• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

અવસાન નોંધ

ભુજ : મૂળ મંજલના પ્રીતમલાલ લક્ષ્મીશંકર પંડયા (ઉ.વ. 92) (નિવૃત્ત નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત-કચ્છ) તે જયાબેન લક્ષ્મીશંકર પંડયાના પુત્ર, સ્વ. પુષ્પાબેનના પતિ, ભાવના (નર્સ), ગં.સ્વ. હંસાબેન (નિ. સિનિયર ક્લાર્ક જિલ્લા પંચાયત), મુકેશ (નિવૃત્ત જિલ્લા પંચાયત સિનિયર ક્લાર્ક)ના પિતા, માયાબેન અને સ્વ. સુરેશકુમાર શાંતિલાલ પંડયાના સસરા, સ્વ. સુરેશભાઈ (મંગલભાઈ) (માંડવી), નિરંજનાબેન ચંદ્રકાંતભાઈ જોશી (આદિપુર)ના ભાઈ, ગં.સ્વ  જ્યોત્સનાબેનના જેઠ, અર્ચના નરેન્દ્રપુરી ગુસાઈ (તલાટી), ભૂષણ, હેતલ ધવલ જોશી (જૂનાગઢ)ના દાદા, ખ્યાતિ આશિષ રાવલ (તલાટી), ભાર્ગવી દર્શન ભટ્ટ (માંડવી), ઈશિતા અમન ત્રિવેદી (વાપી), ઉમંગના નાના, જયેશભાઈ, નીરવભાઈ અને દીપ્તિબેનના મોટાબાપા, સ્વ. સુંદરજી ગોપાલજી પંડયા (ગોધરા)ના જમાઈ, ડાયાલાલભાઈ, સ્વ. નરોત્તમભાઈ, રમાકાંતભાઈ, કૃષ્ણકાંતભાઈ અને સ્વ. પ્રવીણાબેનના બનેવી, તન્વી ભૂષણ પંડયાના દાદાજી, માહી, નિત્ય, યજ્ઞ, કૃતજ્ઞ, કલ્પ, નૈમિશ, શિવાંશ, શિવાન્યાના મોટા નાના, તત્ત્વજ્ઞના મોટા દાદા તા. 1-10-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 3-10-2024ના 4.30થી 5.30 લોહાણા મહાજનવાડી, વી.ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ : ગોહિલ મરિયમ ઈબ્રાહિમ (ઉ.વ. 84) તે મ. ગોહિલ ઈબ્રાહિમ લાખા (પાતાળ કૂવાવાળા)ના પત્ની, અબ્દુલ અઝીઝ, અનવર (ગોહિલ વીડિયોવાળા)ના માતા, પઠાણ સુલતાનખાન લાલખાનના બહેન, જામોતર મુસ્તાક સાહેબ (જમાઈ, મુસ્લિમ એજ્યુકેશન), ગોહિલ હુસૈન, મ. ગોહિલ મામદ, મ. ગોહિલ દાઉદ, મ. ગોહિલ હાજીના ભાભી, ગોહિલ આદિલ, સમીર, ઝેદના દાદી, જામોતર નાવિદ, અમન, નવાબના નાની તા. 1-10-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-10-2024ના સવારે 10થી 11 સિદી સમાજવાડી, ભુજ ખાતે.

અંજાર : કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી જિતેન્દ્ર જયંતીલાલ ચૌહાણ (ઉ.વ. 38) તે જયાબેનના પુત્ર, સ્વ. જયશ્રીબેન, બાબુલાલ વેલજીભાઇ ચૌહાણના ભત્રીજા, અલ્પાબેન ગજેન્દ્રભાઇ જેઠવા, નીલેશભાઇ બાબુલાલ ચૌહાણના ભાઇ, દેવના મામા, સ્વ. ધીરુભાઇ, સ્વ. ભૂપતભાઇ, પ્રદીપભાઇ, સ્વ. પરસોત્તમભાઇ (નાગલપર)ના ભાણેજ, ધ્રુવી તથા જિયાના કાકા તા. 30-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-10-2024ના બુધવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી સમાજ ભવન ખાતે ભાઇઓ તથા બહેનોની સંયુક્ત.

માંડવી : બકાલી અલીમામદ સાલેમામદ (ઉ.વ. 45) (અલુશેઠ) તે મ. સાલેમામદ હુસેનના પુત્ર, મહમદ રફીક (મિત્રી)ના મોટા ભાઇ, સરમનના પિતા, તનવીર અને મો. કૈફના મોટાબાપા, નૂરમામદ મામદ (માંડવી), વહાબ (ભુજ), જુસબ (સાભરાઇ)ના સાળા, અશફાકના સસરા, અદ્રેમાન ઓસમાણના જમાઇ, રફીક તથા સલીમના બનેવી તા. 30-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-10-2024ના ગુરુવારે સવારે 10થી 11 ધાધલીમા દરગાહ કમ્પાઉન્ડ, માંડવી ખાતે.

માધાપર (તા. ભુજ) : ગં.સ્વ. મોંઘીબેન આણંદરામ કાપડી (ઉ.વ. 99) તે સ્વ. આણંદરામ દામજી કાપડી (અંગિયા)ના પત્ની, સ્વ. ચતુરભાઇ, સ્વ. રમેશભાઇ, ગં.સ્વ. જયશ્રીબેન કિશોર વૈષ્ણવ, સ્વ. તરલાબેન રમેશભાઇ કાપડી (અંજાર)ના માતા, સ્વ. ભચીબેન આણંદરામ સાધુ (ચકાર)ના પુત્રી, સ્વ. રામદાસજી, સ્વ. આત્મારામજી (ચકાર-જાંબુડી)ના બહેન, આશિષ, ધીરેન, જ્યોતિ ભરત કાપડી, હેતલ દીપકભાઇ કાપડીના દાદી, ગં.સ્વ. પ્રતિમાબેન ચતુરભાઇ કાપડી, ગં.સ્વ. વિમળાબેન રમેશભાઇ કાપડીના સાસુ તા. 1-10-2024ના અવસાન પામ્યા છે. પાલખીયાત્રા તા. 2-10-2024ના સવારે 8.30 વાગ્યે નિવાસસ્થાન માધાપર, તા. ભુજ ખાતેથી નીકળશે. સમાધિવિધિ અંગિયા મોટા, તા. નખત્રાણા ખાતે તા. 2-10-2024ના સવારે 9.30 કલાકે તથા પ્રાર્થનાસભા તા. 3-10-2024ના સાંજે 4થી 5 યક્ષ મંદિર, માધાપર ખાતે તથા લૌકિક વ્યવહાર નિવાસસ્થાન 11-મૈત્રીપાર્ક, જૂનાવાસ, હોટલ ડાયમંડ પાછળ, માધાપર ખાતે.

દહીંસરા (તા. ભુજ) : મૂળ મેરાઉના પ.ક.મ.ક.સ.સુ. દરજી ખુશ્બૂબેન નિકુંજભાઇ મોઢ (ઉ.વ. 25) તે મોઢ નિકુંજ નરેન્દ્રભાઇના પત્ની, મોઢ નરેન્દ્ર લક્ષ્મીદાસ દરજી અને રસીલાબેનના પુત્રવધૂ, પૂજાબેન પરમાર (નખત્રાણા), કાજલ ભાવિન પીઠડિયા (ભુજપર), પ્રાપ્તિ, ધૃતિ, વિશાલના ભાભી, સ્વ. તારાબેન લક્ષ્મીદાસ પ્રાગજી મોઢ, ગં.સ્વ. રતનબેન ભાઇલાલભાઇ (ગોધરા)ના પૌત્રવધૂ, શારદાબેન ભરતભાઇ, કિરણાબેન જિતેન્દ્રભાઇ, સુજાતાબેન પ્રવીણભાઇ, દમયંતીબેન ચમનલાલ (સામત્રા)ના ભત્રીજાવહુ, વિજય, કપિલ, તેજસ, હાર્દિકના ભાઇના પત્ની, આરતી, દીપાલી, નીલમ, અલ્પાના દેરાણી, પૂજાબેનના જેઠાણી, દરજી હંસાબેન કીર્તિભાઇ નવીનભાઇ પરમાર (મૂળ કલ્યાણપર હાલે ભુજ)ના પુત્રી, પરમાર દમયંતીબાઇ નવીનભાઇ કરશનના પૌત્રી, જિજ્ઞાબેન ઇશ્વરભાઇના ભત્રીજી, આનંદ, શ્યામના બહેન, ગોહિલ રસીલાબેન નરસિંહ મોહનલાલ (દેવીસર)ના દોહિત્રી, નારાણભાઇ, હરેશભાઇ, પ્રદીપભાઇ, પ્રતાપભાઇના ભાણેજી તા. 1-10-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 3-10-2024ના ગુરુવારે સાંજે 4થી 5 શિવ મંદિર, બસ સ્ટેશનની બાજુમાં, દહીંસરા ખાતે.

વાંઢ (તા. માંડવી) : મેઘબાઈ (ઉ.વ. 80) તે સ્વ. કરસનભાઈ પૂંજાભાઈ ભગતના પત્ની, દેસરભાઇ, અશોકભાઈ, ધનગૌરી શાંતિલાલ (લુડવા), રમીલાબેન વાઘજી (બિદડા)ના માતા, પ્રભાબેન, જયશ્રીબેન, શામજીભાઈ કેશરભાઇ (લુડવા), વાઘજીભાઇ વેલજીભાઈ (બિદડા)ના સાસુ, ગં.સ્વ તેજબાઈ જખુભાઇના દેરાણી, ગં.સ્વ. ગાંગબાઈ લધુભાઈ, કુંવરબાઈ ગાવિંદભાઈના જેઠાણી, જગદીશ, વિપુલ, પ્રકાશ, ભાવિકા ભાવેશના દાદી, નીતુબેન, નૈનાબેન, ક્રિષ્નાબેનના મોટા સાસુ, નારાણ, કલ્પેશ, શિલ્પા શાંતિલાલના મોટામા, સ્વ. તેજબાઈ સામત, મીઠાબેન શિવજીભાઈ, ગં.સ્વ. હીરબાઇ સુજાભાઇ (શેરડી)ના ભાભી, સ્વ. ગાભા ગગા (ભોજાય)ના પુત્રી, વેલજીભાઈ, સ્વ. રતનભાઇ, સામતભાઈ ગગુભાઈ, કરસનભાઈ, ખીમજીભાઈ, સોનબાઈ વશરામ, હીરબાઈ કરશન (ભોજાય), લીલબાઇ ખીમજી (મોમાઈમોરા), ગંગાબેન શામજી (બિદડા)ના બહેન તા. 1-10-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 2, 3, 4-10-2024ના નિવાસસ્થાન શ્રીરામ નિવાસ, વાંઢ ખાતે.

નાગલપુર (તા. માંડવી) : મેઘબાઇ ઠાકરશીભાઇ ભર્યા (ઉ.વ. 86) તે ઠાકરશીભાઇ મેઘજીભાઇ ભર્યાના પત્ની, સ્વ. પુરબાઇ વિશ્રામભાઇ ચંદે (માંડવી)ના પુત્રી, મૂલબાઇ મીઠુભાઇ ડુંગરખિયા (કાઠડા), દામજીભાઇ (નિવૃત્ત મેનેજર, કચ્છ દેના ગ્રામીણ?બેંક), હીરબાઇ કરશનભાઇ અબચુંગ (ઢીંઢ), આશબાઇ ગોપાલભાઇ ડુંગરખિયા (કાઠડા), પ્રેમજીભાઇ, હંસાબેન મેઘરાજભાઇ પાતારિયા (ગાંધીધામ), વિનોદભાઇના માતા, સ્વ. પુનશીભાઇ, સ્વ. વેરશીભાઇ, પૂંજાભાઇ, સામજીભાઇ, ડાહ્યાલાલભાઇના ભાભી, ધનબાઇ આયડી (રામાણિયા), સ્વ. જેઠાભાઇ, સ્વ. જેસંગભાઇ (માંડવી), હરિભાઇ (ભુજ), રામજીભાઇ ચંદે (ગાંધીધામ)ના બહેન, શિલ્પાબેન બિપિનભાઇ ફુફલ (બારઇ), રૂપલબેન અરુણભાઇ વિંઝોડા (ગાંધીધામ), નિશાબેન જિતેન્દ્રભાઇ અબચુંગ (ઢીંઢ), જ્યોત્સનાબેન અનિલભાઇ ડુંગરખિયા (કાઠડા), શીતલબેન અશોકભાઇ સિંગરખિયા (ગોડપર), રાહુલ, ભાવિન, પાર્થ, નંદની, અંજલિ, આસ્થાના દાદી, રોનિસ, પ્રિયાંશ (દેવ), શ્રીષ્ટિના પરદાદી તા. 30-9-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 2-10-2024ના આગરી કોઠ અને તા. 3-10-2024ના પાણી નિવાસસ્થાને મહેશ્વરીવાસ, નાગલપુર ખાતે.

મોટા ભાડિયા (તા. માંડવી) : ભાણબાઈબેન ગઢવી (મૌવર) (ઉ.વ. 50) તે મેઘરાજના પત્ની, સ્વ. પાલુભાઈ દેવદાસભાઈના પુત્રવધૂ, સામરાભાઈના નાના ભાઈના પત્ની, કરસન, ભીમશી, ગંગાબેનના માતા, હાંસબાઈ પત્રામલ સુમણિયા (વડાલા), આસબાઈ શિવરાજ ગેલવા (મોટા ભાડિયા)ના ભાભી, દિનેશ, લખમણ, નારાણ, હીરબાઈના માસી, સામરાભાઈ પચાણભાઈ થરિયા (મોટા ભાડિયા)ના પુત્રી, માણશી, કરસન, હીરબાઈ મેઘરાજ વડળ (કોડાય), હાંસબાઈ હરિભાઈ મૌવરના બહેન તા. 1-10-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન મોટા કાંડાગરા-નાની ખાખર રોડ પર આવેલી પ્રાથમિક શાળાની બાજુમાં, નોતિયાર વાડી ખાતે તેમજ ઉત્તરક્રિયા (પાણી) તા. 11-10-2024ના શુક્રવારે.

ઘોડાલખ (તા. માંડવી) : રબારી ભીખાભાઈ કાના (ઉ.વ. 80) તે દેવલબાઈના પતિ, જશીબેન, સીતાબેન, મોંઘીબેન, કમીબેન, દેવાભાઈના પિતા, નયન, વિહાનના દાદા, વાસંગ, જેસા, પાબીબેન, રામીબેન, મગીબેન, માધુબેન, દેવીબેનના ભાઈ, દેવા રામા (રેલડિયા મંજલ)ના જમાઈ તા. 27-9-2024ના અવસાન પામ્યા છે. બારસ તા. 8-10-2024ના નિવાસસ્થાન ઘોડાલખ ખાતે.

મોટા સલાયા (તા. માંડવી) : કુરેશી ઉમર સિધિક (ઉ.વ. 80) તે અલીમામદ, કાસમ, અબ્દુલ્લાહના ભાઈ, હારુન, સલીમ, રફીક, મહમદ, હુસેનના મોટાબાપા તા. 30-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-10-2024ના બુધવારે મસ્જિદ-એ-બિલાલ ઉર્ફે કાજીવાડી મસ્જિદ, મોટા સલાયા, તા. માંડવી ખાતે.

સમાઘોઘા (તા. મુંદરા) : લોહારવાઢા કાસમ અબ્દુલા (ઉ.વ. 56) તે મ. અબ્દુલ કરીમ તથા મ. અબ્દુલ ગની, અબ્દુલ સતાર, મામદ શરીફ, મામદ હુસેન (સમાઘોઘા)ના ભાઇ, ઇસ્માઇલ રહેમતુલ્લા (મુંબઇ)ના ભત્રીજા, બશીરના પિતા, ઇબ્રાહિમ, ફિરોજ, સુલતાનના કાકા, સુમાર, દાઉદ, અલીમામદ જુણસ (અંજાર)ના બનેવી, લોહાર સુલેમાન અ. શકુર (અંજાર)ના સાઢુભાઇ તા. 1-10-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-10-2024ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાને.

સુખપર-રોહા (તા. નખત્રાણા) : ગુલમામદ અબ્દુલા ભજીર (ઉ.વ. 62) તે ઇમરાનના પિતા, મ. ઓસમાણ અબ્દુલાના ભાઈ, મુસા ઓસમાણના કાકા, ઇશાક ભૂકેરા અને જુસબ અનવરના મામા, મ. રાયમા શકુર અને જકરિયા ભજીરના સસરા તા. 30-9-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 2-10-2024ના બુધવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, સુખપર-રોહા ખાતે.

ભાનાડા (તા. અબડાસા) : નોડે હવાબાઈ મુશા (ઉ.વ. 65) તે નોડે મુશા જુસબના પત્ની, નોડે અનવર અને સલીમના માતા, નોડે ઓસમાણ હાસમ, ઓસમાણ મામદ, મ. હસણ હાસમ, ઈસ્માઈલ ભચુ (માજી સરપંચ), સુલેમાન અધ્રેમાનના બહેન, નોડે ઉમર જુસબ, મુબારક અબ્દુલાના ભાભી, નોડે રમઝાન, હાજી મુશાના કાકી, નોડે હાજી સાલેમામદ ઓસમાણના સાળી તા. 1-10-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 3-10-2024ના સવારે 10 વાગ્યે.

સુરત : મૂળ રાપરના કાનુબેન (કમળાબેન) (ઉ.વ. 85) તે ન્યાલચંદભાઇ જીવરાજભાઇ પારેખના પુત્રવધૂ, સ્વ. નવીનચંદ્ર ન્યાલચંદભાઇ પારેખના પત્ની, ગણેશભાઇ ચત્રભુજભાઇ મહેતા (લોદ્રાણી હાલે ભુજ)ના પુત્રી, નીતિનભાઇ, સ્વ. ભરતભાઇ, ધીરજભાઇ, ગુણવંતીબેન પ્રભુલાલ વોરાના માતા, પ્રવીણાબેન, નિર્મળાબેન, પુષ્પાબેનના સાસુ, વેલજીભાઇ ગણેશભાઇ મહેતા (નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ ફાઉન્ડેશન), પ્રભાબેન જયંતીલાલ મહેતા (રાપર ખોખરા હાલે મુંબઇ)ના બહેન, ભારતીબેન વેલજીભાઇ મહેતાના નણંદ, ત્રિલોક, દેવાંગ, કુમાર, બ્રિજેશ, અક્ષય, મીના, કાજલ, નિરાલી, મિત્તલ, ટ્વિંકલના દાદી, ડિમ્પલ, શ્વેતા, શ્રુતિ, રિંકલ, આર્વિના દાદીસાસુ, ગુલાબબેન રસિકલાલ પારેખ, નિરૂપાબેન મનસુખલાલ પારેખ, ચંદ્રિકાબેન નાનાલાલ પારેખના ભાભી તા. 1-10-2024ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 2-10-2024ના સવારે 8.30 કલાકે નિવાસસ્થાન એફ-501, રાજહંસ એલીટ્ટા, પાલ, સુરતથી નીકળશે અને શેત્રુંજય ભાવયાત્રા તા. 3-10-2024ના સવારે 10થી 12 જૈન વાડી, અડાજણ, સુરત ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang