષ્મીબેન (માંડવી), હિનાબેન (માધાપર), રામાભાઈ, રાણાભાઇના ભાઈ, લક્ષ્મણ, શાંતા,
ક્રિષ્ના, જયંતી, દામજીના પિતા તા. 14-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા.
24-12-2024ના આહીરવાસ, કોટડા થરાવડા ખાતે.
વિંઝાણ (તા. અબડાસા)
: પુષ્કર્ણા બ્રાહ્મણ જોષી જયાબેન રણછોડદાસ (ઉ.વ. 80) તે જોષી રણછોડદાસ શિવજીના પત્ની,
કિશોરભાઇ, વેલજીભાઇ, રાજેશભાઇ, હિરેનભાઇ, નયનાબેનના માતા, જયકુમારના સાસુ, ઘનશ્યામ
પણિયા (નારાયણ સરોવર)ના પુત્રી, લક્ષ્મીબેન, અંકિતાબેન, ચંદુલાલના બહેન તા.
14-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-12-2024ના બુધવારે
સાંજે 4થી 5 દરિયાસ્થાન મંદિર, હોડીચોક, વિંઝાણ ખાતે.
રાજકોટ : રાજુભાઇ
મુરલીભાઈ મનવાણી (ગુરુકૃપા અનાજ ભંડાર) તે સ્વ. મુરલીભાઈ ચીમનલાલ મનવાણીના પુત્ર, મનીષ,
સ્વ. દિનેશના મોટાભાઈ, જય અને પાર્થના પિતા તા. 15-12-2024ના અવસાન પામ્યા છે. પઘડિયું
તા. 18-12-2024ના બુધવારે સાંજે 5 વાગ્યે બાલમુકુંદ હોલ, એરપોર્ટ રોડ ફાટક પાસે, રાજકોટ
ખાતે.